દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કૃષિ વિભાગના અગ્ર સચિવશ્રી R. C. Meena, IAS દ્વારા જિલ્લા કક્ષાના અધિકારીઓ સાથે વિવિધ કૃષિલક્ષી કામગીરી અંગે સમીક્ષા બેઠક યોજાઈ.
બેઠકમાં પ્રાકૃતિક ખેતીને વધુ વ્યાપક બનાવવા, AgriStack અંતર્ગત કામગીરી, ડ્રિપ સિંચાઈનો મહત્તમ ઉપયોગ, નાળિયેર તથા કમળમના વાવેતરને પ્રોત્સાહન આપવા, અમલીકરણ સંબંધિત કામગીરીમાં ઝડપ લાવવા તેમજ ખેડૂતોને સમયસર અને પૂરતા પ્રમાણમાં ખાતર ઉપલબ્ધ થાય તે અંગે વિગતવાર સમીક્ષા કરવામાં આવી.
ખેડૂતોને સરકારની વિવિધ યોજનાઓનો મહત્તમ લાભ મળે અને કૃષિ ક્ષેત્રે વધુ ટકાઉ તથા પરિણામલક્ષી કામગીરી થાય તે માટે જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપવામાં આવી. 🌱🌾
અગ્ર સચિવશ્રી, કૃષિ વિભાગ, શ્રી આર. સી. મીના દ્વારા દેવભૂમિ દ્વારકા જિલ્લાના ગોરીંજા ખાતે બીઆરસી યુનિટ પ્રાકૃતિક કૃષિ ફાર્મની મુલાકાત લઈ પ્રાકૃતિક ખેતીની વિવિધ પ્રવૃત્તિઓનું નિરીક્ષણ કરી માહિતી મેળવી.
આ દરમિયાન ખેડૂતની આવકમાં વધારો થાય તે માટે મૂલ્યવર્ધન, પ્રાકૃતિક ખેત પેદાશોના વેચાણ અને ખેતી ખર્ચ ઘટાડવા અંગે વિવિધ સૂચનો કરવામાં આવ્યા. ખેતરમાં જીવામૃત અને ઘનજીવામૃતની તૈયારી તથા દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી પદ્ધતિઓ અંગે પણ માહિતી મેળવી.
રાસાયણિક ખાતરોનો ત્યાગ કરી પ્રાકૃતિક પદ્ધતિથી લહેરાતા પાકો જોવો આનંદદાયક અને પ્રેરણાદાયી અનુભવ રહ્યો. ખેડૂતોએ પોતાના અનુભવો જણાવતાં જણાવ્યું કે પ્રાકૃતિક ખેતીથી ખેતી ખર્ચમાં ઘટાડો, જમીનની ફળદ્રુપતા અને પાકની ગુણવત્તામાં વધારો થયો છે તેમજ જમીનમાં કાર્બનનું પ્રમાણ વધવાથી જમીનની તંદુરસ્તીમાં સકારાત્મક સુધારો જોવા મળી રહ્યો છે. 🌱🌾
#પ્રાકૃતિકકૃષિ #NaturalFarming #Gujarat #Agriculture #DevbhumiDwarka
ખેડૂતોની દરેક મુસ્કેલ પરિસ્થિતિમાં ખેતીવાડી ખાતુ, ગ્રામસેવકો, વિસ્તરણ અધિકારી તેમજ ખાતાના અધિકારીઓ હંમેશા ખેડૂતો સાથે રહી કામગીરી કરે છેહાલમા થયેલ કમોસમી વરસાદ ના કારણે થયેલ પાક નુકશાનીમા વિસમ પરિસ્થિતિમાપણ ખેડૂતો સાથે રહી ખેતીવાડી ખાતા દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે.
રાજ્યસરકાર દ્વારા રાજ્યના તમામ ખેડૂતો તથા તેમના વારસદારનો વીમો ઉતારવામાં આવે છે જેમાં અકસ્માતે ખેડૂત અથવા તેના વારસદાર નું આકસ્મિક મૃત્યુ થતા રૂ. ૪ લાખ તથા કાયમી અપંગતા ના કિસ્સામાં રૂ ૨/૪ લાખ ચૂકવવામાં આવે છે જેની અરજી મૃત્યુ ની તારીખ થી ૧૫૦ દિવસ મા કરવાની રહે છે.@GujAgriDept