તા.૨૦.૦૪.૨૦૨૬ ના રોજ માન. જિલ્લા વિકાસ અધિકારીશ્રીની અધ્યક્ષતામાં વડોદરા જિલ્લાના તમામ TPEOશ્રી, BRC/CRC કોઓ શ્રી અને સમગ્ર શિક્ષાના તમામ કો.ઓર્ડીનેટરની શૈક્ષણિક બાબતો વિષે સમીક્ષા કરી વર્ષ.૨૦૨૬-૨૭ દરમ્યાન કરવાની થતી મહત્વની કામગીરી વિશે જરૂરી માર્ગદશન તેમજ સૂચનાઓ આપવામાં આવી.
નવરાત્રિના પવિત્ર પ્રથમ દિવસે જિલ્લાએ તેજસ્વી વિદ્યાર્થીનીઓનું સન્માન કરીને સમગ્ર રાજ્યમાં એક પ્રેરણાદાયી દ્રષ્ટાંત પૂરું પાડેલ છે. આ કાર્યક્રમમાં જિ.પં.ના પ્રમુખ-ઉપપ્રમુખશ્રી સાંસદશ્રી ડીડીઓશ્રી કારોબારી-શિ.સ.ચેરમેનશ્રી દંડકશ્રી જિ.પં.સભ્યોશ્રીની હાજરીમાં દીકરીઓને સન્માનિત કરી.
નવરાત્રીના પવિત્ર પ્રથમ દિવસે
વડોદરા જિલ્લા શિક્ષણ સમિતિ પંચાયત હસ્તકની 8 તાલુકાની શાળાઓની ધોરણ ૮ ની ૪૩ તેજસ્વી વિદ્યાર્થીનીઓને વર્ષ 2024- 25 માં જિલ્લા પંચાયત દ્વારા પ્રથમ નંબરે આવેલ ને 25000 રૂ.,બીજા નંબર 20000 રૂ., ત્રીજા નંબર 15,000 રૂ. આપીને પ્રોત્સાહન કરવામાં આવ્યા.