@CommissionerVmc Amrdeep Complex, Gotri. Facing overflow of drainage problem since last 2 Year. Every time we loudge complaint and vmc do temprory solution. After 10 to 15 days same issue repeated.. please do some permanent solution for this...
વિધાર્થીઓ શાળાએ મોડા પડે અને આચાર્ય શિસ્તના ભાગરૂપે પ્રાર્થના પૂરી થાય પછી જ પ્રવેશ આપવા કહે અને તમે બાળકોના વાલી તરીકે એ અનિયમિતતાને સમર્થન આપી આરોપ પ્રત્યારોપ કરવાનું ચાલુ કરો તો તમે તમારા જ બાળકોના ભવિષ્યને અંધકારમાં નાખી રહ્યા છે.
આવા શિસ્ત શીખવતા દરેક શિક્ષકોને ધન્યવાદ 🙏🏻
MGVCL Staff Protest Amid Monsoon Fears in Vadodara
With monsoon nearing, MGVCL technical staff have raised concerns over being pushed into smart meter and recovery work while critical maintenance remains incomplete. Employees say severe staff shortages and rising workload could trigger major power outages in the city during the rainy season. Demanding fresh recruitment, workers staged a protest against the administration.
મેન્ટેનન્સ અધૂરું મૂકી સ્માર્ટ મીટરના કામે વળગાડાતા કર્મચારીઓનો વિરોધ!
વડોદરામાં ચોમાસું માથે છે ત્યારે વીજ કંપની MGVCLના ટેકનિકલ કર્મચારીઓએ મોરચો માંડ્યો છે.મોટી સંખ્યામાં એકઠા થયેલા કર્મચારીઓનો આક્ષેપ છે કે,ટ્રાન્સફોર્મર અને વીજ લાઈનોની મરામત જેવા મૂળ કામો છોડાવી તંત્ર તેમને સ્માર્ટ મીટર લગાવવા,બિલ વસૂલાત અને વસ્તી ગણતરી જેવા અન્ય કામોમાં તંત્ર દોડાવી રહ્યું છે.ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા ચોમાસા પહેલાં મેન્ટેનન્સ પૂર્ણ કરવા કડક આદેશ અપાયા છે પરંતુ કર્મચારીઓનું કહેવું છે કે સ્ટાફની ભારે અછત વચ્ચે આ કામગીરી સમયસર પૂરી કરવી અશક્ય છે.ખાલી હોવાથી ૫૦૦ જેટલા કર્મચારીઓ પર કામનો અતિશય બોજો વધ્યો છે, જેને કારણે ચોમાસામાં શહેરમાં મોટા અંધારપટનો ખતરો મંડરાઈ રહ્યો છે આજે વિરોધ પ્રદર્શન કરી નવી ભરતીમોં માંગ કરી હતી.
#SIR
આ ઉષાબેન સોલંકી છે. વડોદરામાં BLO સહાયક તરીકે કામગીરી કરતા ઢળી પડ્યાં અને મોતને ભેટ્યા. કેરળ, રાજસ્થાન, બંગાળ, ગુજરાત સહિત અનેક રાજ્યોમાં છેલ્લા 16 દિવસમાં 10 કરતા વધુ BLO કામ કરતા મોતને ભેટ્યા અથવા આપઘાત કરી લીધો. આ તો કેવી સિસ્ટમ જે કોઈનો જીવ લઈ લે? આપણે ત્યાં healthy work life જેવી વાતો વધારે પડતી જ છે કારણકે એ કલ્ચર જ નથી. નારાયણ મૂર્તિ જેવા ઉદ્યોગપતિઓની એક સપ્તાહમાં 70 કલાકના કામની વાતો એ સાબિત કરે જ છે પણ એમાં પણ બધે સરખું નથી. એક તરફ એ નેતાઓ છે જેઓ વર્ષમાં ભાગ્યે 28 દિવસ ગૃહમાં જાય અને ભાગ્યે જ ઓફિસમાં કે લોકો વચ્ચે દેખાય અને બીજી બાજુ ભયંકર શોષણ પણ લોકો આમ ટપોટપ મરવા લાગે એવું પણ ન હોવું જોઈએ.
#BLOdeaths
“ ગુજરાતની જનતાના ટેક્સના પૈસાથી ભાજપના ધારાસભ્યો ને લીલા લહેર ”
નવાઈની વાત તો એ છે કે ફાઈવ સ્ટાર ફ્લેટનું દૂધની થેલી કરતા પણ ઓછું ભાડું રાખવામાં આવ્યું છે સરકારી સુવિધાઓ સાથેના ફ્લેટ નું ભાડું માત્ર ૩૭.૫૦ રૂપિયા રાખવામાં આવ્યું છે.
સામાન્ય લોકો માટે ઘરની યોજનાઓના નામે માત્ર જાહેરાતો કરવામાં આવી છે અને ધારાસભ્યો માટે ૨૨૦ કરોડના ફાઇવ સ્ટાર ફ્લેટ્સ ફાળવવામાં આવ્યા છે.
જ્યારે એ જ જનતા, જેના ટેક્સથી આ બધું બન્યું છે,
તે હજી પણ ભાડાના રૂમમાં રહે છે, પાણી માટે લાઈનમાં ઊભી રહે છે, અને બાળકો હજી પણ સરકારી શાળાની તૂટી ગયેલી દિવાલોમાં ભણે છે ગુજરાતની જનતાનું છેલ્લા ત્રણ દાયકાથી ફક્ત અને ફક્ત ભાજપે શોષણ જ કર્યું છે જનતાને મોટી મોટી વાતો અને ફાંકા ફોજદારી કરી ને છેતરી ખાધી છે.
આજે ગુજરાતમાં સ્થિતિ એ છે કે જે લોકોને નેતાઓએ વચનો આપ્યા હતા, એ લોકો ગરીબીમાં જીવે છે, અને જે વચનો આપનારા છે, તેઓ ટેક્સના પૈસે રાજાઓ જેવી જિંદગી જીવે છે ગુજરાતની ભાજપ સરકારે ફક્ત અને ફકત પોતાની પાર્ટીનો સ્માર્ટ વિકાસ કર્યો છે અને તે ગુજરાતની જનતા સારી રીતે જોઈ રહી છે.
ગુજરાત નર્સિંગ કાઉન્સિલ ના રજીસ્ટાર રજિસ્ટ્રાર #પ્રજ્ઞાબેન_ડાભી સાથે મુલાકાત.
📌પ્રાંતિજના #ચિત્રિની_નર્સિંગ_કોલેજે એક દીકરીને ફી ના વાંકે પરીક્ષા આપતા રોકી.
🏛️ફિ ની અડચણ ના કારણે દીકરીનું શિક્ષણ અવરોધતી નામાંકિત નર્સિંગ કોલેજ
🏦કોર્ટના આદેશ છે કે ફી ના વાંકે કોઈ વિદ્યાર્થીને પરીક્ષા આપતા રોકી શકાય નહીં, ત્યારે પ્રિન્સિપાલ કાયદા કરતાં ઊંચા છે ?
👉 કુલ ફી 90,000/- માંથી 69,000/- ભર્યા હોવા છતાં બાકી 21,000/- માટે વિદ્યાર્થીની ચેક લઈને પહોંચી હતી.
👉 પરંતુ પ્રિન્સિપાલશ્રીને “#ચેક” કબૂલ નહોતો, એટલે વિદ્યાર્થીનીના ભવિષ્ય સાથે ચેડા કર્યા.
પ્રાંતિજની ચિત્રિણી સ્કૂલ ઑફ નર્સિંગે એક એવું 'નવલું' ઉદાહરણ પૂરું પાડ્યું છે, જે આપણા 'બેટી બચાઓ, #બેટી_પઢાઓ'ના ભવ્ય નારાને જાણે કાનમાં કહી રહ્યું હોય કે, "ભાઈ, આ બધું ફક્ત જાહેરાત માટે છે, વાસ્તવિકતામાં તો પૈસા બોલે છે!"
👆🏻પ્રાંતિજની આ 'મહાન' કોલેજ. જ્યાં એક દીકરી, અર્ચનાબેન નાયક, ભણવા માટે નહીં, પણ માત્ર ₹21,000ના ચેક માટે પરીક્ષા આપવાથી વંચિત રહી. વાહ! શું શાનદાર નીતિ! એક બાજુ, દેશ ડિજિટલ ઇન્ડિયાના સપના જુએ છે, અને બીજી બાજુ, આ કોલેજ ચેક સ્વીકારવાની ના પાડીને રોકડની માંગણી કરે છે. કદાચ પ્રિન્સિપાલ સાહેબ કેશની ગણતરી કરવી વધુ ગમતી હશે!
⚫આપણા શિક્ષણધામો હવે જ્ઞાનમંદિર નહીં, પણ નોટ છાપવાની ફેક્ટરી બનતા જાય છે તેને રોકવા પડશે.
❓❓હવે પ્રશ્ન એ છે –❓❓
🔴 સરકારના "બેટી બચાવો, બેટી પઢાવો" ના નારા દીવાલ પર ચોંટાડવા માટે છે કે હકીકતમાં દીકરીઓના ભવિષ્યને બચાવવા માટે?
🔴 જ્યારે કોર્ટના આદેશ છે કે ફી ના વાંકે વિદ્યાર્થીને પરીક્ષા આપતા રોકી શકાય નહીં, ત્યારે પ્રિન્સિપાલ કાયદા કરતાં ઊંચા છે ?
🔴 જો આવી પરિસ્થિતિમાં વિદ્યાર્થીની કંઈક ઊંધું પગલું ભરી લે તો જવાબદાર કોણ? કોલેજ? સરકાર? કે #GNC ?
🛑અમને આશ્ચર્ય થાય છે કે ગુજરાત નર્સિંગ કાઉન્સિલ આ સંસ્થા પર ક્યારે કાર્યવાહી કરશે? શું તેઓ ઊંઘી રહ્યા છે? કે પછી તેમને પણ બધું 'ઑલ ઈઝ વેલ' લાગે છે ? આ મામલો હવે વ્યક્તિગત રહ્યો નથી, આ તો શિક્ષણના નામે ચાલતા ખુલ્લેઆમ લૂંટફાટનો પર્દાફાશ છે.
આ ઘટના માત્ર એક વિદ્યાર્થીનીનું અપમાન નથી, પરંતુ આપણા સમગ્ર શિક્ષણતંત્રના ગાલ પર એક જોરદાર તમાચો છે. માનનીય કોર્ટના આદેશો કે જેમાં સ્પષ્ટ લખ્યું છે કે ફીના વાંકે કોઈ વિદ્યાર્થીને પરીક્ષાથી રોકી શકાય નહીં, તેને આ કોલેજ અને તેના પ્રિન્સિપાલે કચરાપેટીમાં ફેંકી દીધા છે. કદાચ તેમને લાગે છે કે કાયદો પણ તેમના માટે નથી.
👇🏻અમે માંગણી કરીએ છીએ:👇🏻
📌 આ 'નફાખોર' સંસ્થાની તાત્કાલિક તપાસ થાય અને તેમના પર કડક કાર્યવાહી કરવામાં આવે.
📌 અર્ચનાબેન નાયકને તરત જ પરીક્ષા આપવા દેવામાં આવે અને તેનું ભવિષ્ય બચાવવામાં આવે.
📌 આવા પ્રિન્સિપાલ અને કોલેજો સામે કાયદાનો ડંડો ઉગાડવામાં આવે, જેથી કોઈ બીજા વિદ્યાર્થીના ભવિષ્ય સાથે આવું 'રમખાણ' ફરી ન કરે.
જો આ બાબતે સત્વરે કાર્યવાહી નહીં થાય અને જો કોઈ વિદ્યાર્થી ભવિષ્યના ડરથી કોઈ ખોટું પગલું ભરી દે, તો તેની જવાબદારી સીધી રીતે આ સંસ્થા અને આ ઘટના પર મૌન રહેતી સરકારની ગણાશે.
આ ઘટના માત્ર એક દીકરીની નહીં, પણ સમગ્ર શિક્ષણવ્યવસ્થાની નૈતિકતા અને વિશ્વસનીયતાની ચીંતાજનક ચિત્કાર છે.
✍🏻 યુવરાજસિંહ જાડેજા
#EducationScam
#NursingCouncil
#GUJARAT
@CMOGuj@EduMinOfIndia@prafulpbjp@Bhupendrapbjp@kuberdindor@irushikeshpatel@VtvGujarati@tv9gujarati@abpasmitatv@GSTV_NEWS@sandeshnews@News18Guj@Zee24Kalak@devanshijoshi71@Jamawat3@nidhirpatel6@Janak_Sutariyaa@JournoJayesh@hdraval93@DevendraBhatn10@chintanbhogayta@chintan_acharya@Divya_Bhaskar@tgbasiya@NewsNavajivan@gopimaniar@ImVimit@iDixitThakrar@KKanteliya@SamirParmar1947@BhavikSudra3@Vivekdoza@Gopal_Italia@dave_janak@NewsCapitalGJ@svamanmedia@GujaratFirst@nikunjjani9
@CommissionerVmc Amrdeep Complex, Gotri. Facing overflow of drainage problem since last 2 Year. Every time we loudge complaint and vmc do temprory solution. After 10 to 15 days same issue repeated.. please do some permanent solution for this...
અરવલ્લીમાં મંત્રીના દિકરાઓ અને ભાજપ યુવા મોરચાના નેતાએ અંગત બબાલમાં રસ્તા પર સ્કુટી આંતરીને યુવક પર ગુંડાની જેમ તુટી પડ્યા
વીડિયો જોઈને ભરોસો ના થાય કે આ આપણાં ગુજરાતની સ્થિતિ છે.
રૌફ જમાવવાનાં ચક્કરમાં કાયદો વ્યવસ્થાને દરરોજ તમાચો પડી રહ્યો છે, જિલ્લામાં ડર બેસાડવાનાં ચક્કરમાં આ લોકો રાજ્યને લાંછન લગાડી રહ્યા છે.
વીડિયોમાંથી ઓડીયો હટાવી દીધો છે કેમ કે ગાળો ભયાનક છે
પોતાને મુન્નાભૈયા સમજતા નેતાઓ રાજ્યને મિર્ઝાપુર બનાવવા માગે છે? ફીલ્મમાં પણ છેલ્લે તો છેલ્લે પોલીસની એન્ટ્રી થતી હોય છે, આમાં શું થાય છે એ જોઈશું
કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો એ ભાજપના નેતાઓને લાગુ પડે છે કે કેમ એ પણ જોઈશું...
કાલે સુરતમાં એનએસયુઆઈના નેતાઓ શૈક્ષણિક સંસ્થાઓ સાથે તોડ કરતા પકડાયાનાં સમાચાર હતા
આ ખાલી ભાજપ કે કૉંગ્રેસનું નહીં, રાજનીતિનું ભવિષ્ય છે. તોડ કરવા, રૌફ જમાવવા અને ગુંડાગર્દી કરવા આ લોકો રાજકારણમાં આવે છે?