માનનીય રાજ્યપાલશ્રીએ ફક્ત પ્રવચન ટૂંકાવ્યું છે હકીકતમાં તો ફિક્સ પગારમાં ફરજ બજાવતા હજારો કર્મચારીઓનું જીવન આ શોષણભર્યા પગારથી ટૂંકાઈ રહ્યું છે.સરકારે આ ગંભીર વાસ્તવિકતાની નોંધ લઈ ફિક્સ પે જેવી શોષણકારી નીતિ તાત્કાલિક નાબૂદ કરે અને યુવાનો તથા કર્મચારીઓને ન્યાય આપે એ જ માંગ છે.
શું ફિક્સ પગારદારોને કુટુંબ નહિ હોય ?, શું તેઓને મોંઘવારી નહિ નડતી હોય ? જો સરકારના મતે 26000 માં ઘર ચલાવી શકાતું હોય તો બધાને આ શોષણકારી નીતિમાં સામેલ કરો. સમાન કામ સમાન વેતન એ અમારો અધિકાર છે. #Remove_Fixpay_in_gujarat
અમુક લોકો એવું કહે છે કે તમારા ઓર્ડરમાં લખેલું જ હોય છે કે તમારે પાંચ વર્ષ ફિક્સ પગારમાં નોકરી કરવાની છે...
હા ભાઈ ખબર જ છે એટલે જ નોકરી લીધી છે.
પરંતુ એવું તો નથી લખ્યું ને કે તમે હકની માંગણી પણ ન કરી શકો!!
દેશમાં સ્વતંત્રતા અને સમાનતા બંને છે.
#Remove_Fixpay_in_gujarat