#ગામમુલાકાત
“ગામની સમૃદ્ધિ, સુશાસન અને જનભાગીદારી એ વિકાસની સાચી ઓળખ છે.”
આજરોજ સરસઈ ગામની મુલાકાત લઈ તલાટી દફતરની કામગીરીનું નિરીક્ષણ કર્યું.
ગામના મુખ્ય કૃષિ પાકો, સુગમ ડિજિટલ સેવાઓ, FPS વિતરણ વ્યવસ્થા તથા ગ્રામજનોના પ્રશ્નો અંગે વિસ્તૃત ચર્ચા કરી.
(1/2)
@CMOGuj
આજરોજ કલેક્ટર કચેરી ખાતે આરોગ્ય વિભાગ દ્વારા આયોજિત રક્તદાન શિબિરમાં સહભાગી બની રક્તદાન કરવાનો અવસર પ્રાપ્ત થયો.
રક્તનું દરેક ટીપું કોઈના જીવનમાં નવી આશા, નવી ઊર્જા અને નવજીવનનું સંચાર કરી શકે છે. માનવસેવાના આ પવિત્ર યજ્ઞમાં સહભાગી બનીને અનોખો આત્મસંતોષ અનુભવ્યો.
(1/2)
@CMOGuj
@Gopal_Italia ખુબ ખૂબ આભાર તમે વિધાનસભા માં ગુજરાત સરકાર નો પાયો એવા વર્ગ ૩,૪ ના કર્મચારીઓ નો અવાજ ઉઠાવ્યો. @jigneshmevani80@AmitChavdaINC તમે અમારો અવાજ બની a ફિક્સ પગાર રૂપી કેન્સર ને ગુજરાત માંથી દૂર કરો તેવી પ્રાર્થના....
ગુજરાત રાજ્યના કર્મચારીઓ વર્ષોથી ફિક્સ પે નીતિ નાબૂદ કરવા માંગ કરી રહ્યા છે.જો ગુજરાત સરકારનું નિગમ ફિક્સના ૩ વર્ષ કરી શકે તો ગુજરાત સરકાર પણ ફિક્સ પેમા વર્ષ નો ઘટાડો કરી કર્મચારીઓને રાહત આપે તેવી નમ્ર વિનંતી🙏
@chetan_pagi@CMOGuj@sanghaviharsh@dave_janak@Jamawat3@YAJadeja
ગુજરાતમાં ફિક્સ પેને લઇને સુપ્રીમ કોર્ટમાં કેસ પેન્ડિંગ છે. સુપ્રીમ કોર્ટમાં આ કેસ છેલ્લા ૧૩ વર્ષથી પેન્ડિંગ છે. ગુજરાત હાઇકોર્ટે ૨૦૧૨માં ફિક્સ પેની વિરુદ્ધમાં આદેશ આપ્યો હતો. પરંતુ , તેમ છતાં , સરકાર આ કેસ સુપ્રીમ કોર્ટમાં લડી રહી છે.
#Remove_Fixpay_in_gujarat#fixpay
પ્રિય દર્શકો
જમાવટ શરૂ થયું ત્યારથી એ મારા અસ્તિત્વનો પર્યાય બન્યું છે અને તમે જમાવટનો પર્યાય એટલે મારા જીવનની દરેક જાણકારી પણ તમારા સુધી પહોંચાડવી જરૂરી છે. છેલ્લા થોડા મહિનાઓથી મારી અનિયમિતતા, રેગ્યુલર શો નથી આવતો, ગ્રાઉન્ડ ઝીરો પર હું નથી દેખાતી, આ મુદ્દા પર બોલ્યા પણ આનાં પર નથી બોલ્યા જેવી ફરીયાદો સતત મળી રહી છે. એનાલિસીસ નથી જતુ એ દિવસે દર્શકો ફોન કરીને નિરાશા ગુસ્સો બધુ વ્યક્ત કરે છે. અને હું પોતાને ખુબ સૌભાગ્યશાળી માનું છું કે મને ટકોર કરે, મને વઢી શકે એવા દર્શકો મળી શક્યા છે. પણ આ સ્થિતિનું કારણ છે હું મમ્મી બનવાની છું. અને મારા માટે માતૃત્વની આ સફર શારીરીક અડચણો લઈને આવે છે. અતિશય વોમિટીંગ અને એનાં કારણે આવતી બાકી અડચણોના કારણે હું સતત ઈચ્છવા છતા રુટીન મેનેજ નથી કરી શકતી. મારે પ્રાથમિકતા નક્કી કરવાની છે અને સ્વાભાવિક રીતે ગર્ભમાં રહીને મારા વિચારો, મારી નજરથી દુનિયાને જોવા મથતું બાળક મારી પ્રાથમિકતા છે. હું લાંબી રજાઓ પર નથી જઈ રહી. પણ નિયમિત હાજર જ હોઈશ એ વાતની ખાતરી નથી. પ્રયત્ન ચોક્કસ છે. તમારી સાથે આ વાત, આ ખુશીને વહેંચી રહી છું. હું સતત હાજર ના હોવ ત્યારે પણ તમે જમાવટને પ્રેમ આપતા રહેશો એવી અપેક્ષા છે. તમે હંમેશા ગુણ - દોષ સાથે અમને સ્વિકાર્યા છે અને દરેક દોષને ગુણમાં પરિવર્તીત કરી શકીએ એ માટે તક આપી છે. સતત શીખવતા રહેશો, રસ્તો ભટકેલા લાગીએ તો ટકોર કરીને પાછા રસ્તા પર લાવતા રહેશો એવી અપેક્ષા છે. થોડા મહિનાઓ પછી નવુ જીવન આ દુનિયામાં આવશે અને આપણે આપણાં પૂર્વજોએ જે દુનિયાની કલ્પના કરી હતી એટલી કરુણાથી ભરેલી, નિસ્બત વાળી દુનિયા બનાવી શકીએ, આવનાર દરેક બાળકને સાંસ્કૃતિક, આર્થિક અને રાજનીતિક રીતે સમૃદ્ધ રાષ્ટ્ર આપી શકીએ એવી પ્રાર્થના.
ॐ सर्वेषां स्वस्तिर्भवतु ।
सर्वेषां शान्तिर्भवतु ।
सर्वेषां पूर्णंभवतु ।
सर्वेषां मङ्गलंभवतु ।
ॐ शान्तिः शान्तिः शान्तिः ॥
🙏🏻માનવતાની સલામ સાથે સ્વ. અરવિંદભાઈ ગુડોલને ભાવભીની શ્રદ્ધાંજલિ 🙏🏻
અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ઉત્તમપુરા (ડાંગિયા) ગામના યુવા પોલીસ કર્મી શ્રી સ્વ. #અરવિંદભાઈ_અવચળભાઈ_ચૌધરી નું દુર્ઘટનાગ્રસ્ત અવસાનના સમાચારથી સમગ્ર પોલીસ પરિવાર અને શહેરમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.
દુર્ઘટનાની પળોમાં પણ અરવિંદભાઈએ માનવતાનો ઉત્તમ દાખલો આપ્યો -
મળતી માહિતી પ્રમાણે રસ્તા પર જખમી હાલતમાં પડેલા શ્વાનને જોઈ તરત મદદ કરી, એનિમલ એમ્બ્યુલન્સ બોલાવી અને તેનું જીવન બચાવ્યું. પરંતુ, આ સન્માનનીય કાર્ય પૂર્ણ કર્યા પછી રોડ ક્રોસ કરતી વખતે અજાણ્યા વાહન સાથે અથડાઈ તેમણે પોતાનું અમૂલ્ય જીવન ગુમાવ્યું.
👮🏻એક પોલીસ કર્મી તરીકે ફરજ પ્રત્યેની નિષ્ઠા અને
માનવતા પ્રત્યેની લાગણી ધરાવતા આવા બહાદુર યોદ્ધાને નમન.👮🏻
🙏🏻 ભગવાન સ્વ. અરવિંદભાઈની આત્માને શાંતિ આપે
અને પરિવારજનોને આ દુઃખ સહન કરવાની શક્તિ પ્રદાન કરે.
ૐ શાંતિ 🕊️
#AravindbhaiGudol #AnkleshwarPolice #Bharuch #Tribute #Humanity #omshanti