૧૬૭૮માં ડચ ગવર્નર હેનરિક વાન રીડે કેરળમાં જોવા મળતી ૭૪૦ દુર્લભ વનસ્પતિ વિશે Hortus Malabaricus નામનું પુસ્તક લખ્યું હતું. આજે કેરળના શોનૂર નજીક ૩૦ એકરમાં ફેલાયેલું Garden of Malabar એ પુસ્તકમાં વર્ણવેલ તમામ પ્રજાતિઓને જીવંત રીતે રજૂ કરે છે.
@gardenofmalabar#nature#ecotourism
કેરળના થ્રિસુર શહેરમાં વૈદ્યરત્નમ આયુર્વેદ સંગ્રહાલય આવેલું છે. આશરે ૨૦૦ વર્ષ જૂની ઈમારતમાં સ્થિત આ સંગ્રહાલય આયુર્વેદના ઈતિહાસ, પ્રક્રિયા અને મહત્વને રસપ્રદ સમજવાનો મોકો આપે છે.
#thrissur#Ayurveda#Science#Medical@KeralaTourism
કેરલા આયુર્વેદ સમાજમ
પેશન્ટ આવીને રોકાય શકે તેવી સુવિધા આપનાર વિશ્વની પ્રથમ આયુર્વેદિક હોસ્પિટલ, જે પાછલા ૧૨૪ વર્ષોથી કાર્યરત છે
@1902Samajam@KeralaTourism
ટેસ્ટ અને હેલ્થનો કોમ્બો એટલે કુમાઉ થાળી. ઉત્તરાખંડના કુમાઉ જિલ્લામાં જવાનું થાય તો અચૂકપણે લેવા જેવો અનુભવ.
થાળીમાં શુ શુ આવે ?
રેડ રાઈસ
પાંચ પ્રકારની મિક્સ દાળ
પાલકનું શાક
મગનું શાક
ભાંગની ચટણી
રાગિની રોટલી અને
બાલમિઠાઈ
#Kumao#traditional#Food#healthy#Raagi#uttrakhand
હિમાલયમાં થતા બિચ્છુ ઘાસના છોડ... અંગ્રેજી નામ Stinging Nettle અથવા Common Nettle
આ છોડને અડવાથી અસહ્ય ખંજવાળ ઉપડે છે, પણ તેના ગુણ અનેક છે. અહીંના સ્થાનિક લોકો આ છોડનું શાક બનાવે છે અને આ છોડના બનેલા જોડા પગના દુઃખાવા સામે અસરકારક નિવડે છે.
#Plant#Unique#sting#himalayan