આજ રોજ જિલ્લા પંચાયત આરોગ્ય શાખા જૂનાગઢ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલ જેમાં પદાધિકારીશ્રીઓ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહેલ. વિવિધ શાખાના અધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓ દ્વારા બ્લડ ડોનેટ કરવામાં આવેલ...
@NHMGujarat@HealthDeptGuj@collectorjunag@DdoJunagadh
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મહિલાઓને મળ્યો છે 50% અનામતનો અધિકાર
તમામ મહિલાઓ 100% મતદાન કરી અને પોતાની પસંદગીની સ્થાનિક સરકાર બનાવો 🗳️
રવિવાર, 26 એપ્રિલ 2026 — આપનો મત, આપનો અધિકાર!
અમદાવાદ સિવિલ મેડિસિટી ખાતે આવેલી કેન્સર હોસ્પિટલ GCRI ના તબીબ ડૉ. આનંદ શાહ દ્વારા માતા-પિતાને મહત્વપૂર્ણ સંદેશ. સર્વાઇકલ કેન્સર સામેનું સૌથી અસરકારક રક્ષણ – HPV વેક્સિન. માતા-પિતાએ સમયસર કિશોરીને HPV વેક્સિન અપાવી તેના સ્વસ્થ અને સુરક્ષિત ભવિષ્યને મજબૂત બનાવવું #HPVAwareness
ફિટિંગ બાદ બાળકોની સાંભળવાની ક્ષમતા ચકાસવા ઓડિયોલોજી ટેસ્ટ તેમજ વાલીઓને સ્પીચ થેરાપી અંગે જરૂરી માર્ગદર્શન પણ અપાયું.તમામ બાળકો અને વાલી માટે RBSK ટીમ ના ડોક્ટર સાથે પરિવહનની વ્યવસ્થા કરવામાં આવી.@DdoJunagadh
જૂનાગઢ જિલ્લાના શ્રવણશક્તિ ન ધરાવતા 4 બાળકો ને કોકલીયર ઈમ્પ્લાન્ટ સર્જરી બાદ શ્રવણ શક્તિ નો અવિરત આનંદ લઈ શકે તે માટે તા. 19 ફેબ્રુઆરી ના રોજ અમદાવાદ સોલા હોસ્પિટલ ખાતે નવા સ્પીચ પ્રોસેસર ફિટ કરવામાં આવ્યા.
તા.11 ફેબ્રુઆરી થી શરૂ થનાર મહાશિવરાત્રીમેળા નિમિત્તે ભાવિકોમાં અદભૂત ઉમંગ અને ઉત્સાહ છલકાઈ રહ્યો છે
ભગવાન ભોળેનાથના દર્શન,આરાધના અને આશીર્વાદ પ્રાપ્ત કરવા લાખો શ્રદ્ધાળુઓ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે
આપ સૌને પવિત્ર મહાશિવરાત્રી મેળામાં પધારવા માટે ભાવભર્યું હાર્દિક આમંત્રણ છે🙏
🕉️ મહાશિવરાત્રી મેળો 2026 || કંટ્રોલરૂમોના સંપર્ક નંબર
મહાશિવરાત્રી મેળા દરમિયાન લાખો ભાવિકોની સુવિધા અને સુરક્ષા માટે વિવિધ વિભાગોના સંપર્ક નંબરો જાહેર કરવામાં આવ્યા છે.
કોઈપણ આપત્તિ, માહિતી અથવા સહાય માટે નીચે દર્શાવેલ નંબરો પર સંપર્ક કરો….
@CMOGuj@sanghaviharsh
આજે શુક્રવાર છે, આજે NCD દિવસ છે.
આરોગ્ય સંસ્થાઓ ખાતે #NCD બિનસંચારી રોગો જેવા કે હૃદયરોગ,કિડની, મોઢા,સ્તન,ગર્ભાશયના મુખનું કેન્સર જેવી બીમારીઓના સ્ક્રીનિંગ કરી જરૂરી સારવાર -સલાહ આપવામાં આવશે.@DdoJunagadh
ચોથો ગુરુવાર હોઈ જિલ્લા માં કોઈ પણ બાળક રસીકરણ થી વંચિત ન રહે એવા ઉદ્દેશ થી ખિલ ખિલલાટ રસીકરણ ના ખાસ વેક્સીન સેશન કરવા માં આવ્યું. જેમાં અંતરિયાળ અને છૂટા છવાયા વિસ્તાર માં રસીકરણ થી છૂટી ગયેલ કે બાકી રહેલ બાળકો ને ખિલખિલલાટના સહયોગ થી તેઓ સુધી પહોચી રસીકરણ કરવામાં આવ્યું