ધાનેરામાં મહિલાએ દુષ્કર્મ, મારપીટ અને બળજબરીથી ધર્મપરિવર્તનનો આક્ષેપ કરતાં ચાર સામે FIR
બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના પેગિયા ગામમાં રહેતી એક મહિલાએ દુષ્કર્મ, મારપીટ, જાનથી મારી નાખવાની ધમકી તેમજ બળજબરીથી ધર્મપરિવર્તન કરાવવાના ગંભીર આક્ષેપો સાથે ચાર વ્યક્તિઓ વિરુદ્ધ ધાનેરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
ચાર વ્યક્તિઓ વિરુદ્ધ ગંભીર કલમો હેઠળ ગુનો
અખ્તરશા રજબશા ફકીર
આરિફ રજબશા ફકીર
ઇલિયાસ રજબશા ફકીર
સલીમશા જુમ્માશા ફકીર
લગ્નજીવનમાં વિખવાદ બાદ અલગ રહેતી હતી મહિલા
ફરિયાદી મહિલાએ પોલીસને જણાવ્યું છે કે તેના લગ્ન વર્ષ 2016માં સમાજના રીતરિવાજ મુજબ થયા હતા. લગ્નજીવન દરમિયાન તેને એક પુત્ર અને બે પુત્રીઓ થયાં હતાં. પારિવારિક વિખવાદ ઊભો થતાં મહિલા છેલ્લા કેટલાક સમયથી પતિથી અલગ રહીને બાળકો સાથે રહેતી હતી.
મહિલાના જણાવ્યા પ્રમાણે આરોપીઓ પૈકી એક વ્યક્તિ તેના પતિનો મિત્ર હોવાથી તેમના ઘરે આવતો-જતો હતો. પતિ સાથે સંબંધો વણસ્યા બાદ પણ આરોપીનો સંપર્ક ચાલુ રહ્યો હતો. ફરિયાદમાં એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે શરૂઆતમાં સમાધાન કરાવવાના બહાને આરોપીએ મહિલાનો વિશ્વાસ મેળવ્યો હતો.
સમાધાનના બહાને ઘરે બોલાવી દુષ્કર્મ કર્યાનો આક્ષેપ
મહિલાએ FIRમાં આક્ષેપ કર્યો છે કે આરોપીએ પતિ સાથે સમાધાન કરાવવાનું કહી તેને પોતાના ઘરે બોલાવી હતી. ત્યાં બે-ત્રણ દિવસ રોકાણ દરમિયાન તેની ઇચ્છા વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધવામાં આવ્યો હતો. વિરોધ કરતાં તેને ગાળો આપી માર મારવામાં આવ્યો અને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી.
મહિલાના જણાવ્યા પ્રમાણે આરોપીએ અન્ય લોકો સાથે ફોન પર વાત કરવા, ચેટિંગ અને વીડિયો કોલ કરવા માટે પણ તેના પર દબાણ કર્યું હતું. ફરિયાદીએ આ પ્રકારની વાતચીત કરવાનો ઇનકાર કરતાં તેને મારપીટ અને ધમકીનો સામનો કરવો પડ્યો હોવાનો આક્ષેપ કર્યો છે.
વીડિયો બનાવી બદનામ કરવાની ધમકી
ફરિયાદમાં વધુમાં જણાવાયું છે કે મહિલાની જાણ અને મંજૂરી વિના તેનો અંગત વીડિયો બનાવવામાં આવ્યો હતો. શારીરિક સંબંધ બાંધવાનો ઇનકાર કરે તો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ કરી બદનામ કરવાની ધમકી આપવામાં આવતી હતી.
આરોપીઓ વારંવાર મહિલા એકલી હોય ત્યારે તેના ઘરે આવતા અને તેની ઇચ્છા વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધતા હતા. આરોપીઓના ડર અને બાળકોને નુકસાન પહોંચાડવાની ધમકીને કારણે તે શરૂઆતમાં ફરિયાદ નોંધાવી શકી ન હોવાનું મહિલાએ પોલીસને જણાવ્યું છે.
બળજબરીથી ધર્મપરિવર્તન કરાવ્યાનો આક્ષેપ
મહિલાએ ફરિયાદમાં જણાવ્યું છે કે એક આરોપીએ પોતે હિન્દુમાંથી મુસ્લિમ બન્યો હોવાનું કહી મહિલાને પણ ધર્મપરિવર્તન કરવા માટે દબાણ કર્યું હતું. શરૂઆતમાં મહિલાએ ઇનકાર કર્યો હતો. પરંતુ બાદમાં બાળકોને નુકસાન પહોંચાડવાની અને મહિલાને જાનથી મારી નાખવાની ધમકી આપી ધર્મપરિવર્તન કરવા મજબૂર કરવામાં આવી હતી.
મહિલાના જણાવ્યા પ્રમાણે તેને કલમા પઢાવી “રિઝા રાબેલ” નામ આપવામાં આવ્યું હતું. પાણીમાં કંઈક નાખીને પીવડાવવામાં આવ્યું હોવાનું પણ ફરિયાદમાં જણાવાયું છે. મહિલાની બંને પુત્રીઓને પણ ધર્મપરિવર્તન કરાવી મુસ્લિમ બનાવવાની વાત કરવામાં આવતી હતી.
પરિવારજનોએ ઘરમાંથી કાઢી મૂક્યાનો ઉલ્લેખ
21 જુલાઈના રોજ ફરિયાદી મહિલા ઘરે હતી ત્યારે આરોપીઓ અને તેમના પરિવારના કેટલાક સભ્યોએ તેની સાથે ઝઘડો કર્યો હતો. મહિલાને માર મારી, કપડાં બહાર ફેંકી અને ઘરમાંથી કાઢી મૂકવામાં આવી હતી.
ત્યારબાદ મહિલાએ એક ઓળખીતા દુકાનદાર પાસેથી ભાડા અને મુસાફરી માટે રૂપિયા 500ની મદદ મેળવી ધાનેરા પોલીસ મથકે પહોંચવાનો પ્રયાસ કર્યો હતો. પરિવાર અને સમાજ તરફથી સ્વીકારવામાં ન આવવાની ભીતિના કારણે તે થોડા દિવસ પાલનપુરના સખી વન સ્ટોપ સેન્ટરમાં પણ રોકાઈ હતી.
માતાએ મોબાઇલમાં ધર્મપરિવર્તનનો વીડિયો જોયો
મહિલાએ જણાવ્યું છે કે સખી વન સ્ટોપ સેન્ટરમાં રહેતી વખતે તેણે માતાનો સંપર્ક કર્યો હતો. ત્યારબાદ માતા તેને પાલનપુરથી લઈ ગઈ હતી. મહિલાની માતાએ તેના મોબાઇલમાં ધર્મપરિવર્તન કરાવતો કથિત વીડિયો જોયા બાદ સમગ્ર ઘટનાની જાણ થઈ હતી.
મહિલાના જણાવ્યા પ્રમાણે તે આરોપીઓની ધમકી, પોતાના બાળકોની સલામતી અને પરિવાર-સમાજ દ્વારા સ્વીકારવામાં નહીં આવે તેવી બીકને કારણે લાંબા સમય સુધી ફરિયાદ કરવાની હિંમત કરી શકી નહોતી. પરિવારજનોએ હિંમત આપ્યા બાદ તેણે ધાનેરા પોલીસનો સંપર્ક કર્યો હતો.
પોલીસ સબ ઇન્સ્પેક્ટરને તપાસ સોંપાઈ
ધાનેરા પોલીસે મહિલાની ફરિયાદ નોંધી કેસની તપાસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર સંગ્રામસિંહ વાઘજીભાઈ ચૌધરીને સોંપી છે.
@sanghaviharsh@GujaratPolice@SP_Banaskantha@VHPGUJOFFICIAL
Gandhinagar, Gujarat: Retired Special Court Judge Ambalal Patel says, "At that time, the CrPC was in force—now the BNSS has come. The three major Acts we relied on were the CrPC, IPC, and the Evidence Act. We thoroughly examined these laws and applied every provision. Whenever any application came from the defense or the prosecution, or any legal point was raised, we referred to the relevant provisions and decided accordingly. Overall, we had studied all three laws in detail during that period..."
દિલ્લી માં 16 વર્ષ ની દીકરી સાક્ષી ની નિર્મમ હત્યાના કેસને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવામાં આવે અને આરોપી ને ફાંસી ની સજા અપાવવાની માંગ સાથે #ABVPVadodara મહાનગર દ્વારા વિરોધ પ્રદર્શન નું આયોજન કરવામાં આવ્યું.
#JusticeForSakshi
अभाविप के पूर्व राष्ट्रीय अध्यक्ष और गुजरात के पूर्व राज्यपाल श्री ओम प्रकाश कोहली जी का निधन समस्त अभाविप कार्यकर्ताओं के साथ ही संपूर्ण समाज के लिए एक बड़ी क्षति है।
ईश्वर दिवंगत आत्मा को शांति तथा शोकाकुल परिजनों को यह पीड़ा सहन करने का संबल प्रदान करें।
ॐ शांति शांति शांति
..फुटबॉल की दुनिया के चरम पर पहुंच गए। उन्होंने अपने शानदार खेल कौशल से मानवता को मंत्रमुग्ध कर दिया। उनकी प्रेरक विरासत को लंबे समय तक याद रखा जाएगा। उनको मेरा आखिरी प्रणाम। फुटबॉल के राजा चल बसे; राजा और उनका जुनून अमर रहे! 2/2
स्वामी विवेकानंद को उनकी जयंती पर सादर नमन। उनका जीवन राष्ट्रभक्ति, आध्यात्मिकता और कर्मठता के लिए सदैव प्रेरित करता है। उनके महान विचार और आदर्श देशवासियों का मार्गदर्शन करते रहेंगे।
जम्मू-कश्मीर के पहलगाम में हुई बस दुर्घटना में ITBP के जवानों की मृत्यु अत्यंत दु:खद व हृदय विदारक है।
मेरी संवेदनाएं शोक संतप्त परिजनों के साथ हैं।
प्रभु श्री राम से प्रार्थना है कि दिवंगत आत्माओं को अपने श्री चरणों में स्थान और घायल जवानों को शीघ्र स्वास्थ्य लाभ प्रदान करें।