भारतीय जनता पार्टी के वरिष्ठ नेता, हमारे मार्गदर्शक, असंख्य कार्यकर्ताओं के प्रेरणास्रोत, 'पद्म विभूषण' आदरणीय श्री मुरली मनोहर जोशी जी को जन्मदिन की हार्दिक बधाई। ईश्वर से आप के सुदीर्घ व निरामय जीवन की कामना करता हूं।
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આજે મળેલ કેન્દ્રીય કેબિનેટની બેઠક દ્વારા નેશનલ ગ્રીન હાઇડ્રોજન મિશનને મંજૂરી આપવામાં આવી. આ મહત્વપૂર્ણ નિર્ણયથી ગુજરાત સહિત સમગ્ર દેશ માટે ગ્રીન હાઇડ્રોજન ઉત્પાદન તથા તેના ઉપયોગ ક્ષેત્રે અનેક નવી ક્ષિતિજો ખૂલશે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના પવિત્ર યાત્રાધામોના વિકાસ માસ્ટર પ્લાન બાબતે એક સર્વગ્રાહી સમીક્ષા બેઠક યોજીને રાજ્યના 8 પવિત્ર યાત્રાધામ, 28 અન્ય મહત્વના યાત્રાધામો, 358 જેટલા સરકાર હસ્તકના દેવસ્થાનકોના વિકાસ કામોની પ્રગતિ તથા ભાવિ આયોજન અંગે તલસ્પર્શી માહિતી મેળવી હતી.
રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ગુજરાતના અનેક વિદ્યાર્થી ઉત્કૃષ્ટ દેખાવ કરી રહ્યા છે. IIM જેવી વિખ્યાત મેનેજમેન્ટ સંસ્થાઓમાં પ્રવેશ માટેની પરીક્ષા CAT માં ઉચ્ચ પર્સન્ટાઈલ સાથે ઉત્તીર્ણ થયેલ ગુજરાતના આવા પાંચ તેજસ્વી યુવાનો સાથે મુલાકાત કરી ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છા પાઠવી.
રાજ્ય મંત્રીમંડળની આજે મળેલ બેઠકમાં જળ વ્યવસ્થાપન, શિક્ષણ, રોજગારી, શ્રમયોગી કલ્યાણ, કોરોના નિયંત્રણ સહિતના વિવિધ મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી અને અગત્યના નિર્ણય લેવામાં આવ્યા હતા.