🛑છોટાઉદેપુર એસ.એફ. હાઈસ્કૂલમાં શિક્ષકો પાસેથી લાંચની માંગણી, ધમકી અને ભ્રષ્ટાચાર અંગેની રજૂઆત.
છોટાઉદેપુરની સૌથી નામાંકિત એસ.એફ. હાઈસ્કૂલમાં નવા નિમાયેલા શિક્ષકો સાથે જે ઘટનાઓ બની રહી છે, તે અત્યંત શરમજનક અને દુઃખદ છે. જે શિક્ષકોએ દિવસ-રાત મહેનત કરીને, TAT-1 અને TAT-2 જેવી કઠિન પરીક્ષાઓ પાસ કરીને, મેરિટના આધારે નોકરી મેળવી છે, તેમના પર આજે લાંચ આપવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે.આ પરિસ્થિતિઓ ભ્રષ્ટાચાર અધિનિયમ, BNS (ભારતીય દંડ સંહિતા), તથા શિક્ષક તરીકેના બંધારણીય અધિકારોનો સીધો ભંગ કરે છે.
ઘટનાક્રમ:
1. જુલાઈ 2025થી નવ નિયુક્ત શિક્ષકોએ ફરજ બજાવવાનું શરૂ કર્યા બાદ, શાળાના આચાર્યશ્રી હિતેશભાઈ ચૌહાણ દ્વારા શરૂઆતમાં જ “ફૂલ” અથવા “ફૂલની પાંખડી”ના નામે નાણાંની માંગણી કરવામાં આવી, શાળા વિકાસ ના નામે ફંડ માંગવામાં આવ્યું.
2. 15 સપ્ટેમ્બર 2025ના રોજ અમને નગરપાલિકા પ્રમુખની ઓફિસમાં બોલાવી મોબાઇલ જપ્ત કરીને મિટિંગ યોજવામાં આવી.
3. મિટિંગ દરમિયાન નગરપાલિકા પ્રમુખ(ના પતિ કિશન કોળી), મકરાણી સાહેબ, સભ્યો ઝાકીર આંધી, , સૌરભ શાહ, કોર્પોરેટર કિરમાણી તથા આચાર્યશ્રી સહિત અનેક લોકોએ મળીને શિક્ષકોને ચીમકીઓ આપી:
“તમારી નિમણૂક અમાન્ય છે, પગાર પાછો લઈશું.”
“લાંચ આપશો તો જ રજાઓ, સુવિધાઓ અને કાયમી થવાનું મળશે.”
“નહી આપશો તો ખોટા ગુનામાં ફસાવી સસ્પેન્ડ કરીશું.”
4. ડૉ. હાર્દિક ધામેલીયાને ખુલ્લેઆમ ધમકી અપાઈ કે “છોકરીઓ દ્વારા ખોટા ગુનામાં ભરાવી જેલમાં નાખી દઈશું.”
5. ભૂતકાળમાં પ્રિન્સિપાલ તથા શિક્ષકો પર હુમલાના બનાવો યાદ કરાવીને અપ્રત્યક્ષ રીતે ડરાવવામાં આવે છે જેથી આજે પણ શિક્ષકોને વાસ્તવિક શારીરિક અને માનસિક જોખમ છે.
🛑આ છે નગરપાલિકા સંચાલિત SF હાઈસ્કૂલનું કાળું સત્ય:
શાળાના આચાર્યશ્રી "ફૂલ" કે "ફૂલની પાંખડી"ના નામે પૈસા માંગે છે.
નગરપાલિકાના પ્રમુખ(ના પતિ), ઉપપ્રમુખ, સભ્યો અને શાળાના સંચાલકો ખુલ્લેઆમ શિક્ષકોને મીટિંગમાં બોલાવી, તેમના મોબાઇલ જપ્ત કરીને, "પૈસા નહીં આપો તો નોકરી નહીં ટકે" એવી ધમકીઓ આપે છે.
શિક્ષકોને ખોટા કેસમાં ફસાવી સસ્પેન્ડ કરવાની અને જેલમાં ધકેલવાની ચીમકી આપવામાં આવી રહી છે.
છોકરીઓ દ્વારા ખોટા ગુનામાં ફસાવી જેલમાં નાખી દેવાની ધમકી પણ આપવામાં આવી. આ કોઈ સામાન્ય ઘટના નથી,
શ્રીમાન. આ ગુજરાતના શિક્ષણ જગત પરનું કલંક છે. જ્યારે શિક્ષકોને જ્યાં જ્ઞાનના પાઠ ભણાવવા માટે આવ્યા છે તેના બદલે સત્તાધીશો દ્વારા લાંચના પાઠ ભણાવવામાં આવતા હોય, ત્યારે આપણે કેવા સમાજનું નિર્માણ કરી રહ્યા છીએ ? શું હવે ગુજરાતમાં શિક્ષકનો અર્થ માત્ર "ATM મશીન" બની ગયો છે?
આ સૌ સરકારશ્રીની કાયદેસર ભરતી પ્રક્રિયા દ્વારા નિમણૂક પામેલા કર્મચારીઓ છે.
લાખો રૂપિયાની માંગણી કરવી એ સ્પષ્ટપણે ભ્રષ્ટાચાર અધિનિયમ હેઠળ ગંભીર ગુનો છે.
સરકારશ્રી દ્વારા ગ્રાન્ટ મળતી હોવા છતાં અમારાથી “દાન” માગવું એ લૂંટ અને બ્લેકમેલ સમાન છે.
👆🏻ઉપરોક્ત કૃત્યો નીચે મુજબના ગુનાઓ હેઠળ આવે છે :
1. Prevention of Corruption Act, 1988 (Sec. 7, Sec. 13(1)(d))
સરકારી ફરજ બજાવતા શિક્ષકો પાસેથી “લાંચ” માગવી સ્પષ્ટ ભ્રષ્ટાચાર છે.
2. BNS (Bharatiya Nyaya Sanhita), 2023
કલમ 109/120B : સંગઠિત ષડયંત્ર (Conspiracy).
કલમ 383/384 : જબરદસ્તી ઉઘરાણી (Extortion).
કલમ 503/506 : અપરાધિક ધમકી (Criminal Intimidation).
કલમ 409 : સરકારી કર્મચારી દ્વારા સત્તાનો દુરુપયોગ.
કલમ 195A : ખોટા પુરાવા/ફસાવવાના ગુનાની ધમકી.
3. Constitution of India – Article 21, 21A, 19(1)(a)
જીવન, સ્વતંત્રતા અને વ્યવસાય કરવાની આઝાદી પર હુમલો.
શિક્ષકોને ફરજ બજાવવામાં અવરોધ કરવો.
🛑એક આગેવાન અને જાગૃત નાગરિક તરીકે મારી સ્પષ્ટ માંગણીઓ:
તાત્કાલિક પગલાં: આ કૌભાંડમાં સંડોવાયેલા નગરપાલિકાના સત્તાધીશો અને શાળાના સંચાલકો સામે તાત્કાલિક ભ્રષ્ટાચાર, ધમકી અને કાવતરાના આરોપસર ગુનો(FIR) નોંધી કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે.
આ શિક્ષકોના જીવનને વાસ્તવિક જોખમ હોવાથી તેમને તાત્કાલિક પોલીસ રક્ષણ પૂરું પાડવામાં આવે.
નિરપેક્ષ તપાસ: આ સમગ્ર કૌભાંડની નિષ્પક્ષ અને ઉચ્ચ સ્તરીય તપાસ ACB અથવા ક્રાઈમ બ્રાન્ચ જેવી સ્વતંત્ર એજન્સી દ્વારા કરાવવામાં આવે.
આજે જો આપણે આ ભ્રષ્ટાચાર સામે ચૂપ રહીશું, તો આવતીકાલે દરેક સરકારી નોકરી, દરેક શૈક્ષણિક સંસ્થા લાંચનું બજાર બની જશે. શિક્ષણનું મંદિર નગરપાલિકાના નેતાઓની મિલકત બની જશે. અમે કોઈપણ "#સમાધાન" સ્વીકારવા તૈયાર નથી.
આપ આ મામલાને ગંભીરતાથી લઈ તાત્કાલિક કાર્યવાહી કરો, જેથી ગુજરાતના યુવાનો અને શિક્ષકોનો નૈતિકતા અને કાયદા પરનો વિશ્વાસ ટકી રહે.
@gujaratpoli
@InfoGujarat@CMOGuj@dpradhanbjp@EduMinOfIndia@Bhupendrapbjp@EduMinOfIndia@prafulpbjp@Bhupendrapbjp@kuberdindor@irushikeshpatel
@YAJadeja વિદ્યા સહાયક બોર્ડ ભરતી માટે પોઝિટિવ છે પણ 9 to 12 વાળા શું કરવુ , કેમનું કરવું કોઈ આયોજન છે નહિ..જેમ ફાવે તેમ કામ કરે છે..મિટિંગ કરે તો ત્યારે કેમના નિર્ણય લે છે ખબર નય પડતી..થોડા ગંભીર બની નિર્ણય લેત્તો સારું કેવાય...ઉપર શલી વાતો કરીને કામ કરે તો કોઈ મેર ના પડે
એક એવો વ્યક્તિ જે અન્ય માધ્યમમાં રેન્કર(દિલીપ રાજપૂત), જેને પોતાના ભાઈથી પણ વિશેષ ભાઈબંધ(#સૂરજ_સોની)ને નોકરી મળે એટલે પોતાના શહેર અમદાવાદની આસપાસ મળતી નોકરી જતી કરી કચ્છ માં લીધી. એ દિલીપ, નેહા અને સૂરજની ત્રિપુટી હતી. તમે અનેકવાર આ લોકોને ભરતી માટે લડતા જોયા પણ હશે...
📌☹️એક એવો વ્યક્તિ જેને ફક્ત દુનિયામાં દેખાડો કરવા, દંભ કરવા, ખોખલી વાહવાહી લૂંટવા "બે શિક્ષક નોકરીના ઓર્ડર સ્વીકાર્યા." હવે ખબર જ છે કે બંને જગ્યાએ ક્યારેય સરકારી નોકરી નથી કરી શકવાના. દુઃખ એ વાતનું છે કે નોકરી છીનવી તો એવા વ્યક્તિની(સૂરજ સોની) છીનવી કે જેને આ ભરતી લાવવા માટે પોતાનું જીવન સમર્પણ કરી નાખ્યું હતું.સૂરજ સોની જેવો લાયક, ત્યાગી અને સમર્પિત લડાકુના હાથ ખાલી રહી ગયો.એવું એક આંદોલન નહિ હોય જેમાં તેની ફક્ત હાજરી નહીં સક્રિય રહી લડત લડી અને પોલીસના દમનનો અવારનવાર સામનો કર્યો.
📌હું સૂરજ સોનીના ઘરની પરિસ્થિતિથી ખૂબ જ નજીકથી વાકેફ છું, એના ઘરના આર્થિક - પારિવારિક #સંઘર્ષ, પરિવારની અપેક્ષાઓ અને જીવનની લડાઈઓ મેં જોઈ છે. આથી એના ન્યાયને ઉછેરવામાં મારી લાગણી પણ જોડાયેલી છે. જ્યારે આવા યુવકને પાછળ ધકેલવામાં આવે ત્યારે એને ફક્ત વ્યક્તિગત નહીં, સામૂહિક નુકસાન પણ કહેવાય.એટલે દુઃખ જરા વધારે થાય છે,
એવા #લડવૈયાની નોકરી છીનવી જેને ક્યારેય આંદોલન માં પગ પણ નહીં મૂક્યો, ના પોલીસ ના અત્યાચારનો સામનો કર્યો, ન તો યાત્રાઓમાં કદી અવાજ ઉઠાવ્યો, આ ભરતી લાવવામાં જેનું રતિ ભાર પણ યોગદાન નહીં,સરકારી ગુલામીપ્રથા એટલે કે જ્ઞાન સહાયકનો હિમાયતી હતો એટલું જ નહીં, પોતે જ્ઞાન સહાયક તરીકે નોકરી પણ કરતો હતો.ફક્ત ને ફક્ત દુનિયાને બે નોકરીમાં ઓર્ડર મળ્યા છે તે દેખાડો કરવા એક હકદાર અને લાયક વ્યક્તિનો હકનો રોટલો છીનવી લીધો.
🤯આવા બુદ્ધિબુઠ્ઠા લોકોને કારણે સીટો બગડે છે અને લાયક તથા હકદાર પાયાના પથ્થર વંચિત ને વંચિત રહે છે.
@indiasoni9@RajputD47372

@YAJadeja ખરેખર આ ખબર વાચીને આંખમાં પાણી આવી ગયું.કેમ કે હું પણ આંદોલનમાં ગયો છું.સૂરજભાઈને નજીકથી જોયા છે આવા સાચા માણસ ભરતી લાવનાર જોડે આવું........બે કોડીનો વ્યકતિ દેખાડો કરવા 2 ઓર્ડર લીધા...બોવ દુઃખ થાય છે.