આજ રોજ કદવાલ તાલુકાના બોરકંડા ગામે પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજન કેન્દ્રની મુલાકાત લેવામાં આવી અને ભોજનની ગુણવત્તાની ચકાસણી કરવામાં આવી અને બાળકો સાથે સંવાદ કરી ભોજનની ગુણવત્તા અંગે ખરાઈ કરી. @CMOGuj@collectorcu@infocugog@infocugog@SDMChhotaudepur
INSV કૌંડિન્યની ઐતિહાસિક યાત્રા...
ભારતીય નૌસેનાનું જહાજ INSV કૌંડિન્ય પોરબંદરથી ઓમાનના મસ્કત માટે રવાના; આ યાત્રા ગુજરાત અને ઓમાન વચ્ચેના ઐતિહાસિક સંબંધોને પણ ઉજાગર કરે છે...
INSV કૌંડિન્યના નિર્માણમાં અંદાજિત 2 હજાર વર્ષ જૂની પારંપરિક ટેક્નિકનો ઉપયોગ કરવામાં આવ્યો છે કે જેમાં વર્ષો જૂની પ્રાકૃતિક સામગ્રીનો સમાવેશ થાય છે; ઐતિહાસિક સ્ત્રોત અને ચિત્રાત્મક પ્રમાણથી પ્રેરિત આ સ્વદેશી જહાજ ભારતના જહાજ નિર્માણ, નૌકા-કૌશલ્ય અને દરિયાઈ નેવિગેશનની સમૃદ્ધ વિરાસતનું પ્રતિનિધિત્વ કરે છે...
#INSVKaundinya
જે લોકો નૌ સેના સાથે જોડાયેલા પર્યટનમાં રુચિ રાખે છે, તેમના માટે આપણા દેશમાં અનેક જગ્યાઓ છે, જ્યાં જઈને તેમને ઘણું બધું શીખવા મળશે. હું તમને સહુને આગ્રહ કરું છું કે તમે આ સંગ્રહાલયો જોવા અવશ્ય જાવ.
-માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી
#MotivationalMonday#MahitiMorning #MannKiBaat