શ્રી દીલુસિંહ અમરસિંહ મકવાણા
નિવૃત્ત સૈનિક તરીકે દેશસેવા બાદ જુનિયર ક્લાર્ક કમ ઓડિટર તરીકે ફરજ બજાવ્યા પછી આજે આપણા હાપા ગામના સૌપ્રથમ PSI બનીને તમે સમગ્ર ગામનું ગૌરવ વધાર્યું છે.
તમારી આ અથાક મહેનત અને સમર્પણ ગામના દરેક યુવાન માટે પ્રેરણાદાયક છે.
ફરી એકવાર હાર્દિક શુભેચ્છાઓ!
પાલનપુર ખાતે યોજાયેલ ગુજરાત ઉત્તર ઝોન કક્ષાની #નિપુણ_ભારત અંતર્ગત સ્વરચિત વાર્તાસ્પર્ધામાં શ્રી હાપા પ્રાથમિક શાળા પીએમશ્રી-ગુજરાતની દીકરી પ્રિયાંશીબા મહેન્દ્રસિંહ ચૌહાણ તૃતીય ક્રમે વિજેતા બની છે. પ્રિયાંશી અને તેના માર્ગદર્શક અંજનાબહેનને ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ. @RajHapa
આજ રોજ વડોદરા ખાતે ગુજરાત રાજ્ય કક્ષાના યોજાયેલ #ખેલમહાકુંભ માં U-14 વયગૃપની #કરાટે સ્પર્ધામાં રાજ્ય કક્ષાએ પ્રથમ ક્રમે વિજેતા બની શાળા અને #હાપા ગામનું ગૌરવ વધારવા બદલ ઋતુબા ગજેન્દ્રસિંહ મકવાણાને ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ...
@RajHapa@HapaHmt
#वसंत_पंचमी के पावन अवसर पर विद्या, बुद्धि और विवेक का आशीर्वाद हम सब को प्राप्त हो और अज्ञान दूर हो, ज्ञान का प्रकाश फैले इसी प्रार्थना के साथ #वसंत_पंचमी_की_शुभकामनाएं..!!!
@RajHapa
#ગિજુભાઈ_બધેકા ની જન્મજયંતિ ઉપક્રમે અને #નિપુણ_ભારત અન્વયે આજ રોજ યોજાયેલ સાબરકાંઠા જિલ્લા કક્ષાની વાર્તા સ્પર્ધામાં શ્રી હાપા પ્રાથમિક શાળા પીએમશ્રી-ગુજરાતની વિધાર્થીની પ્રિયાંશીબા ચૌહાણને પ્રથમ ક્રમે વિજેતા બની શાળા અને હાપા ગામનું ગૌરવ વધારવા બદલ ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ.
માનનીય જિલ્લા વિકાસ અધિકારી સાહેબશ્રી દ્વારા આજરોજ શાળાની મુલાકાત લેવામાં આવી. પ્રેરક માર્ગદર્શન અને શાળા પરિવારને પ્રોત્સાહિત કરવા બદલ શ્રી હાપા પ્રાથમિક શાળા પરિવાર દ્વારા આપ સાહેબશ્રીનો ખૂબ ખૂબ આભાર માને છે.
સાબરકાંઠા જિલ્લા કક્ષાના ખેલ મહાકુંભ અંતર્ગત કરાટે 🥋 સ્પર્ધામાં શ્રી હાપા પ્રાથમિક શાળા PM SHRI-GUJARAT ની વિદ્યાર્થીની ઋતુબા ગજેન્દ્રસિંહ મકવાણા જિલ્લામાં પ્રથમ અને જેસલબા ગજેન્દ્રસિંહ મકવાણાએ જિલ્લામાં તૃતીય ક્રમે વિજેતા થવા બદલ ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ...
@RajHapa
શ્રી હાપા પ્રાથમિક શાળાના વિદ્યાર્થી શ્યામ કાળુસિંહ પરમારનું મુખ્યમંત્રી જ્ઞાનસેતુ પરીક્ષામાં ઉચ્ચગુણ મેળવવા બદલ પ્રતિભાશાળી વિદ્યાર્થી તરીકે સાબરકાંઠા જિલ્લાકક્ષાના શિક્ષકદિન ઉજવણી કાર્યક્રમમાં મા.ધારાસભ્યશ્રીના હસ્તે સાંસદશ્રી અને કલેક્ટરશ્રીની ઉપસ્થિતિમાં સન્માન કરવામાં આવ્યું
Celebration of the educators who dedicate their lives to shaping the future of their students. It is a day to honor the legacy of #Dr_Sarvepalli_Radhakrishnan, who believed that teaching was the noblest of all professions. As we celebrate Teacher’s Day,
#TeachersDay2025
Hello #gsrtc
શાળામાં ભણતા વિદ્યાર્થીઓના પાસનું શાળાએથી પોર્ટલ પર ફોર્મ ભરીને પ્રિન્ટ કરી આચાર્યના સહી સિક્કા કરીને તૈયાર કરી આપવાનું હોય છે.
પણ આ પોર્ટલ બિલકુલ ચાલતું નથી.
ગરીબ વિદ્યાર્થીઓના હિતમાં આ પોર્ટલ સત્વરે અને સારી રીતે કાર્યરત થાય અને રહે તે માટે જરૂરી કાર્યવાહી કરશો.
ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગના અધ્યક્ષ શ્રીમતી ધર્મિષ્ઠાબેન ગજ્જરે આજ રોજ હાપા પ્રાથમિક શાળાની મુલાકાત લઇ બાળકોના અધિકાર, સંભાળ અને અમલીકરણ અંગે શાળા પરિવારને માર્ગદર્શન આપ્યું.
જોડે જોડે મધ્યાહન કેન્દ્ર અને શાળા લાયબ્રેરીની મુલાકાત પણ લીધી. @CMOGuj@CollectorSK@HapaHmt