સામાજિક ઉત્થાન અને વિકસિત ભારતના નિર્માણનો મજબૂત પાયો એટલે શિક્ષણ.
દાહોદ જિલ્લા તંત્ર દ્વારા આંગણવાડી કેન્દ્રોમાં પૂર્વ પ્રાથમિક શિક્ષણની શ્રેષ્ઠ પ્રવૃત્તિઓ માટે આયોજિત અનોખી હરીફાઈથી નાનાં ભૂલકાંઓને મળે છે ગમ્મત સાથે જ્ઞાન તથા આંગણવાડી વર્કર-હેલ્પર બહેનોને મળે છે પ્રોત્સાહન. ‘જમશે દાહોદ, રમશે દાહોદ, ભણશે દાહોદ’ પ્રોજેક્ટ અંતર્ગત 'ભાર વગરનું ભણતર' સૂત્રને ચરિતાર્થ કરતી આ પ્રવૃત્તિ અન્ય જિલ્લાઓ અને શિક્ષણ સાથે સંકળાયેલ સંસ્થાઓ માટે બની રહેશે #પ્રેરણા_શક્તિ.
આજરોજ માન.જિલ્લા વિકાસ અધિકારીશ્રી અને માન.જિલ્લા પ્રોગ્રામ ઓફિસરશ્રીના અધ્યક્ષ સ્થાને Cdpo શ્રી અને મુખ્ય સેવિકા તમામની પોષણ સંગમ, નવા લાભાર્થીઓની નોંધણી અને આંગણવાડી વિઝિટ ટ્રેકર અંગે મિટિંગ રાખવામાં આવી.@CMOGuj@CollectorDahod@WCDGujarat
પોષણ પખવાડિયા અંતર્ગત રાજ્યભરમાં સંલગ્ન વિભાગો અને આંગણવાડી કેન્દ્રો દ્વારા કુલ ૭૩,૧૪,૫૨૯ પ્રવૃત્તિઓ યોજાઈ હતી, જેના આધારે ગુજરાતે દેશભરમાં ૪થો ક્રમ પ્રાપ્ત કર્યો છે.જે સિદ્ધિ રાજ્યની આરોગ્ય અને પોષણ પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવે છે.