માન.કેબિનેટ મંત્રીશ્રી રમણભાઈ સોલંકી (અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહકોને લગતી બાબતો, ગુજરાત સરકાર) આંગણ મિલન સેવા કાર્યક્રમ -૨૦૨૬ અંતર્ગત આજરોજ બોરસદ ખાતે ઉપસ્થિત રહ્યા હતા.માન. મંત્રીશ્રી દ્વારા આંગણવાડીના બાળકોને મેનુ મુજબ નાસ્તો, લાડુ અને ફળનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આજરોજ રોજગાર કચેરીના સહયોગથી કિશોરીઓ માટે કારકિર્દી માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો. જેમાં કિશોરીઓને વિવિધ શૈક્ષણિક અને રોજગારલક્ષી તકો, અભ્યાસક્રમો તથા ભવિષ્યમાં કારકિર્દી પસંદગી અંગે ઉપયોગી માર્ગદર્શન આપવામાં આવ્યું.
“સાચી દિશામાં માર્ગદર્શન, ઉજ્જવળ કારકિર્દીનું મજબૂત પગથિયું.” 🌱
આજ રોજ આણંદ જિલ્લાના પ્રીતમ બાલમંદિર, સંદેસર આંગણવાડી કેન્દ્ર ખાતે ડૉ. મનીષાબેન વકીલ, માન.રાજ્ય કક્ષાના મંત્રીશ્રી સામાજિક ન્યાય અને સશક્તિકરણ વિભાગ (મહિલા ને બાળ વિકાસ વિભાગ(સ્વત્રંત હવાલો))ની ઉપસ્થિતિમાં આંગણ મિલન સેવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ.
માન.મંત્રીશ્રી કમલેશભાઈ પટેલના વરદ હસ્તે તા.૨૪/૦૯/૨૦૨૬ના રોજ પેટલાદ તાલુકાના મહેળાવ ગામે vulcan company દ્વારા CSR અંતર્ગત દોરકારડાપુરા આંગણવાડી કેન્દ્રના નવીન બાંધકામનું ખાતમૂહર્ત કરવામાં આવ્યું.
આણંદ જિલ્લામાં આંગણવાડી કેન્દ્રો પર બાળકોને શાકભાજી વેચનારનો અભિનય કરાવવામાં આવ્યો.બાળકોને શાકભાજી ક્યાંથી મળે છે અને તે કેવી રીતે આપણા સુધી પહોંચે છે તે અંગે સમજ આપવામાં આવી.સ્લેટ પર વિવિધ આકારો દોરાવી તેની ઓળખ તથા સમજ આપવામાં આવી. પ્રવૃત્તિ પુસ્તિકામાં ચિટકકામ કરાવવામાં આવ્યું.
🧩આણંદ જિલ્લામાં આંગણવાડી કેન્દ્રો પર પોષણ માસ તથા બાળદિન અંતર્ગત પૂર્વ પ્રાથમિક શિક્ષણ કિટનું પ્રદર્શન યોજવામાં આવ્યું. આ પ્રસંગે વાલીઓ તેમજ AMCના સભ્યોને આમંત્રિત કરવામાં આવ્યા હતા. 🧩📚
આણંદ જિલ્લામાં આંગણવાડી કાર્યકર બહેનો માટે પૂર્વ પ્રાથમિક શિક્ષણને વધુ મજબૂત અને અસરકારક બનાવવા NEEVશિક્ષણ સંસ્થા દ્વારા મોડ્યુલ-૨ અંતર્ગત તાલીમ આપવામાં આવી.તાલીમ દરમિયાન બાળકોના સર્વાંગી વિકાસને ધ્યાનમાં રાખીને વિવિધ શૈક્ષણિક પ્રવૃત્તિઓ તથા પદ્ધતિઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું
🎯🌈🌈આણંદ જિલ્લામાં આંગણવાડી કેન્દ્રો પર બાળકોને સ્લેટ પર વિવિધ આકારો દોરવાની પ્રવૃત્તિ કરાવવામાં આવી. વિવિધ આકારો પર વસ્તુઓ ગોઠવીને આકારની ઓળખ કરાવવામાં આવી તેમજ બાળકો દ્વારા વિવિધ આકારો અને રંગોના નામ ઓળખી જણાવવાની પ્રવૃત્તિ કરવામાં આવી. 🌈🌈
આણંદ જિલ્લામાં શાળાઓમાં કિશોરીઓ માટે પોષણ અને એનિમિયા જાગૃતિ સત્રો યોજાઈ રહ્યા છે. સંતુલિત આહાર, IFA ટેબ્લેટ, પૂર્ણાશક્તિ, સરગવાનું મહત્વ, BMI, Hb તથા જંકફૂડથી દૂર રહેવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું.
📢 આણંદ જિલ્લામાં આંગણવાડી કાર્યકર અને તેડાગરની ભરતી!
👩👧👦 128 કાર્યકર અને 104 તેડાગરની જગ્યાઓ માટે ઓનલાઈન અરજી કરો.
📅 અરજી સમયગાળો: 21/09/2026 થી 14/10/2026
🌐 આંગણવાડીમાં સેવા આપવાની ઉત્તમ તક!
પોષણ માસની ઉજવણી અંતર્ગત આંગણવાડી કેન્દ્ર ખાતે કિશોરીઓને એનિમિયા (લોહીની ઉણપ) અંગે જાગૃતિ આપવામાં આવી હતી.આ દરમિયાન કિશોરીઓને એનિમિયાના લક્ષણો, કારણો, બચાવના ઉપાયો તથા આયર્નયુક્ત પૌષ્ટિક આહારના મહત્વ અંગે સમજ આપવામાં આવી.
#પોષણમાસ#પૂર્ણાયોજના#એનિમિયાજાગૃતિ
✨આણંદ જિલ્લામાં આંગણવાડી કેન્દ્ર ખાતે બાળકોને હાથ ધોવાની યોગ્ય પ્રક્રિયા પ્રત્યક્ષ રીતે સમજાવીને કરાવવામાં આવી. હાથ ક્યારે અને કેવી રીતે ધોવા તે અંગે બાળકોને સરળ રીતે સમજ આપવામાં આવી. આ પ્રવૃત્તિ દ્વારા બાળકોમાં વ્યક્તિગત સ્વચ્છતા અને સ્વચ્છ હાથ રાખવાની ટેવ વિકસાવવામાં આવી.✨