@der_rajesh@CMOGuj@sanghaviharsh@OfficialGsrtc@itsurbunny7 DHSI ( Diploma in Health and Sanitary Inspector) Course ૧ વર્ષ નો ફુલ ડિપ્લોમા રેગ્યુલર કોર્સ કરેલ છે ઇન્ટરશીપ તેમજ પ્રેક્ટિલ કરેલ છે તેમ છતાં ફરીથી ફર્સ્ટ એઇડ કોર્સ કરવાનો કહે છે. GSRTC વિભાગની આ તો કેવી માનસિકતા છે?? આ બાબતે ગંભીરતા પૂર્વક નોંધ કરવામાં આવે.
@YAJadeja 6 થી 8 Tet -2 વાળા સાથે અન્યાય થઈ રહ્યો છે 2023 ની ભરતી માં પણ 7000 જગ્યા કાપીને કચ્છ સ્પેશિયલ માં જોડી દીધી અને હવે આજે હજારો ઉમેદવારો ભરતી ની રાહ જોઈ રહ્યા છે ત્યારે ફક્ત Tet 1 ની ભરતી કરીને વેવરો પાડ્યો છે 6-8 ની પણ ભરતી આવે એવી નમ્ર વિનંતી...
@hdraval93 6 થી 8 માં ગણિત વિજ્ઞાન વિષય માં ઘણા બધા ઉમેદવારો નોકરી થી વંચિત રહ્યા છે સરકાર કચ્છ સ્પેશિયલ ભરતી માં પણ રિપિટેશન અટકાવી શકી નહીં જેના લીધે હજારો ઉમેદવારો કે જેમણે 70+ મેરીટ હોવા છતાં નોકરી થી વંચિત રહી ઘરે બેઠા છે તો સરકાર ને વિનંતી કે 6 થી 8 પણ સાથે સાથે ભરતી કરવા માં આવે.
@YAJadeja પોલીસ ની દોડ માં 'રાઉન્ડ ની સંખ્યા ઓછી કરવી જોઈએ ' અથવા સમય મર્યાદા વધુ આપવી જોઈએ 12-13 રાઉન્ડ માટે 30 મિનિટ અથવા 10 રાઉન્ડ માટે 24-25 મિનિટ તો જ ન્યાય મળે....🙏🙏🙏
🙏🏻નવ નિયુક્ત #શિક્ષણમંત્રીને ખૂબ ખૂબ શુભેચ્છાઓ સાથે #સાવચેતીભરી_ટકોર🙏🏻
આશા રાખું છું અમારા જેવા શિક્ષણના શુદ્ધિકરણ સાથે સંકળાયેલા ક્રાંતિકારીની ટીકા કે આલોચનાને તમે સકારાત્મક રીતે લેશો. અમારે વ્યક્તિગત કોઈ સાથે રાગ દ્વેષ કે પૂર્વાગ્રહ છે નહીં, અમે ખોટી સિસ્ટમના વિરોધમાં ચોક્કસ છીએ જેના શુદ્ધિકરણ માટેની અમારી આ લડાઈ છે.
🛑તમારે પ્રથમ ગ્રાસે મક્ષિકા ન આવે તે માટે એક #સાવચેતીભરી_ટકોર👇🏻
શિક્ષણમંત્રીશ્રી,
તમારા જ વિભાગમાં હાલ ચાલી રહેલી #કચ્છ_સ્પેશિયલ_શિક્ષક_ભરતી પ્રક્રિયામાં ગંભીર અનિયમિતતાઓ સામે આવી છે જેમાં નિયમોનું ખૂલ્લેઆમ ભંગ કરીને ભરતી થઈ રહી છે. કચ્છ સ્પેશિયલ શિક્ષક ભરતી પ્રક્રિયામાં શિક્ષણ વિભાગના સ્થાપિત નિયમો અને નામદાર હાઇકોર્ટના આદેશોનું ગંભીર અને #શંકાસ્પદ ઉલ્લંઘન થયેલ હોવાનું ધ્યાન પર આવેલ છે,આ ભરતીમાં જ્ઞાન સહાયક (અથવા ચાલુ નોકરી દરમિયાન) ફરજ સાથે મેળવેલ રેગ્યુલર માસ્ટર ડિગ્રીના ગુણ ઉમેરો કરીને અનીતિ અને નિયમ વિરોધ નોકરી મેળવવાનો કારસો રચાયો છે. શિક્ષણ વિભાગના સ્પષ્ટ આદેશો અને નામદાર હાઇકોર્ટના ચુકાદા મુજબ - કરાર કે કાયમી નોકરી તરીકેની ફરજ બજાવવાના સમયગાળા દરમિયાન કોઈપણ ઉમેદવારે મેળવેલ રેગ્યુલર માસ્ટર ડિગ્રી (M.A./M.Sc..) શિક્ષક ભરતીના મેરિટ માટે માન્ય ગણી શકાતી નથી.
📌બંને પ્રવૃત્તિઓ (ફુલ-ટાઇમ નોકરી અને રેગ્યુલર ડિગ્રી અભ્યાસ) એકસાથે કરી શકાતી નથી. નામદાર હાઇકોર્ટના આદેશ અનુસાર સામાન્ય TET અને TAT ભરતીમાં આ નિયમ અમલ કરવામાં આવ્યો હતો. પરંતુ કચ્છની ભરતીમાં આ મૂળભૂત નિયમને #જાણીજોઈને_અવગણવામાં આવ્યો છે.સૂત્રો દ્વારા મળતી માહિતી આધારે આશરે ૧૫૦+ જેટલા ઉમેદવારોએ નોકરીની ફરજ બજાવતા રેગ્યુલર માસ્ટર ડિગ્રી મેળવી, અને તેના ગુણ પોતાના મેરિટમાં ઉમેરાવી લીધા છે - અર્થાત્
"ફુલ-ટાઇમ નોકરી પણ, ફુલ-ટાઇમ ડિગ્રી પણ!"
❓ આ ગેરરીતિના કારણે ખરેખર લાયક ઉમેદવારોનો હક છીનવાઈ રહ્યો છે, અને "શિક્ષણ વિભાગ તમામ બાબતો જાણતો હોવા છતાં આંખ આડા કાન કેમ છે તે શંકાનો પ્રશ્ન છે ?!"
📢અને હા, એવું પણ નથી કે જાગૃત ઉમેદવારોએ શિક્ષણ અધિકારીને જાણ નથી કરી, લેખિત અને મૌખિક બંન્ને જાણ કરવા ઉમેદવારો પહોંચ્યા હતા તો ઊલટાનું અધિકારીઓએ #નફ્ફટાઈથી રજૂઆત કરવા આવેલ ઉમેદવારો પાસેથી પુરાવા માંગ્યા, મોઢા તોડી લીધા, ધમકાવ્યા અને અપમાનિત કરી રોફ જમાવી હડધૂત કરી કાઢી મૂક્યા....
🙏🏻આપ શ્રી ધારાસભ્ય માંથી શિક્ષણમંત્રી બન્યા અને આપ પણ જાણો છો #પુરાવા આપવાની જવાબદારી કોઈ ઉમેદવારની ન હોય, કોઈ વ્યક્તિ શિક્ષણ વિભાગને સંદેહ વ્યક્ત કરે છે તો તપાસ કરવાની જવાબદારી ચોક્કસ શિક્ષણ વિભાગની બંને છે, સામાન્ય ભરતીમાં જે રીતે કડકાઇથી ચેક કરીને આવા લોકોને દૂર કરવામાં આવ્યા છે તો સ્પેશિયલ કચ્છ શિક્ષક ભરતીમાં કેમ દૂર કરવામાં નથી આવતા ? શું આ ઉમેદવારો કોઈ અધિકારીના સ્પેશિયલ છે ?🤔
🧾વાત રહી પુરાવાની👇🏻
સૌથી ગંભીર બાબત એ છે કે, શિક્ષણ વિભાગ પાસે તમામ ઉમેદવારોના જ્ઞાન સહાયકની સેવા (હાજરીનો રેકોર્ડ) અને તેમની શૈક્ષણિક લાયકાત (માર્કશીટ, ડિગ્રી) ના સંપૂર્ણ ડેટા ઉપલબ્ધ છે. તેમ છતા વિભાગ દ્વારા કોઈ પણ પ્રકારનું સ્વયંસંચાલિત અને પારદર્શી ક્રોસ-વેરિફિકેશન (#Cross_Verification) કરવામાં આવ્યું નથી,
🙏🏻મંત્રશ્રી, મેરિટની ખરાઈ કરવી, યુનિવર્સિટી અને શાળાના રેકોર્ડનું વેરિફિકેશન કરવું એ સંપૂર્ણપણે શિક્ષણ વિભાગની વૈધાનિક અને નૈતિક જવાબદારી (#Accountability) છે.તમામ સરકારી મશીનરી અને ક્રોસ ચેક કરવા માટેના આધાર પુરાવા ઉપલબ્ધ હોવા છતાં, વિભાગ દ્વારા ઉમેદવારો પાસેથી પુરાવા માંગવા એ પ્રક્રિયાની પારદર્શિતા અને વિભાગના ઇરાદા સામે ગંભીર શંકા ઊભી કરે છે. શું વિભાગ સ્વયં તપાસ કરવા અસમર્થ છે કે પછી તેમાં પણ કોઈ આંતરિક મિલીભગત છુપાયેલી છે, તેની તપાસ થવી પણ અનિવાર્ય છે.
🙏🏻મંત્રીશ્રી, તમારા દામન ઉપર આ કાળા છાંટા ઉડાડવા કેટલાક અધિકારીઓ તત્પર છે, અધિકારીઓના વાંકે શિક્ષણમંત્રીના કાર્યકાળની શરૂઆતમાં જ તમને #કાળી_ટીલી લાગી શકે છે, જો સમયસર તપાસ નહીં થાય, તો આવતીકાલે આ શિક્ષણ વિભાગની વિશ્વસનીયતા માટે કાળો અધ્યાય બની જશે.
👆🏻અમારા જેવા કોઈ જાગૃત નાગરિક આ બધું ઉઘાડું પાડશે તો શિક્ષણ વિભાગના અધિકારીઓ આમાં બદનામ નહીં થાય, આમાં #બદનામ મંત્રીશ્રી તમે થશો,અધિકારીઓ તો ગમે તે #અંડાકંડા કરીને ગોળી પીવડાવી દેશે.
👆🏻શિક્ષણ વિભાગમાં ‘#અધિકારીરાજ’ એટલો હાવી છે કે તમારા પૂર્વગામી મંત્રીશ્રી કુબેરભાઈ હોય કે પ્રફુલભાઈ - બંને પાસે પણ ઈરાદો હતો કંઈક સકારાત્મક કરવાનો, પરંતુ શિક્ષણ વિભાગના કેટલાક અધિકારીરાજના બેફામ વલણને કારણે અનેક મહત્વનાં નિર્ણય અધૂરા રહી ગયા. પરિણામે તેમને ફક્ત વિભાગના આંતરિક ષડયંત્રો નહીં, પણ મુખ્યમંત્રી સુધીના ઠપકા પણ ખાવા પડ્યા.
✍🏻 યુવરાજસિંહ જાડેજા
#TransparencyNeeded
#EducationDept
@Rivaba4BJP@drpradyumanvaja
@YAJadeja રિવાબા જાડેજા કે જે નારી શક્તિ નું ઉત્તમ ઉદાહરણ છે તેમના હાથ માં શિક્ષણ ની દોર છે આશા રાખીએ કે Gyan Sahayak નામ ની ગુલામી પ્રથા દૂર કરી બધી જગ્યાઓ પર કાયમી શીક્ષક ની ભરતી કરી નારી શક્તિ ની શક્તિ બતાવી ગુજરાત ને નવા શિક્ષણની દિશા બતાવે.
#Gujarat#વિધાનસભાનીવાતો
ગોપાલ ઇટાલીયા છેલ્લી ૨૦ મિનિટ થી ગૃહ મા જન વિશ્વાસ સુધારા બિલ પર બંધારણ અને BNS ની કલમો સાથે બોલે છે
સામે સોંપો પડ્યો છે...
સાહેબ હું તો મોસ્ટ જુનિયર સભ્ય છું -ઇટાલિયા
ગુજરાતમાં હવે વિપક્ષ મજબૂત બનતો હોય એવું લાગે છે જ્યારે આવા સાહસી યુવા નેતાઓ પ્રવર્તમાન જનતા ની સમસ્યા ઓ ને વાચા આપે છે ... આપનો ખૂબ ખૂબ આભાર જીગ્નેશ મેવાની સાહેબ@jigneshmevani80
ધોરણ ૯ થી ૧૨ માં શિક્ષકો ની ભરતી માં જગ્યા વધારો આપી બીજો રાઉન્ડ પાડો.
@kuberdindor@Bhupendrapbjp
@prafulpbjp માનનીય સાહેબ શ્રી,
આપને જણાવવાનુ કે આપ 6 થી 8 ની ભરતી તાત્કાલિક પૂર્ણ કરવા જરૂરી આદેશ આપો વાતચીત કરો કારણકે 1 વર્ષ થી વધારે સમય થાય તે યોગ્ય ન કહેવાય.
@hdraval93 ધો ૬ થી ૮ ની ભરતી ની કોઈ માહિતી હોય તો આપવા વિનંતી સાહેબશ્રી.... આપની માહિતી અમને એક આશા નું કિરણ બતાવે છે બાકી આપે કરેલી ટ્વીટ પછી સસ્તી લોકપ્રિયતા મેળવવા માટે ઘણા બધા યૂટ્યુબ વિડિઓ બનાવીને ફાકા કરતા હોય છે...🙏