વાદળો અને પહાડોની જુગલબંધીજ્યાં પહાડો વાદળો સાથે વાતો કરે છે,કુદરત પણ જ્યાં રોજ નવો શણગાર સજે છે,જોવી હોય જો પૃથ્વી પર સ્વર્ગની ઝાંખી,તો ચલો હિમાચલ, જ્યાં ખુદ ઈશ્વર વસે છે.😊
તમારી અટક પૂછનાર વ્યક્તિ ખરેખર તો તમારી જ્ઞાતિ જાણવા માંગતો હોય છે અને તમને ખુદના વૈચારિક માળખાના કોઈક ખૂણામાં ગોઠવી દેવા માંગતો હોય છે.
— દીપક મેઘાણી ('પર્ણકિનારી'માંથી)
"સિમેન્ટના જંગલો વસાવીને ક્યારેય શુદ્ધ ઓક્સિજનની આશા ન રાખી શકાય, સાચું સુખ અને સ્વાસ્થ્ય તો કુદરતના શરણમાં જ મળે છે."
— કિરણ પાડવી
#worldenvironmentday2026
આખી દુનિયાને માટે દુર્લભ હોય એવી વ્યક્તિના જીવનમાં મહત્વનું સ્થાન તો નસીબથી મળી શકે, પણ એને જાળવી રાખવા માટે વ્યક્તિની પાત્રતા અને નિસ્વાર્થ સમર્પણવૃત્તિ જ ઉપયોગી નીવડે છે. અન્યથા એ સ્થાન ખબર પણ ન પડે એમ અન્ય સુપાત્રથી ભરાઈ જતાં વાર નથી લાગતી..😊
તમારી નિષ્ફળતા પછી તમારી પીઠ પાછળ એમને તમારી નિષ્ફળતા વિશે ખાતરી હતી એવું કહેનારા લોકો હશે; એ જ લોકો તમારી સફળતા પછી રૂબરૂમાં શુભેચ્છા પાઠવતા કહેશે કે એમને તમારી સફળતા વિશે વર્ષો અગાઉથી ખાતરી હતી.
— દીપક મેઘાણી ('પર્ણકિનારી'માંથી)
કોણ હતી કૃષ્ણની સોળ હજાર એક સો રાણીઓ ?
રામ મોરી લિખિત બેસ્ટસેલર ગુજરાતી નવલકથા ‘સત્યભામા’નો આ એક રસપ્રદ પ્રસંગ.
શા માટે કૃષ્ણએ સોળ હજાર એક સો સ્ત્રીઓ સાથે વિવાહ કર્યા ?
આભાર @jalsomusicapp & #NaishadhPurani આ યાદગાર સંવાદ માટે.