આદર્શ પ્રાથમિક શાળા ભુવેલ, વત્રા પ્રાથમિક શાળા વત્રા તથા ઉત્તર બુનિયાદી વિદ્યાલય કલમસર ખાતે શાળા પ્રવેશોત્સવ તથા કન્યા કેળવણી મહોત્સવ ની સાથે સાથે આંગણવાડી પ્રવેશોત્સવ
ગાંધીનગર ખાતે અરજદારોની વિવિધ સમસ્યાઓ અને રજૂઆતોને સંવેદનશીલતાપૂર્વક સાંભળી સંબંધિત વિભાગોના અધિકારીશ્રીઓને ત્વરિત અને અસરકારક નિવારણ લાવવા જરૂરી માર્ગદર્શન અને દિશાનિર્દેશ આપ્યા.
“બાળ આરોગ્ય છે બાળ પ્રગતિનો મજબૂત આધારસ્તંભ”
ગાંધીનગર ખાતે ટાઇપ-૧ જુવેનાઈલ ડાયાબિટીસ સામે હિંમતભેર લડી સારવારથી સ્વસ્થ અને આનંદમય જીવન જીવી રહેલા બાળકો તથા તેમના વાલીઓ સાથે આત્મીય સંવાદ કરવાનો અવસર મળ્યો.
આપના બાળકના સર્વાંગી વિકાસ માટે શ્રેષ્ઠ સ્થળ આંગણવાડી કેન્દ્રમાં આપના બાળકોના જીવન ઘડતરને સમજવા અને એમની પ્રગતિમાં સહભાગી થવા “બાલક પાલક સર્જન” કાર્યક્રમ ૧૯ અને ૨૦ મે ૨૦૨૬, દરમ્યાન આપના ગામની આંગણવાડી કેન્દ્રમાં આયોજિત કરવામાં આવ્યો છે.
ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના બાલવા ગામની બાલવા - 6 આંગણવાડી કેન્દ્રની મુલાકાત કરી વિદ્યાર્થીઓ સાથે હર્ષભર્યો સંવાદ કર્યો. બાળકોને સારા સંસ્કાર, સ્વચ્છતા અને નિયમિત અભ્યાસ માટે પ્રોત્સાહિત કર્યા.
મમતા દિવસ પર ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના બાલવા ગામે આંગણવાડી કેન્દ્રની મુલાકાત કરી, આંગણવાડીમાં આવતી ગર્ભવતી બહેનો સાથે સંવાદ કર્યો.
તેમની આરોગ્ય સંબંધિત જરૂરિયાતો, પોષણ અને સરકારી યોજનાઓ અંગે ચર્ચા કરી.
માતા અને બાળ સ્વાસ્થ્ય વધુ સશક્ત બને
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા દેશવાસીઓને કરવામાં આવેલી કરકસર અને સંસાધનોના વિવેકપૂર્ણ ઉપયોગની અપીલને ધ્યાને રાખીને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ ગુજરાત સરકાર દ્વારા અનેક મહત્ત્વપૂર્ણ પગલાઓની જાહેરાત...
પ્રત્યક્ષ પ્રવાસો ટાળી વીડિયો કોન્ફરન્સિંગ અને EV વાહનો પર મૂકાયો ભાર; સરકારી કામકાજમાં સાદગીનો આગ્રહ
#GujaratGovernment