સમાજ માટે લાલબત્તી પોરબંદરની હૃદયદ્રાવક ઘટના ‼️
પોરબંદરમાં ૧૨ વર્ષના કિશોર દ્વારા ૪ વર્ષની માસૂમ પર દુષ્કર્મની ઘટના સમાજ માટે અત્યંત શરમજનક છે.
આ કિસ્સો સાબિત કરે છે કે ઈન્ટરનેટનું અનિયંત્રિત એક્સેસ અને સંસ્કારોનો અભાવ બાળકોને કઈ હદે રસ્તે ભટકાવી રહ્યો છે.
જો વાલીઓ હજુ પણ બાળકોના ડિજિટલ વપરાશ અને માનસિકતા પ્રત્યે ગંભીર નહીં બને, તો આવનારા સમયમાં સગીરોમાં ગુનાખોરીનું પ્રમાણ ભયાનક સ્તરે પહોંચી જશે.
સમાજે હવે જાગૃત થવું પડશે કે શું આપણે બાળકોને માત્ર સુવિધાઓ આપી રહ્યા છીએ કે સંસ્કારો પણ? સેક્સ એજ્યુકેશન અને 'ગુડ ટચ-બેડ ટચ' વિશેની સમજ માત્ર શાળાઓ પૂરતી મર્યાદિત ન રહેતા ઘરમાં પણ ચર્ચાવી જોઈએ.
સમય આવી ગયો છે કે આપણે ટેકનોલોજીના આ યુગમાં સંતાનોના હાથમાં ફોન આપતા પહેલા તેમના મનમાં નૈતિકતાના મૂલ્યો રોપીએ. જેથી કોઈ માસૂમનું બાળપણ આ રીતે ન રોળાય.
🙏🏻🙏🏻🙏🏻
સુપ્રીમ કોર્ટમાં વકીલોને કરોડો રૂપિયાની ફી ચૂકવવામાં સરકારને કોઈ વાંધો નથી,
પરંતુ પોતાના જ લાખો કર્મચારીઓને વર્ષોથી ફિક્સ પે ના શોષણમાં રાખીને “સમાન કામ, સમાન વેતન” લાગુ કરવું ભારે લાગે છે આ કેવી ન્યાયવ્યવસ્થા?
#FixPayRemove#EqualPayForEqualWork#StopExploitation@Vivekdoza
"સરકારનું અજબ ગજબનું ગણિત!" 🤔
કર્મચારી કહે: "સાહેબ, મોંઘવારી વધી ગઈ છે, ઘર ચલાવવું મુશ્કેલ છે, "#ફૂલ_પગાર" આપો ને!"
સરકાર: "ખજાનો ખાલી છે ભાઈ, થોડું સમજો!" 🙅♂️
વકીલ કહે: "સાહેબ, તમારી સામે લડતા કર્મચારીઓને સન્માનીય ફૂલ પગાર ન આપવો પડે, એના માટે હું સુપ્રીમ કોર્ટમાં દલીલ કરીશ. એક હિયરિંગના(મુદ્દત) ૨ લાખ થશે!"
સરકાર: "અરે સાહેબ, ૨ નહીં ૫ લાખ લો, પણ પેલા ગરીબ કર્મચારીને પૂરો પગાર ન મળવો જોઈએ!" 💸✅😥
ધન્ય છે આ 'વિકાસ'ને, જ્યાં મહેનત કરનાર માટે '#ફિક્સ_પે' અને લડાવનાર માટે 'મિક્સ' (કરોડો રૂપિયા) છે! કર્મચારીને ફૂલ નહીં તો ફૂલની પાંખડી પણ નહીં, પણ ફિક્સ પે રાખનાર માટે લડનારને તો આખું બગીચું! 🥀🏛️
📌શોષણની પ્રથા: ફિક્સ પે પ્રથા એ સરકારી કર્મચારીઓનું આર્થિક શોષણ છે. વર્ષો સુધી સખત મહેનત કરવા છતાં કર્મચારીઓને પૂરતો પગાર મળતો નથી, જેના કારણે તેમનું અને તેમના પરિવારનું જીવન નિર્વાહ મુશ્કેલ બને છે.
📌સમાન કામ, સમાન વેતનનો અભાવ: ગુજરાત હાઈકોર્ટે ૨૦૧૨માં ચુકાદો આપ્યો હતો કે 'સમાન કામ માટે સમાન વેતન' મળવું જોઈએ, પરંતુ સરકાર આ ચુકાદાને માનવાને બદલે તેને સુપ્રીમ કોર્ટમાં પડકારે છે.
📌કર્મચારીઓની હાલાકી: કર્મચારીઓ રવિવારે પણ કામ કરે છે, ભીડ ભેગી કરવા જેવા રાજકીય કાર્યોમાં જોતરાય છે અને ઓવરટાઈમ કરે છે, છતાં તેમને હકનો પૂરો પગાર મળતો નથી.
📌ગુજરાતના ફિક્સ પે ના કર્મચારીઓ છેલ્લા ૧૫ વર્ષથી ન્યાયની રાહ જોઈ રહ્યા છે... અને સરકાર? સરકાર 'ન્યાય ન મળે' એના માટે કરોડો રૂપિયા પાણીની જેમ વહાવી રહી છે! 🌊💰
🛑કર્મચારીનો આખો મહિનો = ₹૨૦,૦૦૦ (અંદાજે)
🛑સરકારી વકીલની એક હિયરીંગની હાજરી = ₹૨,૦૦,૦૦૦ થી ૫,૦૦,૦૦૦
વિચારો, જે પૈસા ફૂલ પે રોકવા માટે જાય છે, એ જો કર્મચારીઓના પગારમાં ગયા હોત તો આજે કેટલાય મધ્યમવર્ગીય પરિવારોના ચૂલા સારી રીતે સળગતા હોત. આને જ કહેવાય "દીવો તળે અંધારું!"🪔
સરકાર પોતાના જ કર્મચારીઓને પૂરો પગાર ન આપવો પડે તે માટે સુપ્રીમ કોર્ટમાં નામાંકિત વકીલો પાછળ કરોડો રૂપિયાનો ધુમાડો કરી રહી છે.પોતાના જ સંતાનો (કર્મચારીઓ) સામે લડવા માટે ભાડે રાખેલા 'યોદ્ધાઓ' પાછળ આટલો ખર્ચ? વાહ રે સરકાર, વાહ! 👏
😥આ શોષણ નહીં તો બીજું શું છે? "સમાન કામ, સમાન વેતન" માત્ર કાગળ પર જ કેમ? હવે તો હદ થાય છે! 😡
#FixPay #Gujarat #EmployeeRights #Justice
#GujaratGovernment #Exploitation #JusticeDelayed #FixedSalary #SocialJustice
#GovernmentEmployees #JusticeForEmployees
#Remove_Fix_Pay_Gujarat
#Remove_Fix_Pay
#Remove_FixPay_In_Gujarat
#REMOVE_FIX_PAY_IN_GUJARAT
@Bhupendrapbjp@CMOGuj@irushikeshpatel@drpradyumanvaja@jitu_vaghani@Rivaba4BJP@VtvGujarati@tv9gujarati@abpasmitatv@GSTV_NEWS@sandeshnews@News18Guj@Zee24Kalak@devanshijoshi71@Jamawat3@nidhirpatel6@Janak_Sutariyaa@JournoJayesh@hdraval93@DevendraBhatn10@chintanbhogayta@chintan_acharya@Divya_Bhaskar@tgbasiya@NewsNavajivan@gopimaniar@ImVimit@iDixitThakrar@KKanteliya@SamirParmar1947@BhavikSudra3@Vivekdoza@Chaitar_Vasava@Gopal_Italia@baldevmer@BenefitNews24@JigarThakar_NC@dave_janak@NewsCapitalGJ@svamanmedia@GujaratFirst@nikunjjani9@DatelineGujarat@hbtwits4u
હાઈ બીમ લાઈટ બાબતે ગુજરાત હાઇકોર્ટનું ધ્યાન દોરવું આવશ્યક છે. તથા મીડિયાના મિત્રો પણ આ બાબતે સહકાર આપે એવી આશા છે. સામૂહિક પ્રશ્ન છે. ગંભીર વિષય છે. સિંગલ પટ્ટી રોડ પર રાત્રે મુસાફરી કરવી અઘરી છે. હાઇવે તો ઠીક લોકો શહેરમાં પણ હાઈ બીમ કરે છે.
#Low_beam_for_life#ban_high_beamlight
ગુજરાતમાં RTO માન્ય કઈ લાઈટ છે?
હાઈ વે ઉપર આંખ આંજી નાંખતા વાહનો બેફામ દોડતા હોય છે.
ડ્રાઈવિંગ માં ખૂબ તકલીફ પડે છે.
ગેરકાયદે લાઈટ ધરાવતા વાહનો અને આવી લાઈટ વેચતા વેપારીઓ સામે કડક કાર્યવાહી કરવી જોઈએ.
@CMOGuj@nitin_gadkari@sanghaviharsh@dgpgujarat
गुजरात की तीस साल की बीजेपी सरकार ने दमन की इंतहा कर दी। किसानों के पक्ष में आवाज़ उठाने के जुर्म में आज आम आदमी पार्टी के दो नेताओं - प्रवीण राम और राजू करपड़ा को गिरफ्तार कर लिया।
વિસનગરમાં 15 વર્ષીય કિશોરી સાથે ગેંગરેપ.
યાતનાઓભરી દર્દનાક રાત.
6 જેટલા વ્યક્તિઓ દ્વારા વારાફરતી દુષ્કર્મ આચરવન આવ્યું હોવાની ફરિયાદ.
શનિવારે રાત્રે ચાલવા નીકળેલી કિશોરીને પવન ઠાકોર અને વિજય ઠાકોર નામનો શખ્સ બુલેટ ઉપર બેસાડીને લઈ ગયા હતા.
આ બંનેએ દુષ્કર્મ આચર્યા બાદ ત્યાં હાજર રાજ ઠાકોર અને એક અન્ય શખ્સે દુષ્કર્મ આચર્યું.
કિશોરીને ત્યારબાદ ત્રણ ટાવર પાસે ઉતારી દેવાઈ.
કિશોરી ઘરે જતી હતી તે વખતે સોહમ ઠાકોરએ આવી ફરી કિશોરીને પવન ઠાકોરની ઓફીસ લઈ જઈ રાજ ઠાકોર અને સોહમેં દુષ્કર્મ આચર્યું.
દુષ્કર્મ બાદ આદર્શ સ્કૂલ પાસે ઉતારી દેવતા પ્રકાશ મોદી નામનો શખ્સ કિશોરીને પોતાના ઘરે લઈ ગયો.
પ્રકાશ મોદીએ કિશોરીને બે દિવસ ઘરે રાખી દુષ્કર્મ આચર્યું.
પવન ઠાકોર,વિજય ઠાકોર,રાજ ઠાકોર,સોહમ ઠાકોર,પ્રકાશ મોદી અને એક અજાણ્યા શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે.
યુવતીની વાતને ધ્યાને લઈ પોલીસે અત્યારે ફરિયાદ દર્જ કરી છે.
કેટલીક વાતોમાં ખૂટતી કડીઓને જોડવા માટે તથ્યોની તપાસ થઈ રહી છે.
રિપોર્ટ : @kamlesh030980
વિષય: ફિક્સ પગારના કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થા તથા દિવાળી બોનસના લાભો આપવા અંગે વિનંતી.
પ્રતિ,
માનનીય મુખ્યમંત્રીશ્રી,
ગુજરાત રાજ્ય,
ગાંધીનગર.
સવિનય નમ્ર વિનંતી છે કે,
ગુજરાત રાજ્યમાં વિભિન્ન વિભાગોમાં લાખોની સંખ્યામાં ફિક્સ પગારના કર્મચારીઓ રાજ્યના વિકાસ કાર્યોમાં સમર્પણભાવ સાથે ફરજ બજાવી રહ્યા છે. આ કર્મચારીઓ વર્ષોથી સરકારની વિવિધ યોજનાઓ, શિક્ષણ, આરોગ્ય, ટેકનિકલ, વહીવટી,રેવન્યુ તથા ગ્રામ વિકાસ જેવી મહત્વની સેવાઓમાં સતત યોગદાન આપી રહ્યા છે.
પરંતુ ખૂબ જ ખેદ સાથે જણાવવાનું છે કે, ફિક્સ પગારના કર્મચારીઓ સાથે હજી સુધી ન્યાયપૂર્ણ વલણ ગુજરાત સરકાર દ્વારા અપનાવવામાં આવ્યું નથી.
મુખ્ય મુદ્દાઓ:
1. મોંઘવારી ભથ્થાનો લાભ:
હાલ ગુજરાત સરકારના કાયમી કર્મચારીઓને મોંઘવારી વધારાના આધારે દર છ મહિને મોંઘવારી ભથ્થામાં વધારો આપવામાં આવે છે. તાજેતરમાં તા. 01/07/2025 થી રાજ્યના કર્મચારીઓ તથા પેન્શનરોને 3% મોંઘવારી ભથ્થો વધારી આપવાનો આદેશ કરવામાં આવ્યો છે, જે સરાહનીય છે.
પરંતુ ફિક્સ પગારના કર્મચારીઓ પાંચ વર્ષના કરારકાળ દરમિયાન કોઈ પણ પ્રકારના ભથ્થા કે મોંઘવારીના લાભોથી સંપૂર્ણ રીતે વંચિત રહે છે. તેઓ પણ આ જ મોંઘવારીના સમયમાં જીવન ચલાવી રહ્યા છે, પરંતુ તેમની વાસ્તવિક જરૂરિયાતોને અવગણવામાં આવે છે.
2. દિવાળીમા બોનસનો પ્રશ્ન:
રાજ્ય સરકારે દિવાળી તહેવાર નિમિતે વર્ગ-4 ના કર્મચારીઓને બોનસ આપવાની જાહેરાત કરી છે, જે પ્રશંસનીય છે. પરંતુ એ જ વિભાગોમાં ફરજ બજાવતા ફિક્સ પગારના કર્મચારીઓ માટે કોઈ બોનસ કે પ્રોત્સાહન આજ દિન સુધી આપવામાં આવ્યું નથી.
સમાન ફરજ બજાવતા કર્મચારીઓ વચ્ચે આ પ્રકારનો ભેદભાવ અન્યાયરૂપ છે.
3. ભેદભાવપૂર્ણ નીતિ:
ફિક્સ પગારના કર્મચારીઓ વર્ષોથી વિવિધ વહીવટી, તકનીકી, શિક્ષણ કાર્યોમાં મહત્વની ભૂમિકા નિભાવી રહ્યા છે. તેઓનો કાર્યભાર કાયમી કર્મચારીઓ સમાન છે, છતાં પણ પગાર, ભથ્થા, બોનસ, અને અન્ય સુવિધાઓમાં અન્યાયપૂર્ણ તફાવત રાખવામાં આવ્યો છે.
“સમાન કાર્ય માટે સમાન વેતન” જેવો બંધારણીય સિદ્ધાંત આ સ્થિતિમાં પૂરો પડતો નથી.
4. ફિક્સ પગારની નીતિનું માનવીય અને આર્થિક મૂલ્યાંકન:
આજના સમયમાં મોંઘવારીના વધારા સાથે જીવનવ્યવહારના ખર્ચમાં સતત વધારો થતો જાય છે. ફિક્સ પગારના કર્મચારીઓને નિશ્ચિત અને મર્યાદિત વેતન મળતું હોવાને કારણે તેમની આર્થિક સ્થિતિ વધુ મુશ્કેલ બની રહી છે.
૫ વર્ષ સુધી કોઈ પણ પ્રકારની પગાર વૃદ્ધિ કે ભથ્થા ન મળવાથી તેમનો ઉત્સાહ ઘટે છે, અને સરકારની વિવિધ યોજનાઓના અમલમાં પણ પ્રભાવ પડે છે.
ઉપરોક્ત પરિસ્થિતિને ધ્યાને રાખી ગુજરાત સરકારને નમ્ર વિનંતી છે કે,
1. ફિક્સ પગારના કર્મચારીઓને પણ મોંઘવારી ભથ્થાનો તબક્કાવાર લાભ આપવા યોગ્ય નીતિ ઘડવામાં આવે.
2. દિવાળી તેમજ અન્ય તહેવારો નિમિતે ફિક્સ પગારના કર્મચારીઓને પણ “તહેવાર બોનસ” આપવાની યોજના અમલમાં મુકવામાં આવે.
3. સમાન કાર્ય માટે સમાન વેતનનો સિદ્ધાંત અનુસરતાં, ફિક્સ પગાર નીતિમાં સુધારણા કરી કાયમી કર્મચારીઓ સમાન હક્કો અપાય.
4. રાજ્ય સરકારના વહીવટી તથા આર્થિક તંત્રમાં ફરજ બજાવતા દરેક કર્મચારીને સમાન સન્માન અને પ્રોત્સાહન મળે તે દિશામાં માનવતાવાદી નિર્ણય લેવાય.
ગુજરાત રાજ્યની સંવેદનશીલ અને પ્રજાલક્ષી સરકાર હંમેશાં કર્મચારી હિત માટે પગલા લેતી રહી છે. એ જ આશા સાથે આ રજૂઆત કરવામાં આવે છે કે સરકાર તાત્કાલિક યોગ્ય વિચારણા કરી ફિક્સ પગારના કર્મચારીઓને પણ મોંઘવારી ભથ્થા અને તહેવાર બોનસના લાભથી વંચિત ન રાખે.
આ નીતિમાં સુધારણા થવાથી લાખો ફિક્સ પગારના કર્મચારીઓના પરિવારોને ન્યાય, સમાનતા અને પ્રોત્સાહન મળશે અને તેઓ વધુ ઉમંગથી ફરજ બજાવી શકશે.
#Remove5yearFixpay
#Remove_Fixpay_in_gujarat
@CMOGuj@Bhupendrapbjp@sanghaviharsh@irushikeshpatel@Balwantsinh99@RaghavjiPatel@KanuDesai180@hdraval93@AcharyaJay22_17@JournoJayesh@devanshijoshi71@DevendraBhatn10@chetan_pagi@chintanbhogayta@deepakrajani123@DeepalTrevedie@nidhirpatel6@garvanitin2@Janak_Sutariyaa@dave_janak@NewsCapitalGJ@isudan_gadhvi@YAJadeja@Gopal_Italia@jigneshmevani80@AmitChavdaINC@INCGujarat@AamAadmiParty@PravinRam_@are_osambhaa@Being_Manass@SidharajsinhjiC@MansiJoshi_17@Divuahirr@Mayur_ahir79@HeerAmbitious@I_M_Viral88@Jatin_Barot_@kathiyawadiii@Mehul90711@NiravJoshi0@RajanThakkar9@tejasmajithiya5@shaktisinhgohil@ShankersinhBapu