મહેસૂલી કર્મચારીઓના પ્રશ્નો માટે આપેલ સમયમાં પરિણામ ન આપી શક્યા તો કર્મચારીઓ પર એક્શન લેવા માટે પત્ર લખીને કર્મચારીઓને ઉશ્કેરવાનું કામ થઈ રહ્યું છે આપ સાહેબને જણાવવાનું કે પ્રશ્નો સોલ્વ કરવાનું વિભાગને સૂચના આપવામાં આવે. @CMOGuj@sanghaviharsh@MLASanjaysinh
સૂઈગામ ભાભર પંથકમાં આવેલા 7 બ્રીજોનું પ્રાંત અધિકારીએ ટેકનીકલ ટીમો સાથે નિરીક્ષણ કર્યું
તમામ બ્રિજો સુરક્ષિત ! બ્રિજોમાં નાની ખામીઓ રીપેરીંગ કરવા સૂચના આપી
સૂઇગામ-જલોયા-નડાબેટ રોડ પર આવેલ 2 માઈનોર બ્રિજ અને ભાભર તાલુકામાં ભારત માલા ના અને નર્મદાના 5 બ્રિજનું નિરીક્ષણ કર્યું
સરહદી વાવ-સુઈગામ તાલુકાના તમામ 122 ગામ સાયરન એલર્ટ સિસ્ટમથી સજ્જ કરાયા...
રાજ્ય સરકારના નિર્દેશોના પગલે બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સરહદી ગામોમાં આધુનિક સાયરન એલર્ટ સિસ્ટમ સ્થાપિત કરાતા ગામ લોકોની સુરક્ષા વધુ મજબૂત બની...
#BorderSecurity#Banaskantha@CMOGuj
આવતીકાલે તા. 07- 05- 2025ના રોજ 07.45 PM થી 08:15 PM (30 મિનિટ સુધી) ઓપરેશન અભ્યાસ અંતર્ગત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં થનાર બ્લેકઆઉટ સંદર્ભે આ સમયગાળા દરમ્યાન પ્રકાશ ઉપકરણ/લાઈટ બંધ રાખવા જિલ્લાના તમામ નાગરિકો તથા સંસ્થાઓને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવે છે. @CMOGuj
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના 'વિકાસ ભી, વિરાસત ભી' ધ્યેયને સાકાર કરતા ગુજરાતના ઐતિહાસિક શહેર વડનગરની તાજેતરની મુલાકાત દરમિયાન ગુજરાત ટાઇટન્સની ક્રિકેટ ટીમે ધાર્મિક તેમજ પુરાતત્વીય મહત્ત્વ ધરાવતા હાટકેશ્વર મહાદેવ મંદિરની મુલાકાત લઈ ધન્યતા અનુભવી.
આજે રાજ્યની શાળા વ્યવસ્થાપન સમિતિઓના સભ્યો સાથે વાર્તાલાપ દરમિયાન બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકાની ઉત્તમપુરા પ્રાથમિક શાળામાં પહેલા ધોરણમાં ભણતી દીકરી શામ્યા એ ગીતાજીનો શ્લોક સુંદર રીતે ગાઈ બતાવ્યો. દીકરીના મુખે આ શ્લોક સાંભળીને ખૂબ હર્ષની લાગણી થઈ.
આપણે નવી પેઢીને એ રીતે તૈયાર કરવી છે કે એ આધુનિક શિક્ષણ તો મેળવે જ, પણ સાથે-સાથે આપણી વિરાસતને.. આપણી સંસ્કૃતિ અને સંસ્કારોને.. ઉચ્ચ માનવીય મૂલ્યોને પણ જાળવીને રાખે.
આમાં શિક્ષકો અને વાલીઓની ભૂમિકા ખૂબ મહત્ત્વની છે. આ જ રીતે આપણે ઉત્તમ સમાજ, રાજ્ય અને રાષ્ટ્રનું નિર્માણ કરી શકીશું.
દીકરી શામ્યાને આશીર્વાદ અને ઉજ્જ્વળ ભવિષ્યની ખૂબ-ખૂબ શુભકામના. શાળા પરિવારને પણ અભિનંદન.
માધવપુર ઘેડનો મેળો એટલે ભગવાન શ્રી કૃષ્ણ અને માતા રૂક્ષ્મણીજીને લગ્નના પવિત્ર સંબંધથી જોડતો જ્ઞાન, ભક્તિ અને હર્ષોલ્લાસનો મેળો…
આવો, આ અલૌકિક સાંસ્કૃતિક ઉજવણીમાં સહભાગી બનીએ,જ્યાં એક ભારત,શ્રેષ્ઠ ભારતની ભાવના આ પ્રાચીન મેળામાં ઉજાગર થાય છે.
#MadhavpurFair2025#MadhavpurFair
સરકારની વહીવટી કામગીરીને વધુ અસરકારક બનાવવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો અનોખો અભિગમ.
હવે નાગરિકો GARC ની વેબસાઈટ - https://t.co/kPeccyea27 પર જઈને સરકારની કામગીરીને વધુ ગતિશીલ બનાવવા આપી શકો છે પોતાના સૂચનો.
#GARCsuggestion#Banaskantha@CMOGuj@CollectorBK
વનનું સંરક્ષણ એટલે સમગ્ર જીવસૃષ્ટિનું સંરક્ષણ.
વન અને વન્ય સૃષ્ટિના જતન અને સંવર્ધન માટે પ્રતિબદ્ધ છે ગુજરાત સરકાર. આવો, આપણે સૌ આપણા વૈભવશાળી વનના વારસાને જીવંત રાખવા જાગૃત બનીએ અને અન્યને પણ પ્રેરિત કરીએ.
#GreenGujarat#GreenBanaskantha@CMOGuj@CollectorBK