છોટાઉદેપુર નગરપાલિકામાં ખંડણીકાંડથી ખળભળાટ
છોટાઉદેપુર નગરપાલિકામાં વધુ એક વિવાદિત કિસ્સો સામે આવતા નગર સહિત સમગ્ર જિલ્લામાં ચર્ચાનો માહોલ સર્જાયો છે. નગરપાલિકા પ્રમુખ મંજુલાબેન કિશનભાઇ કોલીના પતિ કિશનભાઇ કે. કોલીએ અશફાક વલી મહમદ મકરાણી સામે ₹25 લાખની ખંડણી માંગવા અને ધાકધમકી આપવાના આક્ષેપ સાથે છોટાઉદેપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદ મુજબ, તારીખ 26ના રોજ રાત્રે અશફાક મકરાણીના વકીલ અબ્બાસ ખૂંટવાલાના વોટ્સએપ મારફતે કોલ આવ્યો હતો. આ દરમિયાન વીડિયો કોલમાં અશફાક મકરાણીએ ₹25 લાખ આપવાની માંગ કરી હોવાનો આક્ષેપ છે. સાથે જ રકમ ન આપશો તો પરિવાર, સમાજ અને સરકારી નોકરીમાં રહેલા લોકોના ભવિષ્યને નુકસાન પહોંચાડવાની ધમકી આપવામાં આવી હોવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ છે.
કિશનભાઇ કોલીના જણાવ્યા મુજબ, અગાઉ પણ બે વ્યક્તિઓને તેમના ઘરે મોકલી પ્રમુખપદ પરથી રાજીનામું આપવા માટે દબાણ કરવામાં આવ્યું હતું. ફરિયાદમાં એવો પણ આક્ષેપ કરાયો છે કે સમાજના આશરે 1500 જેટલા સરકારી નોકરીયાત લોકોની યાદી બનાવી તેમના જાતિના દાખલાની તપાસ કરાવી નોકરીમાંથી દૂર કરાવવાની ધમકી આપવામાં આવી હતી.
આ મામલે પોલીસે ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 308(2), 351(2) મુજબ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. નગરપાલિકા પ્રમુખ પક્ષે આરોપી કોના સંપર્કમાં છે અને સમગ્ર મામલામાં અન્ય કોણ સંડોવાયેલું છે તેની ઊંડાણપૂર્વક તપાસ કરવાની માંગ કરી છે.
સમગ્ર ઘટનાને પગલે છોટાઉદેપુર નગરપાલિકા અને સ્થાનિક રાજકીય વર્તુળોમાં ભારે ખળભળાટ મચ્યો છે. પોલીસ તપાસ આગળ વધતાં આ કેસમાં વધુ ખુલાસા થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
#ChhotaUdepur #GujaratNews #ExtortionCase #PoliceComplaint #Nagarpalika #CrimeNews #OneIndiaNews
@sanghaviharsh@CMOGuj@GujaratPolice@ChhotaudepurSP@collectorcu
નર્મદાનુ પાણી લિફ્ટિંગ મારફતે ભરી આપવા 20 ગામોના ખેડૂતોની માંગ
છોટાઉદેપુરના બોડેલી તાલુકાનું કુંદનપુર સિંચાઈ તળાવ હાલ સૂકાઈ ગયું છે. તળાવથી માત્ર 2.5 કિમી દૂર નર્મદા મુખ્ય કેનાલ પસાર થાય છે, ત્યારે 20 ગામોના ખેડૂતોની માંગ છે કે લિફ્ટિંગ મારફતે નર્મદાનું પાણી તળાવમાં ભરવામાં આવે, જેથી સિંચાઈ અને પશુઓના પીવાના પાણીની સમસ્યા દૂર થાય.
#ChhotaUdepur #Kundanpur #NarmadaWater #Farmers #GujaratNews
@Bhupendrapbjp@CMOGuj@collectorcu
છોટાઉદેપુરમાં ગુજરાતનો પ્રથમ રબર ડેમ તૈયાર : ₹80 કરોડના રાજવાસણા પ્રોજેક્ટથી 20 ગામોને થશે ફાયદો
છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના રાજવાસણા ગામે હેરણ નદી પર ગુજરાતનો પ્રથમ રબર ડેમ તૈયાર થયો છે. ₹80 કરોડના આ પ્રોજેક્ટથી ચોમાસાનું પાણી રોકાશે, 20 જેટલા ગામોને સિંચાઈ અને પીવાના પાણીનો લાભ મળશે તથા ભૂગર્ભ જળસ્તર ઊંચું આવશે.
રાજવાસણા રબર ડેમની મુખ્ય વિશેષતાઓ
•સ્થળ: રાજવાસણા ગામ, બોડેલી તાલુકો, છોટાઉદેપુર
•નદી: હેરણ નદી
•અંદાજિત ખર્ચ: ₹80 કરોડ
•કુલ લંબાઈ: 220 મીટર
•રબર બ્લેડરની સંખ્યા: ત્રણ
•દરેક બ્લેડરની લંબાઈ: આશરે 60 મીટર
•રબર બ્લેડરની ઊંચાઈ: 1.60 મીટર
•હવા ભરવાનો સમય: આશરે 20 મિનિટ
•હવા કાઢવાનો સમય: આશરે 10 મિનિટ
•લાભાર્થી વિસ્તાર: આશરે 20 ગામ
•મુખ્ય લાભ: સિંચાઈ, પીવાનું પાણી અને ભૂગર્ભ જળ રિચાર્જ
ગુજરાતના જળસંચય માટે નવો અધ્યાય
રાજવાસણા ખાતે તૈયાર થયેલો ગુજરાતનો પ્રથમ રબર ડેમ માત્ર એક નવો ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ નથી, પરંતુ રાજ્યમાં જળસંચય માટે આધુનિક ટેકનોલોજીના ઉપયોગની શરૂઆત છે.
પ્રોજેક્ટથી ચોમાસાનું પાણી રોકી ખેડૂતોને સિંચાઈ, ગ્રામજનોને પીવાનું પાણી અને સમગ્ર વિસ્તારને ભૂગર્ભ જળ રિચાર્જનો લાભ મળી શકે છે. સાથે જ તાપીના પાઠકવાડીમાં બની રહેલો એર-ફિલ્ડ રબર ડેમ ગુજરાતમાં આ ટેકનોલોજીના વિસ્તરણ તરફનો બીજો મહત્વપૂર્ણ પગલું છે.
આ બંને પ્રોજેક્ટ સફળ સાબિત થશે તો આવનારા સમયમાં રાજ્યની અન્ય નદીઓ પર પણ રબર ડેમ બનાવવાની શક્યતાઓ વધી શકે છે. પાણીની અછત સામે લડી રહેલા ગુજરાતના ગ્રામ્ય વિસ્તારો માટે આ ટેકનોલોજી એક ટકાઉ અને ઉપયોગી ઉપાય બની શકે છે.
@Bhupendrapbjp@sanghaviharsh@CMOGuj@CRPaatil@DoWRRDGR_MoJS@JalShaktiAbhyan@patelishwarsinh
છોટાઉદેપુર નગરપાલિકા ખાતે રાજેન્દ્રસિંહ રાઠવા લોકોને પ્રશ્નો સાંભળી લોકો સાથે સંવાદ કર્યો
વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીના 135 ની મન કી બાતનું પ્રસારણ થયું જે લોકોએ સાંભળ્યું અને આવનારા દિવસોમાં પ્રજાને તકલીફ ન પડે આરોગ્ય સારું રહે તેવા અનેક મુદ્દાઓ પર વડા પ્રધાને આ બધાને પ્રેરણા આપી અને પ્રજાને ઉપયોગી અમુક સૂચનો કર્યા
નગરપાલિકા ખાતે આજરોજ છોટાઉદેપુર ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાની ઉપસ્થિતિમાં લોક સંવાદ કાર્યક્રમ યોજાયો હતો જેમાં ધારાસભ્યએ નગરની પ્રજાની રજૂઆતો, પ્રશ્નો સાંભળયા હતા અને તેનો ઉકેલ લાવવા સૂચન કર્યા હતા
યોજાયેલ કાર્યક્રમ નગર વિકાસ સમિતિના સભ્ય નગરપાલિકા પ્રમુખ મંજુલાબેન કોલી ઉપપ્રમુખ પરવેઝ મકરાણી, કારોબારી અધ્યક્ષ અલ્પાબેન સૌરભભાઈ શાહ ચીફ ઓફિસર ભાવિનભાઈ બરજોડ સહિત પાલિકા સભ્યો સહિત નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા...
@BJP4Gujarat
કલેક્ટર ગાર્ગી જૈનનો સપાટો : માત્ર 24 કલાકમાં ગેરકાયદેસર ખનિજ પરિવહન કરતા 33 વાહનો ઝડપાયા
16 ટ્રેક્ટર અને 17 ટ્રક સામે કાર્યવાહી
છોટાઉદેપુર જિલ્લામાં ગેરકાયદેસર ખનિજ પરિવહન સામે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા વધુ એક કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
લાંબી સરકારી રજાઓ દરમિયાન અધિકારીઓ રજા પર હશે અને તેનો લાભ લઈ ગેરકાયદેસર ખનિજ પરિવહન સરળતાથી કરી શકાશે તેવી ખનીજ માફિયાઓની માન્યતા જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈનની અસરકારક આયોજનથી ખોટી સાબિત થઈ
જિલ્લાના વિવિધ વિસ્તારોમાં સઘન ચેકિંગ હાથ ધર્યું, ડ્રાઇવ દરમિયાન ગેરકાયદેસર ખનિજ પરિવહન કરતા કુલ 33 વાહનો ઝડપાયા, જેમાં 16 ટ્રેક્ટર અને 17 ટ્રકનો સમાવેશ....
@collectorcu@ChhotaudepurSP
માહેશ્વરી સમાજ દ્વારા માહેશ્વરી સમાજનાં વંશોત્પતિ દિવસ મહેશ નવમીની શ્રધ્ધાભેર ઉજવણી કરવામાં આવી
નગરના જાગનાથ મંદિર ખાતે ભગવાન મહેશના અભિષેક, મહાઆરતી સહિત સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો
છોટાઉદેપુર નગરમાં વસતા માહેશ્વરી સમાજ દ્વારા માહેશ્વરી સમાજનાં ઉત્પતિ દિવસ મહેશ નવમીની જાગનાથ મંદિર ખાતે ભક્તિભાવથી ઉજવણી કરવામાં આવી હતી. ભગવાન ભોળાનાથનાં દુગ્ધાભિષેક સહિત આરતીમાં માહેશ્વરી સમાજબંધુઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા.
સાથે જ જાગનાથ મંદિરનાં હોલમાં સાંસ્ક્રુતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મહેશ નવમીનાં પાવન પર્વની ભગવાન શ્રી ઉમા મહેશના વંશજ એવા માહેશ્વરી સમાજ દ્વારા ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી. જય મહેશના ઉદઘોષ સાથે સમગ્ર વાતાવરણ ભક્તિમય બન્યું હતું...
Chhota Udepur | Gujarat | Maheshwari Samaj
જબુગામ પાસે ખેતરમાં ત્રણ દીપડા એક સાથે જોવા મળ્યા
છોટાઉદેપુર જિલ્લાના જબુગામ પાસે ખેતરમાં રાત્રિના સમયે દીપડા જોવા મળ્યા હોય જે અંગે ભારે ફફડાટ ફેલાયો છે
વિડિઓ થયો વાયરલ
એક સાથે ત્રણ દીપડાના જોવા મળ્યા ખેતરમાં ખેતર માલિકે પણ દીપડાની ચહલપહલની નોંધ લીધી છે
ત્રણ દીપડા ના બચ્ચા હોય તો તેની માતા માદા દીપડી પણ હોય તેવી શંકાઓ લોકોમાં સેવાઈ રહી છે
ચાલતી ચર્ચાઓ પ્રમાણે કુલ છ બચ્ચા આ જંગલમાં ફરી રહ્યા છે સદર જગ્યાએ જે નર્સરી આવેલી છે તેને ત્યાં આસપાસ જ આ દીપડાના બચ્ચાની ચહલ પહલ જોવા મળી હતી.
બોડેલી થી પાંચ કિલોમીટર દૂર આવેલું જબુગામ જે ની આસપાસ ખેતરમાં દીપડા ના બચ્ચા જોવા મળ્યા હોય જેથી હવે ખેતરમાં જવામાં પણ લોકો ડર અનુભવી રહ્યા છે જ્યારે આ દીપડા ને પકડી લેવામાં આવે તેવી માંગ ઉઠી છે
જબુગામ આસપાસ બોડેલી જેની સાથે આસપાસ નાના ગામડા આવેલા છે જ્યારે આ દીપડા ની ચહલ પહલ માનવ વસ્તી તરફ જોવા મળતી હોય જેનો ભય ફેલાઈ રહ્યો છે.
જગુગામ પંથકમાં પણ આ દીપડાઓ નો વિડીયો વાયરલ થયો હોય જે વીડિયોમાં ત્રણ દીપડા જોવા મળી રહ્યા છે જ્યારે કુલ કુલ 6 દીપડા દીપડા હોવાની ચર્ચાઓ ચાલી રહી છે જ્યારે આ દીપડાઓને પકડવા વન વિભાગ કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી રહી છે..
@arjunmodhwadia@GujForestDept@collectorcu
છોટાઉદેપુર Breaking
છોટાઉદેપુર બોડેલી વચ્ચેનું સીહોદ ડાઇવર્ઝન ધોવાયું,
હજી નદીમાં પાણી આવ્યું નથી, છતાં ડાઇવર્ઝન ધોવાયું,
રાત્રિ દરમિયાન પડેલા સામાન્ય વરસાદમાં જ માટી ધોવાઈ ગઈ
ડાઇવર્ઝનને નુકસાન થતાં ભારદારી વાહનો માટે માર્ગ બંધ કરાયો
માટી ધોવાતા તાત્કાલિક સમારકામની કામગીરી શરૂ
ચોમાસાની શરૂઆતમાં જ વાહનચાલકોની મુશ્કેલીમાં વધારો
માર્ગની ગુણવત્તા અને કામગીરી સામે ઉઠ્યા સવાલો
ચોમાસું શરૂ થતાં જ જિલ્લાવાસીઓની મુશ્કેલીઓનો પ્રારંભ,
@CMOGuj@collectorcu