"डूब मरो"
कहने से कब मरी थी
प्रेम करने वाली लड़कियाँ
वो तो मर गईं
ये जानकार
कि प्रेम के लिए सज़ा सुनाने वाली जुबान
उनके अपनों की थी....
◆ शैलजा पाठक | @PathakShailja
ફળની કરી ન આશા,તો કર્મ ખુદ ફળ્યું છે-
ઊગી રહ્યું છે મનમાં ગીતાના શ્લોક જેવું!
જો તું મને જ શોધે મારામાં તો મળું હું,
મારા થી નહિ થવાશે બીજા જ કોક જેવું.
-હર્ષવી પટેલ
કેટલી તકો છે જો બારીની બહાર,
નબળું રીઝલ્ટ ને તું માન્યો હાર?
ચુનોતી ભલે ઘણી બધી છે આવી,
તું સિંહ જેમ કર એને લલકાર.
દેખાડ પછી બાહોશી તું તારી,
છોડી દે ડર ને નિષ્ફ્ળતા નકાર.
~ પરેશ દવે 'પેરી'
એક વાત મારી સમજણમાં ક્યારેય નથી આવી કે,
ફિલ્મોના અભિનેતા કે અભિનેત્રી એવું તે શું કામ કરે છે કે એમને એક ફિલ્મ શૂટ કરવાના 50 કે 100 કરોડ રૂપિયા મળે છે...?
થોડા દિવસો પહેલા એક અભિનેતા ના મૃત્યુ પછી આવી ચર્ચાઓ ખૂબ ચગી હતી કે એન્જીયરિંગ ના ટોપર છોકરા કે છોકરીઓ આગળ ભણવાના બદલે/1
કૃષ્ણલીન મીરા નો પ્રેમ કેવો ?
સુંદર, સફેદ, ચોખ્ખો,
ના પામવાની લાલસા
ના ખોવા નું દુઃખ
ફક્ત પ્રેમ
ના મેહલોના મોહ
ના સંપતિ નો લોભ
ફક્ત નિસ્વાર્થ ત્યાગ
ના સાંજ ના શૃંગાર
ફક્ત તુલસી ની માળા
ના વિરહની વેદના
ના કોઈ સંતાપ
ફક્ત અખૂટ ભક્તિ
ના શાન ના ભાન
ફક્ત કૃષ્ણ
#કૃષ્ણને તમે સંપૂર્ણ પણે ક્યારેય નથી સમજી શકતાં પણ જો થોડાક અંશે પણ સમજવા લાગો છો તો તમને જિંદગીમાં ક્યારેય કોઈ ફરિયાદ નહી રહે ના તો કોઈ નિરાશા રહેશે..!
#સખા_કૃષ્ણ#મિશ્રી#જન્માષ્ટમી