યુવાનો માટે દુષણરૂપ એવા ઓનલાઇન જુગાર અને ક્રિકેટની એપ્લિકેશન બંધ કરવા માટે સરકાર માં અરજી કરી હતી.. જેના અનુસંધાને CMO ના રેફરન્સ થી ગૃહવિભાગ દ્રારા @GujaratPolice ને જરૂરી કાર્યવાહી કરવાનું સુચન કર્યું છે... યોગ્ય દિશામાં પગલાં લઇને આ દુષણ ગુજરાત માંથી દુર થાય તેમ કરવું જોઇએ..
ઉમેદવારો ના ભવિષ્ય બરબાદ કરનારા નિર્ણયો લેતા પહેલા મંત્રીઓ એ એક વાર Tet-Tat ,LRD, બિન સચિવાલય તથા અન્ય સરકારી ભરતીઓની કોઈ એકાદ પરીક્ષા પાસ કરવી જોઈએ...
જો કોઈ મંત્રી જાતે અનુભવ કરશે તો કયારેય આવા નીચલી કક્ષાના નિર્ણયો નહિ કરે ..
@kuberdindor@sanghaviharsh@CRPaatil
જે યુવાનો હેરાન થઈ રહ્યા છો તે બધા યુવક/યુવતીઓ એક પ્લેટફોર્મ પર ભેગા થાવ તો મોટુ સંગઠન બને અને બધા સાથે મળી ને આવનારી ચુંટણી માં થઈ રહેલા અન્યાય નો બદલો લઈ શકીએ નહિ તો આપણી આવનારી પેઢી પણ આ જ ભોગવશે.
સાથ સહકાર હશે તો બધું જ શક્ય છે..
#LRD#WAITING#SRPF#TET_TAT#GISF#GPSC
ઓફલાઈન જુગાર રમે તો ગુનો લાગે અને ઓનલાઈન રમે તો કંઈ નહિ? તેમાં બધા પોતાની ઈચ્છા મુજબ ટીવી, સોશિયલ મીડિયા તથા અન્ય માધ્યમો દ્વારા પ્રમોશન પણ કરી શકે?
આ બેવડું ધોરણ યુવાધન ને બરબાદ કરી રહ્યું છે.. ટુંક સમયમાં આ પૈસાનો ખેલ બંધ કરાવવા માટેની મુહિમની શરૂઆત.
સહુનો સાથ સહકાર સ્વીકાર્ય..
પરિણામ માટે બે વર્ષ અને પરીક્ષા માટે બે અઠવાડિયા?? યોગ્ય શિક્ષક જોઈતા હોય તો યોગ્ય રીતે પરીક્ષા લેતા પણ શીખવું જોઈએ. ભરતી શિક્ષક ની થઈ રહી છે કે જેમણે બાળકો ને ભણાવી દેશનું ભવિષ્ય તૈયાર કરવાનું છે.. શિક્ષણમંત્રી એ વિચારવું જોઈએ કે તે પોતે હંગામી છે પરંતુ શિક્ષકો કાયમી છે...
પોલીસ ને આગળ કરીને મુદ્દાથી ભાગવા ને બદલે મુદ્દા નું નિરાકરણ લાવવા પર ધ્યાન આપવું જોઈએ....
Waiting ના મુદ્દાનો હંમેશા માટે નિવેડો લાવવો જોઈએ નહિ તો આ ગૂંચવાડો દરેક ભરતીમાં ઊભો થશે....
@sanghaviharsh@CRPaatil
ગાંધીનગર સેક્ટર 7 પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે.. બિન સચિવાલય પરીક્ષામાં નોકરી અપાવવાની બાબતે એક ઉમેદવાર પાસેથી સાડા સાત લાખ રૂપિયાની છેતરપિંડી..
મહેનત કરવા વાળા મિત્રો ક્યારેય આ બધામાં ન પડતા અને જો તમને કોઈ આવી માહિતી મળે તો તુરંત પોલીસમાં જાણ પણ કરી દેવી જોઈએ..
ચુંટણીલક્ષી જાહેરાત કરતા પહેલા થોડો તો વિચાર કરો સરકારમાં બેઠેલા શાસકો..
જે તારીખે તમે ક્લાર્ક અને તલાટીની ની જાહેરાત કરી છે તે દિવસ માટે પહેલાથી જ GPSC ની પરિક્ષા નો શિડ્યુલ આવી ગયેલ છે..
જાહેર કરેલી તારીખે તમે પરીક્ષા લઈ જ નથી શકવાના..
હવે યુવાનો ને આટલી હદ સુધી ઉલ્લુ બનાવશો?
મોરબીમાં મોતને ભેટેલા મૃતકો ને ભાવભીની શ્રધ્ધાંજલી.... જવાબદાર લોકોને ફાંસીની સજા મળવી જોઈએ તેવી સરકાર પાસે માંગણી કરીએ છીએ .. ફાંસીની સજા મળવાથી પણ ગયેલા લોકો પરત નથી આવી જવાના પણ ફરી વખત આવી ઘટનાઓ બનતી ઓછી થઈ જશે ...
નાના માણસોના હાથ પકડી રાખો તો મોટા માણસોના પગ પકડવાની ક્યારેય જરૂર નહીં પડે... એટલે મારા યુવાનો એક થાવ અને પોતાની તાકાત ઊભી કરો તો ક્યારેય નેતાઓને કગરવાની જરૂર નહિ પડે... જે તમારા હકનું હશે તે સામેથી અને સમયસર મળી જશે .
આજનો યુવાન જ આવતી કાલ નું ભવિષ્ય છે..
#નવનિર્માણ_યુવા_સંગઠન
નાના માણસોના હાથ પકડી રાખો તો મોટા માણસોના પગ પકડવાની ક્યારેય જરૂર નહીં પડે... એટલે મારા યુવાનો એક થાવ અને પોતાની તાકાત ઊભી કરો તો ક્યારેય નેતાઓને કગરવાની જરૂર નહિ પડે... જે તમારા હકનું હશે તે સામેથી અને સમયસર મળી જશે .
આજનો યુવાન જ આવતી કાલ નું ભવિષ્ય છે..
#નવનિર્માણ_યુવા_સંગઠન
મેટ્રો શરૂ થઈ રહી છે તેને સાચવવાની જવાબદારી આપણી છે.. જ્યાં ત્યાં પાન ની પિચકારીઓ મારી ને ગંદકી કરવી નહિ... જનતાએ પોતાની નૈતિક ફરજ નિભાવવી જ જોઈએ... અને હા જનતાની નૈતિક ફરજ એ પણ છે કે જ્યાં અન્યાય થયો હોય ત્યાં અવાજ ઉઠાવવો અને આપણા પૈસાનો સતાધારી લોકો પાસે હિસાબ માંગવો..
જે હોય તે પરંતુ મહિલાઓને આવી રીતે સેન્ટ્રલ જેલ માં નાખો તે ખરેખર ખોટું છે.. આ દિશામાં સર્વ સમાજ ના લોકોએ વિચાર કરવો જ જોઈએ... આજે બીજાની દીકરી છે તો કાલે તમારી દીકરી પણ હોઈ શકે છે... સરકાર ને વિનંતી છે કે આ મુદ્દે ફેર વિચાર કરો...
@sanghaviharsh@CRPaatil
સરકારમાં જેના પડતર પ્રશ્નો હોય તે લોકો માટે સોનેરો અવસર.. જે માંગ પુરી કરાવવી હોય તે કરવી શકો છો.. "સરકારની ચોટલી એટલે ચુંટણી" ચુંટણી આવી છે એટલે ચોટલી ખેંચો તો કામ પતી જશે...
જિંદગીમાં કોઈ પણ પ્રકારની તકલીફ પડે તો મિત્રો અને પરિવાર સાથે ચર્ચા કરો..
દરેક મુસીબત નો કોઈક ને કોઈક રસ્તો નીકળી જ જશે પરંતુ ક્યારેય આવું પગલું ન ભરશો..
માં બાપ પણ પોતાના બાળકોને મુસીબત સામે લડવાનું શીખવાડો જેથી કરીને આવા ઘણા આશાસ્પદ યુવાનોની જિંદગી બચી જાય..
@GujaratPolice
મુખ્યમંત્રી બનવા માટે શુ ૫૦+ હોવુ જ જરુરી છે કે પછી ૨૫-૪૦ વર્ષ ના યુવાઓને ઓછી તક આપવા ની પરંપરા.. ???
આતો દાદા ના ૬૦ મા જન્મ દિવસ પરથી વીચાર આવ્યો 😅...
Happy Birthday @Bhupendrapbjp ..