જહાજો એ ડૂબાડી દીધાંના દાખલા છે
ને તણખલાઓએ તારી દીધાંના દાખલા છે...✨
હસ્તી ક્યાં હતી એક રાજા આગળ એની છતાંય...
જાળ કાતરી ઉંદરે સિંહ છોડાવ્યાના દાખલા છે...💥
છો તાકતવર તમે પણ અન્યને કમજોર ના સમજો,
અહીં દોડમાં કાચબાએ સસલાને હરાવ્યાના દાખલા છે...🤞🏻
એવાં લક્ષ્યની પ્રાપ્તિ માટે નીકળી પડી છું,
જ્યાં રસ્તો માત્ર એકતરફી છે,
એક નાનકડી એવી કેડી,
જ્યાં ન તો કોઈ વાહન લઇને જઈ શકાય એવું છે,
ન તો કોઈ શોર્ટકટ છે,
અડધે જ અટવાયેલા,
પાછાં ન વળી શકતા મુસાફરોને જોઈને,
નિરાશા છવાય જાય છે,
પણ ફરી આત્મવિશ્વાસ ઊભો કરી અને સતત ચાલતી રહું છું,