આજ રોજ મે.જિલ્લા વિકાસ અધિકારી સાહેબશ્રી દ્વારા વાલીયા તાલુકાના ડહેલી ગામની મુલાકાત લેવામાં આવી. જેમાં ગ્રામ પંચાયત, આંગણવાડી કેન્દ્ર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને શાળાની મુલાકાત લીધી.
@DDOBHARUCH1#ConnectBHC
આજ રોજ ધોળગામ પ્રાથમિક શાળા ખાતે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશઉત્સવ અંતર્ગત હાજરી આપી, નાના ડગલાં ભરી ભારતનું ભવિષ્ય બનનારા નાના ભૂલકાઓને શાળા પ્રવેશ કરાવ્યો.
#ConnectBHC#શાળાપ્રવેશઉત્સવ
"પ્રગતિનો પ્રવેશ ઉત્સવ"
આજરોજ પ્રાથિમક શાળા ભીલોડ ખાતે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશઉત્સવ અંતર્ગત હાજરી આપી અને નાના ભૂલકાઓને વિધાર્થી કાળની શરૂઆત કરાવી.
#ConnectBHC#શાળાપ્રવેશઉત્સવ
પ્રજાલક્ષી અભિગમ અને વિકસિત ગુજરાત લક્ષ્ય ૨૦૪૭ ને સિદ્ધ કરવાની પહેલ રૂપે આજે વાલિયા તાલુકાના ભામડિયા ગામ ખાતે જન કલ્યાણ શિબિર યોજવામાં આવી.
@InfoBharuchgog@MamValia#ConnectBHC
આયુષ્માન એપ હવે વધુ સ્માર્ટ અને સરળ!
તમારી આરોગ્ય સેવા હવે તમારા હાથમાં – આપની પાત્રતા ચેકથી લઈને ઈ-કાર્ડ, હોસ્પિટલની શોધ અને સારવાર ઈતિહાસ સુધી બધું એક જ જગ્યાએ.
આજે જ ડાઉનલોડ કરો #PMJAY એપ અને મેળવો ₹10 લાખ સુધીની મફત સારવારની સુવિધા..!
#AyushmanApp#AyushmanBharat#GOG
ગુજરાત સરકારના અન્ન નાગરિક પુરવઠા વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી મોના ખંધારે જણાવ્યું છે કે,રાજ્યમાં પેટ્રોલ અને ડિઝલની કોઈ તંગી નથી. તેમણે કહ્યું કે, રાજ્ય પાસે પેટ્રોલ–ડિઝલનો પૂરતો જથ્થો ઉપ્લબ્ધ છે તેમ જ બફર સ્ટોક પણ ઉપ્લબ્ધ છે.
@DDOBHARUCH1@CollectorBharch@InfoBharuchgog
"રાજ્ય પાસે પેટ્રોલ અને ડીઝલનો જથ્થો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ, જનતાએ સંગ્રહખોરી કે પેનિક કરવાની કોઈ જરૂર નથી..."
રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલની અછત વર્તાઈ રહી હોવાની સોશિયલ મીડિયા પર ચાલી રહેલી અફવા સંદર્ભે રાજ્યના નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે, રાજ્યમાં ઈંધણનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે અને નાગરિકોએ કોઈપણ પ્રકારની અફવાઓથી ગભરાવાની જરૂર નથી. માન. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આ બાબતે દર બે દિવસે ખાસ રિવ્યૂ લઈ રહ્યા છે...
નાયબ મુખ્યમંત્રીશ્રીએ રાજ્યના તમામ નાગરિકોને વિનંતી કરી છે કે સોશિયલ મીડિયામાં વહેતી થતી ખોટી માહિતી કે અફવાઓ પર વિશ્વાસ ન કરવો અને આવી અફવાઓ ફેલાવવી પણ નહીં...
ઈંધણના સપ્લાય અંગે વિગતો આપતા તેમણે ઉમેર્યું હતું કે, આજે બપોરે જ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં ઈંધણ જથ્થાના મુદ્દે એક મહત્ત્વની બેઠક યોજવામાં આવી હતી. રાજ્યના તમામ પેટ્રોલ પંપ પર ઈંધણ નિયમિત રીતે મળી રહે તે માટે સતત રિવ્યૂ લેવામાં આવી રહ્યાં છે. જો ક્યાંય સપ્લાયમાં ટેકનિકલ કે અન્ય કોઈ ઇસ્યૂ હશે તો તેની તાત્કાલિક નોંધ લઈને નિરાકરણ લાવવામાં આવશે...
શ્રી સંઘવીએ જણાવ્યું કે, જો રાજ્યમાં ક્યાંય પણ ઈંધણની તંગી કે અફવા ફેલાવવાની જાણકારી મળે, તો તે મુદ્દે તત્કાલિક ધોરણે જરૂરી પગલાં લેવા માટે તંત્રને સજ્જ કરી દેવામાં આવ્યું છે. રાજ્યમાં ઈંધણની વ્યવસ્થા સુચારુ છે અને તંત્ર પરિસ્થિતિ પર ઝીણવટભરી નજર રાખી રહ્યું છે...
#GujaratGovernment #Petrol #Diesel #Gujarat @CMOGuj@Bhupendrapbjp@sanghaviharsh