📢 ગ્રામજનોની સમસ્યાઓ અને સરપંચની અનિયમિતતાઓ અંગે TDO સાહેબને આવ��દનપત્ર
આજરોજ ગામના જાગૃત નાગરિકો સાથે મળીને TDO સાહેબ, વિજાપુરને આવેદનપત્ર આપવામાં આવ્યું.
ગામના નાગરિકોને પડતી વિવિધ સમસ્યાઓ
@CollectorMehsana
@Vijapur_TDO
@GujaratPolice
@CMOGujarat
@GujaratGov
📢 ગ્રામજનોની સમસ્યાઓ અને સરપંચની અનિયમિતતાઓ અંગે TDO સાહેબને આવેદનપત્ર
આજરોજ ગામના જાગૃત નાગરિકો સાથે મળીને TDO સાહેબ, વિજાપુરને આવેદનપત્ર આપવામાં આવ્યું.
ગામના નાગરિકોને પડતી વિવિધ સમસ્યાઓ
@CollectorMehsana
@Vijapur_TDO
@GujaratPolice@CMOGujarat@GujaratGov
શું IPS અધિકારીઓ નાગરિકો કરતાં ઉપર છે?
સુરતના RTI એક્ટિવિસ્ટ સંજય ઇઝાવાએ 10 એપ્રિલ 2026ના રોજ ગૃહસચિવ/ મુખ્યમંત્રી, ગુજરાત રાજ્યને પત્ર લખી, ગુજરાતના IPS એસોસિએશનના ઠરાવને પડકાર્યો છે. તેમણે વડાપ્રધાન કાર્યાલયને પણ જાણ કરી છે.
IPS એસોસિએશને કહ્યું છે કે “IPS અધિકારીઓ સામે સોશિયલ મી���િયામાં ‘પાયાવિહોણા આરોપો’ લગાવનારા સામે પગલાં લેવાનો એસોસિએશને નિર્ણય લીધો છે.”
સંજય ઇઝાવાની રજૂઆત છે કે “IPS એસોસિએશન અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય પર દબાણ લાવવાની ચેષ્ટા કરી છે, જે બંધારણના આર્ટિકલ-19(1)(a)નો ભંગ કરે છે. પોલીસ અધિકારીઓ પોતાની સત્તાનો ઉપયોગ કર��ને એસોસિએશન મારફતે દબાણ ઊભું કરે, તે ‘abuse of power’ છે. પોલીસ એક શિસ્તબદ્ધ દળ છે અને તેને કાયદાની મર્યાદામાં રહીને જ કાર્ય કરવું જોઈએ. એસોસિએશનના નામે દબાણ અથવા ધમકી આપવી લોકશાહી માટે ખતરનાક છે.”
થોડા મુદ્દાઓ:
[1] ગુજરાતના IPS એસોસિએશને જો “IPS અધિકારીઓ સામે પાયાવિહોણા આરોપો લગાવનારા સામે પગલાં લેવા”નો ઠરાવ કર્યો હોય કે નિર્ણય કર્યો હોય તો તે શરમજનક બાબત છે. કેમકે કાયદામાં જે જોગવાઈ હોય તેનો અમલ કરવ���નો હોય, તે અંગે ઠરાવ કરવાનો ન હોય. ‘પાયાવિહોણા આરોપો’ સબબ બદનક્ષીની કાર્યવાહી થઈ શકે છે. FIR નોંધી શકાય છે. શું કાયદાની આ જોગવાઈઓ IPS એસોસિએશનના વિદ્વાન અધિકારીઓ જાણતા નહીં હોય?
[2] ‘પાયાવિહોણા આરોપો’ મૂકનાર સામે કાયદામાં જોગવાઈઓ હોય તો એસોસિએશનના નામે પગલાં લેવાની ધમકી આપવાની ચેષ્ટા કેમ? શું IPS એસોસિએશન લોકોને ડરાવવા માંગે છે?
[3] IPS એસોસિએશને પહેલા નક્કી કરવું પડશે કે જે IPS અધિકારીઓ સામે સાચા આ���ોપ મૂકાય છે, તેમાં સરકારે કડક કાર્યવાહી કરવી તેવી IPS એસોસિએશન માંગણી કરશે? ઉદાહરણ તરીકે રાજકોટના પૂર્વ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ સામે ભાજપના ધારાસભ્ય અને સંસદસભ્યે ફરિયાદી પાસેથી 75 લાખનો ‘તોડ’ કરેલ છે, તેવો આક્ષેપ કરેલ. શું આ આક્ષેપ પાયાવિહોણો હતો? જો પાયાવિહોણો હતો તો ધારાસભ્ય/ સંસદસભ્ય સામે સરકારે કેમ પગલાં લીધા નહીં ? મનોજ અગ્રવાલે બદનક્ષીની ફરિયાદ કેમ ન કરી? બીજું ઉદાહરણ જોઈએ; જેલના વડા ટી. એસ. બિષ્ટે, આજીવન કેદની સજાના કેદીને અરજી લઈને તરત જ જેલમુકત કરી દીધો હતો, તેને ગુજરાત હાઈકોર્ટે તથા સુપ્રીમ કોર્ટે ફરી જેલમાં પૂર્યો. આ કિસ્સામાં બિષ્ટ સામે પગલાં લેવા IPS એસોસિએશને સરકારને દરખાસ્ત કરી? શું IPS એસોસિએશન સિનિયર પોલીસ અધિકારીઓના પાપ ઢાંકવા માટે જ છે?
[4] આ IPS એસોસિએશન ત્યારે કેમ સૂતું રહ્યું હતું જ્યારે પ્રામાણિક અને બંધારણને પ્રતિબદ્ધ રહીને ફરજ બજાવનાર IPS અધિકારી સતિષ વર્મા/ રજનીશ રાય/ રાહુલ શર્મા/ આર. બી. શ્રીકુમારને જાત��ાતનો ત્રાસ આપવામાં આવ્યો, ત્યારે અન્યાય સામે અવાજ ન ઊઠાવ્યો? માની લઈએ કે સંજીવ ભટ્ટે ગુનો કર્યો હતો, પરંતુ CrPC કલમ 197 હેઠળ સરકારે 1990- 2011 દરમિયાન મંજૂરી ન આપી, પરંતુ સંજીવ ભટ્ટે મોદીજી વિરુદ્ધ સોગંદનામું કર્યું એટલે મંજૂરી આપી દીધી! આ બાબતે IPS એસોસિએશન મૌન કેમ રહ્યું હશે? પાલનપુર નાર્કોટિક્સ પ્લાન્ટ કેસમાં જે પોલીસ ઈન્સ્પેકટરે ડ્રગ્સ પ્લાન્ટ કર્યું તેને જ સરકારી સાહેદ બનાવીને સંજીવ ભટ્ટને આજી��ન કેદની સજા કરાવી દીધી! મુખ્ય આરોપીને સરકારી સાહેદ બનાવી શકાય? આ બાબતે IPS એસોસિએશન કેમ ચૂપ રહેલ? સંજીવ ભટ્ટને ફાંસીએ ચડાવી દો, પણ તેમને બચાવની તક તો આપો! સવાલ એ છે કે નિર્દોષ ‘કૌસર બી’ની હત્યા કરી લાશનો નિકાલ કરનાર પોલીસ અધિકારીને સરકારી સાહેદ કેમ બનાવેલ નહીં? નકલી એન્કાઉન્ટરના કેસમાં સરકારે CrPC કલમ 197 હેઠળ કેસ ચલાવવાની મંજૂરી ન આપી, ત્યારે IPS એસોસિએશન મૌન કેમ રહેલ?
[5] George Orwellની નવલકથા ‘એનિમલ ફાર્મ‘��ું પ્રસિદ્ધ કથન છે : “All animals are equal, but some animals are more equal than others-બધા પ્રાણીઓ સમાન છે, પરંતુ કેટલાક પ્રાણીઓ બીજા કરતા વધુ સમાન છે.” આવા સામંતવાદી-હિટલરી સિદ્ધાંતમાં શું IPS અધિકારીઓ માને છે? શું IPS અધિકારીઓ નાગરિકો કરતાં ઉપર છે? [10 એપ્રિલ 2026]
(C) @RameshSavani10
ગુજરાતમાં RTO માન્ય કઈ લાઈટ છે?
હાઈ વે ઉપર આંખ આંજી નાંખતા વાહનો બેફામ દોડતા હોય છે.
ડ્રાઈવિંગ માં ખૂબ તકલીફ પડે છે.
ગેરકાયદે લાઈટ ધરાવતા વાહનો અને આવી લાઈટ વેચતા વેપારીઓ સામે કડક કાર્યવાહી કરવી જોઈએ.
@CMOGuj@nitin_gadkari@sanghaviharsh@dgpgujarat
કોઈપણ અધિકારી આ પ્રકારનુ બોર્ડ ના મારી શકે.
૧). મોબાઈલ / કેમેરા થી વિડિઓ, ઓડીઓ રિકોર્ડિંગ પર સખત પ્રતિબંધ છે.
૨). પરવાનગી સિવાય કોઈએ અંદર આવું નહી.
સામાન્ય વહીવટ વિભાગ , ગાંધીનગર દ્વારા આ બંને બાબતોમાં કોઈ પરિપત્ર, હુકમ ઉપલબ્ધ નથી એવો જવાબ આપવામાં આવેલ છે.
કાયદો નથી તો ઘરનું કાયદો.
[RTI માહિતી મેળવનાર શ્રી જીગ્નેશ પાનસેરિયા, સુરત.]
@MySuratMySMC@CommissionerSMC@IAS_ShaliniAgr@CMOGuj