"ખેડૂત સુખી તો જગત સુખી" 🌾
સરકાર અને ખેડૂતો વચ્ચેની જીવંત કડી એવા 'ગ્રામ સેવકો'ની વ્યાજબી માંગણીઓ સત્વરે સંતોષાય તેવી નમ્ર અપીલ. તેઓ ચિંતામુક્ત બનશે તો બમણા ઉત્સાહથી ખેડૂતોની સેવા કરશે અને રાજ્યના કૃષિ વિકાસને વધુ વેગ મળશે. 🚜🌱
@CMOGuj@irushikeshpatel@GujPRHDept
ખેડૂતો માટે સતત મેદાનમાં કાર્યરત ગ્રામસેવક જ્યારે પોતાના હક માટે રજૂઆત કરે છે, ત્યારે તેમની વાત સાંભળવી તંત્રની જવાબદારી છે. હવે માત્ર આશ્વાસન નહીં, પરિણામ જોઈએ.
@CMOGuj@irushikeshpatel@GujPRHDept#GramsevakNyayLadat
ખેતી અને ખેડૂતોના સર્વાંગી વિકાસ માટે સમર્પિત ગ્રામસેવક સંવર્ગને ન્યાય મળે અને આંદોલનનો માર્ગ ન અપનાવવો પડે તે માટે તંત્ર વહેલી તકે જાગે.
#GramsevakNyayLadat@Dwivedi_D@jitu_vaghani
સંઘર્ષમાં સાથ, અડગ વિશ્વાસ!
ગુજરાત રાજ્ય પંચાયત સેવાના વિસ્તરણ અધિકારી ખેતી અને ખેતી નિરીક્ષક મહામંડળ તરફથી મળેલા હાર્દિક સમર્થન અને સહકાર બદલ ગુજરાત રાજ્ય ગ્રામસેવક મહામંડળનો હૃદયપૂર્વક આભાર.
ગુજરાત રાજ્ય ગ્રામસેવક મહામંડળની “ગ્રામસેવક ન્યાય લડાઈ” અંતર્ગત ગ્રામસેવક કેડરના પડતર પ્રશ્નોના યોગ્ય નિર���કરણ માટે રજૂ કરવામાં આવેલી અમારી માંગણીઓને ગુજરાત રાજ્ય પંચાયત સેવાના વિસ્તરણ અધિકારી ખેતી અને ખેતી નિરીક્ષક મહામંડળ દ્વારા જે નિઃશર્ત અને મજબૂત સમર્થન આપવામાં આવ્યું છે, તે અમારા સંઘર્ષને નવી શક્તિ અને હિંમત આપનારું છે.
તમારું આ સમર્થન માત્ર એક પત્ર નથી, પરંતુ હક અને ન્યાયની આ લડાઈમાં અમારી સાથે ઉભી રહેલી એક મજબૂત શક્તિ છે.
ગુજરાત રાજ્ય ગ્રામસેવક મહામંડળ અને ગુજરાતના તમામ ગ્રામસેવકોની તરફથી
ગુજરાત રાજ્ય પંચાયત સેવાના વિસ્તરણ અધિકારી ખેતી અને ખેતી નિરીક્ષક મહામંડળ ના તમામ હોદ્દેદારો અને સભ્યોનો
કરોડો હૃદયપૂર્વક આભાર અને કોટિ-કોટિ વંદન!
“સાથ મળ્યો છે તો સંઘર્ષ વધુ મજબૂત બનશે,
ન્યાય મળ્યા વિના આ લડત અટકશે નહીં!”
— ગુજરાત રાજ્ય ગ્રામસેવક મહામંડળ
##gramsevak #gramsevaknyayladat