Official Tweeter Account of District Planning office , Tapi
Address : Jilla seva Sadan,Block No.5 2nd Floor Panwadi Vyara , Dist: Tapi Telephone No. 02626222669
આજ રોજ તાપી જિલ્લાના કલેક્ટર કચેરી ખાતે જિલ્લા આયોજન મંડળ તથા ટ્રાઈબલ સબ પ્લાન કચેરીના આયોજનના કામોની સમીક્ષા બેઠક યોજવામાં આવી. જેમાં સંબંધિત અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું.
@CMOGuj@revenuegujarat@InfoGujarat@infotapigog24
હવામાન વિભાગ દ્વારા તાપી જિલ્લામાં આવતીકાલે તા.૩૧ જુલાઈન��� રોજ 'અત્યંત ભારે વરસાદ(રેડ એલર્ટ)'ની ચેતવણી આપવામાં આવી છે. ભારે વરસાદની શક્યતાને પગલે જિલ્લા વહીવટ તંત્ર દ્વારા નાગરિકોને સાવચેત રહેવા જણાવ્યું છે.
@CMOGuj
@revenuegujarat
@InfoGujarat
@infotapigog24
તાપી જિલ્લાવાસીઓને ચોમાસા દરમિયાન કોઈપણ આકસ્મિક દુર્ઘટના કે અણબનાવ સમયે સાવચેત રહેવું તથા મદદ માટે તાપી જિલ્લાના/તાલુકાના ડિઝાસ્ટર કંટ્રોલ રૂમના ટોલ ફ્રી નંબર:૧૦૭૭ અથવા સામેલ નંબર ઉપર સંપર્ક કરવા અપીલ કરવામાં આવે છે.
@CMOGuj@revenuegujarat@InfoGujarat@infotapigog24
આજ રોજ તાપી જિલ્લાના કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે વિવિધ પેરામીટર્સમાં રેન્કિંગ એનાલીસીસ અને જિલ્લા આયોજન મંડળ અંગેની સમીક્ષા બેઠક યોજાઈ. જેમાં સંબંધિત અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું.
@CMOGuj@revenuegujarat@InfoGujarat@infotapigog24
નિઝર અને કુકરમુંડા Aspirational Blocks Programmeના Central Prabhari Officer (CPO)ભારત સરકારના MoSPI ના Director દ્વારા વીડિયો કોન્ફરન્સના માધ્યમથી મુખ્ય વિકાસ સૂચકોની સમીક્ષા કરવામાં આવી. બેઠકમાં વિભાગવાર પ્રગતિની સમીક્ષા તથા લક્ષ્યાંકો સમયસર હાંસલ કરવા માર્ગદર્શન આપવામાં આવ્યું.
આજ રોજ તાપી જિલ્લાના કલેક્ટર કચેરી ખાતે એસ્પિરેશનલ બ્લોક પ્રોગ્રામ અંતર્ગત નીતિ આયોગના પ્રભારી સચિવશ્રી સાથે વર્ચ્યુઅલ માધ્યમથી યોજાયેલ VCમાં જોડાઈને વિવિધ મુદ્દાઓ પર જરૂરી માર્ગદર્શન મેળવ્યું.
@CMOGuj@revenuegujarat@InfoGujarat@infotapigog24
કેન્દ્રીય મોટર વાહન નિયમોમાં મહત્ત્વપૂર્ણ સુધારા...
🔹 એક જ વર્ષમાં 05 કે તેથી વધુ વખત ચલણ ધરાવતા વાહનચાલકનું ડ્રાઇવિંગ લાઇસન્સ હવે તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ થશે
🔹 ગુજરાતના નાગરિકોને ટ્રાફિક નિયમોનું ચુસ્તપણે પાલન કરવા અને બાકી ઈ-ચલણ સમયસર ભરી દેવા રાજ્ય સરકારનો અનુરોધ
🔹 ઈ-ચલણ સામે વાંધો કે ફરિયાદ કરવા માટે 45 દિવસ મળશે; 45 દિવસમાં કોઈ વાંધો રજૂ નહીં થાય તો ચલણ આપોઆપ સ્વીકૃત ગણાશે
🔹 સમયસર ચલણ નહીં ભરાય તો 'વાહન પોર્ટલ' પર વાહન બ્લોક કરી દેવાશે
નવા સુધારાઓ મુજબ ઈ-ચલણ અંગે વાહનચાલકો અને માલિકો માટે ફરિયાદ નિવારણ, રકમ ભરપાઈ કરવાની મુદત તેમજ લાઇસન્સ સસ્પેન્શન અંગેની જોગવાઈઓ વધુ કડક બનાવવામાં આવી
#GujaratGovernment
આજ રોજ તાપી જિલ્લાના કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે નીતિ આયોગના 'એસ્પિરેશનલ બ્લોક પ્રોગ્રામ' અંતર્ગત સમીક્ષા બેઠક યોજવામાં આવી. જેમાં સંબંધિતોને માર્ગદર્શન તેમજ સૂચનાઓ આપવામાં આવી.
@CMOGuj@revenuegujarat@InfoGujarat@infotapigog24
ભારત સરકાર દ્વારા હાથ ધરાયેલ વસ્તી ગણતરી ૨૦૨૭ કાર્યક્રમ અંતર્ગત તાપી જિલ્લાના નાગરિકોને ૧૭ મે થી ૩૧ મે દરમિયાન સ્વ-ગણતરી (Self Enumeration) પોર્ટલ https://t.co/YhUSuiImqa પર પોતાની સચોટ અને સાચી માહિતી સ્વયં નોંધણી કરવા અપીલ કરવામાં આવે છે.
@CMOGuj@revenuegujarat@InfoGujarat
લોહપુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલના સંકલ્પથી શરૂ થયેલી સોમનાથની આ યાત્રાને આજે માનનીય વડાપ્રધાનશ્રી નવી ઊંચાઈઓ પર લઈ ગયા છે.
��િનાશની શક્તિ કરતા સર્જનની શક્તિ પ્રબળ હોય છે તેનું ઉત્તમ ઉદાહરણ એટલે સોમનાથ...
#SomnathVirasatke75Years
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો ગુજરાત રાજ્યના 66મા સ્થાપના દિન ‘ગુજરાત ગૌરવ દિવસ’ નિ���િત્તે રાજ્યના નાગરિકોને પ્રજાજોગ સંદેશ.
#GujaratGauravDivas
જિલ્લાવાસીઓને સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં જિલ્લા પંચાયત / તાલુકા પંચાયત / નગર પાલિકામાં નામ ચકાસણી કરવા માટે નીચે આપેલ લીંકનો ઉપયોગ કરવા તાકીદ કરવામાં આવે છે.
https://t.co/K95mfQDAVT
ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગ, દ્વારા મતદારો માટે એક અગત્યની જાણક��રી જાહેર કરવામાં આવી છે. દરેક જાગૃત મતદારે યાદ રાખવું કે નગરપાલિકાની ચૂંટણીમાં '૧ મતદાર = ૪ મત' નો સિદ્ધાંત અમલી છે. એટલે કે, આપના વોર્ડના સર્વાંગી વિકાસ માટે આપ કુલ ચાર પ્રતિનિધિઓ પસંદ કરવા માટે મતાધિકાર ધરાવો છો.
"રાજ્ય પાસે પેટ્રોલ અને ડીઝલનો જથ્થો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ, જનતાએ સંગ્રહખોરી કે પેનિક કરવાની કોઈ જરૂર નથી..."
રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલની અછત વર્તાઈ રહી હોવાની સોશિયલ મીડિયા પર ચાલી રહેલી અફવા સંદર્ભે રાજ્યના નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે, રાજ્યમાં ઈંધણનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે અને નાગરિકોએ કોઈપણ પ્રકારની અફવાઓથી ગભરાવાની જરૂર નથી. માન. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આ બાબતે દર બે દિવસે ખાસ રિવ્યૂ લઈ રહ્યા છે...
નાયબ મુખ્યમંત્રીશ્રીએ રાજ્યના તમામ નાગરિકો��ે વિનંતી કરી છે કે સોશિયલ મીડિયામાં વહેતી થતી ખોટી માહિતી કે અફવાઓ પર વિશ્વાસ ન કરવો અને આવી અફવાઓ ફેલાવવી પણ નહીં...
ઈંધણના સપ્લાય અંગે વિગતો આપતા તેમણે ઉમેર્યું હત��ં કે, આજે બપોરે જ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં ઈંધણ જથ્થાના મુદ્દે એક મહત્ત્વની બેઠક યોજવામાં આવી હતી. રાજ્યના તમામ પેટ્રોલ પંપ પર ઈંધણ નિયમિત રીતે મળી રહે તે માટે સતત રિવ્યૂ લેવામાં આવી રહ્યાં છે. જો ક્યાંય સપ્લાયમાં ટેકનિકલ કે અન્ય કોઈ ઇસ્યૂ હશે તો તેની તાત્કાલિક નોંધ લઈને નિરાકરણ લાવવામાં આવશે...
શ્રી સંઘવીએ જણાવ્યું કે, જો રાજ્યમાં ક્યાંય પણ ઈંધણની તંગી કે અફવા ફેલાવવાની જાણકારી મળે, તો તે મુદ્દે તત્કાલિક ધોરણે જરૂરી પગલાં લેવા માટે તંત્રને સજ્જ કરી દેવામાં આવ્યું છે. રાજ્યમાં ઈંધણની વ્યવસ્થા સુચારુ છે અને તંત્ર પરિસ્થિતિ પર ઝીણવટભરી નજર રાખી રહ્યું છે...
#GujaratGovernment #Petrol #Diesel #Gujarat @CMOGuj @Bhupendrapbjp @sanghaviharsh
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તૈયાર થનાર નમો શક્તિ તથા સોમનાથ-દ્વારકા એક્સપ્રેસ વે એટલે ઝડપી મુસાફરી અને ઇંધણમાં બચત સાથે મુસાફરો ઉપરાંત વ્યાપાર-ઉદ્યોગને સુવિધાની હાઈ-સ્પીડ પૂરી પાડતા વિકાસ માર્ગ.
#PathToProgress