#11000વિધાસહાયકભરતી2026#Gujarat
પ્રતિ,
માનનીય મુખ��યમંત્રીશ્રી @Bhupendrapbjp ,તથા માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી @sanghaviharsh
ગુજરાત રાજ્ય, ગાંધીનગર.
વિષય: વિદ્યાસહાયક ભરતીમાં OBC સમાજ માટે ૨૭% અનામત બેઠકોની સંપૂર્ણ જાળવણી કરવા બાબત.
આદરણીય સાહેબશ્રી,
સવિનય જણાવવાનું કે રાજ્યમાં હાલ ચાલી રહેલી વિદ્યાસહાયક ભરતી પ્રક્રિયા અંતર્ગત ઓબીસી (OBC) સમાજના શૈક્ષણિક અને બંધારણીય અધિકારો તરફ આપશ્રીનું ધ્યાન દોરવા આ પત્ર લખી રહ્યો છું.
સાહેબશ્રી, ૨૭% અનામત એ માત્ર એક આંકડો નથી, પરંતુ તે ઓબીસી સમાજનું ગૌરવ, અસ્તિત્વ અને કાનૂની અધિકાર છે. સોશિયલ મીડિયા અને વિવિધ માધ્યમો દ્વારા એવી ચિંતાઓ સામે આવી રહી છે કે રોસ્ટર ક્રમના અર્થઘટનના નામે ઓબીસી સમાજના હકની બેઠકોમાં ઘટાડો થઈ શકે છે. જો આવું થાય, તો તે લાયક ઉમેદવારો સાથે મોટો અન્યાય થશે.
અમારી આપશ્રીને નમ્ર વિનંતી છે કે:
૨૭% અનામતની ચુસ્ત અમલવારી: વિદ્યાસહાયક ભરતીમાં ઓબીસી સમાજની એક પણ સી�� ઓછી ન થાય તેની ખાતરી કરવામાં આવે.
પારદર્શક રોસ્ટર પદ્ધતિ: રોસ્ટર ક્રમની ગણતરી એવી રીતે કરવામાં આવે જેથી નિયમ મુજબની પૂરેપૂરી ૨૭% બેઠકો ઓબીસી ઉમેદવારોને જ મળે.
અન્યાય સામે રક્ષણ: ઓબીસી સમાજના શિક્ષિત બેરોજગાર યુવાનોના ભવિષ્ય સાથે કોઈ બાંધછોડ ન થાય તેવું સકારાત્મક આયોજન થાય.
ઓબીસી સમાજને આપશ્રીની ન્યાયપ્રિયતા પર સંપૂર્ણ ભરોસો છે. આશા છે કે આપશ્રી આ ગંભીર બાબતની વ્યક્તિગત નોંધ લઈ તમામ બેઠકો સુરક્ષિત રાખવા સંબંધિત વિભાગને તાકીદની સૂચના આપશો.તમામ ઓબીસીના ઉમેદવાર આપના સાહેબ શ્રી ઋણી અને આભારી રહીશું.
લિ.
આપનો/આપની વિશ્વાસુ,
તમામ ટેટ 1 પાસ ઉમેદવાર 2023 & 2025
ગુજરાતમાં ફિક્સ પેને લઇને સુપ્રીમ કોર્ટમાં કેસ પેન્ડિંગ છે. સુપ્રીમ કોર્ટમાં આ કેસ છેલ્લા ૧૩ વર્ષથી પેન્ડિંગ છે. ગુજરાત હાઇકોર્ટે ૨૦૧૨માં ફિક્સ પેની વિરુદ્ધમાં આદેશ આપ્યો હતો. પરંતુ તેમ છતાં સરકાર આ કેસ સુપ્રીમ કોર��ટમાં લડી રહી છે.
#GujaratModel
#Remove_Fixpay_in_gujarat #fixpay
શિક્ષણમંત્રીશ્રી દ્વાર��� ભરતી બાબતે આપવામાં આવેલી સ્પષ્ટતા આશાજનક છે. હવે ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની ઘટ દૂર કરવા માટે TET-1 વિદ્યાસહાયક ભરતી તાત્કાલિક જાહેર કરવામાં આવે તેવી નમ્ર અપીલ.
#TET1Morevacancy #13145_વિધાસહાયકોની_ખાલી_જગ્યા_પર_ભરતી_કરો
ગુજરાત રાજ્યના કર્મચારીઓ વર્ષોથી ફિક્સ પે નીતિ નાબૂદ કરવા માંગ કરી રહ્યા છે.જો ગુજરાત સરકારનું નિગમ ફિક્સના ૩ વર્ષ કરી શકે તો ગુજરાત સરકાર પ�� ફિક્સ પેમા વર્ષ નો ઘટાડો કરી કર્મચારીઓને રાહત આપે તેવી નમ્ર વિનંતી🙏
@chetan_pagi @CMOGuj @sanghaviharsh @dave_janak @Jamawat3 @YAJadeja
🙏🏻 કચ્છ જિલ્લા પસંદગી દરમિયાન ફરી એકવાર સાવચેતીભરી ટકોર 🙏🏻
#EducationDept#TransparencyNeeded
શિક્ષણમંત્રીશ્રી,
અમારા તરફથી અગાઉ પણ આ મુદ્દે લેખિત રજૂઆત કરી છે. આજે ગાંધીનગર ખાતે કચ્છ જિલ્લા પસંદગી પ્રક્રિયા ચાલી રહી છે, પરંતુ ફરી એવું દેખાઈ રહ્યું છે કે કેટલાક અધિકારીઓ જૂની જ સ્ટાઇલમાં તમારી આંખમાં ધૂળ નાખવાના મિશન પર છે.
📌 આ મુદ્દો કોઈ ‘નવો’ નથી - પરંતુ ‘નવો બહાનું’ જરૂર બનતો ગયો છે.
શિક્ષણ વિભાગ પાસે
• તમામ ઉમેદવારોની હાજરીનો રેકોર્ડ,
• રેગ્યુલર સર્વિસ,
• રેગ્યુલર ડિગ્રીની સમયરેખા,
• અને મેરિટ ગણતરી માટે જરૂરી તમામ ડેટા ઉપલબ્ધ છે…
તો પછી પણ પારદર્શી Cross Verification કરવાની તેમની ઇચ્છા જ કેમ દેખાતી નથી ?
શું કોઈને બચાવવાનો પહેલેથી જ ‘ઇશારો’ મળી ગયો છે? 🤔
🛑 રજુઆત કરવા આ���ેલા લાયક ઉમેદવારને મોઢા તોડવાની ધમકી આપવી, પુરાવા માંગવા, રોફ જમાવવો - આ વર્તન માત્ર ગેરવહીવટ નહીં, એથી પણ વધારે ગંભીર બાબત છે.
કારણ કે પુરાવા આપવાની જવાબદારી કદી પણ ઉમેદવારની નથી તપાસ કરવાની જવાબદારી શિક્ષણ વિભાગની છે.
❗અને હવે ��્યારે જિલ્લા પસંદગી શરૂ થઈ ગઈ છે, ત્યારે વધુ એક વખત સ્પષ્ટ લાગી રહ્યું છે કે:
“ફુલ-ટાઇમ નોકરી + ફુલ-ટાઇમ રેગ્યુલર ડિગ્રી” કરનારા ઉમેદવારોને દૂર કરવાની પ્રક્રિયાને અથવા તો અવગણવામાં આવે છે, અથવા તો જાણેજોઈને કુંડળી માં ગોળ ભાંગવામાં આવી રહ્યો છે.
❓શું આ ગેરલાયક ઉમેદવારો ખરેખર એટલા સામાન્ય છે? કે પછી કોઈના "સ્પેશિયલ"?
🙏🏻મંત્રીશ્રી,
હમેંશા જેવી આ વખતે પણ અમારી ટકોર વ્યક્તિગત નથી સિસ્ટમ શુદ્ધિકરણ માટે છે. જો આ ગેરરીતિઓ પર સમયસર એક્શન નહીં લેવાય, તો આવતીકાલે તેનો દોષ ‘અધિકારીરાજ’ પર નહીં,
સીધો શિક્ષણમંત્રીના કાર્યકાળ પર લખાશે.
અને હા
👇🏻
આગળથી કહી દઈએ:
જો ગેરરીતિથી કોઈને નિમણુંક અપાઈ જશે, તો અમે તે બાબત નિર્દાક અને પુરાવા સાથે જાહેર કરીશું.
પછી એ ન કહેતા કે “અમને ખબર ન હતી”.
ખબર તો હતી કારણ કે અમે અગાઉથી લેખિતમાં ફરિયાદ પણ કરી ચૂક્યા છીએ.
✍🏻 યુવરાજસિંહ જાડેજા
#Accountability
#EducationReform
#StopIrregularities
#TransparencyNeeded
#EducationDept
@Rivaba4BJP
@drpradyumanvaja
ગુજરાતી ફિલ્મ 'લાલો' બની જાયન્ટ કિલર!
અત્યાર સુધીમાં ફિલ્મની કુલ કમાણી 21 કરોડને પાર થઈ છે.. અને ગુજરાતી ફિલ્મોના તમામ રેકોર્ડ તોડવા માટે 'લાલો' ફિલ્મ દિવસે ને દિવસે છલાંગો મારી રહી છે..
હું જ્યારે આ ફિલ્મ જોવા ગયો ત્યારે અમદાવાદના માત્ર 2 કે 3 થિયેટરમાં એ પણ મિનિપ્લેક્સ થિયેટરમાં શૉ હતા અને અત્યારે ગણ્યા ગણાય નહીં એટલા શૉ વિશ્વ ભરના થિયેટર્સમાં 'હાઉસફુલ' જઈ રહ્યા છે..
કોઈ ભભકાદાર પબ્લિસિટી કે જાણીતા પ્રસિદ્ધ કલાકારો વગરની આ ફિલ્મે સાબિત કર્યું કે કન્ટેન્ટ ઇઝ ધ રિયલ કિંગ.. ગુજરાતી ફિલ્મોના આવા દિવસો જોવા ખરેખર બઉ ગમે..
શ્રી કૃષ્ણ સદા સહાયતે..
#Lalo #Gujarat
👇🏻👇🏻🫣શું કહેવું તમારું આ વાત ઉપર🤔👇🏻👇🏻
📢 #બ્રેકિંગ_ન્યૂઝ — ગુજરાતની સૌથી ઝડપભરી #ભરતી_પ્રક્રિયા શરૂ!
🗞️ “વિકસિત ગુજરાત”ની અનોખી ભરતી પ્રથા!
આજે નવી ભરતીની જાહેરાત બહાર પડી ગઈ છે,
ગાંધીનગર ખાતે ઉમેદવારોને રૂબરૂ બોલાવી લેવાયા છે.
અને હવે તો બસ, એક જ દિવસમાં આખી ભરતી પ્રક્રિયા પૂર્ણ!
🥳દિવાળી પહેલા તો નિમણૂક પત્ર હાથમાં તૈયાર! 🎉
આ છે “વિકસિત ગુજરાત”નો ચમત્કાર -
જેમાં ફોર્મ ભરવાથી લઈ નિમણૂક સુધી
ન કોઈ માર્કશીટ, ન કોઈ મેરિટ, ન કોઈ અનુભવની જરૂર!
સિદ્ધાંત કરતાં “સેટિંગ” ની વધુ છે જરૂર! 😉
ફોર્મ ભરો, ફોટો ચોંટાડો અને સીધા ફૂલ પગાર પર નિમણૂક મેળવો! 😎
હા, અહીં કોઈ ફિક્સ પે નથી, કોઈ કોન્ટ્રાક્ટ નથી —
કારણ કે આ ભરતી “ફિક્સ” તો પહેલેથી જ થઈ ચૂકી હોય છે! 😉
અભ્યાસ કરતા હોશિયાર લોકો માટે નથી આ તક,
આ તક છે ‘આશીર્વાદ ધરાવતા’ ઉમેદવારો માટે!
જેઓની પાછળ ‘શક્તિશાળી હાથ’ હોય,
તેમને તો ભરતીમાં ફક્ત હાજરી આપવી પડે —
બાકી બધી વ્યવસ્થા સિસ્ટમ જ કરી દે છે!
અને પછી કહે છે — “યુવાનોને રોજગાર આપ્યો!”
હા, આપ્યો છે.... પણ જ્યાં લાયકાત કરતાં લગાવ વધારે કામ આવે છે! જેમાં કૌશલ્ય નહીં, સંબંધો પસંદ થાય છે - અને પરિશ્રમ નહીં, પરિચય ચાલે છે!
😅 સાચું કહેવાય તો આ ભરતી નહીં, આ તો “સંબંધ આધારિત રોજગાર ��ોજના” છે!
📌જો ગુજરાતના શિક્ષિત બેરોજગાર યુવાનને રોજગારી આપવાની વાત આવે તો ???🤔