તિથલ બીચની મુલાકાત લીધી.
બીચ પર આવતા લોકોને સ્વચ્છ વાતાવરણ અને અનુભવ પૂરો પાડવા માટે, નીચેના નિર્ણયો લેવામાં આવ્યા છે:
૧. સફાઈ એજન્સીને ૧૭ કર્મચારીઓ સુધી સ્ટાફ વધારવાની સૂચના આપવામાં આવી છે. તેમની હાજરીનું નિયમિત રીતે SDM સ્તરે નિરીક્ષણ કરવામાં આવશે.
૨. સવારના સફાઈના કલાકો સવારે ૭ થી ૧૧ વાગ્યા સુધી વધારવામાં આવ્યા છે. આનાથી મોર્નિંગ વોક માટે જતા લોકોને સ્વચ્છ વાતાવરણ મળશે. તેવી જ રીતે, રાત્રિ સફાઈ શક્ય બનાવવા માટે સાંજના સફાઈના સમયને સાંજે ૪ થી ૮ વાગ્યા સુધી બદલવામાં આવ્યા છે.
૩. ટુ-વ્હીલર્સને વોકવે પર સવારી કરતા અટકાવવા માટે એક્સેસ કંટ્રોલ આપવામાં આવશે.
૪. ફૂડ સ્ટોલવાળાઓએ તેમના સ્ટોલ પાછળ ડસ્ટબીનનો ઉપયોગ ફરજિયાતપણે કરવો પડશે, મુખ્ય ખાવાના વિસ્તારમાં નહીં.
૫. રાત્રે સારી લાઇટિંગ સ્થિતિ માટે તાત્કાલિક બે હાઇ-માસ્ક ગોઠવવામાં આવશે.
આજ રોજ વલસાડ જિલ્લા કલેકટર કચેરી ખાતે મતદાર યાદી સઘન સુધારણા કાર્યક્રમ અંતર્ગત ડ્રાફ્ટ મતદાર યાદીની પ્રસિદ્ધિ બાબતે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું. જેમાં પત્રકારોને ડ્રાફ્ટ મતદારયાદીમાં સમાવેશ કરવામાં આવેલ મતદારો તથા સમાવેશ ન થયેલ મતદારો અંગે વિગતવાર માહિતી આપવામાં આવી તથા આગામી દિવસોમાં મતદારયાદી સઘન સુધારણા કાર્યક્રમ અંતર્ગત થનાર કાર્યવાહીની રૂપરેખા જણાવવામાં આવી.@ECISVEEP@CEOGujarat
વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના આંતરિયાળ અને છેવડાના ગામોના લોકોના પ્રશ્નોને વધુ સારી રીતે સમજવા અને તેમની ફરિયાદો સાંભળવા માટે માલઘર, વિરક્ષેત, વડોલી, આસલોણા, પિપલસેત અને ગીરનારા ગામો ખાતે રાત્રી સભાઓ યોજી ત્યારબાદ ગીરનારા ગામ ખાતે રાત્રિ રોકાણ કરી બીજા દિવસે સવારે ગીરનારા ગામનું પરિશિષ્ટ-અ દફતર ભરી ત્યારબાદ ગીરનારા આશ્રમશાળાનું નિરીક્ષણ કર્યું.
SBMU અંતર્ગત 31/10/2025 સુધી ચાલનાર “My Theli” ઇવેન્ટમાં SELF HELP GROUP (SHGs)ની બહેનો દ્વારા નગરજનોને દર ગુરુવાર & શુક્રવારે તેમના જુના કાપડમાંથી થેલી વિના મૂલ્યે બનાવી આપવામાં આવે છે.
સ્થળ : તાલુકા પંચાયાત સામે, વાલોડ ફળિયા, ધરમપુર.
#SayNoToPlastic#ReduceReuseRecycle
આજ રોજ વલસાડ તાલુકાના એ.પી.એમ.સી. માર્કેટ ધમડાચી ખાતે જીલ્લા કક્ષાના ૭૯ માં સ્વતંત્રતા દિવસની ઉજવણી અંતર્ગત વર્ષ દરમિયાન જુદા જુદા ક્ષેત્રમાં ઉત્કૃષ્ઠ સેવા બજવનાર/કામગીરી કરનાર અધિકારીશ્રી/કર્મચારીઓ/વ્યકિતઓને સન્માનિત કરવામાં આવ્યા.
પંચાયત (માર્ગ અને મકાન) વિભાગ - વલસાડ દ્વારા જિલ્લા પંચાયત હસ્તક ના વિવિધ ગ્રામ્ય માર્ગો ભારે વરસાદ ના કારણે થયેલ ખાડાઓ ઉપર પેચવર્ક ની કામગીરી હાથ ધરવામાં આવી.