આજ રોજ વિંછીયા ખાતેના અનાજના ગોડાઉનની આકસ્મિક તપાસણી કરી, હિસાબ, સ્ટોક અને લેબર રજિસ્ટર તપાસ્યા અને અનાજ ગોડાઉન ની સાફસફાઈ નું નિરીક્ષણ કર્યું અને જરૂરી સૂચનો કરવામાં આવેલ. @CMOGuj@InfoGujarat@CollectorRjt
રાષ્ટ્રીય વયોશ્રી યોજના અંતર્ગત જસદણ તાલુકા માટેના કેમ્પમાં સાધન સહાય એસેસમેન્ટ,મુસાફરી પાસ,આવક દાખલા,સમાજ સુરક્ષા સહાય,હેલ્થ ચેકઅપ,બેન્કિંગ જેવી વિવિધ સેવાઓનો ૬૦ વર્ષથી વધુ વયના અંદાજે ૫૦૦થી પણ વધુ નાગરિકો દ્વારા લાભ લેવામાં આવેલ.@CMOGuj@InfoGujarat@CollectorRjt@SJEDGujarat
વિંછીયા તાલુકાના ફુલઝર પ્રાથમિક શાળા ખાતે પી.એમ. પોષણ યોજના હેઠળ કાર્યરત મધ્યાહન ભોજન કેન્દ્રની તપાસણી કરવામાં આવેલ.બાળકો સાથે ભોજન લઇ, વાર્તાલાપ કરી ગુણવત્તા, સ્વચ્છતા બાબતે ખાતરી કરવામાં આવેલ. @CMOGuj@InfoGujarat@CollectorRjt@EduMinOfGujarat
ભારત સરકારશ્રીની રાષ્ટ્રીય વયોશ્રી યોજના અંતર્ગત જસદણ અને વિંછીયા તાલુકાના ૬૦ વર્ષથી વધુ વયના સીટીઝનો માટે વિના મુલ્યે જીવન સહાયક ઉપકરણો આપવા એલીમ્કો કંપની દ્વારા એસેસમેન્ટ કેમ્પ યોજાનાર છે.જેનો લાભ લેવા અનુરોધ કરવામાં આવે છે. @CMOGuj@InfoGujarat@CollectorRjt@SJEDGujarat
આવતીકાલ તા.31 મે ના રોજ 'ઓપરેશન શિલ્ડ' અંતર્ગત રાત્રે 8.00 થી 8.15 કલાક દરમિયાન માધાપર ગામ અને તેની આસપાસના વિસ્તારોમાં બ્લેક આઉટ રહેશે જેમાં સહયોગ આપવા તમામને અનુરોધ છે.
તાલુકા સંકલન સમિતિની બેઠક અન્વયે રજૂ થયેલ લોકહિતને પ્રત્યક્ષ રીતે સ્પર્શતા પ્રશ્નોની ચર્ચા કરવામાં આવેલ તથા આંતરિક સંકલન સાધી પ્રશ્નોનુ તાત્કાલિક અને કાયમી નિરાકરણ લાવવા સંબંધિત અધિકારીશ્રીઓને સૂચના આપવામાં આવેલ.@CMOGuj@InfoGujarat@CollectorRjt
એમ.ડી. કહોર આર્ટસ, કોમર્સ કોલેજ, જસદણ ખાતે સિવિલ ડિફેન્સમાં સ્વયંસેવક તરીકે નામાંકન માટે જાગૃતિ કેમ્પમાં હાજરી આપી નવયુવાનોને રાષ્ટ્રસેવામાં ભાગીદાર થવા તેમજ દેશને સશક્ત,સુરક્ષિત બનાવવા યોગદાન આપવા સમજુત કરી સ્થળ પર જ નામાંકન કરવામાં આવેલ. @CMOGuj@InfoGujarat@CollectorRjt
આજ રોજ વિરનગર વ્યસન મુક્તિ અને પુન:વસન કેન્દ્રની મુલાકાત લેવામાં આવેલ. "નશામુક્ત ભારત, સ્વસ્થ અને સુદ્રઢ ભારત"ના સંકલ્પને ચરિતાર્થ કરવા વ્યસનને તિલાંજલી આપવા સૌ નાગરિકોને અનુરોધ છે. @CMOGuj@InfoGujarat@CollectorRjt @GujHFWDept
સિવિલ ડિફેન્સ સર્વિસ માં મહત્તમ નવયુવાનો સિવિલ ડિફેન્સ વોલેન્ટિયર તરીકે જોડાય તે અંગે જસદણ તાલુકામાં આવેલ કોલેજના પ્રતિનિધિઓ સાથે બેઠક કરી મહતમ યુવાનોની નોંધણી થાય તે અન્વયે સૂચના આપવામાં આવી. @CMOGuj@InfoGujarat@CollectorRjt
ફેક એકાઉન્ટ એલર્ટ🚨
શું Wg. Cdr. વ્યોમિકા સિંહ અને કર્નલ સોફિયા કુરેશી X પર છે?
#PIBFactCheck
❌ ના! આ બંને હેન્ડલ ફેક છે.
✅ Wg. Cdr. વ્યોમિકા સિંહ અને કર્નલ સોફિયા કુરેશીનું કોઈ સત્તાવાર X હેન્ડલ નથી
અધિકૃત માહિતી માટે સત્તાવાર સ્ત્રોતો પર આધાર રાખો
#IndiaFightsPropaganda
આજે જસદણ અને વિંછીયા ખાતે વહિવટી તંત્ર દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ આયોજન કરવામાં આવેલ. પદાધિકારીશ્રીઓ, અધિકારીશ્રીઓ, સામાજિક સંગઠનો તમામના સહિયારા પ્રયત્નોથી જસદણ ખાતે ૧૩૨ વ્યક્તિએ અને વિંછીયા ખાતે ૧૨૭ વ્યક્તિએ બ્લડ ડોનેટ કરેલ. @CMOGuj@InfoGujarat@CollectorRjt