ડાંગ જિલ્લાના 📍 આહવા નવાપુર રોડ પર વરસાદના કારણે ધસી આવેલી માટીને વાહનચાલકોની સુરક્ષા અને સલામતીને ધ્યાનમાં રાખી તુરંત દૂર કરવામાં આવી. વરસાદથી અસરગ્રસ્ત માર્ગોના પુનઃ સ્થાપનની કામગીરી વિભાગ દ્વારા સતત પ્રગતિમાં. 🛡 #monsoonpreparedness#monsoon#Dang#DEOC
ડાંગ જિલ્લામાં આજરોજ પડેલા ભારે વરસાદના કારણે આહવા-નવાપુર રોડ તથા આહવા-વઘઈ રોડ પર કેટલાક સ્થળોએ માટી ધસી આવી હતી, જે
માર્ગ અને મકાન સ્ટેટ વિભાગ દ્વારા તાત્કાલિક કામગીરી હાથ ધરી દૂર કરી બંને માર્ગો પર વાહનવ્યવહાર ફરીથી પૂર્વવત કરવામાં આવ્યો હતો. #Dang#DEOC#Monsoon#Roadsafety
હવામાન વિભાગની ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખી ડાંગ જિલ્લા પશુપાલન વિભાગ દ્વારા પશુપાલકોને સતર્ક રહેવા અપીલ કરવામાં આવી છે. વિવિધ ગામોમાં જાગૃતિ અભિયાન, માર્ગદર્શન અને માહિતી પત્રિકાઓનું વિતરણ કરી પશુધનની સુરક્ષા અંગે જરૂરી સૂચનાઓ આપવામાં આવી. #Dang#Monsoon#Gujarat
🌧️ ડાંગ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ચોમાસા દરમિયાન નદી, નાળા, ચેકડેમ, તળાવો અને ધોધ જેવા સ્થળોએ કોઈપણ પ્રકારની પ્રવૃત્તિ ન કરો. માછલી પકડવી, કપડાં ધોવા, નાહવું તેમજ સેલ્ફી/ફોટા લેવા પર પ્રતિબંધ જનસુરક્ષા માટે જિલ્લા વહીવટી તંત્રને સહકાર આપો.
સાવચેતી રાખો, સલામત રહો.
#DEOC#DANG
ડાંગ જિલ્લામાં થયેલા ભારે વરસાદના પરિણામે પ્રવાસન સ્થળ ડોન હિલ સ્ટેશન તરફ જવાના માર્ગ પર થયેલા ભૂસ્ખલનથી માર્ગ અવરોધિત થયો હતો. માર્ગ અને મકાન વિભાગે તાત્કાલિક કામગીરી હાથ ધરી ધસી આવેલા માટી-પથ્થરો દૂર કરી માર્ગ વાહનવ્યવહાર માટે પુનઃ કાર્યરત કર્યો.
@CMOGuj@SEOC_Gujarat @DEOCDang
રાષ્ટ્રીય ધોરીમાર્ગ 953 પર સાપુતારા ઘાટમાં ધસી પડેલ પ્રોટેક્શન દિવાલના સ્થળ પર માટીના ઢગલા, સંપૂર્ણ બેરીકેટીંગ, વાહન ધીમે ચલાવો ના બોર્ડ, બ્લિન્કર લાઇટ અને સોલાર લાઈટ મૂકવામાં આવેલ છે.
જિલ્લામાં પ્રવર્તમાન ભારે વરસાદની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી આપત્તિ વ્યવસ્થાપન અંગેની કામગીરીની સમીક્ષા તથા જરૂરી માર્ગદર્શન આપવા માટે માન.કલેક્ટરશ્રી, ડાંગ-આહવા@CollectorDan દ્વારા જિલ્લા આપત્તિ વ્યવ્સ્થાપન કેન્દ્ર, આહવાની સ્થળ મુલાકાત લેવામાં આવી હતી.
#Dang #DEOC#Monsoon2026
ડાંગ જિલ્લાના આહવા–સાપુતારા માર્ગ પર શિવઘાટ ધોધ નજીક વરસાદને કારણે પાણીનો પ્રવાહ વધ્યો છે. નાગરિકોની સલામતીને ધ્યાનમાં રાખી કોઈ અકસ્માત ન સર્જાય તે હેતુથી દ્વિ-ચક્રી વાહનોની અવરજવર થોડા સમય માટે સ્થગિત રાખવામાં આવી છે. પાણીનો પ્રવાહ ઘટ્યા બાદ વાહનવ્યવહાર પુનઃ શરૂ કરવામાં આવશે.
ડાંગ જિલ્લામાં સતત ભારે વરસાદને કારણે કેટલાક માર્ગો પર વૃક્ષો અને પથ્થરો પડતાં વાહનવ્યવહાર પ્રભાવિત થયો છે. જિલ્લા વહીવટી તંત્ર, વન વિભાગ, માર્ગ અને મકાન વિભાગ તથા નેશનલ હાઈવે-953ની ટીમો સંયુક્ત રીતે માર્ગો પરથી અવરોધો દૂર કરી વાહન વ્યવહાર પુનઃસ્થાપિત કરવાની કામગીરી હાથ ધરેલ છે.
આજરોજ જિલ્લામાં ભારે વરસાદના કારણે પંચાયત હસ્તકના કુલ ૩૯ જેટલા આંતરિક માર્ગો તેમજ કોઝવે ઓવરટોપિંગને કારણે અસરગ્રસ્ત થયેલ જે માર્ગોના બંન્ને છેડે જરૂરી પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવેલી છે તેમજ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ગ્રામજનોને વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવા અપીલ કરવામાં આવે છે.
આજે થયેલ ભારે વરસાદ તથા હવામાન વિભાગના રેડ એલર્ટને ધ્યાનમાં રાખી સાવચેતીના ભાગરૂપે **તા. 23/07/2026 (ગુરુવાર)**ના રોજ ડાંગ જિલ્લાના તમામ આંગણવાડી, શાળાઓ, કોલેજો અને ITI બંધ રહેશે.
નાગરિકોને અનાવશ્યક બહાર નીકળવાનું ટાળવા અને તંત્રની સૂચનાઓનું પાલન કરવા વિનંતી.
⚠️ મહત્વપૂર્ણ સૂચના
આજે થઇ રહેલ ભારે વરસાદ તથા હવામાન વિભાગના રેડ એલર્ટને ધ્યાનમાં રાખી સાવચેતીના ભાગરૂપે તા. 23/07/2026 (ગુરુવાર) ના રોજ ડાંગ જિલ્લાના તમામ આંગણવાડી, શાળાઓ, કોલેજો અને ITI બંધ રહેશે.
📚 ઓનલાઈન શિક્ષણકાર્ય ચાલુ રાખી શકાશે.
@CMOGuj@revenuegujarat@CollectorDan
ડાંગ જિલ્લામાં ભારે વરસાદને પગલે વહીવટી તંત્ર સજ્જ, પોલીસ જવાનો અને સ્થાનિક ગ્રામજનોની મદદથી 41 મજૂરોને બચાવ્યા...
આ તમામ મજૂરોની મેડિકલ તપાસ કરાઈ તેમજ ફૂડ પેકેટ્સનું વિતરણ કરવામાં આવ્યું...
#GujaratRain@InfoDangGog