હવે ગુજરાતના લાખો ફિક્સ પગારના કર્મચારીઓ સુપ્રીમ કોર્ટ ના ચૂકાદાની રાહ જોઇને બેઠા છે.૧૪ વર્ષ થઈ ગયા પરંતુ હજી સુધી ચુકાદો આવ્યો નથી.આથી સરકારને નમ્ર અરજ છે કે જલ્દી નિર્ણય લે જેથી કર્મચારીઓને લાચારી ભોગવવી ના પડે🙏#Remove5yearFixpay#Remove_Fixpay_in_gujarat#શોષણમુક્તગુજરાત
@drpradyumanvaja 🙏🏻
માનનીય શિક્ષણ મંત્રીશ્રી,
હાલ ચાલી રહેલ TAT-S અને TAT-HS ની ફાળવણી બાદ પણ કુલ ૩૭૮૩થી વધુ જગ્યાઓ ખાલી છે
વિનંતી છે કે
બીજો રાઉન્ડ કાઢી તમામ ખાલી જગ્યાઓ ભરવામાં આવે
જેથી ઉમેદવાર અને વિદ્યાર્થીઓનું ભવિષ્ય ઉજ્જવળ બને.
આશા રાખીએ છીએ આપ પાસે થી
@Bhupendrapbjp
🔥હા વાત સાચી પણ બીજા વિષય મા પણ જગ્યાઓ ખાલી રાખી છે અને ઉમેદવારો પણ છે... એવી રીતે 9 અને 10 મા પણ ખાલી જગ્યા રહી છે અને TAT પાસ ઉમેદવાર પણ છે......10700 ની ભરતી મા 3500 થી 4000 જગ્યાઓ ખાલી રાખી છે અને 2200 જગ્યાઓ નાણાં વિભાગ દ્વારા મંજૂરી મળી હતી એ જગ્યા... એમ 6000 + જગ્યા ...
માનનીય મુખ્યમંત્રીશ્રી @Bhupendrapbjp જી,
સસ્નેહ નમસ્કાર,
હું આપનું ધ્યાન વાવ અને થરાદ વિધાનસભા વિસ્તારમાં તાજેતરની કુદરતી આફતોને કારણે થયેલ ગંભીર નુકસાન તરફ દોરું છું. અતિવૃષ્ટિ અને પૂરને લીધે પાકનું વ્યાપક નુકસાન, જમીનધોવાણ, ઘરોનું ધરાશાયી થવું અને પશુઓનું મૃત્યુ થયું છે, જેનાથી ખેડૂતો અને નાગરિકો આર્થિક સંકટમાં છે.પશુઓનું મૃત્યુ અને નુકસાનથી પશુપાલકોને તકલીફ પડી છે સાથે પોસ્ટમોર્ટમની શરતને કારણે વળતરમાં વિલંબ થાય છે, જેનાથી રોગચાળાનો ભય છે.આપ સાહેબશ્રીને નમ્ર અપીલ છે કે
(1)પાકનુકસાન, જમીનધોવાણ, ઘરધરાશાયી અને પશુનુકસાનનું તાત્કાલિક સર્વેક્ષણ કરી પીડિતોને નાણાકીય વળતર આપવું.
2. બેઘર પરિવારો માટે રહેવાની વ્યવસ્થા અને પુનર્વસન યોજનાઓ અમલમાં મૂકવી.
3. રોગચાળાની શક્યતા ટાળવા પશુઓના નિકાલ માટે તાત્કાલિક પગલાં લેવા અને પશુઓમાટે ઘાસચારાની વ્યવસ્થા કરવામાં આવે ,
આ ત્વરિત પગલાંથી ખેડૂતો અને નાગરિકોને રાહત મળશે અને તેઓ જીવન ફરી શરૂ કરી શકશે. આપના સકારાત્મક પ્રતિસાદ અને ઝડપી કાર્યવાહીની આશા છે.
આભાર સહ,@CMOGuj
@AANANDSHAR76654 શિક્ષકોની ભરતી પૂરી કરો
બધી જગ્યા ઉપર ભરતી કરો
ધોરણ નવ થી 12 ભરતી પૂર્ણ કરો
શિક્ષણ સાથે ચેડા કરવાનું બંધ કરે સરકાર
શિક્ષણમાં રાજનીતિ ના ચાલે.