આજ રોજ વાઇબ્રન્ટ ગુજરાત સમિટ નિમિતે પધારેલ યુક્રેન નાં ભારત ખાતેનાં એમ્બેસેડર Dr.Oleksandr Polishchuk એ મોરાઇ (વાપી) ખાતે વેલસ્પન કંપની ની મુલાકાત લીધી હતી એ દરમ્યાન તેમને આવકાર્યા.
ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે.
રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી મોના ખંધારજીએ સ્પષ્ટ કર્યું છે કે ગુજરાત પાસે ઈંધણનો પૂરતો જથ્થો અને બફર સ્ટોક ઉપલબ્ધ છે. નાગરિકોને અફવાઓથી દૂર રહેવા અને બિનજરૂરી ચિંતા ન કરવા નમ્ર અપીલ છે.
#NoPanicPlease
PM-રાહત યોજના હેઠળ અકસ્માત પીડિતોને તાત્કાલિક અને કેશલેસ સારવારની સુવિધા ઉપલબ્ધ છે.
✔ પ્રતિ પીડિત ₹1.5 લાખ સુધી સારવાર આવરી લેવાય
✔ અકસ્માતની તારીખથી વધુમાં વધુ 7 દિવસ સુધી સારવાર
✔ ભારતીય તેમજ વિદેશી નાગરિકો માટે લાગુ
કોઈપણ માર્ગ અકસ્માત થાય તો તરત 112 પર કૉલ કરો.
આજરોજ પ્રાંત અધિકારી અને સબડીવીઝનલ મેજિસ્ટ્રેટશ્રી પારડી દ્વારા ઉમરગામ તાલુકામાં આવેલ સંજાણ આઉટ પોસ્ટની મુલાકાત લેવામાં આવી અને સંજાણ આઉટ પોસ્ટની ચકાસણી કરી પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવતી કામગીરી સમીક્ષા કરવામાં આવી. @CMOGuj@revenuegujarat@collectorvalsad
આજરોજ પ્રાંત અધિકારી અને સબડીવીઝનલ મેજિસ્ટ્રેટશ્રી પારડી દ્વારા પારડી તાલુકાના પારડી પોલીસ સ્ટેશનની ઉદવાડા આઉટ પોસ્ટની મુલાકાત લેવામાં આવી અને ઉદવાડા આઉટ પોસ્ટની ચકાસણી કરી પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવતી કામગીરી સમીક્ષા કરવામાં આવી.@CMOGuj@revenuegujarat@collectorvalsad
તા.૧૯/૦૨/૨૦૨૬ના રોજ પ્રાંત અધિકારીશ્રી પારડી દ્વારા ઉમરસાડી ગામની મુલાકાત લેવામાં આવી. ઉમરસાડી માછીવાડના ગ્રામજનો સાથે ચર્ચા કરી અને દફતર તપાસણી કરવામાં આવી. @CMOGuj@revenuegujarat@collectorvalsad
2026 એ સોમનાથ પર પ્રથમ હુમલો થયાનું 1000 મું વર્ષ છે. વારંવારના હુમલાઓ છતાં, શ્રી સોમનાથ મંદિર ગર્વથી અડગ ઉભું છે.
આવો, સનાતન સંસ્કૃતિનો જયઘોષ કરતા આ ઐતિહાસિક અવસરમાં ગર્વભેર જોડાઈએ #SomnathSwabhimanParv#SomnathSwabhimanParVAL
72 કલાકનો અખંડ ઓમકાર નાદ
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્યમાં 8 થી 11 જાન્યુઆરી દરમિયાન #SomnathSwabhimanParv ની ભવ્ય ઉજવણી થશે.
#SomnathSwabhimanParvVAL
આજરોજ પ્રાંત અધિકારીશ્રી પારડી દ્વારા નગવાસ ગામની મુલાકાત દરમ્યાન પ્રાથમિક શાળા નગવાસ મુખ્ય ની મુલાકાત લેવામાં આવી. તેમજ ધોરણ-૪ ના વિદ્યાર્થીઓને ગણિત વિષયના પ્રશ્નો પૂછી શિક્ષકો દ્વારા આપવામા આવતા શિક્ષણની ગુણવત્તા ચકાસવામાં આવી. @CMOGuj@revenuegujarat@collectorvalsad
આજરોજ પ્રાંત અધિકારીશ્રી પારડી દ્વારા નગવાસ ગામની મુલાકાત લઈ દફતર તપાસણી કરવામાં આવી અને ગ્રામ પંચાયત નગવાસ ખાતે ગ્રામજનો જોડે ગામના પ્રશ્નો અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી.@CMOGuj@revenuegujarat@collectorvalsad
આજરોજ પ્રાંત અધિકારીશ્રી પારડી દ્વારા નગવાસ ગામની મુલાકાત લેવામાં આવી અને નગવાસ ગામમાં ચાલતી બાલવાટિકાની મુલાકાત લઈ બાલવાટિકાના નાના-નાના ભુલકાઓ જોડે વાર્તાલાપ કરવામાં આવ્યો. @CMOGuj@revenuegujarat@collectorvalsad
પ્રાંત અધિકારીશ્રી પારડી દ્વારા તા.૨૪/૧૨/૨૦૨૫ ના રોજ ખેરલાવ પ્રાથમિક શાળાની મુલાકાત લઈને બાળકો સાથે સંવાદ કર્યો. તેમજ શાળામાં આપવામાં આવતા મધ્યાહન ભોજનની ગુણવત્તા ચકાસી અને બાળકો તથા ગ્રામજનો સાથે બેસીને મધ્યાહન ભોજન કર્યું. @CMOGuj@revenuegujarat@collectorvalsad