#Revised_Revenue_Talati_Syllabus હમણાંજ જાહેર થયેલી ગૌણ સેવા ની મદદનીશઇજનેરનીજગ્યાઓજેમાં દર મહિને 49000 પગાર છે તો પણ તેમાં ફકત ને ફક્ત MCQ જ અને એક જ પરીક્ષા છે.અને એક ખાલી 1900 ગ્રેડ પે અને પગાર 26000 અને એમાં પ્રિલિમ અને મેન્સ અને મેન્સ mcq પણ નહિ શું ગૌણસેવા આનો કોઈ
રાજકોટમાં ૧૧૧, અમદાવાદમાં ૮૭, વડોદરામાં ૨૭ કેન્દ્રો ઉપર ૬૦૫૨૫ પરિક્ષાર્થીનું ભવિષ્ય દાવ ઉપર, મનપામાં ક્લાર્કની ભરતી પહેલા હોબાળો
આગામી તા.૪ મેને રવિવારે યોજાનારી રાજકોટ મહાનગરપાલિકાના (#RMC) #જુનિયર_ક્લાર્કની ભરતી પરીક્ષામાં ૫૧૪ મ્યુનિ.કર્મચારીઓને એક્ઝામ સુપરવિઝન ડ્યુટી સોંપવા હુકમ કરાયો છે જેમાં બેદીવસીય કામગીરીના ટીએ-ડીએ પેટે પ્રતિ કર્મચારી દીઠ ફક્ત રૂ.૨૭૦ ચુકવવામાં આવનાર હોય ગાંઠના પૈસે ગોપીચંદન જેવી સ્થિતિનું નિર્માણ થતા આજે જેમને એક્ઝામ ક્યુટી સોંપાઇ છે. તેવા ૫૧૪ કર્મચારીઓ વિફર્યા હતા અને યુનિયનની આગેવાનીમાં કમિશનર બ્રાન્ચમાં ધસી આવ્યા હતા. તેમજ ડેપ્યુટી કમિશનર આસિ.કમિશનર સહિતનાઓને આક્રમક રજુઆત કરી હતી.
📌કર્મચારીઓએ એવી રજુઆત કરી હતી કે ફક્ત ૩.૨૭૦ના ટીએ-ડીએમાં ભરતી પરીક્ષામાં સુપરવિઝનની બેદીવસીય કામગીરી સોંપવામાં આવી છે. જો એસટી બસમાં રાજકોટથી અમદાવાદ કે વડોદરા જઇએ અને બસ સ્ટેશન ઉપર ઉતરી ઓટો રિક્ષામાં પરીક્ષા કેન્દ્ર ઉપર પહોંચીએ તેનો ખર્ચ રૂ.૨૭૦ થઇ જાય છે! તદઉપરાંત પરીક્ષાના એક દિવસ અગાઉ કેન્દ્ર ઉપર ચાર્જ સંભાળવાનો હોય આવવા જવાનું બસ ભાડું, ઓટો રીક્ષા ભાડું ઉપરાંત રાત્રી રોકાણનો હોટેલ ખર્ચ તેમજ બે દિવસનો ચાર વખતનો ભોજન ખર્ચ સહિતનો કુલ ખર્ચ અંદાજે રૂ.૩૦૦૦ જેવો થાય છે ત્યારે ફક્ત રૂ.૨૭૦માં આપીને કર્મચારીઓનું શોષણ કરવામાં આવી રહ્યું છે.
📌ખાસ કરીને #અગાઉ_લેવાયેલી આઠથી દસ ભરતી #પરીક્ષાનું ટીએડીએ કે #માનદ_વેતન પણ હજુ સુધી #ચૂકવાયું_ન_હોય આ મામલે પણ યોગ્ય કરવા ડેપ્યુટી કમિશનર અને આસિ.કમિશનર ને લેખિત રજુઆત કરાઇ હતી.
📌વિશેષમાં એવી રજુઆત કરાઇ હતી કે સરકારી ધારાધોરણ મુજબ જો ૨૭૦ ચુકવતા હોય તો પણ આ રકમ ખૂબ ઓછી હોય આ પેટનો ખર્ચ માનદ વેતન તરીકે વ્યાખ્યાયિત કરીને ૨૭૦થી વધુ રકમ ચૂકવવા માંગ કરાઇ હતી.
📌અત્રે ઉલ્લેખનીય છે કે જુનિયર ક્લાર્કની ૧૨૮ જગ્યાઓ માટે રાજકોટમાં ૧૧૧, અમદાવાદમાં ૮૭ અને વડોદરામાં ૨૭ કેન્દ્રો સહિત કુલ ૨૨૫ કેન્દ્રો ઉપર ભરતી પરીક્ષા લેવાશે જેમાં કુલ ૬૦૫૨૫ પરિક્ષાર્થીઓ પરીક્ષા આપશે.
📌માનવીય ભુલ હોય કે બેદરકારી દર વખત ઉમેદવાર જ શા માટે ભોગવે ?🤔
વિદ્યાર્થી દ્વારા જણાવવામાં આવેલ આપવીતી નું શબ્દશઃ વર્ણન.👇🏻
(ઉમેદવારે ખુદે GPSC હેલ્પલાઇન નંબર અને ઇમેઇલ દ્વારા આ તમામ વિગત બોર્ડ ને જણાવવાનો પ્રયાસ કરેલ છે પરંતુ સામેથી કોઈ સંતોષકારણ પ્રતિઉત્તર મળેલ નથી.)
📌GPSC Class 1-2 તારીખ 20/04/25ના રોજ પરીક્ષા દરમિયાન ઉમેદવારો સાથે થયેલ અવ્યવસ્થા અંગે વિગતવાર માહિતી.
👉સ્થળ: કેજી ચૌહાણ કન્યા શાળા, જુનાગઢ
👉પરીક્ષા શરૂ થવાના સમય પહેલા સુપરવાઈઝર તરફથી 3 વાર બોર્ડ પર બેઠક વ્યસ્થા જોયા બાદ પણ #OMR શીટની વહેંચણી કરવામાં મોટી ભૂલ જોવા મળી.
👉OMR શીટ એકબીજાની(અલગ અલગ ક્લાસરૂમ) સાથે એક્સચેન્જ થઈ ગઈ હતી, જ્યાં સુધી ખ્યાલ આવ્યો ત્યાં સુધી ઘણા વિદ્યાર્થીઓ એ નામ, સહી અને ડેટા પહેલેથી કોઈ બીજાની OMR પર ભરાઈ ચૂક્યા હતા.
👉 જાગૃત ઉમેદવારો દ્વારા તરત જ આ બાબતને ધ્યાનમાં લાવવામાં આવી,તેને ઉપસ્થિત ક્લાસરૂમ સુપરવાઈઝર, લોબી સુપરવાઈઝર, પ્રિનિસપાલ સુધી ધ્યાન દોર્યું પરંતુ જવાબદાર ખંડ નિરીક્ષક અને અધિકારીઓ દ્વારા 45 મિનિટ સુધી કોઈ સ્પષ્ટ નિરાકરણ આપવામાં આવ્યું નહીં.
👉45 મિનિટ બાદ સુપરવાઈઝર અને સંચાલકોએ પોતાની ભૂલ સ્વીકારી. સ્કૂલના શિક્ષકો દ્વારા કહેવામાં આવ્યું કે આ વિશે #રોજકામ ફોર્મ ભરી નાખીશું ચિંતા ના કરો.
👉આ દરમિયાન વિદ્યાર્થીઓએ કહ્યું “આ ફોર્મ અમને બાતવવા મા આવે,” પરંતુ તેમ છતાં તે સમયે તેમને ફોર્મ આપવામાં કે બતાવવામા આવ્યું નહીં.
👉વિદ્યાર્થીઓએ સ્કૂલ મા હાજર GPSCના પ્રતિનિધિ સાથે વાત કરવાની માંગણી કરી, પરંતુ તે પણ ન કરવા દેવામાં આવી.
👉 સ્કૂલ ના સંચાલકો દ્વારા #સ્કૂલની_ભૂલ ને #ઉમેદવારની_ભૂલ ગણવવા માટે OMR પર દબાણપૂર્વક સહી કરવા માટે મજબૂર કર્યા. વારંવાર ઉમેદવારોની ભૂલ થયેલ છે તે બાબતનું ફોર્મ ભરવા માટે દબાણ કર્યુ.(પરંતુ વાસ્તવિક રીતે ભૂલ સુપરવાઈઝરની હતી, તેના દ્વારા એક ક્લાસરૂમ ની OMR બીજા કલાસરૂમ માં આપી દેવામાં આવી)
👉વિદ્યાર્થીઓએ પોલીસને રાખી (સાક્ષી) ની હાજરીમાં પોતાની વાત રજૂ કરવાની માંગણી કરી પરંતુ તેમને કેમ્પસની અંદર પોલીસને પરવાનગી આપવામાં આવી નહિ આવતી હોવાનું કહી વાતને ટાળી દીધી.
👉આ સમગ્ર ગેરવહીવટ અને દોડધામ ચાલુ પરીક્ષા દરમિયાન થઇ, પરીક્ષા દરમિયાન થયેલી આ મોટી #અવ્યવસ્થાને કારણે રૂમમા હાજર તમામ વિદ્યાર્થીઓના મનોમન પર ગંભીર અસર થઈ હતી.
👉સવાલ એ પણ છે કે ‘રોજકામ’ જે કહીને જવાબદારોએ દાવો કર્યો, તેની વિદ્યાર્થી સાથે કોઈ પ્રકારની ચકાસણી (Verification) કરવામાં આવી નહીં, રોજકામ બાદ પણ કોઈ બાંયધરી આપવામાં ન આવી કે તમારી OMR પ્રમાણિકતા સાથે ચેક થશે.
(સંચાલક દ્વારા એવી દલીલ ઉમેદવારો સાથે કરવામાં આવી કે તમે શીટ નંબર અને પ્રશ્નપત્ર બુકલેટ નંબર માં કોઈપણ આંકડા ઘૂંટો કોઈ ફર્ક ન પડે, આ બારકોડ આપ્યો છે એનાથી જ આ ચેક થશે... ઉમેદવારે સામો પ્રશ્ન કર્યો જો બારકોડથી જ સ્કેન થતું હોય તો GPSC સીટ નંબર અને બુકલેટ નંબર કે પેપર સિરીઝના ખાના આપતા જ શા માટે હશે ? અમસ્તાં અમસ્તાં જ આપતા હશે ? સંચાલક નિઃશબ્દ)
👉ઉપર દર્શાવેલ તમામ પ્રયાસો દ્વારા ખંડ નિરીક્ષક અને સ્કૂલ ની ભૂલને સંતાડવા કે ભૂલોને છુપાવવા માટેનો પ્રયાસ કરવામા આવ્યા.
👉GPSC જેવી રાજ્ય ની સૌથી મોટી પરીક્ષામા તાલીમ લીધેલ નિરીક્ષકો ને ફરજ આપવી જોઇએ.
👉ટેક્નોલોજી અને ઉમેદવારોના હિતની મોટી મોટી વાતો થાય છે પણ 2 દિવસથી ઉમેદવારો એ અવયસ્થા ભોગવી જેની રજુવાત E-Mail and Telephonically જાણ કરી પણ હજી સુધી ઉમેદવારો ને કોઈ પણ પ્રકાર નો પ્રતિઉત્તર મળતો નથી.
👆🏻આ વાત ઉમેદવારે અમને કરી હાઇકોર્ટ આસી. નું ઉદાહરણ ટાંકી ને પૂછ્યું કે ભૂતકાળમાં સાહેબ અમારે આવું બનેલ છે. હાઇકોર્ટ આસી. માં પણ અગવડતા ને કારણે OMR એક્સચેન્જ થઈ ગયેલ હતી,એમાં પણ આ જ પ્રકારનો ઘાટ ઘડાયો હતો, રિઝલ્ટ આવ્યા બાદ ઉમેદવાર ની OMR ચેક જ નોહતી થઈ અને ઉમેદવાર ને ભરોસો હતો કે હું પાસ છું એટલે ઉમેદવારે હાઇકોર્ટ માં અનેક લેખિત અરજી કરી હતી પરંતુ કોઈ ઉત્તર ન મળ્યા બાદ ના છૂટકે પીટીશન કરી ન્યાયતંત્ર સમક્ષ દાદ માંગી અને ન્યાયતંત્રએ ન્યાય કર્યો અને OMR માં જે સુપરવાઈઝર ની બેદરકારીને કારણે અદલા બદલી થયેલ તેને કારણે ચેક થયેલ ન હતી અને પછી કોર્ટે આગળની કોમ્પ્યુરની પરીક્ષામાં બેસવા દેવા માટે આદેશ પણ કર્યો હતો.
👆🏻ઉમેદવારે જ્યારે અમને આ પ્રશ્ન કર્યો કે સાહેબ અમારે શું કરવું ? અમારી OMR ચેક તો થશે ને ? વર્ષોની મહેનત હતી આ પરીક્ષા પાછળ, આવા ચિંતામય વાતાવરણ માં પણ અમે પરીક્ષા ખૂબ સારી રીતે આપી છે મેરીટ માં IN થવાની પણ પ્રબળ શકયતાઓ છે.. OMR પ્રોપર ચેક તો થશે ને ?
👆🏻અમારા જોડે આનો કોઈ જવાબ નથી.. અમારા હાથમાં સત્તા પણ નથી, પરંતુ જે સર્વ સત્તાધીશ છે એમને એટલી વિનંતીસભર અપીલ કરીએ છીએ કે વિદ્યાર્થીઓની અનિશ્ચિત્તાઓ દૂર કરો.🙏🏻અસ્તુ🙏🏻
@Hasmukhpatelips
#WithdrawObjectionFee
માનનીય @Hasmukhpatelips સાહેબ, GPSC દ્વારા વાંધા સૂચનો પર પરીક્ષાર્થી પાસેથી પ્રતિ પ્રશ્ન રૂ.૧૦૦ જેટલી ફી લેવી ગેરવાજબી છે. આ બાબતે ફેરવિચાર કરવા વિનંતી છે, સાથે ઉપરોક્ત મુદ્દે અન્ય ઉકેલ શોધવા આગ્રહ છે.
આભાર🙏