#સત્ય_ઘટના .......
એક તરફ વ્યવસ્થાની લાચારી અને બીજી તરફ એક યુવાનનો મક્કમ નિર્ધાર. સિસ્ટમને કારણે નિષ્ફળ થયેલ વ્યક્તિ પુરા ગુજરાતમાં #પ્રથમ ક્રમાંકે પાસ થયો.
કહેવાય છે કે "કસોટી તો એની જ થાય છે જે સમર્થ હોય છે." પરંતુ જ્યારે આ કસોટી કોઈની મહેનત પર નહીં, પણ સિસ્ટમની નિષ્ફળતાને કારણે લેવાય ત્યારે ભલભલા હિંમત હારી જાય છે. આજે વાત કરવી છે એક એવા વ્યક્તિની જેણે સાબિત કરી દીધું કે નસીબના દરવાજા ભલે બંધ થાય, પણ જો મહેનતની ચાવી તમારી પાસે હોય તો સફળતાનું તાળું ખુલવું જ પડે છે. નસીબ ભલે સાથ ન આપે, પણ પરિશ્રમ ક્યારેય દગો નથી દેતો એ સાબિત કરનાર છે "#કલ્પેશસિંહ_મહોબતસિંહ_ચૌહાણ"
🎯એક સમયે સપનાઓ પર ફરેલું સિસ્ટમનું 'બુલડોઝર'👇🏻
એક સામાન્ય યુવાન જ્યારે સરકારી નોકરીનું સપનું જુએ છે, ત્યારે તેની પાછળ વર્ષોની તપસ્યા, રાતની ઊંઘ અને પરિવારની અપેક્ષાઓ હોય છે. કલ્પેશસિંહે પણ એ જ રીતે મહેનત કરી, GETCO PA ની જાહેરાત આવી 6/3/24, પ્રિલિમ પરીક્ષા લેવાય(Tier-1 Exam: 23/6/2024) ત્યારબાદ મુખ્ય પરીક્ષા લેવાય (Tier-2 Exam: 22/9/2024) પછી પ્રાથમિક મેરિટ યાદી જાહેર થઈ (Provisional list 10/10/2024),
(#કલ્પેશસિંહ_ચૌહાણ આ ભરતીમાં 36 માં ક્રમે પાસ)
એમાંથી સ્ક્રુટીની કરી નિયમ પ્રમાણે પ્રમાણપત્રની ચકાસણી માટે યાદી જાહેર થઈ(DV List published = 13/11/2024) પ્રમાણપત્રોની ચકાસણી કરવામાં આવી (DV = 19/20 Nov), ત્યારબાદ મેડિકલ વેરીફીકેશન કરવામાં આવ્યું (Medical = 13 dec to 3 Jan) અને ફાઇનલી નોકરી ક્યાં કરવાની થશે તેના માટે ઉમેદવારો માટે "સર્કલ ચોઈસ" કરવામાં આવ્યું (25/27 Jan.) ઉમેદવાર માંથી અધિકારી બનાવનું અંતિમ તબ્બકો પણ પૂર્ણ...
📌નિમણૂંકમાં વાર લાગતા અને દાળમાં કશુંક કાળું લાગતા જાગૃત નાગરિકો દ્વારા પ્રશ્ન પૂછવામાં આવ્યો GETCO માં PA પોસ્ટ માટે સ્ટાફ સેટઅપ ક્યાં છે ? આ ભરતી કરવા માટે શું EPD ની મંજૂરી લીધી હતી તો તેનો લેટર આપો.......
🛑અચાનક GUVNL અને GETCO ને બ્રાહ્મજ્ઞાન થયું અને રાતો રાતો વેબસાઇટ ઉપર એક કાગળ લટક્યો જેમાં લખ્યું હતું વહીવટી કારણોસર "#ભરતી_રદ" તમને તમારી ભરેલ 500 રૂપિયા ફી પરત મળી જશે !(04/08/2025)
😥વિચારો ઉમેદવારોની વર્ષની મહેનતનું શું ?
😥ફાઈનલ પસંદગી પામેલ 157 જેટલા ઉમેદવારીના ભવિષ્યનું શું ?
😥આ ઉતીર્ણ થયેલા ઉમેદવારો અને એમના પરિવાર ઉપર શું વિત્યું હશે ?
👆🏻આ ષડયંત્ર હતું અમુક લેભાગુ યુનિયનના સત્તાધીશ અને કહેવાતા ઊંચ ભ્રષ્ટાચારી અધિકારીઓનું જેનો ભોગ સામાન્ય ઉમેદવાર અને એમનો પરિવાર બન્યો.
🚫વિચારો, જે વ્યક્તિએ પોતાના સપનાને વેરિફિકેશન ટેબલ સુધી પહોંચાડી દીધું હોય, તેના પર આ કેવો વજ્રઘાત હશે ? સરકાર અને સિસ્ટમની બેદરકારીને કારણે વર્ષોની મહેનત એક ક્ષણમાં ધૂળમાં મળી ગઈ. કોઈપણ સામાન્ય વ્યક્તિ આ તબક્કે તૂટી જાય,વ્યવસ્થાને કોસે કે હાર માની લે.
પરંતુ, 👇🏻
#કલ્પેશસિંહ અલગ માટીના બનેલા હતા. તેમણે આ અન્યાયને પોતાની લાચારી નહીં, પણ પોતાની તાકાત બનાવી. મનમાં એક જ જિદ હતી "જો સિસ્ટમ મને એકવાર પાછો પાડે તો મારે એવી રીતે પાછા આવવું છે કે સિસ્ટમ પણ સલામ કરે." ભરતી રદ થઈ એ દુઃખને તેમણે પુસ્તકોની મહેનતમાં રૂપાંતરિત કર્યું. ફરી એ જ વાંચન, ફરી એ જ રાતોના ઉજાગરા અને ફરી એ જ એકલવ્ય જેવી સાધના. તેમણે હિંમત હારવાને બદલે હિંમતને હથિયાર બનાવ્યું અને નિષ્ફળતાને બનાવી સફળતાની સીડી.
🎉"#GSECL PA ની પોસ્ટમાં સમગ્ર ગુજરાતમાં 'પ્રથમ' આવી: એક જડબાતોડ જવાબ આપ્યો"🎉
મિત્રો કુદરત પણ એની જ પરીક્ષા લે છે જે તેને સહન કરવાની શક્તિ રાખે છે. માત્ર પાસ થવું તો ઠીક, પણ કલ્પેશસિંહે સમગ્ર ગુજરાતમાં પ્રથમ ક્રમાંક (#Rank_1) મેળવીને એ સિસ્ટમને જવાબ આપ્યો જેણે તેમની જૂની મહેનતને રદબાતલ ગણાવી હતી. આ વિજય માત્ર એક નોકરીનો નથી, પણ એ દરેક યુવાનના આત્મવિશ્વાસનો છે જે સિસ્ટમ સામે લડી રહ્યો છે.
#કલ્પેશસિંહની આ સફર આપણને ત્રણ વાતો શીખવે છે:👇🏻
📌#ધીરજ : પરિસ્થિતિ ગમે તેટલી વિપરીત હોય, તમારો સમય આવશે જ.
📌#ઝનૂન : નિષ્ફળતા ત્યારે જ મળે જ્યારે તમે હાર માની લો, બાકી તો એ માત્ર એક 'વિરામ' છે.
📌#પરિણામ : જ્યારે તમે શાંત રહીને મહેનત કરો છો, ત્યારે તમારું પરિણામ આખા રાજ્યમાં ગાજે છે.
ધન્ય છે કલ્પેશસિંહના ક્ષાત્રવટ અને તેમની અડગ મહેનતને! સિસ્ટમ હારી, પણ 'સિંહ' જીત્યો જેવો ઘાટ ઘડાયો : કલ્પેશસિંહ ચૌહાણના અતૂટ મનોબળની વિજયગાથા ગુજરાતના ખૂણે ખૂણે તૈયારી કરતા દરેક ઉમેદવાર માટે એક આશાનું કિરણ છે.
"મુશ્કેલીઓ તો માત્ર રસ્તામાં આવતા પથ્થરો છે,જો હિંમત હોય તો એ જ પથ્થરો પર ચઢીને સફળતાના શિખર સર કરી શકાય છે." કદાચ આ શબ્દો કલ્પેશસીંહ માટે જ લખાયા હશે.
👆🏻સિસ્ટમની નિષ્ફળતા સામે 'કલ્પેશસિંહ' (ગામ : હરસોલી, દહેગામ) ના આત્મબળનો વિજય.
નિરાશાના અંધકારથી સફળતાના શિખર સુધી
✍🏻 યુવરાજસિંહ જાડેજા(યુયુત્સુ)
@KanuDesai180 ઉમેદવારો નો કોઈપણ વાંક ગુનો ના હોવા છતા, ભરતીમા કોઈપણ ભ્રષ્ટાચાર ના થયો હોવા છતા ફક્ત અને ફક્ત સરકારી અધિકારીઓ ની બેદરકારીથી ભરતી કેન્સલ કરવી એ ક્યાનો ન્યાય છે? સજા કરવી હોય તો અધિકારી ને કરો.. એમના ગુનાઆની સજા ઉમેદવારો શા માટે ભોગવે?
#GETCO PA-1
@KanuDesai180 ઉમેદવારો નો કોઈપણ વાંક ગુનો ના હોવા છતા, ભરતીમા કોઈપણ ભ્રષ્ટાચાર ના થયો હોવા છતા ફક્ત અને ફક્ત સરકારી અધિકારીઓ ની બેદરકારીથી ભરતી કેન્સલ કરવી એ ક્યાનો ન્યાય છે? સજા કરવી હોય તો અધિકારી ને કરો.. એમના ગુનાઆની સજા ઉમેદવારો શા માટે ભોગવે?
#GETCO PA-1
પ્રતિ,
માનનીય ઊર્જા મંત્રીશ્રી,
ગુજરાત સરકાર, ગાંધીનગર.
વિષય: નિવૃત્ત કર્મચારીને કંપનીની LCC, CLC, LMC જેવી મીટીંગોમાં નિયમો વિરુદ્ધ ગેરકાયદેસર હાજરી આપવાની ગંભીર બાબત અંગે તાત્કાલિક કાર્યવાહી કરવા બાબત.
અનુસંધાન : બોર્ડ સર્ક્યુલર નં. IRO(T)/Union/Retd. Emp./295 તા. 02/09/2004
માનનીય સાહેબ,
ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિ. અને તેની સંલગ્ન કંપનીઓમાં વર્ષ 2004ના બોર્ડના સ્પષ્ટ સર્ક્યુલર મુજબ નિવૃત્ત થયેલા કર્મચારીઓને કોઈ પણ પ્રકારની સત્તાવાર મીટીંગોમાં (LCC, CLC, LMC વગેરે) યુનિયન પ્રતિનિધિ તરીકે હાજરી આપવા સંપૂર્ણ પ્રતિબંધ છે. તેમ છતાં આજદિન સુધી નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે.આજ સુધી કંપનીના કેટલાક સત્તાધીશો એ નિયમોને કચરાપેટીમાં નાખેલા લાગે છે.
નિવૃત્ત કર્મચારી જે હાલ યુનિયનના સિનિયર જનરલ સેક્રેટરી તરીકે પોતાને રજૂ કરે છે, તેઓ વારંવાર કંપનીની મીટીંગોમાં ગેરકાયદેસર રીતે હાજરી આપે છે. મળતી માહિતી દ્વારા આ નિયમવિરોધી હાજરી દ્વારા: પોતાનાં અંગત કામો કરાવી લે છે, કોન્ટ્રાક્ટ અને ભરતી પ્રક્રિયામાં દબાણ કરી પોતાના સગા-વહાલા માટે ગેરલાભ મેળવે છે, કંપની મેનેજમેન્ટ ઉપર દબાણ લાવી ભ્રષ્ટાચાર અને ગેરરીતિને પ્રોત્સાહન આપે છે.આવા બિન અધિકૃત લોકો માટે કંપનીની મીટીંગો “પારિવારિક દરબાર” બની ગઈ છે.
નિયમો કાગળ પર જ લખવા માટે બને છે ? કે પછી કંપનીના દરવાજા પાસે લગાડેલા બોર્ડ જેમ, “ફક્ત દેખાવ માટે”?
તાજેતરમાં GETCO તેમજ PGVCL સાથે યોજાયેલી મીટીંગોમાં આવા બિન અધિકૃત લોકોની હાજરી નોંધાઈ છે, જે સ્પષ્ટ રીતે GEB સર્ક્યુલર-2004નું ઉલ્લંઘન છે. ખાસ કરીને PA-1 ભરતી જેવી ગેરરીતિ પાછળ પણ તેમનું દબાણ કાર્યરત રહ્યું છે તે તમામ જગાએ ચર્ચાય રહ્યું છે.
પ્રશ્ન એ છે કે–
👉 શું કંપનીના સત્તાધીશો નિયમોથી અજાણ છે ?
👉 કે પછી તેઓને જ એ નિવૃત્ત કર્મચારીની છત્રી નીચે બેસીને આરામ મળે છે ?
👉 જો નિયમોનું પાલન જ કરવાનું ન હોય તો આટલા સર્ક્યુલરો કાઢવા પાછળનો નાટક શા માટે ?
તાજેતરમાં થયેલી મીટીંગોમાં નિયમો વિરુદ્ધ અમુક બિન સત્તાવાર તત્વોની હાજરી એ સાબિત કરે છે કે કાયદો કાગળ પર છે, હકીકતમાં “કાયદો નિવૃત્ત થઈ ગયો છે.”અને મળતી માહિતી પ્રમાણે હવે હવે 09/09/2025 ના રોજ PGVCL દ્વારા ફરીથી યુનિયન સાથે મીટીંગ બોલાવવામાં આવી છે. જો આ મીટીંગમાં ગેરકાયદેસર અને નિયમ વિરુદ્ધ લોકોની હાજરી રહે તો તે સીધું બોર્ડના પરિપત્રનું ઉલ્લંઘન ગણાશે અને મિલીભગત છતી થશે અને તેની સામે ઉગ્ર વિરોધ નોંધાવામા આવશે.
અમારી સ્પષ્ટ માંગણી:
1. તાત્કાલિક અસરથી નિવૃત્ત કર્મચારીઓને કોઈ પણ પ્રકારની સત્તાવાર મીટીંગોમાં હાજરી આપવા પ્રતિબંધિત કરવામાં આવે.
2. બોર્ડના 2004ના સર્ક્યુલરનું કડક પાલન કરાવી તમામ સંલગ્ન કંપનીઓને સ્પષ્ટ આદેશ આપવામાં આવે.
3. નિયમોનું ઉલ્લંઘન કરનારા કંપની અધિકારીઓની પણ જવાબદારી નક્કી કરવામાં આવે..
સાહેબ, જો નિયમોનું ઉલ્લંઘન આમ જ ચાલશે તો કંપનીના મકાનમાં ભ્રષ્ટાચારનો પાયો વધુ મજબૂત થશે અને ભરતીમાં સગાવહાલા ધકેલવાની પરંપરા જમાનું નવું “લિખિત બંધારણ” બની જશે.
અમારી સ્પષ્ટ ચેતવણી છે કે જો 09/09/2025ની મીટીંગમાં ફરીથી નિવૃત્ત કર્મચારીને આમંત્રિત કરાશે તો અમે ઉગ્ર વિરોધ અને જાહેર પ્રહાર કરવા મજબૂર થઈશું, જેની સંપૂર્ણ જવાબદારી સત્તાધીશો પર જ રહેશે.
આવાં બિન સત્તાવાર અને બિન અધિકૃત નિવૃત્ત કર્મચારીની કોઈપણ રજૂઆત, ફરિયાદ કે નોટિસો પર કંપનીના સત્તાધીશો ધ્યાન આપશે તો તે કાયદાનો અપમાન અને પરિપત્રની સીધી અવહેલના ગણાશે અને જો તેને માન્યતા અપાશે તો તે સ્પષ્ટ રીતે મેનેજમેન્ટની મિલીભગત સાબિત કરશે.
જો આ બાબતને હળવાશથી લેવામાં આવશે તો આવનારા સમયમાં ભ્રષ્ટાચાર, ગેરલાભ અને સગાવહાલાની ભરતીમાં વધારો થશે. આ સમગ્ર પરિસ્થિતિ સામે અમારી તરફથી ઉગ્ર આંદોલન શરૂ કરવાનું નિર્વિધ્ન જાહેર કરવું પડશે, જેની સંપૂર્ણ જવાબદારી કંપની મેનેજમેન્ટ અને સંબંધિત અધિકારીઓની રહેશે.
✍🏻 યુવરાજસિંહ જાડેજા
#સગાવહાલાશાહી #GEB #UGVCL #PGVCL #GETCO
#EnergyDepartment #ગુજરાતઉર્જાવિકાસનિગમ
#Corruption #RuleViolation
#RetiredEmployeeMisuse #Accountability
#નિયમોનુઉલ્લંઘન
@KanuDesai180@Bhupendrapbjp@InfoGujarat@UGVCL_official@PaschimGujVCL@GuvnlOfficial@GujEPD@GuvnlOfficial@mgvcl_mgvcl@InfoGujarat@CMOGuj@timesofindia@ndtv@IndianExpress@irushikeshpatel@VtvGujarati@tv9gujarati@abpasmitatv@GSTV_NEWS@sandeshnews@News18Guj@Zee24Kalak@devanshijoshi71@Jamawat3@nidhirpatel6@Janak_Sutariyaa@JournoJayesh@hdraval93@DevendraBhatn10@chintanbhogayta@chintan_acharya@Divya_Bhaskar@tgbasiya@NewsNavajivan@gopimaniar@ImVimit@iDixitThakrar@KKanteliya@SamirParmar1947@BhavikSudra3@Vivekdoza