🌞🌄"'સૂરજના' જીવનમાં સુખનો સૂરજ ઉગ્યો"🌄🌞
📜"જેમ સોનું અગ્નિમાં તપીને કુંદન બને છે, તેમ સૂરજ આજે સંઘર્ષની ભઠ્ઠીમાં તપીને સફળતાનો સૂરજ બનીને ઉગ્યો છે."📜
💐જામનગરને મળશે એક સાચો શિલ્પી....
મારા પરમમિત્ર સૂર��ને જામનગર ખાતે શિક્ષક તરીકે નિમણૂક મળી છે, તે બદલ હૃદયના અતલ ઊંડાણથી અભિનંદન! જેણે રસ્તા પર રહીને ન્યાયના પાઠ ભણાવ્યા હોય, એ વર્ગખંડમાં જઈને રાષ્ટ્રનું નિર્માણ કેવી રીતે કરશે એ કલ્પના જ ગર્વ અપાવે તેવી છે.
આજે જ્યારે મારો પરમ મિત્ર સૂરજ સોની જામનગરમાં શિક્ષક તરીકે ઓર્ડર લઈને ઉભો છે, ત્યારે મને એ દિવસો યાદ આવે છે જ્યારે આંદોલનના મેદાનમાં હવામાં લાઠીઓ વીંઝાતી હતી ત્યારે મેદાનમાં બેખોફ ગર્જના કરતો એ હતો સૂરજ સોની. આજે જે ખુશી છે એ માત્ર એક નોકરી મળવાની ખુશી નથી, પણ એક સાચા, નિઃસ્વાર્થ અને અડીખમ યોદ્ધાના ન્યાયની ખુશી છે. "સૂરજ સોની" એક એવું નામ જે ગુજરાતની શિક્ષક ભરતીના આંદોલનોમાં માત્ર ચહેરો નહીં, પણ એક મજબૂત આધાર ���્તંભ બનીને ઉભો રહ્યો.
🦁આજે દુનિયા ફક્ત પરિણામને જોવે અને સફળતાને પૂજે છે, પણ આ સફળતા પાછળના કાળા ડાઘ અને લોહીના ટીપાં મેં નજીકથી જોયા છે, સૂરજ નિઃસ્વાર્થ ભાવે લડતો હતો. મેં જોયું છે કે જ્યારે પોલીસના દંડા વરસતા, ત્યારે કહેવાતા અનેક ખેરખાંઓ મહિલાઓના પલ્લુ પાછળ સંતાઈ જતા, પણ આ સૂરજ છાતી કાઢીને ��ાઠીઓ સામે ઉભો રહેતો.
🛡️સાથે આંદોલનો કર્યા છે, સાથે અટકાયતો વહોરી છે. પોલીસની ક્રૂરતા પણ જોઈ છે, શિક્ષણ અધિકારીઓના ગેરવર્તનને ગળી જઈને પણ આશાવાદી રહેતા જોયો છે. દિલીપ, નેહા અને સૂરજની એ ત્રિપુટીને કોણ ભૂલી શકે? રસ્તાઓ પર રેલીઓ હોય, સરકાર સામે ન્યાયની માંગણી હોય કે કડકડતી ઠંડીમાં આંદોલનની રાતો... સૂરજ સોનીએ માત્ર પોતાની નોકરી માટે નહીં, પણ હજારો બેરોજગાર યુવાનોના ભવિષ્ય માટે લોહી-પરસેવો એક ��ર્યો છે. પોલીસનું દમન સહ્યું, અનેક ત્યાગ આપ્યા, પણ ક્યારેય મેદાન છોડીને ભાગ્યો નહીં.સૂરજ તો 'પરમાર્થ' માટે ગુજરાતના હજારો બેરોજગારોના હક માટે પોતાના ખર્ચે લડતો કદાચ એટલે જ આજે એનું પરિણામ એને મળ્યું છે.
🏠એક બાજુ ઘરનો આર્થિક બોજ, પરિવારની આશાભરી આંખો અને બીજી બાજુ રસ્તા પરનો સંઘર્ષ. આટલી માનસિક તાણ હોવા છતાં ક્યારેય હિ��મત હારી નથી. એના માટે આ ઓર્ડર એ માત્ર કાયમી શિક્ષકની નોકરી નથી, પણ એના વર્ષોના ત્યાગ અને સમર્પણનો જવાબ છે.
🌝જામનગરને હવે એક એવો શિક્ષક મળશે જેણે જીવનના પાઠ પુસ્તકોમાંથી નહીં, પણ સંઘર્ષના મેદાનમાંથી શીખ્યા છે. સૂરજની આ સફળતા એ દરેક યુવાન માટે પ્રેરણા છે જે મુશ્કેલીઓ જોઈને હિંમત હારી જાય છે.
સૂરજ, તારી આ જીત તારા ધૈર્ય, તારા મમ્મી-પપ્પાના આશીર્વાદ અને તારા અડગ વિશ્વાસનું પરિણામ છે.તને ઉજ્જવ��� ભવિષ્ય માટે ખૂબ ખૂબ શુભકામનાઓ! 💐 દિલથી અભિનંદન, સૂરજ સોની! 🦁 💐
@indiasoni9
🎂 જન્મદિવસની યાદગાર સવાર 🧁
બહાર હું બીજાની દ્રષ્ટિએ ગમે એવો મોટો આગેવાન કે નેતા હોઈ, ગમે એટલા માન, સન્માન, હોદ્દા કે જાહોજલાલી હોય, પણ ઘરે તો “#યુવો” જ, મોટા કહે એટલે પથ્થરની લકીર.
ભલે #જન્મદિવસ હોય, પણ મારા માટે એની શરૂઆત કોઈ કેક કે પાર્ટીથી નહીં, પણ મારા જીવનના મૂળિયાં સમાન કાર્યથી થઈ: #ગાયની_પાણી_પીવાની_કુંડી સાફ કરવાથી! 🤣😂
આ ફક્ત એક પાણીની કુંડી નથી. આ તો છે મારા પહેલા પગારની નિશાની. મારા પહેલા પરિશ્રમની કમાણીમાંથી ખરીદેલી ગાયો માટેની #જળકુંડી.😊 જો કે એ કુંડી મારી પહેલી કમાણીથી હતી એટલે એની સાથેનો લાગણીનો નાતો ફક્ત પથ્થરનો નહી��, પ્રેમ અને સંસ્કારનો છે. આજે પણ ઘણી યાદો તાજી કરાવે છે.
☺️અમારા ઘરમાં ગાયો અને શ્વાનો ફક્ત પશુ નથી - એ પરિવારના સભ્યો છે.ગાયો, શ્વાન, પક્ષીઓ સાથેનો આ સંબંધ મારા લોહીમાં છે, #વારસાઈમાં મળેલ લાગણીનો સેતુ છે. નાનપણમાં ગાય અને બકરીના દૂધ પીને હું મોટો થયો, ફક્ત ઘરના શ્વાનને નહીં શેરીના બધા કૂતરાઓને જમાડવાની મારી ટેવ.જન્મ���યા ત્યારથી ઘરમાં પાલતુ શ્વાન તો હોય જ, પણ શેરીના દરેક કૂતરાને રોજ જમાડ્યા વિના જમવું નહીં,એવા સંસ્કાર અંકાયેલો છે. આ સંસ્કારોનું બીજ આજે મારા દીકરા #જનમેજયસિંહ માં પણ વટવૃક્ષ બની રહ્યું છે, એ વાતનો રાજીપો મારા હૃદયને અઢળક સંતોષ આપે છે.☺️ રોજ સવારે વહેલા ઊઠીને તે પહેલા કૂતરા માટે રોટલી અને કબૂતર-ચકલા માટે ચણ નાખે અને પછી જ પોતે શિરામણ કરે. આ દ્રશ્ય જોવું એટલે પિતૃઋણ અદા થતું હોય એવું અનુભવવુ���.
🐄 ગાય, 🐕 શ્વાન અને 🕊 કબૂતર - આ બધું જ છે મારી ઓળખનો એક અવિભાજ્ય ભાગ.
મારા #પપ્પા હવે આ દુનિયામાં નથી, પણ મારા ત્રણેય કાકા - અશોકકાકા, દેવરાતકાકા અને ઘનાકાકા એ પપ્પાના રૂપમાં જ ઉભા છે, ત્રણેય કાકા મારા માટે પપ્પાથી પણ વિશેષ છે.
🕊 અશોકકાકા - એનો અવાજ અને લેહકો એટલો ઊંચો ને કે બોલે તો લાગે ઠપકો આપે છે, પણ એમાં જે લાગણી અને ચિંતા છુપાયેલી હોય છે એ શબ્દોમાં વર્ણવી ન શકાય.સવારના પોરમાં ગાયને રોટલી નાખવા બાર ગયો, ત્યાં જ એમણે મને કામે લગાડી દીધો: "એ યુવા! આજે નળનો વારો છે, ચાલ ફટાફટ કુંડી ધોઈ નાખ! જ્યાં સુધી લીલ ના ઉખડે ત્યાં સુધી બ્રશ મારજે!" અને હું પણ ખંતપૂર્વક લીલ ઉખેડતો રહ્યો. બાકી જવા તો કોઈ સંજોગે ન મળે, કોઈ રીતે છટકવાનું તો સપને પણ નહીં વિચારવાનું 😂
💼 દેવરાતકાકા > પરિવારના સોલ્યુશન માસ્ટર,
જો તમે રોબર્ટ ટી. કિયોસાકીની રિચ ડૅડ પુઅર ડૅડ પુસ્તક વાંચી હોય તો "રીચ ડેડ" જેવી સમજ અને કાળજી ધરાવે છે.કોઈ સમસ્યા હોય તો શાંત સ્મિત સાથે અનુભવના ઓરડેથી રસ્તો બતાવી દે - હંમેશા પોઝિટિવ એનર્જી.
🎬 ઘનાકાકા (બલરાજસિંહ)
હંમેશા પોતાની મોજમાં રહેનાર, એકદમ અલગારી! દુનિયા ઉપર-નીચે થઈ જાય પણ તેઓ હંમેશા મોજમાં. ઉપર ગેલેરીમાં ઊભા ઊભા આ કુંડી સફાઈનું દ્રશ્ય જોતા હતા, અને નીચે આવીને એમણે જ આ ક્ષણનો વીડિયો ઉતાર્યો.
વીડિયો ક્રેડિટ: ઘનાકાકા.😜
આવો પરિવાર જ મારી સાચી સંપત્તિ છે. જો કે સગા ભાઈબહેનોમાં નાનો હોવાનો કારણે મને નુકશાન વધારે ગયું😜.. દરેક કામમાં “મારો વારો” પહેલો આવી જાય, નાના ને માથે ઠીકડુ ફૂટે, એટલે ઘચકાવે ત્યારે મારો તો વારો પડી જ જાય.
મારી પહેલી #પાઠશાળા એટલે મારું ઘર. અને મારા જન્મદિવસે, સવારની આ શરૂઆત... માન, સન્માન કે જાહોજલાલી કરતાં અનેકગણી વધારે #મૂલ્યવાન છે. આ સવાર લાગણીસભર છે, ભાવનાત્મક છે અને જીવન પ્રત્યેના અખૂટ લગાવથી ભરેલી છે.
🙏🏻 પરિવારને નમન
💫“જન્મદિવસ એટલે સ્મૃતિઓનો ઉત્સવ - આ જ સ્મૃતિ હંમેશા અમર રહશે..
✍🏻 યુવરાજસિંહ જાડેજા
ફિક્સ પગાર , કોન્ટ્રાક્ટ અને આઉટશોર્સિંગના શોષણથી ગુજરાતના GenZ (કર્મચારીઓ) ને
૨૦૨૭ – સરકાર પરિવર્તન થશે તો કોંગ્રેસ પાર્ટીની પહેલી જ કેબિનેટ બેઠકમાં ઠરાવ કરી અને આ પ્રથાને નાબૂદ કરવામાં આવશે..
#Remove5yearFixpay#Remove_Fixpay_in_gujarat
ફુલ પગારના કર્મચારીઓને મોંઘવારી ભથ્થું ✅
વર્ગ ૪ કર્મચારીઓને દિવાળી બોનસ ✅
વ���્ગ ૩ કર્મચારીઓ માટે કશું નહીં ✖️
એક જ રાજ્યમાં આવી બેવડી નીતિ શા માટે ?
શું ગુજરાત સરકાર વર્ગ૩ ના લાખો ફિક્સ પગારના કર્મચારીઓ માટે દિવાળીમાં કોઈ ભેટ આપશે ?
#Remove5yearFixpay
#Remove_Fixpay_in_gujarat
વિષય: ફિક્સ પગારના કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થા તથા દિવાળી બોનસના લાભો આપવા અંગે વિનંતી.
પ્રતિ,
માનનીય મુખ્યમંત્રીશ્રી,
ગુજરાત રાજ્ય,
ગાંધીનગર.
સવિનય નમ્ર વિનંતી છે કે,
ગુજરાત રાજ્યમાં વિભિન્ન વિભાગોમાં લાખોની સંખ્યામાં ફિક્સ પગારના કર્મ��ારીઓ રાજ્યના વિકાસ કાર્યોમાં સમર્પણભાવ સાથે ફરજ બજાવી રહ્યા છે. આ કર્મચારીઓ વર્ષોથી સરકારની વિવિધ યોજનાઓ, શિક્ષણ, આરોગ્ય, ટેકનિકલ, વહીવટી,રેવન્યુ તથા ગ્રામ વિકાસ જેવી મહત્વની સેવાઓમાં સતત યોગદાન આપી રહ્યા છે.
પરંતુ ખૂબ જ ખેદ સાથે જણાવવાનું છે કે, ફિક્સ પગારના કર્મચારીઓ સાથે હજી સુધી ન્યાયપૂર્ણ વલણ ગુજરાત સરકાર દ્વારા અપનાવવામાં આવ્યું નથી.
મુખ્ય મુદ્દાઓ:
1. મોંઘવારી ભથ્થાનો લાભ:
હાલ ���ુજરાત સરકારના કાયમી કર્મચારીઓને મોંઘવારી વધારાન�� આધારે દર છ મહિને મોંઘવારી ભથ્થામાં વધારો આપવામાં આવે છે. તાજેતરમાં તા. 01/07/2025 થી રાજ્યના કર્મચારીઓ તથા પેન્શનરોને 3% મોંઘવારી ભથ્થો વધારી આપવાનો આદેશ કરવામાં આવ્યો છે, જે સરાહનીય છે.
પરંતુ ફિક્સ પગારના કર્મચારીઓ પાંચ વર્ષના કરારકાળ દરમિયાન કોઈ પણ પ્રકારના ભથ્થા કે મોંઘવારીના લાભોથી સંપૂર્ણ રીતે વંચિત રહે છે. તેઓ પણ આ જ મોંઘવારીના સમયમાં જીવન ચલાવી રહ્યા છે, પરંતુ તેમની વાસ્તવિક જરૂરિયાતો���ે અવગણવામાં આવે છે.
2. દિવાળીમા બોનસનો પ્રશ્ન:
રાજ્ય સરકારે દિવાળી તહેવાર નિમિતે વર્ગ-4 ના કર્મચારીઓને બોનસ આપવાની જાહેરાત કરી છે, જે પ્રશંસનીય છે. પરંતુ એ જ વિભાગોમાં ફરજ બજાવતા ફિક્સ પગારના કર્મચારીઓ માટે કોઈ બોનસ કે પ્રોત્સાહન આજ દિન સુધી આપવામાં આવ્યું નથી.
સમાન ફરજ બજાવતા કર્મચારીઓ વચ્ચે આ પ્રકારનો ભેદભાવ અન્યાયરૂપ છે.
3. ભેદભાવપૂર્ણ નીતિ:
ફિક્સ પગારના કર્મચારીઓ વર્ષોથી વિવિધ વહી��ટી, તકનીકી, શિક્ષણ કાર્યોમાં મહત્વની ભૂમિકા નિભાવી રહ્યા છે. તેઓનો કાર્યભાર કાયમી કર્મચારીઓ સમાન છે, છતાં પણ પગાર, ભથ્થા, બોનસ, અને અન્ય સુવિધાઓમાં અન્યાયપૂર્ણ તફાવત રાખવામાં આવ્યો છે.
“સમાન કાર્ય માટે સમાન વેતન” જેવો બંધારણીય સિદ્ધાંત આ સ્થિતિમાં પૂરો પડતો નથી.
4. ફિક્સ પગારની નીતિનું માનવીય અને આર્થિક મૂલ્યાંકન:
આજના સમયમાં મોંઘવારીના વધારા સાથે જીવનવ્યવહારના ખર્ચમાં સતત વધારો થતો જાય છે. ફિક્સ પગારના કર્મચારીઓને નિશ્ચિત અને મર્યાદિત વેતન મળતું હોવાને કારણે તેમની આર્થિક સ્થિતિ વધુ મુશ્કેલ બની રહી છે.
૫ વર્ષ સુધી ��ોઈ પણ પ્રકારની પગાર વૃદ્ધિ કે ભથ્થા ન મળવાથી તેમનો ઉત્સાહ ઘટે છે, અને સરકારની વિવિધ યોજનાઓના અમલમાં પણ પ્રભાવ પડે છે.
ઉપરોક્ત પરિસ્થિતિને ધ્યાને રાખી ગુજરાત સરકારને નમ્ર વિનંતી છે કે,
1. ફિક્સ પગારના કર્મચારીઓને પણ મોંઘવારી ભથ્થાનો તબક્કાવાર લાભ આપવા યોગ્ય નીતિ ઘડવામાં આવે.
2. દિવાળી તેમજ અન્ય તહેવારો નિમિતે ફિક્સ પગારના કર્મચારીઓને પણ “તહેવાર બોનસ” આપવાની યોજના અમલમાં મુકવામાં આવે.
3. સમાન કાર્ય માટે સમાન વેતનનો સિદ્ધાંત અનુસરતાં, ફિક્સ પગાર નીતિમાં સુધારણા કરી કાયમી કર્મચારીઓ સમાન હક્કો અપાય.
4. રાજ્ય સરકારના વહીવટી તથા આર્થિક તંત્રમાં ફરજ બજાવતા દરેક કર્મચારીને સમાન ��ન્માન અને પ્રોત્સાહન મળે તે દિશામાં માનવતાવાદી નિર્ણય લેવાય.
ગુજરાત રાજ્યની સંવેદનશીલ અને પ્રજાલક્ષી સરકાર હંમેશાં કર્મચારી હિત માટે પગલા લેતી રહી છે. એ જ આશા સાથે આ રજૂઆત કરવામાં આવે છે કે સરકાર તાત્કાલિક યોગ્ય વિચારણા કરી ફિક્સ પગારના કર્મચારીઓને પણ મોંઘવારી ભથ્થા અને તહેવાર બોનસના લાભથી વંચિત ન રાખે.
આ નીતિમાં સુધારણા થવાથી લાખો ફિક્સ પગારના કર્મચારીઓના પરિવારોને ન્યાય, સમાનતા અને પ્રોત્સાહન મળશે અને તેઓ વધુ ઉમંગથી ફરજ બજાવી શકશે.
#Remove5yearFixpay
#Remove_Fixpay_in_gujarat
@CMOGuj @Bhupendrapbjp @sanghaviharsh @irushikeshpatel @Balwantsinh99 @RaghavjiPatel @KanuDesai180 @hdraval93 @AcharyaJay22_17 @JournoJayesh @devanshijoshi71 @DevendraBhatn10 @chetan_pagi @chintanbhogayta @deepakrajani123 @DeepalTrevedie @nidhirpatel6 @garvanitin2 @Janak_Sutariyaa @dave_janak @NewsCapitalGJ @isudan_gadhvi @YAJadeja @Gopal_Italia @jigneshmevani80 @AmitChavdaINC @INCGujarat @AamAadmiParty @PravinRam_ @are_osambhaa @Being_Manass @SidharajsinhjiC @MansiJoshi_17 @Divuahirr @Mayur_ahir79 @HeerAmbitious @I_M_Viral88 @Jatin_Barot_ @kathiyawadiii @Mehul90711 @NiravJoshi0 @RajanThakkar9 @tejasmajithiya5
@shaktisinhgohil @ShankersinhBapu