અમદાવાદમાં મુખ્ય ચૂંટણી કમિશનર શ્રી જ્ઞાનેશ કુમારની પ્રોત્સાહક ઉપસ્થિતિમાં ELC અને ECINET APP વિષયક રિજનલ કોન્ફરન્સ યોજાઈ
****
મુખ્ય ચૂંટણી કમિશનર શ્રી જ્ઞાનેશ કુમારે ૧૦૦૦થી વધુ ELC સભ્યો અને સ્ટેકહોલ્ડર્સ સાથે સીધો સંવાદ સાધ્યો
*****
રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી શ��રી સંદીપ સાંગલે અને જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી ભવ્ય વર્માના માર્ગદર્શન હેઠળ ચૂંટણી સાક્ષરતા અને તકનીકી નવીનતાઓ પર વિસ્તૃત મંથન
****
ECINET પ્લેટફોર્મ અને ELC 2.0 ના માધ્યમથી 'રોલથી પોલ સુધી પારદર્શિતા' સુનિશ્ચિત કરવા ભારપૂર્વક આહ્વાન કરાયું
*****
-:શ્રી જ્ઞાનેશ કુમાર, મુખ્ય ચૂંટણી કમિશનર, ભારતીય ચૂંટણી પંચ:-
- મતદાર યાદીથી લઈને મતદાન સુધીની સંપૂર્ણ પ્રક્રિયા સૂર્યના પ્રકાશ જેવી જ સ્પષ્ટ, પારદર્શક અને નિષ્પક્ષ
- ૧૮ વર્ષ પૂર્ણ કરનાર દરેક નાગરિકનું નામ મતદાર યાદીમાં ઉમેરાય અને તેઓ ઉત્સાહપૂર્વક મતદાન કરે, ત્યારે જ લોકશાહી મજબૂત બનશે
*****
જાગૃતિ અને વિશ્વાસના પાયા પર સક્ષમ યુવા મતદાતા તૈયાર કરવાનો અમારો પ્રયાસ :- શ્રી સંદીપ સાંગલે, મુખ્ય ચૂંટણી અધિકારી, ગુજરાત
*****
મુખ્ય ચૂંટણી કમિશ્નર શ્રી જ્ઞાનેશ કુમારની પ્રોત્સાહક ઉપસ્થિતિમાં અમદાવાદમાં ઇલેક્ટોરલ લિટરસી ક્લબ (ELC - Electoral Literacy Club) અને ECINET એપ પર રિજનલ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભારતીય ચૂંટણી પંચના ફ્લેગશિપ SVEEP કાર્યક્રમ હેઠળ યોજાયેલ આ રિજનલ કોન્ફરન્સનો મુખ્ય ઉદ્દેશ્ય નાગરિકોમાં ચૂંટણી સાક્ષરતા વધારવાનો, નૈતિક તથા માહિતીસભર મતદાનને પ્રોત્સાહન આપવાનો, નવીન ડિજિટલ તકનીકો દ્વારા ચૂંટણી પ્રક્રિયામાં પારદર્શિતા લાવવાનો તથા 'રોલથી પોલ સુધી પારદર્શિતા'ના દ્રષ્ટિકોણને પ્રસારિત કરવાનો હતો.
રાજ્યના મુખ્ય ચૂંટણ��� અધિકારી શ્રી સંદીપ સાંગલે અને જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી ભવ્ય વર્માના માર્ગદર્શન હેઠળ રિજ્નલ કોન્ફરન્સમાં ચૂંટણી સાક્ષરતા અને તકનીકી નવીનતાઓ પર વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડતા વિવિધ આયોજનો કરવામાં આવ્ય��� હતા.
આ કાર્યક્રમમાં દેશના મુખ્ય ચૂંટણી કમિશનર શ્રી જ્ઞાનેશ કુમાર અને અન્ય મહાનુભાવોએ ૧૦૦૦થી વધુ ઈલેક્ટોરલ લિટરસી ક્લબ (ELC) ના સભ્યો, શાળા-કોલેજોના નોડલ ઓફિસર્સ, કેમ્પસ એમ્બેસેડર્સ, બૂથ લેવલ ઓફિસર્સ (BLO) અને વિવિધ સ્ટેકહોલ્ડર્સ સાથે સીધો સંવાદ સાધીને તેમને પ્રોત્સાહિત કર્યા હતા. મુખ્ય ચૂંટણી કમિશનરશ્રીએ ચૂંટણી પ્રક્રિયા વિશે યુવા મતદારોના વિવિધ સવાલો સાંભળીને તેમને માર્ગદર્શન પૂરું ��ાડ્યું હતું.
આજ રોજ જિલ્લાના મહેસૂલી અધિકારીશ્રીઓની સમીક્ષા બેઠક યોજવામાં આવી. બેઠકમાં iORA, e-Dhara, સરકારી જમીન ફાળવણી, ભુમી સીમાંકન, IRCMS, CM Dashboard તથા RIC Vigilance Cases સહિતની મહત્ત્વપૂર્ણ મહેસૂલી કામગીરીઓની પ્રગતિની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી. કામગીરી�� સમયબદ્ધ, પારદર્શક અને ગુણવત્તાયુક્ત રીતે પૂર્ણ થાય તે માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું.
#Ahmedabad #RevenueAdministration #GoodGovernance
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ 27મી ઑગસ્ટ, ગુરુવારના રોજ રાજ્ય ‘સ્વાગત’ ઓનલા���ન જનફરિયાદ નિવારણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી નાગરિકોના પ્રશ્નો-સમસ્યાઓ-રજૂઆતો સાંભળશે...
સ્વાગત કાર્યક્રમ માટેની રજૂઆતો ગુરુવારે, 27મી ઑગસ્ટના રોજ સવારે 8-00થી 11-00 દરમિયાન મુખ્યમંત્રીશ્રીના જનસંપર્ક એકમ, સ્વર્ણિમ સંકુલ-2, ગાંધીનગર ખાતે રૂબરૂ આવીને કરી શકાશે...
માન. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી વર્ષ 2003થી શરૂ થયેલા સ્વાગત ઓનલાઇન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ અન્વયે દર મહિનાના ચોથા ગુરુવારે રાજ્ય સ્વાગત યોજવામાં આવે છે...
ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખી તા.૩૧/૦૭/૨૦૨૬ ના રોજ જિલ્લાની તમામ શાળા અને કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે.
તા.૦૧/૦૮/૨૦૨૬ ના રોજ શાળા-કોલેજ શરૂ રાખવા અંગેનો નિર્ણય વરસાદની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને લેવામાં આવશે.
#Ahmedabad#RainAlert
👉 અમદાવાદ જિલ્લામાં આગામી બે દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી વચ્ચે તાકીદની પરિસ્થિતિને પહોંચી વળવા જિલ્લા વહીવટી તંત્ર સજ્જ : જિલ્લા કલેક્ટર ભવ્ય વર્મા.
👉 નાગરિકોને ઘરમાં જ રહેવા અને બિનજરૂરી બહાર ન નીકળવા કલેક્ટર અને જિ��્લા મેજિસ્ટ્રેટની અપીલ.
#AhmedabadRain
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સમગ્ર રાજ્યમાં ભારે વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિમાં વહિવટી તંત્ર દ્વારા હાથ ધરાયેલી કામગીરી અને બચાવ-રાહત પગલાં તેમજ તેમજ હવામાન વિભાગની આગામી સમયમાં વ્યાપક વ��સાદની આગાહીની સમીક્ષા ગાંધીનગર ખાતેના સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતેથી કરી હતી.
મુખ્યમંત્રીશ્રીએ અસરગ્રસ્ત જિલ્લાઓના કલેક્ટરશ્રીઓ પાસેથી લોકોના સલામત સ્થળે સ્થળાંતર, રેસ્ક્યુ, વીજ પુરવઠો તથા જીવન આવશ્યક પુરવઠાની ઉપ્લબ્ધિની વ્યવસ્થા વગેરે જેવી ત્વરિત કાર્યવાહીની તલસ્પર્શી વિગતો મેળવી હતી તેમજ વરસાદ રહી જાય અને પાણી ઓસરે તે પછી સાફ સફાઈ, માર્ગ મરામત અને આરોગ્ય વિષયક પગલાંઓ ત્વરાએ લેવાય તે માટે પણ સ��ચનો કર્યા હતા.
મુખ્યમંત્રીશ્રીએ જો રાત્રિ દરમ્યાન વરસાદ પડે તો તંત્રને હાઈ એલર્ટ પર રહીને સ્થિતિ પર સતર્કતાપૂર્વક નજર રાખવાની સૂચનાઓ પણ આપી હતી.
મુખ્યમંત્રીશ્રીએ આ વરસાદી આફતમાં બચાવ કામગીરી સહિતના આપત્તિ વ્યવસ્થાપનમાં સહાયક બનેલ સુરક્ષા દળો, NDRF અને SDRFની વિગતો પણ મેળવી હતી.