માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ્હસ્તે ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણકના પાવન દિવસે શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર, કોબા ખાતે રાષ્ટ્રસંત પરમ પૂજ્ય આચાર્યદેવ શ્રી પદ્મસાગરસૂરીશ્વરજી મહારાજની પ્રેરણાથી તૈયાર થયેલ ‘સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમ’નું લોકાર્પણ માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી તથા અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું.
માનનીય વડાપ્રધાનશ્રીએ આ પ્રસંગે સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમની મુલાકાત લઈને તેની વિવિધ ગેલેરીઓમાં પ્રસ્તુત પ્રાચીન કલાકૃતિઓને રસપૂર્વક નિહાળી, જૈન ધર્મના ઇતિહાસ, તત્ત્વજ્ઞાન તેમજ સંસ્કૃતિ અંગેની પ્રેરણાદાયી માહિતી મેળવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમ ઇતિહાસ, ધર્મ અને સંસ્કૃતિનો અદભુત સંગમ છે, જ્યાં જૈન દર્શનની અહિંસા, કરુણા અને આત્મશુદ્ધિની શાશ્વત પરંપરાને સાત ભવ્ય દીર્ઘાઓ દ્વારા જીવંત રૂપે રજૂ કરવામાં આવી છે. પ્રાચીન પ્રતિમાઓ, દુર્લભ ગ્રંથો અને આધુનિક ઑડિયો-વિઝ્યુઅલ પ્રસ્તુતિઓ ધરાવતું આ ભવ્ય અને દિવય મ્યુઝિયમ ભારતીય સંસ્કૃતિ, જ્ઞાન અને અધ્યાત્મનું તીર્થ છે, જે દરેક મુલાકાતીને શાંતિ, પ્રેરણા અને આત્માનુભૂતિનો અનોખો અનુભવ કરાવશે.
મુખ્યમંત્રીશ્રીએ આ અવસરે જણાવ્યું હતું કે, માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સરહદી અને છેવાડાના ગામોને પહેલા પ્રાથમિકતા આપી, તેને વિકાસની મુખ્ય ધારામાં લાવવાની નેમ પાર પાડી છે. તેમણે માનનીય વડાપ્રધાનશ્રીના દિશાદર્શનમાં ઉત્તર ગુજરાત સહિત સમગ્ર રાજ્યમાં આવેલ પરિવર્તન, વધી રહેલ જનસુખાકારી અને રાજ્યની પ્રગતિની રૂપરેખા આપી ગુજરાતને દેશભરમાં દરેક ક્ષેત્રે અગ્રેસર રહેતું રાજ્ય ગણાવ્યું હતું. મુખ્યમંત્રીશ્રીએ આજે માનનીય વડાપ્રધાનશ્રી દ્વારા રાજ્યને પ્રાપ્ત થયેલ વિકાસકાર્યોની વણઝાર વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતના નિર્માણને નવું બળ આપશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
#ViksitBharatViksitGujarat
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ્હસ્તે નવરચિત વાવ-થરાદ જિલ્લાના નાણી ખાતે આયોજિત સમારોહમાં કેન્દ્ર તથા રાજ્ય સરકારના કુલ ₹19,800 કરોડથી વધુના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી, નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, રાજ્યના મંત્રીશ્રીઓ તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં સંપન્ન થયા હતા.
‘વિકસિત ભારત, વિકસિત ગુજરાત’ની પરિકલ્પનાને સાકાર કરતા આ વિકાસકાર્યોમાં શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના 44 પ્રકલ્પો, કેન્દ્રના માર્ગ પરિવહન તથા રાજમાર્ગ મંત્રાલયના 6 પ્રકલ્પો, વિદ્યુત મંત્રાલય અને રેલવે મંત્રાલયના 3-3 પ્રકલ્પો, જળ સંપત્તિ વિભાગના 5 પ્રકલ્પો, ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ (GIDC)ના 3 પ્રકલ્પો, આરોગ્ય, પ્રવાસન તેમજ માર્ગ અને મકાન વિભાગના 2-2 પ્રકલ્પો તેમજ પાણી પુરવઠા અને આદિજાતિ વિકાસ વિભાગ સહિતના વિવિધ વિકાસ પ્રકલ્પોનો સમાવેશ થાય છે.
#ViksitBharatViksitGujarat
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ્હસ્તે સાણંદ ખાતે કેન્સ સેમિકોનની OSAT સુવિધા તથા કોમર્શિયલ પ્રોડક્શનનો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક્સ અને IT મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવ, નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, સાયન્સ-ટેકનોલોજી મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા, સેમિકન્ડક્ટરના ક્ષેત્રના અગ્રણીઓ તથા દેશ-વિદેશના અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં શુભારંભ કરવામાં આવ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે અંદાજિત ₹3300 કરોડના ખર્ચે સાણંદ સ્થિત કેન્સ સેમિકોનની આ અત્યાધુનિક OSAT સુવિધા ગુજરાત તથા ભારત માટે સેમિકન્ડક્ટર ક્ષેત્રે ઐતિહાસિક માઇલસ્ટોન સાબિત થશે. આ વિશાળ પ્રોજેક્ટ દ્વારા દૈનિક આશરે 60 લાખ DRAM ચિપ્સનું ઉત્પાદન શક્ય બનશે, જેના પરિણામે ભારતની ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદન ક્ષમતામાં નોંધપાત્ર વધારો થશે અને આયાત પરની નિર્ભરતા ઘટશે. સાથે જ આ પ્લાન્ટ દ્વારા આશરે 2000 જેટલી સીધી અને પરોક્ષ રોજગારીના અવસર ઊભા થશે તેમજ અદ્યતન ટેકનોલોજી અને વૈશ્વિક ભાગીદારીના સહકારથી ગુજરાતને સેમિકન્ડક્ટર હબ તરીકે સ્થાપિત કરવામાં આ પ્રોજેક્ટ મહત્વપૂર્ણ યોગદાન આપશે. ‘મેક ઇન ઇન્ડિયા’ અને ‘આત્મનિર્ભર ભારત’ના વિઝનને મજબૂત બનાવતા આ પ્રોજેક્ટથી ભારત માનનીય વડાપ્રધાનશ્રીના દિશાદર્શનમાં વૈશ્વિક સેમિકન્ડક્ટર વેલ્યૂ ચેઇનનો ખૂબ જ મહત્વનો હિસ્સો બનશે.
વિશ્વ ક્ષય રોગ દિવસ
તા. 24 માર્ચ, વિશ્વ ક્ષય રોગ દિવસ...
વિશ્વ ક્ષય રોગ દિવસની ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોને ક્ષય રોગની ગંભીરતા વિશે જાગૃત કરવાનો તેમજ તેના નિવારણ અને સારવારને પ્રોત્સાહન આપવાનો છે. આ દિવસે વિવિધ આરોગ્ય સંસ્થા, સરકાર અને તબીબી સંસ્થાઓ ટીબીના લક્ષણ, સારવાર અને નિવારણ સંબંધિત માહિતી પૂરી પાડે છે. વિશ્વ આરોગ્ય સંગઠન (WHO) અને અન્ય સંસ્થાઓ આ દિવસની ઉજવણી કરીને ટીબી સામેની લડાઈને મજબૂત બનાવવાનો પ્રયાસ કરે છે...
#WorldTBDay #WorldTBDay2026
આજનો દિવસ ગુજરાતના ઈતિહાસમાં સોનેરી અક્ષરોમાં યાદ રખાશે; આજે માન. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ગુજરાતની સૌ બહેન, દીકરી, માતાઓ માટે રાજ્યમાં સમાન નાગરિક સંહિતા (UCC) ગુજરાત વિધાનસભા ગૃહમાં રજૂ કરવા જઈ રહ્યા છે : નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી
#UCC#Gujarat@CMOGuj@Bhupendrapbjp@sanghaviharsh
રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ...
માન. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની કોઈપણ પ્રકારની અફવાઓથી દોરવાયા વિના કે ગભરાટમાં આવ્યા વગર શાંતિ જાળવવા માટેની નમ્ર અપીલ, તેમજ ઈંધણ પુરવઠો પૂરતો હોવાથી બિનજરૂરી લાઈનો ન લગાવવા માટે જનતાને અનુરોધ...
#NoPanicPlease@CMOGuj@Bhupendrapbjp@sanghaviharsh
તા. 26 માર્ચ, ગુરુવારના રોજ રામનવમીની જાહેર રજાના અનુસંધાને માર્ચ-2026નો રાજ્ય સ્વાગત બુધવારે યોજાશે...
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સમક્ષ નાગરિકોની રજૂઆતો-ફરિયાદોના ઓનલાઈન નિવારણનો માર્ચ મહિનાનો રાજ્ય સ્વાગત તા. 25 માર્ચ, બુધવારના રોજ યોજાશે...
નાગરિકો આ સ્વાગત કાર્યક્રમ માટેની રજૂઆતો બુધવાર, તા. 25મી માર્ચના રોજ સવારે 8થી 11 દરમિયાન મુખ્યમંત્રીશ્રીના જનસંપર્ક એકમ, સ્વર્ણિમ સંકુલ-2, ગાંધીનગર ખાતે રૂબરૂ આવીને કરી શકશે; મુખ્યમંત્રીશ્રી બુધવારે બપોર બાદ આ રાજ્ય સ્વાગતમાં પ્રત્યક્ષ ઉપસ્થિત રહીને નાગરિકોની આવેલી રજૂઆતો સાંભળશે...
#GujaratGovernment #SWAGATonline
"રાજ્ય પાસે પેટ્રોલ અને ડીઝલનો જથ્થો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ, જનતાએ સંગ્રહખોરી કે પેનિક કરવાની કોઈ જરૂર નથી..."
રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલની અછત વર્તાઈ રહી હોવાની સોશિયલ મીડિયા પર ચાલી રહેલી અફવા સંદર્ભે રાજ્યના નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે, રાજ્યમાં ઈંધણનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે અને નાગરિકોએ કોઈપણ પ્રકારની અફવાઓથી ગભરાવાની જરૂર નથી. માન. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આ બાબતે દર બે દિવસે ખાસ રિવ્યૂ લઈ રહ્યા છે...
નાયબ મુખ્યમંત્રીશ્રીએ રાજ્યના તમામ નાગરિકોને વિનંતી કરી છે કે સોશિયલ મીડિયામાં વહેતી થતી ખોટી માહિતી કે અફવાઓ પર વિશ્વાસ ન કરવો અને આવી અફવાઓ ફેલાવવી પણ નહીં...
ઈંધણના સપ્લાય અંગે વિગતો આપતા તેમણે ઉમેર્યું હતું કે, આજે બપોરે જ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં ઈંધણ જથ્થાના મુદ્દે એક મહત્ત્વની બેઠક યોજવામાં આવી હતી. રાજ્યના તમામ પેટ્રોલ પંપ પર ઈંધણ નિયમિત રીતે મળી રહે તે માટે સતત રિવ્યૂ લેવામાં આવી રહ્યાં છે. જો ક્યાંય સપ્લાયમાં ટેકનિકલ કે અન્ય કોઈ ઇસ્યૂ હશે તો તેની તાત્કાલિક નોંધ લઈને નિરાકરણ લાવવામાં આવશે...
શ્રી સંઘવીએ જણાવ્યું કે, જો રાજ્યમાં ક્યાંય પણ ઈંધણની તંગી કે અફવા ફેલાવવાની જાણકારી મળે, તો તે મુદ્દે તત્કાલિક ધોરણે જરૂરી પગલાં લેવા માટે તંત્રને સજ્જ કરી દેવામાં આવ્યું છે. રાજ્યમાં ઈંધણની વ્યવસ્થા સુચારુ છે અને તંત્ર પરિસ્થિતિ પર ઝીણવટભરી નજર રાખી રહ્યું છે...
#GujaratGovernment #Petrol #Diesel #Gujarat @CMOGuj@Bhupendrapbjp@sanghaviharsh
સૌથી વધારે અરજીઓ આવતી હોય તેવી 20 સેવાઓની ઓનલાઈન પ્રક્રિયાનું સરળીકરણ કરતી 'સુગમ ડિજિટલ ગુજરાત' પહેલ...
આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય ફેસલેસ, કેશલેસ અને પેપરલેસ વહીવટને પ્રોત્સાહન આપી સરકારી સેવાઓને વધુ સરળ, ઝડપી તેમજ પારદર્શક બનાવવાનો છે, જેથી નાગરિકોને સેવાઓ સરળતાથી અને આંગળીનાં ટેરવે ઉપલબ્ધ થઈ શકે...
જે વિભાગોની સેવાઓ હવે ઓનલાઇન ઉપલબ્ધ થશે તેમાં આ મુજબની સેવાઓનો સમાવેશ થાય છે :
🔹 સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ (SJED) : SEBC પ્રમાણપત્ર (ગ્રામીણ/શહેરી), નોન-ક્રીમીલેયર સર્ટિફિકેટ (ગુજરાત અને ભારત સરકાર), SC પ્રમાણપત્ર, EWS પ્રમાણપત્ર અને આવકના દાખલા
🔹 અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ (FCS) : રેશનકાર્ડમાં નામ ઉમેરવું, નામ કમી કરવું, સુધારો કરવો, અલગ રેશનકાર્ડ, નવું રેશનકાર્ડ અને ડુપ્લીકેટ રેશનકાર્ડ
🔹 મહેસૂલ વિભાગ: નકલ મેળવવાની વિનંતી (Request for Copy)
🔹 કાયદા વિભાગ :અન્ય તૈયાર સોગંદનામું
🔹 આદિજાતિ વિકાસ વિભાગ: અનુસૂચિત જનજાતિ (ST) જાતિનું પ્રમાણપત્ર
આગામી સમયમાં આ પ્રકારની વધુ સેવાઓ સુગમ ડિજિટલ ગુજરાત પહેલ હેઠળ આવરી લેવી તથા ગુજરાતી ભાષાના AI મોડેલ્સ બનાવવા જેવા આધુનિક ટેક્નોલોજી આધારિત પ્રોજેક્ટસ હાથ ધરવા સરકારનું ભવિષ્યનું આયોજન...
#GujaratGovernment @CMOGuj@Bhupendrapbjp@sanghaviharsh
ગુજરાત સરકાર દ્વારા સત્તાવાર સ્પષ્ટતા; રાજ્યમાં પેટ્રોલ-ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ અને અફવાઓથી દૂર રહેવા નાગરિકોને અપીલ...
રાજ્યના તમામ પેટ્રોલ પંપો પર જરૂરિયાત મુજબનો પેટ્રોલ અને ડીઝલનો જથ્થો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે, જેથી નાગરિકોએ પેટ્રોલ પંપ પર લાંબી લાઈનો લગાવવાની અને પેનિક થવાની જરૂર નથી. ઉપરાંત, રાજ્યમાં પૂરતો ઇંધણનો 'બફર સ્ટોક' પણ ઉપલબ્ધ છે, જેથી કોઈએ ખોટી ઉતાવળ કરવાની કોઈ જરૂર નથી : અધિક મુખ્ય સચિવ શ્રી મોના ખંધાર
ઓઈલ કંપનીઓએ સપ્લાયના કલાકો વધાર્યા છે અને જથ્થામાં પણ વધારો કર્યો છે. વધુમાં, સોશિયલ મીડિયામાં આવતા ખોટા મેસેજ કે અફવાઓથી દોરાઈને પંપ પર ભીડ ન કરવી જોઈએ. ગુજરાતમાં ઇંધણની કોઈ જ તકલીફ નથી અને ભવિષ્યમાં પણ રહેશે નહીં : ભારતના પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશનના પ્રેસિડેન્ટ
#GujaratGovernment #Petrol #Diesel @CMOGuj@Bhupendrapbjp@sanghaviharsh
"રાજ્યમાં પેટ્રોલ અને ડિઝલની કોઈ તંગી નથી..."
રાજ્ય પાસે પેટ્રોલ-ડિઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે તેમજ બફર સ્ટોક પણ ઉપલબ્ધ છે : શ્રી મોના ખંધાર, અધિક મુખ્ય સચિવ, અન્ન-નાગરિક પુરવઠા વિભાગ, ગુજરાત સરકાર
#NoPanicPlease@CMOGuj@Bhupendrapbjp@sanghaviharsh
માહિતી અને પ્રસારણ વિભાગની વર્ષ 2026-27ની અંદાજપત્રીય માંગણીઓ વિધાનસભા પસાર...
🔷 છેવાડાના માનવી સુધી સરકારી યોજનાઓની માહિતી વિશ્વસનીય રીતે પહોંચાડવામાં માહિતી વિભાગની ભૂમિકા ખૂબ જ મહત્ત્વપૂર્ણ...
🔷 26મી જાન્યુઆરીની રાષ્ટ્રીય પરેડમાં ગુજરાતના ટેબ્લોએ સતત ચાર વર્ષથી 'પોપ્યુલર ચોઈસ કેટેગરી'માં પ્રથમ સ્થાન મેળવીને ઇતિહાસ રચ્યો...
🔷 માહિતી વિભાગ ડિજિટલ અને પરંપરાગત માધ્યમોના સમન્વય દ્વારા રાજ્યના વિકાસને નવી ઊંચાઈઓ પર લઈ જશે...
💬 ગુજરાત સરકાર, માધ્યમો અને પ્રજા વચ્ચેના અતૂટ વિશ્વાસનો સેતુ એટલે માહિતી અને પ્રસારણ વિભાગ: મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા
#VaatVidhanSabhaNi @CMOGuj@Bhupendrapbjp@sanghaviharsh@arjunmodhwadia