પંચમહાલ જિલ્લા પોલીસ વડા ડૉ. હરેશભાઈ દુધાત તથા DYSP શ્રી વી. જે. રાઠોડના માર્ગદર્શન હેઠળ પાવાગઢ ખાતે જંગલ ટ્રેકિંગ, ઐતિહાસિક સ્થળોની મુલાકાત, ધ્વજારોહણ અને મા મહાકાલીના આશીર્વાદ સાથે પાવાગઢ પોલીસ સ્ટેશનનું વાર્ષિક ઇન્સ્પેક્શન યોજાયું
#PanchmahalPolice@dgpgujarat@GujaratPolice
આજરોજ પોલીસ અધિક્ષક શ્રી ડો. હરેશભાઈ દુધાત સાહેબ દ્વારા દામાવાવ પોલીસ સ્ટેશન ખાતે ઇન્સ્પેક્શન પરેડ યોજી પોલીસ સ્ટેશનની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી.
ત્યારબાદ ફોરેસ્ટ વિભાગની ટીમ સાથે સંકલન કરી જંગલ વિસ્તારમાં ટ્રેકિંગ કરવામાં આવ્યું હતું.
@dgpgujarat@GujaratPolice
આજરોજ પોલીસ અધિક્ષક શ્રી ડૉ. હરેશભાઈ દુધાત સાહેબના માર્ગદર્શન હેઠળ નાયબ પોલીસ અધિક્ષક શ્રી બી.એલ. દેસાઈ સાહેબની હાજરીમાં આગામી સમયમાં આવનારા તહેવારોને અનુલક્ષીને ગણપતિ વિસર્જન રૂટ પર LCB, SOG તેમજ સ્થાનિક પોલીસ સ્ટાફ સાથે ફૂટ પેટ્રોલિંગ યોજવામાં આવ્યું હતું.
@GujaratPolice
પંચમહાલ જિલ્લાના ડૉ. હરેશ દુધાત સાહેબ ના માર્ગદર્શન હેઠળ માનનીય વડાપ્રધાન શ્રી નાઓની વિચારધારા મુજબ પેટ્રોલ-ડીઝલનો ઓછામાં ઓછો ઉપયોગ થાય તે અપીલને સંપૂર્ણ સમર્થન આપતા આજરોજ જિલ્લા લેવલની ક્રાઈમ કોન્ફરન્સ Google Meet ના માધ્યમથી ઑનલાઇન ગોઠવીને ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
આજ રોજ પંચમહાલ જિલ્લાના પોલીસ અધિક્ષક ડૉ. હરેશભાઈ દૂધાત સાહેબ શ્રીની અધ્યક્ષતા હેઠળ ઘોઘંબા તાલુકાના વિવિધ સમાજોના આગેવાનો સાથે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને અનુલક્ષીને કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા તથા સૌહાર્દપૂર્ણ વાતાવરણ નિર્માણ કરવા માટે એક મહત્વપૂર્ણ સંવાદ કાર્યક્રમ યોજાયો.
પંચમહાલ પોલીસ દ્વારા નિવૃત્ત થયેલ પોલીસ કર્મચારીઓ સાથે પો. અધિક્ષક શ્રીની અધ્યક્ષતા હેઠળ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નિવૃત્ત થયેલ પોલીસ કર્મચારીઓના લાંબા અનુભવોથી પોલીસ પરિવારને વધુ સુદૃઢ અને અસરકારક બનાવવા અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી.
@dgpgujarat@GujaratPolice