📌રાજ્યના શિક્ષણ વિભાગમાં અંધેરનગરી ને ગંડુ રાજાનો માહોલ
💥છ વર્ષ સુધી વિદ્યાર્થીઓને માનસિક ત્રાસ આપ્યા બાદ આખરે #એકમ_કસોટી_બંધ
👉રાજ્યની ૪૦,૦૦૦થી વધુ શાળાઓના શિક્ષકોના હજારો કલાકોના માનવશ્રમનો વેડફાટ કર્યો.
🙄ખાનગી કંપનીના લાભાર્થે એકમ કસોટીનું તૂત ચલાવાયું.
📍શિક્ષકોના ત્રણ દિવસ એકમ ટેસ્ટમાં જ જતા.
આ તો સારું કહેવાય #મધ્યપ્રદેશમાં પ્રોફેસરના બદલે પટ્ટાવાળા ચેક તો કરે છે, બાકી એકવાર #ગુજરાતમાં TATની મુખ્ય પરીક્ષા ના પેપરચેકરની માહિતી બહાર આવી જાય તો #અગ્રેસર_મોડલ તો આપણું જ પ્રસ્થાપિત થાય એમ છે.
📌ફર્ક ખાલી એટલો છે કે મધ્યપ્રદેશમાં સામે આવ્યું, ગુજરાતમાં બંધ બારણે ચાલે છે.
📌હજી PSI માં 472 ઉમેદવારનું લિસ્ટ આવશે ત્યારે ઘણાની આંખો ઉઘાડી ને ઉઘાડી રહી જશે...
#TAT
કોનું ગણિત પાક્કુ ને કોની નિયત કાચી ?
જરા વિચારી અને વાંચીને કહેજો.👇🏻
😅ટેટ ટાટ ભરતીના ઉમેદવાર પૂછતા હતા,
ભરતીની જાહેરાતો પાડીને ભરતી પૂર્ણ ન કરવી કે #નિમણુંક ન આપવામાં સરકારને શું ફાયદો ?🤔
💥જે ભરતી પ્રક્રિયા ૬ મહિનામાં પૂર્ણ થઈ શકે એમ છે એને સરકાર વર્ષો સુધી કોઈને કોઈ ગતકડાં ઉભા કરી કેમ લંબાવે ?🤔
👇એમને મારું એક "#સામાન્ય_ગણિત" છે જરા વિચારજો..🤔
🔴 ધોરણ 1 થી 8 ના કર્મચારીનો પગાર 26000
🙋🏻1 શિક્ષકનો પગાર એક મહિનાનો 26000
💁🏻1000 શિક્ષકનો પગાર એક મહિનાનો 2.6 કરોડ
💁🏻10000 શિક્ષકનો પગાર એક મહિનાનો 26 કરોડ
📌હવે માની લો ધોરણ (1 થી 8)ભરતીને 6 મહિના સુધી લંબાવે તો ?
26 * 6(મહિના) = 156 કરોડ
12 મહિના સુધી લંબાવે તો ?
26 * 12(મહિના) = 312 કરોડ
🔴 ધોરણ 9-10 ના કર્મચારીનો પગાર 40,800
🙋🏻1 શિક્ષકનો પગાર એક મહિનાનો 40,800
💁🏻3500 શિક્ષકનો પગાર એક મહિનાનો 14.28 કરોડ
📌હવે માની લો ધોરણ 9-10 ભરતીને 6 મહિના સુધી લંબાવે તો ?
14.28 * 6(મહિના) = 85.68 કરોડ
12 મહિના સુધી લંબાવે તો ?
14.28 * 12(મહિના) = 171.36 કરોડ
🔴 ધોરણ 11-12 ના કર્મચારીનો પગાર 49,800
🙋🏻1 શિક્ષકનો પગાર એક મહિનાનો 49,800
💁🏻4000 શિક્ષકનો પગાર એક મહિનાનો 19.92 કરોડ
📌હવે માની લો ધોરણ 11-12 ભરતીને 6 મહિના સુધી લંબાવે તો ?
19.92 * 6(મહિના) = 119.52 કરોડ
12 મહિના સુધી લંબાવે તો ?
19.92 * 12(મહિના) = 239.04 કરોડ
🔴💥બધી ભરતી☝️
6 મહિના મોડી જાય તો = 156+85.68+119.52 =🤯 361.2 કરોડ
12 મહિના મોડી જાય તો = 312+171.36+239.04 =🤯 722.4 કરોડ
💔🤫 18 મહિના એટલે કે 1.5 વર્ષ જતું રહ્યું તેનો =🤯 "1083.6 કરોડ" ફાયદો સરકારને અને તમને નુકશાન અત્યાર સુધીમાં થઈ ગયું છે.💔
તો હવે આગળની ગણતરી જાતે કરી લો ભરતી કેટલી મોડી કરવાથી કેટલો ફાયદો થશે...🤔🤔
👨💼 સરકાર જાણી જોઈને #ગતકડાં ઊભા કરી મોડું કર્યા કરે છે. ત્રણ વર્ષથી તો ફક્ત જાહેરાતનાં નામે શિક્ષક ભરતીનું #ગાજર લટકાવી રાખ્યું છે.🤨
. 👇ચોખવટ👇
👉🏼24700 શિક્ષક ની ભરતી કોઈ ખેરાત કે ભીખ નથી, વર્ષોથી નિવૃત્ત થયેલા અને શિક્ષકની ઘટ સામે 25% ની જ ભરતી થઈ રહી છે.બાકી જગ્યા તો વર્ષોથી પુષ્કળ(અંદાજિત 75 હજાર)ખાલી પડેલી છે.😠
👉જે આંકડા છે તે ફક્ત "જાહેરાત" કરેલ શિક્ષક ભરતી ના જ છે, નવી ભરતી ના નહીં.
👉અત્યારે જે મહેકમ અને રોસ્ટર મુજ્બ ભરતી થાય છે તે જૂનું મોડેલ ચાલ્યું આવે છે.
👉🏼સરકારની ઘણી 'કામચલાઉ પ્રથા કાયમી' બનતી જાય છે.
👉🏼 ખાનગીકરણ ને સતત વેગ મળી રહ્યો છે.
👉🏼7 લાખ #કોન્ટ્રેક્ટ - #આઉટસોર્સ ‘સરકારી’ કર્મચારી; પ્રાઇવેટ કંપનીઓ સરકાર પાસેથી કમાઈ રહી છે રૂ. 1000 કરોડ..
🛑બાકી એક વાત કહી દઉં જો પહેલા સરકાર "#આત્મનિર્ભર" બની હોત ને તો આજે JIO નો નહીં BSNL નો ડંકો વાગતો હોત..🏹
☝️આ એક ઉદાહરણ છે બાકી સરકારના તમામ સેક્ટર #ખાનગીકરણ તરફ આગળ વધે છે. સરકારી સંસ્થાનું ખાનગીકરણ કરી પુંજીપતી મિત્રોને વેંચી મારવાનો સુનિયોજિત એજન્ડા ચાલે છે.😒
⛔આમાં "સરકારી નોકરી" દિવસે ને દિવસે ઘટે છે.
⛔સરકારી મહેકમ પણ ઘટે છે. સરકારી કચેરીઓના મહેકમ વસતી વધારા પ્રમાણે વધવા જોઈએ અહીંયા એનાથી ઉલટું છે
⛔ભરતી સમયસર થતી નથી. જાણી જોઈને કર્મચારીઓ ની ઉણપ રાખી હેરાન પરેશાન કરવામાં આવે છે એટલે લોકો મજબૂર બની જાય જેથી સંસ્થા ખાનગી બને.
(નેતાઓ એટલા કપટી હોઈ છે કે સરકારી સંસ્થાની બાજુમાં જ પોતાનું ખાનગી સંસ્થાન ઉભુ કરી દે)
📌નેતાઓ કે પોતાના મળતિયાની ખાનગી સંસ્થાનો માં પ્રોડકેટ્સ ફ્રી કે નીચા ભાવે આપે.
📌તેમાં કામ કરતા લોકોને સરકારી કરતા પગાર ઊંચો આપો.
📌પછી એક સમય એવો "લાવવાનો" કે આજુબાજુ ની સરકારી સંસ્થા બંધ કરી દેવાની.
📌એટલે નેતાઓની પ્રાઇવેટ સંસ્થા ને વેગ મળે અને સરકારી સંસ્થાનું ઉઠમણું થઈ જાય.
📌આમ કરી ખાનગી સંસ્થાનની લત લગાડી દે.
📌પછી મનફાવે એમ લૂંટવાનું.😠
💥ગુજરાત માં #કોન્ટ્રાકટ એજન્સીઓ તમામ કોની ? શું એની ચોખવટ જરૂરી છે ??🤔
👉એક પ્રયોગ કરજો તમારા ગામના તલાટી ને પૂછજો તમારી પાસે કેટલા ગામનો ચાર્જ છે. આજે એક તલાટી પાસે કમ સે કમ 3 થી 4 ગામનો ચાર્જ હસે. એટલે કે જ્યાં 5 કર્મચારી ની જરૂર હોઈ ત્યાં 1 કર્મચારી પાસેથી કામનું ભારણ વધારી નીચોવી લેવાની મેલી નીતિથી તંત્ર ચલાવવા માં આવે છે.આવી હાલત તમામ કચેરી માં છે,
(આ એક ઉદાહરણરૂપ છે.વાસ્તવિકતા આના કરતાં પણ વધુ ભયાવહ છે.)😓
🤨બાકી ઉપર આપેલ સામાન્ય ગણિત વિચારજો, જેટલું મોડુ કરે નુકશાન સરકારને નહીં તમને જ છે, સરકારને તો ફાયદો ને ફાયદો જ છે.
😠સરકારને "સરકારી ભરતીમાં નહીં ફક્ત ને ફક્ત #રાજકીય_ભરતીમાં જ રસ છે."
😒શાળામાં શિક્ષક આવે કે નાં આવે એની કોઈ દરકાર સરકારને ને નથી, આમ પણ તમારો ફાયદો 2027 માં લેવાનો છે, 2022 માં તો ગાજર લટકાળી તમારો સમય તો પસાર કરી નાખ્યો છે.😤
#કડવું_છે_પણ_સત્ય_છે
#Reality_of_Gujarat_Model
🔴 ભરતીનું #ગાજર કેટલે પહોંચ્યું...!? 😅
✍️ ટેટ ટાટ પાસ ઉમેદવારોની ભરતી કેમ નથી થતી!? શું તમે જાણો છો...🤔👇🏻
સરકારી આંકડા પ્રમાણે શિક્ષણ વિભાગમાં "75000 જેવા શિક્ષકોની જગ્યાઓ ખાલી છે."
📌 હવે તમે આવેદન નિવેદન કરો "સાહેબ જગ્યા ભરો, અમારી ભરતી કરો"
🤔 એટલે શિક્ષણમંત્રી શું કહે, "હા હા તમારી ભરતી કરવાની જ છે ને... અમે એના માટે તો આ પદ ઉપર છીએ..."🫡
🧾 એટલે બીજા દિવસે છાપાઓ અને મીડિયાની હેડ લાઈનમાં મોટા મોટા અક્ષરે આવે 👇👇
"શિક્ષણમંત્રીએ ઉમેદવારોને આપી હૈયા ધારણા.. ઉમેદવારો ની શિક્ષણ વિભાગમાં મોટા પાયે ભરતી કરવામાં આવશે."
(ક્યારે અને કેટલી!? એનો કોઈ જ ઉલ્લેખ ન હોઈ🤨)
🤭 છાપામાં આવી ગયું એટલે શિક્ષણમંત્રી અને ઉમેદવારો બન્ને રાજી નાં રેળ..
📌 આમાં 4-5 મહિના જતા રહે એટલે અમુક જાગૃત ઉમેદવાર જાગે અને ઉઘરાણી કરવા જાય એટલે શિક્ષણમંત્રી સીધા તો મળી ન જાય, એકાદ મહિનો લબડાવે પછી મળે એટલે પાછી સુફિયાણી વાતો કરે હા ભરતી નું મને યાદ જ છે પણ હમણાં શું ચૂંટણી નું કામકાજ હતું એટલે એમાં વ્યસ્ત છું, ચાલો હું ફ્રી થઈને જોઇ લઉ છું.
ઉમેદવારો ને એમ થાય કે જોયું શિક્ષણમંત્રી એ આપણને સાંભળ્યા અને હકારાત્મક જવાબ આપ્યો, બહાર આવીને ફરીથી વાહ વાહ કરવાનું શરૂ. 😀 (પણ એને કોણ સમજાવે કે ભરતી અધિકારી કરે છે)
🙃🤫ઉમેદવારોનાં 4-5 મહિના આ ચિગમ ચાવવામાં માં જતા રહે,
😓 વળી પાછા અમુક ઉમેદવારો થોડા અકળાય એટલે પાછા VSK અને શિક્ષણ વિભાગના ચક્કર લગાવવાનું શરૂ કરે..
🤓 અધિકારીઓ પણ શાણા હોઈ એટલે તે મંત્રી ઉપર ઢોળે, અમારા હાથ માં ક્યાં કંઈ છે ! મંત્રી કહે તો અમે ભરતી કરીએ ને ! ઉપરથી મંજૂરી જ નહિ આવતી ને..😤
એટલે ઉમેદવાર પાછા શિક્ષણમંત્રી પાસે દોડે, દર વખતની જેમ શિક્ષણમંત્રી 4-5 વખત લબડાવે એટલે ત્યાં થોડો ગુસ્સો😠 શાંત થઈ જાય અને અમુક સાથે મુલાકાત કરે ત્યારે પાછી નવી કેસેટ શરૂ થઈ જાય હું અધિકારી ને કહી દઉં છું માંગણાપત્રક મંગાવી લે.
😤 મંત્રી એકાદ અધિકારી ને રોફ જમાવતા હોઈ એમ ફોન કરીને ઝાટકતા હોવાનો "ડોળ" (દેખાડો) પણ કરે..
🤭 જોનાર ઉમેદવારોને એમ થઈ જાય કે જોયું મંત્રી સાહેબે તો અધિકારીઓ નો ઉધડો લીધો હવે તો ભરતી આવશે જ..
એટલે પાછા શિક્ષણમંત્રીનાં ગુણગાન ગાવાનું શરૂ..🎷
આમાં ને આમાં 4-5 મહિના જતા રહે ને ભરતી નામે સૂકું પાંદડું પણ ન હલે એટલે .......🍂
🤨 ઉમેદવારો વધારે અકળાય ને ફરી સોશિયલ મીડિયાનાં યોદ્ધાઓ નીકળી પડે હવે તો ભુક્કા કાઢી નાખવા જ છે. 😀
💔 આ વખતે તો શિક્ષણમંત્રીની વાતમાં આવવું જ નથી... હવે તો આંદોલન જ કરવું છે. 💪
🤔એમાં સરકારની પગચૂંબી કરનાર અમુક ટણપા ઉમેદવાર અધિકારી પાસે સારા થવા ચુગલી કરી આવે.🤫
😉એટલે અધિકારી મંત્રીને કહે, સાહેબ આ વખતે ઉમેદવારોનો પારો થોડો ગરમ છે એટલે કંઈક કરવું પડશે. એટલે મંત્રી ચોકઠાં ગોઠવી નાખે ને બીજા દિવસે સવારે ન્યુઝ પેપર માં સમાચાર આવે શિક્ષણ વિભાગ માં થશે મોટી ભરતી, શિક્ષણ વિભાગે કરી તૈયારી શરૂ, "ટુંક સમયમાં જ શિક્ષણ વિભાગમાં કરવામાં આવશે મોટી ભરતી" (ટુંક સમયની વ્યાખ્યા આજદિન સુધી બની જ નથી)
પછી શું ? 🤔
હરખપદુડા ઉમેદવારો પાછા રાજી નાં રેળ...🤩
😄 હવે તો ન્યુઝ પેપર માં આવી ગયું એટલે ભરતી થઈ જ જાય ને...
(પણ ઉમેદવારે ને ક્યાં ખબર પડે છે કે ન્યુઝ પેપરમાં જાહેરાત આવવાથી ઑફિસિયલ નોટીફિકેશન નથી આવી જતું.)🤠
પાછા ઉમેદવારો સપનાઓ જોવામાં 4-5 મહિના પોઢી જાય...😴
પછી અચાનક એક દિવસ જાગે....🤯
પાછા ચાલુ કરે...🧐
"પાર્થને કહો ચઢાવે બાણ,💪
હવે તો યુદ્ધ એ જ કલ્યાણ."💥
"હમ હમારા હક માંગતે નહિ કિસી સે ભીખ માંગતે.." 💪
હવે તો આંદોલન જ કરવાનું છે...💪
અને આ વખતે તો ન્યાય ન મળે ત્યાં સુધી ગાંધીનગર છોડવાનું નથી.😠
બધા એક સાથે ભેગા થઈને આંદોલન કરે..
સરકાર પોલીસ નાં જોરે આંદોલન ડામે,
ઉમેદવારોને રોડ ઉપર ઘસેડવામાં આવે.
શિક્ષણમંત્રી ની નામોશી થાય,
📌પછી શિક્ષણમંત્રીને લાગે હવે ભરતી કરવી પડશે..
એટલે અચાનક આંકડા સાથે "ફક્ત #જાહેરાત" કરવામાં આવે.
આ બધામાં એક નહિ અસંખ્ય આંદોલન થાય, ઉમેદવારો સરકારને જગાડવા અઢળક રચનાત્મક કાર્યક્રમ આપે.અગણિત આવેદન નિવેદન......
ત્યારે માંડ ફક્ત જાહેરાત થાય કે,
1) દર 15 જૂને કાયમી શિક્ષકોની ભરતી કરીશું!!😄
2) દિવાળી પહેલા કાયમી શિક્ષકોની ભરતી કરીશું!!😅
3) ડિસેમ્બરના અંત સુધીમાં કાયમી શિક્ષકોની ભરતી કરીશું!!😆
4) એક મહિનામાં ૨૪,૭૦૦ ને નિમણુંક પત્ર એનાયત કરીશું!!!🤣
(અંતે......કાયમી શિક્ષકોની ભરતી નાં નામે તો મીંડું જ...)⭕️
🔴 કડવું લાગશે પણ સત્ય છે જેને સ્વીકારવું જ પડશે.
બાકી છેલ્લે તો એટલું જ કહીશ કે,
#રઘુકુળ_રીત_સદા_ચલી_આયી
#પ્રાણ_જાયે_પર_વચન_ન_જાયે
☝️આ છેલ્લા ચાર વર્ષ નો ફ્લેશબેક યાદ કરાવ્યો.. હજી આગળ કેટલો સમય નીકળશે તે નક્કી જ નથી...
બોલો સાચું છે કે ખોટું ? તમારો અનુભવ શું કહે છે ?
🤕 એક ટેટ-ટાટ પાસ યુવાનના મન-મસ્તિષ્કમાં ચાલતી પીડા કોણ સમજી શકશે....? 😢
📌 2023 માં દ્વિસ્તરીય પરીક્ષા લીધી,
📌 2023-24 સતત આંદોલનમાં પોલીસ સાથે ઘર્ષણ થયું
📌 2025 ની શરૂઆત છતાં પણ ભરતીની કાગડોળે વાટ જોતા આ યુવાનની પીડા સમજવા અને માંગ પુરી કરવાની તો દૂરની વાત કોઈ સાંભળવા સુધા તૈયાર નથી !
🍭 કાયમી ભરતી...
🍭ક્રમીક ભરતી...
આ બધા મીઠુંડા શબ્દોની માયાજાળ યુવાનો માટે હવે પીડા બની ગઈ છે...
🛑 2 વર્ષ વીતી ગયા છતાં ભરતી ગોકળગાયની ગતિને પણ શરમાવે તેવી ગતિથી ચાલે છે...
😢 2025 આવ્યું પણ હજુ ભરતીનું ઠેકાણું નથી...
📍1 થી 8 નું PML
📍9 થી 12 નું Document Verification રામ જાણે ક્યારે કરશે...
આ રાહમાં ને રાહમાં ક્યાંક આ યુવાનોની ઉંમરનો ઉંબરો પાર ન થઈ જાય...
@kuberdindor@Bhupendrapbjp@narendramodi@CMOGuj@PMOIndia
#TET_TAT_KARUNA_ABHIYAN
આપણો તહેવાર અને આપણી આસ્થા છે #ગરબા_તો_ગુજરાતમાં_જ_રમવા_જોઇએ. બીજે શા માટે જવું જોઇએ.... રમો તમ તમારે કોઇને પેટમાં નહીં દુઃખતું.
(ફ્રેમ 1)⤵️
તો પછી #હક_અધિકાર અને #ન્યાય માટેની #રજૂઆત#ગાંધીનગરમાં જ કરવાની હોય સાહેબ શ્રી @sanghaviharsh અને જયારે રજુઆત અર્થે વિદ્યાર્થીઓ આવે છે ત્યારે કેમ આ હાલત કરવામાં આવે છે???(ફ્રેમ 2)⤵️