🤔તંત્રની ભૂલનો દંડ વિદ્યાર્થીઓએ ચૂકવવો પડે !
📌 #GPSC અને #SMC ની પરીક્ષાઓમાં સંકલન અને તાલમેલનો અભાવ અને પીસાતો વિદ્યાર્થી.
🛑એક વાસ્તવિક ઉદાહરણ 👇🏻
GPSC ની 1 પરીક્ષા પર સિવિલ એન્જિનિયરિંગની 4 કેડર ટકેલી છે અને SMC માં 1 જ પરીક્ષાથી સીધું સેલેક્શન છે.
તંત્રના સંકલનના અભાવે વિદ્યાર્થીઓ કઈ પરીક્ષા છોડે ?
🙏🏻સામાન્ય રીતે કોઈપણ સરકારી નોકરીની તૈયારી કરતા યુવાન માટે એક-એક પરીક્ષા એના ભવિષ્યનું સપનું હોય છે. મહિનાઓ સુધી રાત-દિવસ એક કરીને, પોતાના ઘરથી દૂર રહીને, કલાકો સુધી પુસ્તકો સાથે માથામણ કર્યા પછી ઉમેદવાર આ પરીક્ષાના દિવસની રાહ જોતો હોય છે.
પરંતુ જ્યારે રાજ્યનું સરકારી તંત્ર જ વિદ્યાર્થીઓના આ ભવિષ્ય સાથે અજાણતા કે અહંકારમાં ખેલવા લાગે, ત્યારે પ્રશ્ન થાય કે આખરે ઉમેદવાર ન્યાય માંગવા ક્યાં જાય ?🤔
❓અનેક ઉમેદવારોનો સાદો અને સરળ પ્રશ્ન: શું ૧:૩૦ કલાકમાં ૩૦૦ કિલોમીટર કાપવું શક્ય છે ?
⛔આગામી 09 ઓગસ્ટ 2026 ના રોજ ગુજરાતમાં એક એવી સ્થિતિ નિર્માણ પામી છે જે તકનીકી રીતે તદ્દન અશક્ય છે:
#GPSC ની પરીક્ષા:
📌સ્થળ: ગાંધીનગર / અમદાવાદ
📌સમય: સવારે 11:00 થી 12:00
⛔#SMC (સુરત મહાનગરપાલિકા) ની પરીક્ષા:
📌સ્થળ: સુરત
📌સમય: બપોરે 01:30 વાગે રિપોર્ટિંગ (પરીક્ષા બપોરે 03:00 વાગે)
👆🏻હવે સામાન્ય બુદ્ધિથી વિચારીએ તો, ગાંધીનગરમાં બપોરે ૧૨:૦૦ વાગે પરીક્ષા પૂરી કરીને નીકળતો વિદ્યાર્થી બપોરે ૧:૩૦ વાગે ૩૦૦+ કિલોમીટર દૂર સુરતના પરીક્ષા કેન્દ્ર પર કઈ રીતે પહોંચી શકે? શું ઉમેદવારો પાસે કોઈ જાદુઈ વિમાન છે?
💸 ફી ભરી છે, મહેનત કરી છે... તો પણ કેમ કોઈ સાંભળતું નથી?😠
ફી અને મહેનત બંને પાણીમાં: ઉમેદવારોએ GPSC અને SMC – બંને ભરતી માટે નિયમ મુજબ પરીક્ષા ફી ભરી છે અને ફોર્મ ભર્યા છે. સરકારે પરીક્ષા ફી સ્વીકારી છે, તો બંને પરીક્ષા આપવાનો હક પણ ઉમેદવારનો જ છે.પરંતુ આજે પરિસ્થિતિ એવી નિર્માણ થઈ છે કે ફી ચૂકવ્યા પછી પણ વિદ્યાર્થીએ કોઈ એક જ પરીક્ષા પસંદ કરીને બીજી પરીક્ષા પર પાણી છોડવું પડે તેમ છે. આ સીધો વિદ્યાર્થીઓ સાથેનો અન્યાય છે.
🤔તંત્ર વચ્ચેના '#કોમ્યુનિકેશન_ગેપ'નો ભોગ માત્ર વિદ્યાર્થી જ કેમ?
ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) એ રાજ્યની સૌથી મોટી બંધારણીય સંસ્થા છે, અને સુરત મહાનગરપાલિકા (SMC) એ રાજ્યનું ખૂબ મોટું સ્થાનિક સ્વરાજ્યનું મંડળ છે.
🤔શું તારીખો જાહેર કરતા પહેલા બંને બોર્ડ વચ્ચે કોઈ સામાન્ય #સંકલન કે ક્રોસ-ચેકિંગ થતું નથી ?
🤔શું એક બોર્ડને ખબર નથી હોતી કે એ જ દિવસે રાજ્યમાં બીજી કઈ મોટી ભરતી પરીક્ષા યોજાવાની છે ?
😠સરકાર અને અલગ-અલગ ભરતી બોર્ડ વચ્ચેના આ તાલમેલના અભાવને કારણે આજે સામાન્ય વિદ્યાર્થીઓનો કચ્ચરઘાણ નીકળી રહ્યો છે. બોર્ડના અધિકારીઓ પોતાની કચેરીઓમાં બેસીને તારીખો નક્કી કરી લે છે, પણ ૩૦૦+ કિલોમીટર દૂર બે અલગ-અલગ શહેરો (ગાંધીનગર અને સુરત) માં ૧:૩૦ કલાકના સમયગાળામાં પહોંચવું ભૌતિક રીતે અશક્ય છે – એ વાસ્તવિકતા વિચારવાની તસ્દી કોઈ લેતું નથી.
🛑તંત્રનો બહેરાશ ભર્યો અભિગમ: છેલ્લા ૪-૫ દિવસથી ઉમેદવારો સતત ઇમેઇલ કરી રહ્યા છે, ફોન કરી રહ્યા છે અને #રજૂઆતો મોકલી રહ્યા છે. પરંતુ કોઈ પણ અધિકારી નમતું જોખવા કે તારીખ બદલવાનો સહાનુભૂતિપૂર્વક નિર્ણય લેવા તૈયાર નથી.આ અભિગમ તંત્રનો #અહંકાર અને વિદ્યાર્થીઓ પ્રત્યેની નીરસતા છતી કરે છે. ઉમેદવારોની વાજબી રજૂઆત કેમ સાંભળવામાં નથી આવતી ?
🛑જ્યારે બે મોટી સરકારી સંસ્થાઓ વચ્ચે સંકલનનો અભાવ હોય, ત્યારે તેની સજા પોતાના ખિસ્સાના પૈસા ખર્ચીને રાત-દિવસ એક કરતા નિર્દોષ વિદ્યાર્થીઓને કેમ ?🤔
🙏🏻અમારી સ્પષ્ટ માંગણી છે: ઉમેદવારોના ભવિષ્ય, એમની મહેનત અને એમણે ભરેલી ફીનું સન્માન કરીને, GPSC અથવા SMC માંથી કોઈ એક પરીક્ષાની તારીખ આગળ-પાછળ લંબાવવામાં આવે જેથી વિદ્યાર્થીઓ બંને પરીક્ષાઓ આપી શકે🙏
🙏🏻સરકાર અને સંબંધિત આયોગે સમજવું પડશે કે આ માત્ર એક તારીખનો પ્રશ્ન નથી, પરંતુ હજારો યુવાનોના વર્ષોની મહેનત, તેમના પરિવારની આશાઓ અને તેમના ભવિષ્યનો પ્રશ્ન છે.
🙏🏻#સરકાર_મધ્યસ્થી_કરે : રાજ્ય સરકાર તુરંત હસ્તક્ષેપ કરે અને GPSC તથા SMC વચ્ચે યોગ્ય સંકલન સાધીને કોઈ એક પરીક્ષાની તારીખ આગળ-પાછળ લંબાવવાનો આદેશ આપે.
🏮ભવિષ્ય માટે કાયમી સિસ્ટમ બને: રાજ્યમાં લેવાતી તમામ ભરતી પરીક્ષાઓ માટે એક "કોમન એક્ઝામ કેલેન્ડર" બનાવવામાં આવે જેથી ભવિષ્યમાં ક્યારેય બે સરકારી પરીક્ષાઓ સામસામે ન અથડાય.
તંત્રની ભૂલનો દંડ પોતાના ખિસ્સાના પૈસા ખર્ચીને રાત-દિવસ એક કરતા વિદ્યાર્થીઓ શા માટે ભોગવે?
#GPSC_SMC_ExamClash #RescheduleGPSC #RescheduleSMCExam #JusticeForGujaratStudents #GujaratAspirants
@GPSC_OFFICIAL@CMOGuj@CorpMunicipal@sanghaviharsh@InfoGujarat@Bhupendrapbjp@irushikeshpatel@drpradyumanvaja@jitu_vaghani@Rivaba4BJP@sandeshnews
https://t.co/iaCWeYQyGo
@GujaratPolice ગુજરાત પોલીસ મને એક વાત સમજાતી નથી કે આ પોલીસવાળા બધે કેમેરા કેમ છીનવી લે છે, માપમાં રહેજો. તમારી પાસે કેમેરાને અડવાનો અધિકાર નથી.