સત્ય માટે વર્ષોથી લડતો એક અવાજ આજે વધુ મજબૂત બન્યો છે 🫡
ભાઈ સમાન મિત્ર @YAJadeja ને #AAP ગુજરાતના પ્રદેશ ઉપપ્રમુખ તરીકે મળેલી નવી જવાબદારી બદલ દિલથી અભિનંદન💐
"સત્તા સામે સાચું બોલવાની હિંમત જ સાચા નેતાની ઓળખ છે"🦁
તમારો સંઘર્ષ હવે વધુ મોટા પરિવર્તનની શરૂઆત બને એવી શુભેચ્છાઓ.
🙏🏻👮🏻પોલીસ પ્રશાસનતંત્રનો ખૂબ ખૂબ આભાર કે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે તમે આટલી તકેદારી લો છો. પત્ર વાંચીને આનંદ થયો કે અમારી '#સુરક્ષા' માટે આટલો મોટો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે! 👮♂️🙏
પણ સાહેબ..
🧑🏻🏫અમે ઉમેદવારો છીએ, આતંકવાદી નથી. 🚫
📝અમારા હાથમાં આવેદનપત્ર છે, કોઈ આઇટમ બોમ્બ કે અણુબોમ્બ નથી. 💣
📌અમે ન્યાય માંગવા આવીએ છીએ, અરાજકતા ફેલાવવા નહીં.🛑
🙏🏻હા, અમે બેરોજગાર જરૂર છીએ, પણ '#શિક્ષિત' છીએ. 📚
અમે માત્ર અમારી વેદનાને વાચા આપવા માંગીએ છીએ.પરીક્ષાની પદ્ધતિ(ઓફલાઇન) માટે અમારે રસ્તા પર ઉતરવું પડે અમને પણ ન ગમે.
🙏🏻તંત્રને નમ્ર વિનંતી કે જેટલી તકેદારી તમે બંદોબસ્તમાં રાખો છો, તેટલી જ તકેદારી જો પરીક્ષાઓ #ઓફલાઇન અને સમયસર લેવામાં આવે તે વાતની પણ રાખવામાં આવે, તો કદાચ અમારે આ આવેદનપત્રો આપવાની જરૂર જ ન પડે!
અને હા,
આ પત્ર સાબિત કરે છે કે અમે CCE પરીક્ષા ઓફલાઇન બાબતે જે મુહિમ ઉપાડી છે, તેની સરકાર અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા ગંભીરતાથી નોંધ લેવામાં આવી છે. જ્યારે પોલીસ તંત્ર આ રીતે લેખિતમાં બંદોબસ્તના આદેશ આપે, ત્યારે તેનો અર્થ એ છે કે અમારો અવાજ સત્તાધીશો સુધી પહોંચી ગયો છે.પોલીસ વિભાગ જ્યારે પણ કોઈ સંગઠન કે વ્યક્તિ દ્વારા મોટા પાયે આવેદનપત્ર કે આંદોલનની જાહેરાત થાય, ત્યારે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે આ પ્રકારના પત્રો (Circulars) બહાર પાડે છે. આ પત્રમાં ઉમેદવારોને નુકસાન પહોંચાડવાની વાત નથી, પરંતુ 'કોઈ અનિચ્છનીય બનાવ ન બને' તે માટે તકેદારી રાખવાની સૂચના છે.અમારી પ્રવૃત્તિઓ પર ગુપ્તચર વિભાગ અને પોલીસની નજર છે તે પણ સાબિત થાય છે. અમે પણ સુનિશ્ચિત કરીએ છીએ કે "શિક્ષિત યુવાન હિંસામાં નહીં પણ પોતાના હકમાં માને છે." ગુજરાતના લાખો શિક્ષિત ઉમેદવારોની માગણી બહુ સ્પષ્ટ અને ન્યાયી છે, ભુતકાળના #નોર્મલાઇજેશન ના કડવા અનુભવો ને કારણે #CBRT કોઈપણ સંજોગે મંજૂર નહીં, પરીક્ષા ઓફલાઇન જ લેવામાં આવે તે જ ગુજરાતના દરેક ઉમેદવારની માંગણી છે.
👆🏻લોકશાહીમાં 'લોકમત' સર્વોપરી હોય છે, અને અહીં તો 'યુવામત' સ્પષ્ટ છે.
✍🏻યુવા અધિકાર ન્યાય ચળવળ ✊
શિક્ષિત બેરોજગાર: આતંકવાદી નહીં, પણ આશાવાદી! 🙏🏻
#CCE_Offline #JusticeForStudents #GujaratYouth #યુવા_અધિકાર_ન્યાય_ચળવળ
@Bhupendrapbjp@CMOGuj@GujaratPolice@irushikeshpatel@drpradyumanvaja@jitu_vaghani@Rivaba4BJP@VtvGujarati@tv9gujarati@abpasmitatv@GSTV_NEWS@sandeshnews@News18Guj@Zee24Kalak@devanshijoshi71@Jamawat3@nidhirpatel6@Janak_Sutariyaa@JournoJayesh@hdraval93@DevendraBhatn10@chintanbhogayta@chintan_acharya@Divya_Bhaskar@tgbasiya@NewsNavajivan@gopimaniar@ImVimit@iDixitThakrar@KKanteliya@SamirParmar1947@BhavikSudra3@Vivekdoza@Chaitar_Vasava@Gopal_Italia@baldevmer@BenefitNews24@JigarThakar_NC@dave_janak@NewsCapitalGJ@svamanmedia@GujaratFirst@nikunjjani9@DatelineGujarat@hbtwits4u
ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) વિરુદ્ધ ચાલી રહેલા કોર્ટ કેસમાં આજે માનનીય હાઈકોર્ટે અત્યંત આકરા તેવર બતાવ્યા છે. કોર્ટે GPSC ની કાર્યપદ્ધતિ અને અહંકાર સામે લાલ આંખ કરી છે.
⚖️ GPSC કોર્ટ કેસ અપડેટ: હાઈકોર્ટની આકરી ઝાટકણી.... આજના દિવસની સુનાવણીમાં કોર્ટે GPSC ના ચેરમેન અને વહીવટીતંત્રને આડે હાથ લેતા કેટલીક ઐતિહાસિક ટિપ્પણીઓ કરી છે:
🔔 શિસ્ત અને જવાબદારી અંગે કોર્ટના પ્રહારો
📌કોર્ટની અવમાનના: કોર્ટે સ્પષ્ટ કહ્યું કે તમે અત્યાર સુધી ૩ વાર નિર્દેશોની અવગણના કરી છે. જો આ જ વલણ રહેશે તો કોર્ટ 'કન્ટેમ્પ ઓફ કોર્ટ' (અદાલતની અવમાનના) દાખલ કરશે.
📌જવાબદારીનો અભાવ: જ્યારે GPSC ના વકીલે બચાવમાં કહ્યું કે ભૂલ 'પેપર સેટર' ની છે, ત્યારે જજ સાહેબે રોકડું પરખાવ્યું: "તમારે ફક્ત સત્તા ભોગવવી છે, જવાબદારી લેવી નથી."
📌 અમાનવીય અભિગમ: કોર્ટે ટિપ્પણી કરી કે, "તમે ઈચ્છો છો કે કોર્ટ તમારી સાથે માનવીય રહે, પરંતુ તમે ઉમેદવારો સાથે સંપૂર્ણપણે અમાનવીય વર્તન કરી રહ્યા છો."
🔔 ચેરમેનના 'અહંકાર' સામે આકરા વેણ
📌ન્યાયાધીશે કહ્યું કે, "માઉન્ટ એવરેસ્ટની ઊંચાઈ પણ તમારા ચેરમેનના અહંકાર કરતા ઓછી છે."
📌કોર્ટે ચેરમેનને અત્યંત જિદ્દી (Stubborn) ગણાવ્યા અને કહ્યું કે આ બધું માત્ર ને માત્ર ચેરમેનના અહંકારને કારણે થઈ રહ્યું છે.
🤔કોર્ટે એવી પણ શંકા વ્યક્ત કરી કે GPSC જાણીજોઈને સમય પસાર કરી રહ્યું છે જેથી રોસ્ટર (જજ) બદલાઈ જાય.
🗣️૧૬/૦૩ અને ૨૦/૦૩ એ કરાયેલી સુનાવણી માં જે એફિડેવિટ કરવાનું કહેલું હતું તે પ્રોપર એડ્રેસ કર્યું નથી.
🗣️કોર્ટ દ્વારા GPSCને ૩ કરાયેલા નિર્દેશની ૩ વાર ઉપેક્ષા કરી ચૂક્યા છો.
🗣️કોર્ટ તમારા ઉપર કન્ટેમ્પ ઓફ કોર્ટે લગાવવા માંગે છે.
🗣️G.P અથવા એડવોકેટ જનરલ ને હાજર કરો કોર્ટ સમક્ષ
તમારા સેક્રેટરી અથવા ચેરમેન ને કોર્ટ સમક્ષ ઉપસ્થિત કરો.
🗣️તમે કા તો કોર્ટ ની વાત સમજવા સક્ષમ નથી કા તો તમે કોર્ટ થી ઉપર છો એવું માનો છો. આ બંને માંથી એક જવાબ આપો.
🗣️તમારામાં સેજ પણ નૈતિકતા હોય તો તમે જવાબ આપ્યો હોત..
🗣️GPSC ના એડવોકેટ જ્યારે એવું કહ્યું કે પેપર સેટર ની જવાબદારી છે...અમારી નહીં...
આ બાબતે જજ સાહેબે કહ્યું કે
💢YOU ONLY WANT TO ENJOY POWER, BUT YOU ARE NOT TAKING ANY RESPONSIBILITY.
📌HIGHT OF EVEREST IS SMALLER THAN YOUR CHAIRMAN EGO. 🔥
📌CHAIRMAN be like...i am the student....but i will show them their place.
📌૨;૩૦ વાગ્યે તમારા ચેરમેન ને બોલાવો.
📌તમે રોસ્ટર બદલાવની રાહ જોઈ રહ્યા છો...સમય પસાર કરી રહ્યા છો...
🗣️your CHAIRMAN is so STUBBORN
🗣️જરૂર પડશે તો પ્રિન્સીપાલ સેક્રેટરી ને બોલાવીશ.
🗣️its only and only chairman's EGO. Nothing else.
📅 આગામી મહત્વની તારીખ: ૬ એપ્રિલ, ૨૦૨૬ (સોમવાર)
કોર્ટે આ બાબતને અત્યંત ગંભીરતાથી લેતા નીચે મુજબના આદેશો આપ્યા છે:
🛑વ્યક્તિગત હાજરી: સોમવારે 6 એપ્રિલ ના રોજ GPSC ના ચેરમેન અને સચિવને રૂબરૂ કોર્ટમાં હાજર રહેવા આદેશ આપ્યો છે.
🛑સરકારી પક્ષ: એડવોકેટ જનરલ અથવા જી.પી. ને પણ હાજર રહેવા સૂચના અપાઈ છે.
🛑અંતિમ ચેતવણી: કોર્ટે જણાવ્યું છે કે તેઓ કન્ટેમ્પટ ઈશ્યુ કરશે, તે પહેલાં એકવાર ચેરમેનનો પક્ષ સાંભળવા માંગે છે.
નિષ્કર્ષ: કોર્ટના આ આકરા વલણથી સ્પષ્ટ થાય છે કે ઉમેદવારોના હિત સાથે થતી ચેડાં હવે ચલાવી લેવામાં નહીં આવે. તંત્રએ સત્તાની સાથે જવાબદારી પણ સ્વીકારવી પડશે.
(સમજવામાં કોઈ ભૂલચૂક હોય તો માફી, વિડિયો માં વધારે વિગત ઉપલબ્ધ)
@Bhupendrapbjp@CMOGuj@irushikeshpatel@drpradyumanvaja@jitu_vaghani@Rivaba4BJP@VtvGujarati@tv9gujarati@abpasmitatv@GSTV_NEWS@sandeshnews@News18Guj@Zee24Kalak@devanshijoshi71@Jamawat3@nidhirpatel6@Janak_Sutariyaa@JournoJayesh@hdraval93@DevendraBhatn10@chintanbhogayta@chintan_acharya@Divya_Bhaskar@tgbasiya@NewsNavajivan@gopimaniar@ImVimit@iDixitThakrar@KKanteliya@SamirParmar1947@BhavikSudra3@Vivekdoza@Chaitar_Vasava@Gopal_Italia@baldevmer@BenefitNews24@JigarThakar_NC@dave_janak@NewsCapitalGJ@svamanmedia@GujaratFirst@nikunjjani9@DatelineGujarat@hbtwits4u
🛑#વિસાવદર - જૂનાગઢ #નકલી_દૂધ કૌભાંડ🛑
"જનસ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં અને તંત્રની લાચારી"
આજરોજ વિસાવદરના #લેરિયા ગામથી જૂનાગઢની ગિરનાર (સોરઠ) ડેરીમાં જતું શંકાસ્પદ દૂધ પકડી પાડી તેને નષ્ટ કરવામાં આવ્યું. આ ઘટના માત્ર દૂધના જથ્થાને પકડવાની નથી, પરંતુ ખાદ્ય સુરક્ષા અને તંત્રની સજ્જતા સામે મોટા સવાલો ઊભા કરે છે.
🛑1. ગુનાહિત મોડસ ઓપરેન્ડી અને ચોકસાઈ
નિયોજિત સમય: રોજ સવારે 6 વાગ્યે દૂધ ભરી 7:30 સુધીમાં ખાલી કરી નાખવામાં આવતી હતી, કદાચ ભેળસેળ કરનારા તત્વો તંત્રની નજર પડે તે પહેલાં આ કામ પતાવી લેવા માંગતા હતા.
સતર્કતા: ચોક્કસ માહિતીને આધારે આ જથ્થો રોકવામાં આવ્યો, આ દૂધ કોઈ સામાન્ય ખામીવાળું નહીં પણ ગુનાહિત રીતે તૈયાર કરવામાં આવ્યાની શક્યતા હતી.
🛑2. તંત્રની વરવી વાસ્તવિકતા: 'સાધન વગરના સૈનિકો'
આ કિસ્સામાં સૌથી આઘાતજનક બાબત જૂનાગઢ #FSSAI (ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ) ની લાચારી છે:
📌ટેસ્ટિંગ કીટનો અભાવ: જે અધિકારીઓ પર લાખો લોકોના સ્વાસ્થ્યની જવાબદારી છે, તેમની પાસે સ્થળ પર તપાસ કરવા માટે 'મિલ્ક ટેસ્ટિંગ કીટ' ન હોવી એ વહીવટી તંત્રની નિષ્ફળતા છે.
😥6 મહિનાથી તો ટેસ્ટીંગ વાન રિપેરિંગ માં છે.
📌તકનીકી પછાતપણું: જ્યારે ભેળસેળ કરનારાઓ આધુનિક કેમિકલ્સ વાપરે છે, ત્યારે તંત્ર પાસે પ્રાથમિક ચકાસણીના સાધનો ન હોવા એ ગુનેગારોને મોકળું મેદાન આપવા સમાન છે.
🛑3. જાગૃત નાગરિકોની ભૂમિકા vs સરકારી સુસ્તી
📌પ્રાઈવેટ ટેસ્ટિંગની જરૂરિયાત: જ્યારે સરકારી અધિકારીઓ પાસે સાધનો નહોતા, ત્યારે જાગૃત નાગરિકો દ્વારા 'અનધિકૃત' રીતે ખાનગી કીટથી તપાસ કરવી પડી.
📌પુરાવો: આ તપાસમાં દૂધ 'અસામાન્ય' અને 'પીવાલાયક નથી' તેવું સાબિત થયું.
🛑4. ગંભીર પ્રશ્નો અને તથ્યો
ડેરીની જવાબદારી: ગિરનાર (સોરઠ) ડેરી જેવી સંસ્થાઓમાં આટલો મોટો જથ્થો નિયમિત રીતે જતો હતો, તો શું ડેરીના પોતાના લેબોરેટરી પેરામીટર્સ આ ભેળસેળ પકડવામાં નિષ્ફળ રહ્યા હતા?
📌જન આરોગ્ય: જો આ જથ્થો પકડાયો ન હોત, તો હજારો પરિવારો, બાળકો અને વૃદ્ધોના પેટમાં આ 'ઝેર' પહોંચ્યું હોત.
📌કાયદાનું પાલન: માત્ર દૂધનો નાશ કરવો પૂરતો નથી. આ દૂધ ક્યાં બનતું હતું ? તેમાં કયા કેમિકલ્સ હતા ? અને તેના મુખ્ય સૂત્રધારો કોણ છે ? તેમની સામે કડક કાર્યવાહી થવી અનિવાર્ય છે.
🚫અંતે તંત્રએ પણ આ હકીકત સ્વીકારીને દૂધનો નાશ કરવો પડ્યો.🚫
🔔દૂધ એ પવિત્ર અને જીવનજરૂરી આહાર છે. લેરિયાથી જૂનાગઢ સુધીના આ નેટવર્કનો પર્દાફાશ એ તંત્ર માટે લપડાક છે. જો FSSAI પાસે સાધનો જ ન હોય, તો તે માત્ર 'કાગળ પરનો વાઘ' બનીને રહી જશે. જનતાના સ્વાસ્થ્યના ભોગે ચાલતો આ વેપાર હવે બંધ થવો જ જોઈએ.
@Bhupendrapbjp@CMOGuj@irushikeshpatel@jitu_vaghani@tv9gujarati@GSTV_NEWS@sandeshnews@News18Guj@Zee24Kalak@devanshijoshi71@Jamawat3@nidhirpatel6@Janak_Sutariyaa@JournoJayesh@hdraval93@DevendraBhatn10@chintanbhogayta@chintan_acharya@Divya_Bhaskar@tgbasiya@NewsNavajivan@gopimaniar@ImVimit@iDixitThakrar@KKanteliya@SamirParmar1947@BhavikSudra3@Vivekdoza@Chaitar_Vasava@Gopal_Italia@baldevmer@BenefitNews24@JigarThakar_NC@dave_janak@NewsCapitalGJ@svamanmedia@GujaratFirst@nikunjjani9
⚠️ Breaking News ⚠️
#Baramati | बारामती विमान हादसे में महाराष्ट्र के डिप्टी सीएम अजित पवार सहित 6 लोगों की मौत, DGCA ने की पुष्टि
पिछले साल प्लेन हादसों में गुजरात के पूर्व मुख्यमंत्री की मौत हो गई थी और आज महाराष्ट्र के उपमुख्यमंत्री की 🧐
The first footage from Baramati, Maharashtra, shows the site where Deputy Chief Minister Ajit Pawar’s aircraft crashed earlier today.👇🏻
#Maharashtra #AjitPawar #Baramati #BreakingNews #PlaneCrash
#AjitPawar #PlaneCrash
યાદ રાખજો જે લોકો ભ્રષ્ટાચાર અને કૌભાંડથી સિસ્ટમમાં આવે છે તે કૌભાડ જ કરે છે અને સિસ્ટમ ને ભ્રષ્ટ જ બનાવે છે. હજી આપો ઓળખાણવાદ અને પરિવારવાદ ને પ્રોત્સાહન.
💔 ખેડૂતોની મહેનત પર ભ્રષ્ટાચારીઓની ઘાત : #ભાવનગર_ડિસ્ટ્રિક્ટ_કોઓપરેટિવ_બેંકમાં કરોડોની ઉચાપત
ભાવનગર જિલ્લાના ગઢડા તાલુકાના #જલાલપુર સ્થિત ભાવનગર ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેંકની શાખામાં જે બન્યું છે, તે સાંભળતાં જ હૈયું ભરાઈ જાય છે.
ખેડૂત ખેતરમાં પરસેવો પાડે છે, જમીન વેચે છે, દીકરીના #લગ્ન માટે રૂપિયા જમા કરે છે અને એ જ રૂપિયા જો બેંકમાં “સેફ” ન રહે, તો આથી મોટી કરુણતા બીજી શું હોઈ શકે ?
👉 સ્થાનિકોનાઆક્ષેપ મુજબ, બેંકના કેશિયર આનંદ દ્વારા નાના ઉમેરડા, મોટા ઉમેરડા, વીકળીયા અને જલાલપુર આ ચાર ગામોના અંદાજિત 50થી 60 ખેડૂતોના ખાતામાંથી 4થી 5 કરોડથી વધુ રકમ બારોબાર ઉપાડી લેવામાં આવી છે.
કોઈ ખેડૂતના ખાતામાંથી
▪️ 10 લાખ
▪️ 12 લાખ
▪️ 15 લાખ
▪️ 20 લાખ
એમ જીવનભરની કમાણી લૂંટાઈ ગઈ છે.
💔 કોઈએ જમીન વેચીને પૈસા જમા કરાવ્યા હતા,
💔 કોઈના ઘરે લગ્નનું આયોજન હતું,
💔 કોઈએ દીકરીના ભવિષ્ય માટે રૂપિયા બચાવ્યા હતા…
અને આજે એ જ ખેડૂતો બેંકના દરવાજે રડી રહ્યા છે.😥
📌 ચાર મહિના સુધી પાસબુકમાં એન્ટ્રી ટાળવી,
📌 12 તારીખ પછી કેશિયરની અચાનક ગાયબ,
📌 અને હવે ખુલાસો કે કરોડોની ઉચાપત થઈ ચૂકી છે
આ બધું માત્ર વ્યક્તિગત ગુનો નથી,
આ વ્યવસ્થાની ગંભીર નિષ્ફળતા છે.
❗ સૌથી વધુ ચોંકાવનાર બાબત એ છે કે
બેંકના ચેરમેન અને જનરલ મેનેજરે આ મુદ્દે મૌન સેવ્યું છે.
જ્યારે ખેડૂતોની આંખોમાં આંસુ છે,😥
ત્યારે જવાબદારી ધરાવતા પદાધિકારીઓનું મૌન
અપરાધને વધુ ગંભીર બનાવે છે.
✊ અમારી માંગણી છે કે
🔹 તાત્કાલિક FIR અને કડક કાયદાકીય કાર્યવાહી
🔹 તમામ ખેડૂતોના રૂપિયા સંપૂર્ણ રીતે પરત ચૂકવવામાં આવે
🔹 બેંક મેનેજમેન્ટની જવાબદારી નક્કી થાય
🔹 ભવિષ્યમાં આવી ઘટના ન બને તેવી વ્યવસ્થા ઊભી થાય
બેંક ખેડૂતો માટે “સેફ્ટી”નું પ્રતિક હોવી જોઈએ,
લૂંટનું કેન્દ્ર નહીં!
આ દુઃખદ ઘટનામાં
અમે તમામ પીડિત ખેડૂતો સાથે ઊભા છીએ.
તેમના દુઃખમાં ભાગીદાર છીએ.
અને જ્યાં સુધી ખેડૂતોને તેમની મહેનતની કમાણી પરત ન મળે,
ત્યાં સુધી આ અવાજ શાંત નહીં થાય.
✍🏻 ખેડૂતો સાથે સંવેદના અને ન્યાયની માગ સાથે
@CMOGuj@InfoGujarat@mygovindia@Bhupendrapbjp@irushikeshpatel@jitu_vaghani@VtvGujarati@tv9gujarati@abpasmitatv@GSTV_NEWS@sandeshnews@News18Guj@Zee24Kalak@devanshijoshi71@Jamawat3@nidhirpatel6@Janak_Sutariyaa@JournoJayesh@hdraval93@DevendraBhatn10@chintanbhogayta@chintan_acharya@Divya_Bhaskar@tgbasiya@NewsNavajivan@gopimaniar@ImVimit@iDixitThakrar@KKanteliya@SamirParmar1947@BhavikSudra3@Vivekdoza@Chaitar_Vasava@Gopal_Italia@baldevmer@BenefitNews24@JigarThakar_NC@dave_janak@NewsCapitalGJ@svamanmedia@GujaratFirst@nikunjjani9@DatelineGujarat@hbtwits4u
🌞🌄"'સૂરજના' જીવનમાં સુખનો સૂરજ ઉગ્યો"🌄🌞
📜"જેમ સોનું અગ્નિમાં તપીને કુંદન બને છે, તેમ સૂરજ આજે સંઘર્ષની ભઠ્ઠીમાં તપીને સફળતાનો સૂરજ બનીને ઉગ્યો છે."📜
💐જામનગરને મળશે એક સાચો શિલ્પી....
મારા પરમમિત્ર સૂરજને જામનગર ખાતે શિક્ષક તરીકે નિમણૂક મળી છે, તે બદલ હૃદયના અતલ ઊંડાણથી અભિનંદન! જેણે રસ્તા પર રહીને ન્યાયના પાઠ ભણાવ્યા હોય, એ વર્ગખંડમાં જઈને રાષ્ટ્રનું નિર્માણ કેવી રીતે કરશે એ કલ્પના જ ગર્વ અપાવે તેવી છે.
આજે જ્યારે મારો પરમ મિત્ર સૂરજ સોની જામનગરમાં શિક્ષક તરીકે ઓર્ડર લઈને ઉભો છે, ત્યારે મને એ દિવસો યાદ આવે છે જ્યારે આંદોલનના મેદાનમાં હવામાં લાઠીઓ વીંઝાતી હતી ત્યારે મેદાનમાં બેખોફ ગર્જના કરતો એ હતો સૂરજ સોની. આજે જે ખુશી છે એ માત્ર એક નોકરી મળવાની ખુશી નથી, પણ એક સાચા, નિઃસ્વાર્થ અને અડીખમ યોદ્ધાના ન્યાયની ખુશી છે. "સૂરજ સોની" એક એવું નામ જે ગુજરાતની શિક્ષક ભરતીના આંદોલનોમાં માત્ર ચહેરો નહીં, પણ એક મજબૂત આધાર સ્તંભ બનીને ઉભો રહ્યો.
🦁આજે દુનિયા ફક્ત પરિણામને જોવે અને સફળતાને પૂજે છે, પણ આ સફળતા પાછળના કાળા ડાઘ અને લોહીના ટીપાં મેં નજીકથી જોયા છે, સૂરજ નિઃસ્વાર્થ ભાવે લડતો હતો. મેં જોયું છે કે જ્યારે પોલીસના દંડા વરસતા, ત્યારે કહેવાતા અનેક ખેરખાંઓ મહિલાઓના પલ્લુ પાછળ સંતાઈ જતા, પણ આ સૂરજ છાતી કાઢીને લાઠીઓ સામે ઉભો રહેતો.
🛡️સાથે આંદોલનો કર્યા છે, સાથે અટકાયતો વહોરી છે. પોલીસની ક્રૂરતા પણ જોઈ છે, શિક્ષણ અધિકારીઓના ગેરવર્તનને ગળી જઈને પણ આશાવાદી રહેતા જોયો છે. દિલીપ, નેહા અને સૂરજની એ ત્રિપુટીને કોણ ભૂલી શકે? રસ્તાઓ પર રેલીઓ હોય, સરકાર સામે ન્યાયની માંગણી હોય કે કડકડતી ઠંડીમાં આંદોલનની રાતો... સૂરજ સોનીએ માત્ર પોતાની નોકરી માટે નહીં, પણ હજારો બેરોજગાર યુવાનોના ભવિષ્ય માટે લોહી-પરસેવો એક કર્યો છે. પોલીસનું દમન સહ્યું, અનેક ત્યાગ આપ્યા, પણ ક્યારેય મેદાન છોડીને ભાગ્યો નહીં.સૂરજ તો 'પરમાર્થ' માટે ગુજરાતના હજારો બેરોજગારોના હક માટે પોતાના ખર્ચે લડતો કદાચ એટલે જ આજે એનું પરિણામ એને મળ્યું છે.
🏠એક બાજુ ઘરનો આર્થિક બોજ, પરિવારની આશાભરી આંખો અને બીજી બાજુ રસ્તા પરનો સંઘર્ષ. આટલી માનસિક તાણ હોવા છતાં ક્યારેય હિંમત હારી નથી. એના માટે આ ઓર્ડર એ માત્ર કાયમી શિક્ષકની નોકરી નથી, પણ એના વર્ષોના ત્યાગ અને સમર્પણનો જવાબ છે.
🌝જામનગરને હવે એક એવો શિક્ષક મળશે જેણે જીવનના પાઠ પુસ્તકોમાંથી નહીં, પણ સંઘર્ષના મેદાનમાંથી શીખ્યા છે. સૂરજની આ સફળતા એ દરેક યુવાન માટે પ્રેરણા છે જે મુશ્કેલીઓ જોઈને હિંમત હારી જાય છે.
સૂરજ, તારી આ જીત તારા ધૈર્ય, તારા મમ્મી-પપ્પાના આશીર્વાદ અને તારા અડગ વિશ્વાસનું પરિણામ છે.તને ઉજ્જવળ ભવિષ્ય માટે ખૂબ ખૂબ શુભકામનાઓ! 💐 દિલથી અભિનંદન, સૂરજ સોની! 🦁 💐
@indiasoni9
“NMMS ગરીબ વિદ્યાર્થીઓની #સ્કોલરશિપ કે કોઈ શાળાની ‘#સેટિંગ_સ્કીમ’ ❓”
👇🏻શિક્ષણ ક્ષેત્રે થતી આવી ગેરરીતિઓ મહેનતુ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડાં સમાન છે👇🏻
📢#NMMS પરીક્ષામાં મોટું કૌભાંડ : સુઈગામની કે.પી. ત્રિવેદી સ્કૂલમાં 'મિલીભગત' થી પેપર લખાવ્યાનો આક્ષેપ
📌તારીખ 03/01/2026 ના રોજ લેવાયેલ NMMS પરીક્ષાનું આયોજન થયું હતું.
📌ગુજરાતના લાખો ગરીબ અને મધ્યમ વર્ગના તેજસ્વી વિદ્યાર્થીઓ માટે લેવાતી NMMS (National Means-cum-Merit Scholarship) પરીક્ષામાં બનાસકાંઠાના સુઈગામ તાલુકાની કે.પી. ત્રિવેદી સ્કૂલ ખાતે શિક્ષણ જગતને લાંછન લગાડતી ઘટના સામે આવી છે.
👆🏻👉🏻પરીક્ષા દરમિયાન શાળાના સંચાલકો અને સુપરવાઇઝરો દ્વારા પોતાના માનીતા વિદ્યાર્થીઓને ગેરકાયદેસર રીતે મદદ કરવામાં આવી હોવાના ગંભીર આક્ષેપો ઉઠ્યા છે. પુરાવા તરીકે ક્લાસરૂમમાં પરીક્ષા આપતી એક દીકરીનો વિડિયો પણ સામે આવ્યો છે, જેમાં સ્પષ્ટ જણાવાય છે કે:
👉🏻નિયમોનું ઉલ્લંઘન કરીને વિદ્યાર્થીઓને સુપરવાઇઝરો દ્વારા જવાબો લખાવવામાં આવ્યા છે.
👉🏻મહેનતુ અને પ્રામાણિક વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ખુલ્લેઆમ ચેડાં કરવામાં આવ્યા છે.
👉🏻આર્થિક સહાય મેળવવાના હકદાર એવા જરૂરિયાતમંદ બાળકોના હક પર તરાપ મારવામાં આવી છે.
⚖️ અમારી મુખ્ય માંગણીઓ:
🛑નિષ્પક્ષ તપાસ: રાજ્ય પરીક્ષા બોર્ડ (SEB) અને જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા આ શાળાના સીસીટીવી ફૂટેજ અને ઉપલબ્ધ વિડિયો પુરાવાની તાત્કાલિક તપાસ કરવામાં આવે.
🛑કર્મચારીઓ સામે કડક પગલાં: આ ગેરરીતિમાં સામેલ સુપરવાઇઝરો અને શાળાના જવાબદાર સંચાલકોને તાત્કાલિક અસરથી બરતરફ (Suspend) કરવામાં આવે અને તેમની સામે કાયદેસરની ફોજદારી કાર્યવાહી (FIR) કરવામાં આવે.
🛑કેન્દ્ર રદ કરવાની કાર્યવાહી: જો શાળાની સંડોવણી સાબિત થાય તો ભવિષ્યમાં આ શાળા પાસેથી પરીક્ષા કેન્દ્રની માન્યતા કાયમી ધોરણે છીનવી લેવામાં આવે.
"વિદ્યાર્થીઓની મહેનત પર પાણી ફેરવતા આવા ભ્રષ્ટાચારી તત્વોને કોઈ પણ સંજોગોમાં છોડવા જોઈએ નહીં. જો વિડિયો પુરાવા હોવા છતાં પગલાં નહીં લેવાય, તો ગુજરાતનું શિક્ષણ તંત્ર શંકાના દાયરામાં આવશે."
👉🏻અમે સરકારશ્રી અને શિક્ષણ વિભાગને વિનંતી કરીએ છીએ કે આ બાબતે દાખલારૂપ કાર્યવાહી કરી નાના ભૂલકાંઓને ન્યાય અપાવે.
#JusticeForStudents #NMMS_Scam #SuigamEducation #GujaratEducation
🛑👇🏻"National means cum merit Scholarship Scheme-2025-26"🛑👇🏻
🚫રાજ્યમાં નબળી આર્થિક સ્થિતિ ધરાવતાં તેજસ્વી વિદ્યાર્થીઓ ધોરણ-૧૨ સુધી અભ્યાસ પૂર્ણ કરી શકે તથા માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળામાં ડ્રોપ આઉટ દર ઘટે તે હેતુથી ધોરણ-૮ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલરશીપ (N.M.M.S) નામની યોજના શિક્ષા મંત્રાલય ભારત સરકાર તરફથી અમલમાં મુકવામાં આવેલ છે.
🚫રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર દ્વારા લાભાર્થી વિદ્યાર્થીઓની પસંદગી કરવા માટે પરીક્ષા આગામી સમયમાં યોજવામાં આવ્યું હતું.
♦ પરીક્ષાનો કાર્યક્રમ:
👉🏻જાહેરનામું : 07/11/2024
👉🏻ફોર્મ : ૧૦/૧૧/૨૦૨૫ થી ૨૨/૧૧/૨૦૨૫
👉🏻પરીક્ષાની તારીખ 03/01/2026
🛑શિષ્યવૃત્તિની રકમ તથા ચૂકવણીના નિયમો :
પરીક્ષા બાદ જિલ્લાવાર કેટેગરીવાર નિયત ક્વોટામાં મેરીટમાં આવતા વિદ્યાર્થીઓને માસિક રૂ!૧૦૦૦/- લેખે વાર્ષિક રૂ! ૧૨૦૦૦/- મુજબ ચાર વર્ષ સુધી નિયત પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ મળવાપાત્ર રહેતી હોય છે.(કુલ ₹48,000).
🛑માત્ર પાસ થવાથી શિષ્યવૃત્તિ મળતી નથી, જે-તે જિલ્લાના નક્કી કરેલા ક્વોટા મુજબ મેરિટમાં આવવું પણ જરૂરી છે.
🚫વિદ્યાર્થીઓની લાયકાત (#Eligibility)
⚡ધોરણ: હાલમાં ધોરણ 8 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપી શકે છે.
⚡શાળા: વિદ્યાર્થી સરકારી શાળા, લોકલ બોડી શાળા (જિલ્લા પંચાયત/નવીનનગર પાલિકા) અથવા ગ્રાન્ટેડ શાળામાં અભ્યાસ કરતો હોવો જોઈએ.
⚡અગાઉના ગુણ: ધોરણ 7 માં ઓછામાં ઓછા 55% ગુણ (SC/ST માટે 50%) હોવા જરૂરી છે.
⚡આવક મર્યાદા: વાલીની વાર્ષિક આવક ₹3,50,000 થી વધુ ન હોવી જોઈએ.
⚡અપવાદ: ખાનગી (Private/Self-finance) શાળાઓ, નવોદય વિદ્યાલય કે કેન્દ્રીય વિદ્યાલયના વિદ્યાર્થીઓ આ યોજનાનો લાભ લઈ શકતા નથી.
@Bhupendrapbjp@CMOGuj@irushikeshpatel@drpradyumanvaja@jitu_vaghani@Rivaba4BJP@InfoGujarat
@EducationGuj
@DrKuberDindor
@prafulpbjp
@SEBexam
@VtvGujarati@tv9gujarati@abpasmitatv@GSTV_NEWS@sandeshnews@News18Guj@Zee24Kalak@devanshijoshi71@Jamawat3@nidhirpatel6@Janak_Sutariyaa@JournoJayesh@hdraval93@DevendraBhatn10@chintanbhogayta@chintan_acharya@Divya_Bhaskar@tgbasiya@NewsNavajivan@gopimaniar@KKanteliya@SamirParmar1947@Vivekdoza@Chaitar_Vasava@Gopal_Italia@JigarThakar_NC@dave_janak@NewsCapitalGJ@svamanmedia@GujaratFirst@nikunjjani9
તમારા આ શબ્દો જ શરીરમાં ઉર્જા આપે છે અને હંમેશા આપ અમારી સાથે ખભેથી ખભો મિલાવીને અને સારથી બની ને ચાલ્યા છો બાપુ..... 🦁
ખૂબ ખૂબ ધન્યવાદ 🙏
મૂંગા રહીને રસ્તા ઉપર કચડાઈને મરવું એના કરતાં સિંહ જેવી ત્રાડ નાખીને મરવું વધારે સારું છે.... 🦁
"કિંમત એની નથી હોતી જે જીત્યા પછી હાર પહેરે છે,
કિંમત તો એની છે જે બીજાની જીત માટે રણમેદાનમાં જીવ રેડે છે!"
👤#મયુર_ચુડાસમા : શિક્ષક ભરતીના સંગ્રામનો એક 'નિઃસ્વાર્થ' સારથિ✊🏻
ગુજરાતની શિક્ષક ભરતીના ઇતિહાસમાં જ્યારે પણ સંઘર્ષની વાત આવશે, ત્યારે એક નામ સુવર્ણ અક્ષરે લખાશે "મયુર ચુડાસમા".
(વર્તમાન શિક્ષક ભરતીમાં લાગી ગયેલ શિક્ષકો કદાચ હવે આને ઓળખતા પણ નહીં હોય તે કડવી વાસ્તવિકતા છે.)
આ એક એવા યોદ્ધા છે જેણે ક્યારેય પોતાના માટે મેદાન નથી માર્યું, પણ હજારો પરિવારોમાં રોજગારીનો દીવો પ્રગટે એ માટે પોતાની જાતને સંઘર્ષના અગ્નિમાં હોમી દીધી છે.
આ લડાઈ કોઈ નોકરી માટે નહોતી.
આ લડાઈ કોઈ પદ, પ્રતિષ્ઠા કે નેતાગીરી માટે પણ નહોતી.
આ લડાઈ હતી ન્યાય માટે, પારદર્શક શિક્ષક ભરતી માટે, અને આવતી પેઢીના અધિકાર માટે.
મયુર ચુડાસમા એ વ્યક્તિ છે, જેને પૂરેપૂરી ખબર હતી કે,
જો શિક્ષક ભરતી સાચી રીતે થશે,
જો પ્રક્રિયા સંપૂર્ણ ન્યાયસંગત રહેશે,
તો જ સાચા અને હકદાર વ્યક્તિને નોકરી મળશે,
પોતાને નોકરી મળવાની કોઈ લાલસા નહીં.
સ્વાર્થ નહીં, પણ સમર્પણની પરાકાષ્ઠા
દુનિયામાં ઘણા લોકો લડાઈ લડે છે, પણ મોટાભાગની લડાઈઓ પાછળ 'સ્વ' રહેલો હોય છે. કોઈને નેતા બનવું હોય છે, કોઈને પોતાનો ચહેરો ચમકાવવો હોય છે, તો કોઈને માત્ર પોતાની નોકરી મેળવવી હોય છે. પરંતુ મયુરભાઈનો કિસ્સો સાવ અલગ છે. તેઓ એ સત્યથી વાકેફ હતા કે ગમે એવડી શિક્ષક ભરતી આવે તો પણ તેમને વ્યક્તિગત રીતે કોઈ સીધો ફાયદો નથી મળવાનો. તેમ છતાં, તેમણે આ લડાઈને પોતાની બનાવી લીધી અને બેખોફ રીતે પરિણામ કે કેસની પરવાહ કર્યા વગર લડાઈ લડ્યા, આને જ ખરા અર્થમાં 'પરમાર્થ' કહેવાય.
આંદોલનના મેદાનમાં ઊભા રહેવું સહેલું નથી,
ખાસ કરીને ત્યારે, જ્યારે સામે તંત્ર ઊભું હોય.
ગાંધીનગરના રસ્તાઓ સાક્ષી છે કે મયુર ચુડાસમાએ કેટલી વખત પોલીસના ડંડા ખાધા છે. જ્યારે તંત્રના અધિકારીઓ ગેરવર્તન કરતા, જ્યારે પોલીસ અટકાયત કરતી અને જ્યારે જેલની કોટડીઓ ડરાવવાનો પ્રયત્ન કરતી, ત્યારે આ વ્યક્તિ પર્વતની જેમ અને લોખંડી મનોબળ સાથે તંત્રના અત્યાચાર સામે અડીખમ રહ્યો.
ત્યાં ઘણા 'મોસમી નેતાઓ' પબ્લિસિટી માટે આવતા. જ્યારે પોલીસના દંડા ચાલતા ત્યારે મહિલાઓના પલ્લુ પાછળ સંતાઈ જનારા પણ આ ભરતી એ જોયા છે. પણ એ ભીડમાં મયુર ચુડાસમા અને એના જેવા અન્ય બીજા બાહોશ યોદ્ધાઓ, શરીરે ભલે દુબળા હોય પણ, કાળજું વાઘ અને સિંહ જેવું રાખતા.. જે છાતી ઠોકીને આગળ ઉભા રહ્યા. તેમણે માત્ર શારીરિક પીડા જ નથી સહન કરી, પણ આર્થિક અને માનસિક સંઘર્ષ પણ વેઠ્યો છે.
(મયુર ચુડાસમા આજે પણ ખાનગી નોકરી જ કરે છે.)
મયુર ચુડાસમા એ વાતનું જીવંત ઉદાહરણ છે કે ક્રાંતિ લાવવા માટે પદ કે હોદ્દાની જરૂર નથી હોતી, માત્ર એક સાફ નિયત અને મજબૂત #કાળજું જોઈએ. પોતાનો ખર્ચ, પોતાનો સમય અને પોતાની શક્તિ બધું જ તેમણે ગુજરાતના ભાવિ શિક્ષકો માટે અર્પણ કરી દીધું.
સમાજની જવાબદારી :
જેને પોતે કશું મળવાનું નથી,છતાં પણ જે બધાને મળવા માટે લડે એ નેતા નથી, એ યોદ્ધા છે. ઈતિહાસ એવા લોકોને તરત ઓળખતો નથી, મયુર ચુડાસમા જેવા બાહોશ યોદ્ધાઓ ઈતિહાસમાં બહુ ઓછા મળે છે. તેઓ એ પ્રેરણા છે જે શીખવે છે કે જ્યારે બધા મૌન હોય, ત્યારે અન્યાય સામે અવાજ ઉઠાવવો એ જ સૌથી મોટો ધર્મ છે. ગુજરાતના હજારો શિક્ષકો જે આજે નોકરી કરી રહ્યા છે કે જેઓ આવતીકાલે પણ જોડાશે, એ દરેકના પગારમાં અને ગૌરવમાં મયુર ચુડાસમાના સંઘર્ષનું એક ટીપું તો એક ટીપું રેડાયેલું છે.
જ્યારે ઘણા લોકો “મને શું મળે?” એ હિસાબમાં વ્યસ્ત હતા,
ત્યારે મયુરે એક જ સવાલ કર્યો
“ગુજરાતના બેરોજગાર યુવાનોને શું મળે?”
🙏🏻મયુરભાઈ, તમારી આ નિઃસ્વાર્થ લડતને દરેક સમાજ અને ગુજરાતનો યુવા વર્ગ આદરપૂર્વક વંદન કરે છે.સલામ છે તારી વીરતાને, સલામ છે તમારા નિઃસ્વાર્થ પ્રેમને!🙏🏻
"વીર એ નથી જે પોતાના માટે લડે છે, વીર તો એ છે જે અન્યના આંસુ લૂછવા માટે આખી સલ્તનત સામે અડીખમ ઉભો રહી જાય." @_Mayur_Chudasma
✍🏻 યુવરાજસિંહ જાડેજા
#MayurChudasama
#નિસ્વાર્થ_યોદ્ધા #સાચો_સંઘર્ષ #સિદ્ધાંતની_લડાઈ
દાહોદ શિક્ષણ અધિકારી (#DPEO આરત ભાઈ બારૈયા તથા મનોજ લોબાણા) અને શિક્ષણ નિયામક શ્રી એમ. આઈ. જોષી(પ્રાથમિક શિક્ષણ))ની ઘોર બેદરકારી/લાપરવાહી અને અણઆવડતને કારણે આજે અનેક #આશાસ્પદ_ઉમેદવાર પોતાના વતનથી વંચિત રહી ગઈ..
📌કચ્છ જિલ્લા વિદ્યાસહાયક (ધો. 6 થી 8) ભરતી–2025 માટે લાયકાત ધરાવતા અને હકદાર હોવા છતાં દાહોદ #DPEO અને શિક્ષણ નિયામક દ્વારા ગેરમાર્ગે દોરવાના તથા એડમિનિસ્ટ્રેટિવ અસમર્થતાને કારણે સ્પેશિયલ કચ્છ શિક્ષક ભરતીથી વંચિત રાખેલ.
વાત જાણે એમ છે.
નામ : ..............બહેન
વતન: કચ્છ (અબડાસા)ની આપવીતી
📌20/11/2025 ના રોજ, દાહોદની ઉચ્ચતર પ્રાથમિક શાળામાં વિદ્યા સહાયક તરીકે પસંદ થયેલ.(શાળામાં હાજર થયેલ નહીં)
📌તે સમયે તમામ અસલ દસ્તાવેજો નિયમો મુજબ દાહોદ DPEO ને જમા કરવામાં આવેલ.
📌25 તારીખે કચ્છ જિલ્લા પસંદગી માટે કોલલેટર નિકળવાના શરુ થતા આ બહેનનો જનરલનો કોલલેટર નીકળ્યો.
બહેન તો વતન મળતું હતું એટલે હોશે હોશે ગાંધીનગર પહોંચ્યા.
📌કચ્છ જિલ્લા પસંદગી વખતે અસલ પ્રમાણપત્ર ફરજિયાત હોવાથી DPEO પાસે માંગણી કરવામાં આવી.
📌દાહોદ DPEO બારૈયા સાહેબ/મનોજ લોબાણ સાહેબની અણઆવડતને કારણે #ગેરમાર્ગે દોરવામાં આવ્યા.
📌દાહોદ શિક્ષણ અધિકારી શ્રી બારૈયા સાહેબ અને તેમના સ્ટાફ દ્વારા નીચે મુજબની લેખિત અને મૌખિક સૂચનાઓ અને આશ્વાસનો આપવામાં આવ્યા:
“એફિડેવિટ (#સોગંદનામું) કરી આપો, અમે તમારી ઓરિજનલ સર્ટિફિકેટ આપી દેશું.”
“કચ્છ જિલ્લામાં ભરતી મળે તો અહીં ફક્ત 7 દિવસનો પગાર જમા થશે, બીજું કોઈ પેનલ્ટી કે બોન્ડ લાગુ નહીં પડે.”
“કચ્છમાં પસંદગી ન થાય તો 10 દિવસમાં ફરી દસ્તાવેજો જમા કરી દેવાના.”
👆🏻કહેવાતા ઉંચ અને #કથિત સમજદાર અધિકારીના કહેવા પ્રમાણે ઉમેદવારે 26/11/2025એ તાત્કાલિક #સોગંદનામું કરાવી કાર્યવાહી પૂર્ણ કરી.(ફોટો 1)
📌બહેને તમામ કાર્યવાહી DPEOની સૂચના મુજબ કરી અને 27 તારીખે તમામ અસલ પ્રમાણપત્ર સાથે જિલ્લા પસંદગી માટે ભરતી બોર્ડ પહોંચ્યા. તો ભરતી સમિતિ કહે તમને નિમણુંક નહીં મળે, દાહોદથી તમે "ગઈકાલની તારીખ માં" રાજીનામાની નકલ અને "ગઈકાલની તારીખમાં" બોન્ડ ભરેલ રાશિદ આપો તો અમે તમને નિમણુંક આપીએ. બુદ્ધિના દેવાળું ફુકેલ આવા અધિકારીને કોણ સમજાવે આ શક્ય છે ખરી ❓🤔
📌બહેન કહે પણ દાહોદમાં મારી ફક્ત જિલ્લા અને શાળા પસંદગી જ થઈ છે સાત દિવસમાં હાજર થવાનું હોય પણ હું હાજર નોહતી થઈ, 20 થી 27 તારીખ સુધી મારે હાજર થવાનું હતું, આજે 27 તારીખ છે અને હજી સુધી હું હાજર થયેલ નથી, મારા જોડે આ રહ્યા ઓરિજનલ ડોક્યુમેન્ટ અને આ રહ્યું DPEO દ્વારા કરાવેલ સોગંદનામું, DPEO ની સૂચના પ્રમાણે મારે કોઈ બોન્ડ પણ ભરવાનો થતો નથી, જો મને કચ્છ માં મળી જાય છે તો બીજા ઉમેદવાર માટે હું દાહોદનો હક જતો પણ કરીશ.
📌તો પણ કોઈ અધિકારી કોઈ વાત સાંભળવા તૈયાર ન હતા,આ રીતે બહેનની કચ્છ જિલ્લા નિમણૂકની પ્રક્રિયા અટકી ગઈ, પછી તે જ દિવસે બોપરના સમયમાં શ્રી એમ. આઈ. જોષી શિક્ષણ નિયામક(પ્રાથમિક શિક્ષણ) નો સંપર્ક કરવામાં આવ્યો તેને બધી ઘટના રૂબરૂ કહેવામાં આવી.
🛑શિક્ષણ નિયામક M.I.JOSHI એ કહ્યું ચિંતા ન કરો હું કહું તે રીતે એક નવું #સોગંદનામું કરીને આપો, બહેન તો તાત્કાલિક હાઇકોર્ટ ગયા અને #સોગંદનામું કરીને આપ્યું ત્યાં તો....... શિક્ષણ નિયામકે જ હાથ અદ્ધર કરી લીધા. (ફોટો 2)
👆🏻વિચારો આ છે ભણેલ ગણેલ #હોનહાર અધિકારીઓ....આ બહેનનો 1 % પણ વાંક નહીં એને તો જેમ અધિકારીઓ કીધુ એમ કર્યું,
🚫બહેનની કોઇ ભૂલ નથી –
#એડમિનિસ્ટ્રેટિવ_અણઆવડતનો સીધો ભોગ બન્યા છે. દાહોદ #DPEOની ખોટી સલાહ તથા શિક્ષણ નિયામક શ્રી M.I.JOSHI ની અણઆવડતનું આ પરિણામ છે.
🚫એક વ્યક્તિ સંપૂર્ણ રીતે લાયક હોવા છતાં પોતાનું વાજબી નિમણુંકનો હક ગુમાવી રહી છે. જેને કારણે આવા અનેક લોકોને આ કે બીજી રીતે કારકિર્દી અને ભાવિ જીવન પર ગંભીર અસર પડતી હોય છે. લાયક, હકદાર અને તમામ માપદંડોમાં પસંદ થયેલી ઉમેદવાર આજે આવા અલ્પજ્ઞાની અધિકારીઓનો ભોગ બની રહ્યા છે.😢
🚫અને હા એવું પણ નથી કે આ બહેને જ ફક્ત આ હઠાગ્રહી અને અનુભવહીન અધિકારીઓને સમજાવ્યા..બાહોશ પત્રકારોએ, અમારા જેવા જાગૃત નાગરિકોએ, કચ્છના વર્તમાન સાંસદે.ધારાસભ્યે... બધાએ આ અધિકારીને કહ્યું કે બહેનનો સાચા છે તમારા અધિકારીની ભૂલ ના કારણે ઉમેદવાર શા માટે ભોગવે તો પણ આ ઘમંડી અધિકારીઓ કોઈની વાત ન સાંભળી😥
🚫અધિકારીઓ તો ફાઈલો ઉપર પોતાનો રેકોર્ડ સાફ રાખવા ફક્ત દેખાડા માટે તપાસ ના નામનું #તરકટ રચ્યું અને એમાં પણ પોતાના માનિતા અધિકારીઓને નોટિસ નોટિસ રમીને #છાવરી લીધા અને ભીનું સંકેલી હકદાર અને લાયક બહેન ને કચ્છની નોકરી થી હાથ ધોવાનો વારો લાવી દીધો.
👆🏻આ છે આપણી શિક્ષણ વ્યવસ્થા જ્યાં શિક્ષણ અધિકારીઓમાં જ શિક્ષણનો #અભાવ છે.👆🏻
🤔શું શિક્ષણમંત્રી આ ઉમેદવારને ન્યાય અપાવી શકશે ?
@Rivaba4BJP@drpradyumanvaja@jitu_vaghani
મિત્ર #તેજસ_મજીઠીયા
આંદોલનની આગમાં તપાઈને, હક્ક માટે લડાઈ લડીને,
આજે #અમરેલીમાં_શિક્ષક તરીકે નવી સફર શરૂ કરવાની તને મળેલી તક માટે દિલથી અભિનંદન! 🎉👏
શિક્ષક ભરતીના આંદોલનમાં તું માત્ર એક અવાજ નહોતો...
તું હિંમત, હક્ક અને હકારાત્મક પરિવર્તનનું પ્રતિક હતો. ✊🔥
દરેક રાત્રિનો સંઘર્ષ, લેવાયેલ દરેક પગલાનું દબાણ,
આજે સુંદર પરિણામ રૂપે તારા દ્વારે ઊભું છે.
અમરેલીનો દરેક વિદ્યાર્થી હવે માત્ર એક શિક્ષક નહિ,
પણ એક યોધ્ધા અને પ્રેરણાસ્રોત પાસેથી શિક્ષણ મેળવશે. 📚✨
આંદોલનનો અધ્યાય અહીંયા પૂર્ણ,
હવે શિક્ષકનો નવો અધ્યાય શરૂ...
તારી નવી સફર તેજસ્વી બને, તારો સંઘર્ષ હવે અનેક બાળકોના ભવિષ્યને પ્રકાશિત કરે એવી હાર્દિક શુભકામનાઓ. 🙏🌟
🌟ખોબલે ખોબલે અભિનંદન, મિત્ર!🌟
✍🏻યુવરાજસિંહ જાડેજા
#JourneyFromProtestToClassroom
#ProudMoment
#Amreli_Posting
#StruggleToSuccess
#TejasTheWarriorTeacher
#TeacherRecruitmentMovement
🛑 ગોંડલ માર્કેટિંગ યાર્ડ : કંસનો દરબાર
કળદાપ્રથાથી ખેડૂતનું શોષણ ! 🛑
ખેડૂત મહેનત કરે, પાક ઉભો કરે, ધીરજ ગુમાવ્યા વગર રાત-દિવસ ખેતરમાં ભટકે...અને અંતે થાય છે કડદો...
📰 ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં 'કળદા કાંડ'નો આક્ષેપ: ડિરેક્ટરના પુત્ર પર માલ ખરીદીમાં ગેરરીતિનો આરોપ
ગોંડલ માર્કેટિંગ યાર્ડ (Gondal Marketing Yard) માં કથિત "કળદા કાંડ" ને લઈને ગરમાવો જોવા મળી રહ્યો છે. ખેડૂતો અને વેપારી વર્તુળોમાં ચર્ચા મુજબ, યાર્ડમાં માલની ખરીદી પ્રક્રિયામાં ગેરરીતિ થઈ હોવાનું સામે આવ્યું છે, જેના મૂળમાં યાર્ડના એક ડિરેક્ટરના પુત્રનું નામ લેવાઈ રહ્યું છે.
📍 આક્ષેપોનું કેન્દ્ર: ડિરેક્ટર અને તેમની પેઢી
પ્રાપ્ત માહિતી મુજબ, આ કથિત કાંડમાં યાર્ડના ડિરેક્ટર શ્રી જીતુભાઈ જીવાણી સંકળાયેલા છે. તેમના પર એવો આક્ષેપ છે કે તેઓ પોતે ડિરેક્ટર હોવા છતાં તેમની પેઢી દ્વારા યાર્ડમાં માલની ખરીદી પણ કરે છે, જે હોદ્દાની રૂએ હિતોના ટકરાવ (Conflict of Interest) તરફ ઈશારો કરે છે.
📌સંકળાયેલી પેઢીનું નામ: રોનક ટ્રેડર્સ (Ronak Traders)
📌આક્ષેપ: ડિરેક્ટર જીતુભાઈ જીવાણીના પુત્ર દ્વારા આ પેઢી વતી કળદો કરીને (ખરીદીમાં ગેરરીતિ/ગોલમાલ કરીને) ખેડૂતોના માલના ભાવમાં અન્યાય કરવામાં આવ્યો છે.
📌યાર્ડના સત્તાધીશોના વર્તમાન વલણને જોતાં, આ કથિત કાંડ વધુ વિકસિત થઈ શકે છે અને તેની અસર યાર્ડના વહીવટ અને પારદર્શિતા પર પડી શકે છે. ખેડૂતો અને હિતધારકો તરફથી આ મામલે યોગ્ય તપાસ અને કાર્યવાહીની માંગણી ઉઠાવવામાં આવી રહી છે.
📢 મુખ્ય મુદ્દાઓ:
👉🏻 સ્થળ: ગોંડલ માર્કેટિંગ યાર્ડ
👉🏻 કાંડ: કળદા કાંડ (ખરીદીમાં ગેરરીતિનો આક્ષેપ)
👉🏻 આરોપી: યાર્ડના ડિરેક્ટર જીતુભાઈ જીવાણીનો પુત્ર
👉🏻 ડિરેક્ટર: જીતુભાઈ જીવાણી
👉🏻 સંકળાયેલી પેઢી: રોનક ટ્રેડર્સ
⚫ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં કપાસની ખરીદીને લગતા '#કળદા_કાંડ' વિવાદનો જીવંત પુરાવો છે. ખેડૂતોનો મુખ્ય આક્ષેપ એ છે કે યાર્ડના સત્તાધીશો સાથે સંકળાયેલા લોકો (ડિરેક્ટરના પુત્રની પેઢી) દ્વારા કપાસને ભીનો ગણાવીને અથવા અન્ય કોઈ ગેરરીતિ કરીને ભાવો તોડવામાં આવ્યા છે, જેના કારણે ખેડૂતોને તેમના માલની યોગ્ય કિંમત મળતી નથી.
⚫આ દ્રશ્યો ગોંડલ #APMC ના નિયમો (ખાસ કરીને જાહેર હરાજી અને યોગ્ય વજન/ગુણવત્તાના માપદંડ)ના ઉલ્લંઘન તરફ ઈશારો કરે છે.
જે લોકો જણસ તોલે નહીં,
પણ ખેડૂતની આત્મા તોલે છે,
એને યાદ રાખજો,
ખેડૂતનો શ્વાસ ધૈર્યનો છ,
પણ જ્યારે એ ઉઘાડશે ત્યારે યાર્ડ નહિ,
આખી વંશાવળી હલી જશે.
#gondal #marketingyard #khedut
#SystemOfCorruption #FarmersDeserveJustice
@CMOGuj@Bhupendrapbjp@drpradyumanvaja@Rivaba4BJP@jitu_vaghani@VtvGujarati@tv9gujarati@abpasmitatv@GSTV_NEWS@sandeshnews@News18Guj@Zee24Kalak@devanshijoshi71@Jamawat3@nidhirpatel6@Janak_Sutariyaa@JournoJayesh@hdraval93@DevendraBhatn10@chintanbhogayta@chintan_acharya@Divya_Bhaskar@tgbasiya@NewsNavajivan@gopimaniar@ImVimit@iDixitThakrar@KKanteliya@SamirParmar1947@BhavikSudra3@Vivekdoza@Gopal_Italia@baldevmer@BenefitNews24@JigarThakar_NC@dave_janak@NewsCapitalGJ@svamanmedia@GujaratFirst@nikunjjani9@DatelineGujarat@hbtwits4u
"શિક્ષણ વિભાગમાં જ #શિક્ષણનો અભાવ છે !"
#કડવું_છે_પણ_સત્ય_છે#Reality_Of_Gujarat_Model
🤔ભૂલ કરે ભરતી બોર્ડ અને ભોગવે ઉમેદવારો આ કેવું ?
😥શું ઉમેદવારોને દરેક વખતે પ્રશ્નોના જવાબ સુધારવા કોર્ટમાં જ જવાનું ?
🤔ઉમેદવારના કિંમતી સમય અને પૈસાનું વળતર શું શિક્ષણ ભરતી બોર્ડ આપશે ?
😥ભરતી બોર્ડ શું કરે છે ? કેમ યોગ્ય અને સંતોષકારક જવાબ ભરતી બોર્ડ ન આપી શકે ?
🤔દરેક વખતે ઉમેદવાર જ શા માટે ખુલાસા અને સ્પષ્ટતા આપે ?
😥વાંધા અરજી આપ્યા પછી પણ શું ભરતી બોર્ડને કોઈ દરકાર છે ?
🤔જો કોઈ પ્રશ્નમાં વિધાર્થીને વિસંગતતા જણાય તો ખરેખર તો ભરતી બોર્ડેને સ્પષ્ટતો સાથે જવાબ આપવાની ફરજ છે.
🙂↕️ઉમેદવારોએ દિવસ રાત તનતોડ કરેલ મહેનત અને 1 પ્રશ્નમાં પણ ભૂલની ગંભીરતા શું ભરતી બોર્ડને ખ્યાલ પડે છે ?
📌ઉમેદવાર માટે એક એક માર્ક્સ મહત્વનો છે.
👇🏻રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાએલ Sp.TET-II પરીક્ષાના પ્રશ્નો અને તેની ફાઈનલ આન્સર-કી માં વિસંગતતા અને અસ્પષ્ટતા...👇🏻
🛑રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા તારીખ ૩૧/૦૭/૨૦૨૫ના જાહેરનામા મુજબ તારીખ ૧૨/૧૦/૨૦૨૫ના રોજ Sp.TET પરીક્ષાનું આયોજન કર્યું હતું.
🛑જેમાં અંદાજીત ૩૫૦૦ જેટલા તાલીમાર્થીઓએ પરીક્ષા આપી હતી
🛑ત્યાર બાદ તારીખ ૧૪મી ઓકટોબરના રોજ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા પ્રોવિઝનલ આન્સર કી જાહેર કરવામાં આવી હતી.
📌જેમાં ઉમેદવારોને કોઈ પણ પ્રશ્નના ઉત્તર સામે વાંધો હોય તો પુરાવા સાથે ચાર દિવસમાં રજૂઆત કરવાની તક આપવામાં આવી હતી.ઉમેદવારોએ લાગુ પડતા પ્રશ્નોના ખોટા ઉત્તરો કે અસ્પષ્ટ કે વિસંગતતા વાળા પ્રશ્નોની પ્રશ્ન નંબર સાથે રજૂઆત કરી હતી.
📌ત્યારબાદ ૨૯/૧૦/૨૦૨૫ના રોજ બોર્ડ દ્વારા ફાઇનલ આન્સર કી જાહેર કરવામાં આવી હતી.
🚫જેમાં Sp.TET-II ની ફાઈનલ આન્સર-કીમાં પાંચ પ્રશ્નોમાં ઉમેદવારોને અન્યાય થાય તેવી વિસંગતતા સાથે ઉત્તરો આપવામાં આવ્યા છે.
🚫કેટલાક પ્રશ્નોમાં પુરાવા રજુ કરવામાં આવ્યા છતાંય રજૂઆતને ધ્યાને લેવામાં આવી નથી.તો કેટલાક પ્રશ્નોમાં પ્રશ્નોમાં જ અસ્પષ્ટતા તો કેટલાકના ઉત્તરોમાં વિસંગતતા જોવા મળે છે.
🚫સમગ્ર વિસંગતતાની અસર પરીક્ષાના પરિણામ પર પણ પડતી હોય છે.જો આ વિસંગતતા દૂર કરવામાં આવે તો ઉમેદવારો અને પરીક્ષાનું પરિણામ ઊંચું આવે તેમ છે.એક માર્કસ એ ઉમેદવારોનું ભવિષ્ય નક્કી કરતો હોય છે ત્યારે આવા અસ્પષ્ટ અને અન્યાયી પ્રશ્નો પૂછીને મનઘડંત રીતે ઉત્તરો નક્કી કરવા એ ઉમેદવારો સાથે ક્રૂર મજાક અને અન્યાય સમાન છે.
⚫A સિરીઝના⚫
પ્રશ્નપત્ર મુજબ અન્યાય કરતા અને અસ્પષ્ટ એવા (કુલ પાંચ) પ્રશ્નોના નંબરો અને ઉત્તરોની વિગતો નીચે પ્રમાણે છે.👇🏻
🛑 તમામ અસ્પષ્ટ પ્રશ્નો અને ઉત્તરો બાબતે ખૂબ જ સહાનુભુતિ પૂર્વક નિર્ણય લઇ કોઈને પણ અન્યાય ન થાય તે રીતે ઉમેદવારોના હિતમાં નિર્ણય કરશો જે પ્રશ્નો વાજબી છે તે પ્રશ્નો છે તે બાબતે ઝડપથી નિર્ણય કરવો જોઈએ.
@CMOGuj@Bhupendrapbjp@drpradyumanvaja@Rivaba4BJP@jitu_vaghani@VtvGujarati@tv9gujarati@abpasmitatv@GSTV_NEWS@sandeshnews@News18Guj@Zee24Kalak@devanshijoshi71@Jamawat3@nidhirpatel6@Janak_Sutariyaa@JournoJayesh@hdraval93@DevendraBhatn10@chintanbhogayta@chintan_acharya@Divya_Bhaskar@tgbasiya@NewsNavajivan@gopimaniar@ImVimit@iDixitThakrar@KKanteliya@SamirParmar1947@BhavikSudra3@Vivekdoza@Gopal_Italia@baldevmer@BenefitNews24@JigarThakar_NC@dave_janak@NewsCapitalGJ@svamanmedia@GujaratFirst@nikunjjani9@DatelineGujarat@hbtwits4u
#છોટાઉદેપુર નગરપાલિકા સત્તાધીશો તથા શાળાના સંચાલકો વિરુદ્ધ શિક્ષકો પાસેથી લાખો રૂપિયાની લાંચની માંગ – શિક્ષકો દ્વારા જ ભાંડાફોળ 👇🏻
📌છોટાઉદેપુર જિલ્લાના એસ.એફ. હાઇસ્કૂલમાં નવા નિમાયેલાં શિક્ષકશ્રીઓએ ગંભીર ખુલાસો કરતાં જણાવ્યું છે કે શાળાના આચાર્યશ્રી હિતેશભાઈ ચૌહાણ તથા નગરપાલિકા પ્રમુખ, ઉપપ્રમુખ, સભ્યો અને અન્ય કાર્યકર્તાઓ દ્વારા સંગઠિત રીતે લાખો રૂપિયાની લાંચની માંગણી કરવામાં આવી રહી છે.
👇🏻ઘટનાક્રમ
📌જુલાઈ 2025થી કાર્યરત નવ શિક્ષકો પાસેથી શરૂઆતમાં જ આચાર્યશ્રી દ્વારા “ફૂલ” અથવા “ફૂલની પાંખડી”ના નામે નાણાંની માંગણી કરવામાં આવી.
📌15 સપ્ટેમ્બર 2025ના રોજ શિક્ષકોને નગરપાલિકા પ્રમુખની ઓફિસમાં બોલાવી મોબાઇલ કબજે કરીને મિટિંગ યોજાઈ.
♥️મિટિંગ દરમિયાન હાજર રહેલા ઝાકીર આંધી, કિશન કોળી, કોર્પોરેટર કિરમાણી, સૌરભ શાહ સહિતના સભ્યો દ્વારા શિક્ષકોને ચીમકી અપાઈ કે :👇🏻
“તમારી નિમણૂક અમાન્ય છે, પગાર પાછો લઈશું.”
“લાંચ આપશો તો રજાઓ-સુવિધા બધું મળશે.”
“નહી આપશો તો ખોટા ગુનામાં ફસાવી સસ્પેન્ડ કરીશું.”
🤐ડૉ. હાર્દિક ધામેલીયાને તો ખુલ્લેઆમ ધમકાવાયું કે “છોકરીઓ દ્વારા ખોટા ગુનામાં ભરાવી જેલમાં નાખી દઈશું.”
🛑શિક્ષકોનો દ્રઢ અવાજ👇🏻
📌અમે બધા TAT-1, TAT-2 પાસ કરીને સરકારશ્રીની કેન્દ્રિય ભરતી પ્રક્રિયા દ્વારા નિમણૂક પામેલા છીએ – અમારી નિમણૂક કાયદેસર છે.
📌લાખો રૂપિયાની માંગણી ભ્રષ્ટાચાર અધિનિયમ હેઠળ ગુનો છે.
📌અંગ્રેજી માધ્યમ શાળા શરૂ કરવા માટે સરકારશ્રી તરફથી ગ્રાન્ટ મળે છે, છતાં અમારાથી દાન માગવું લૂંટ અને બ્લેકમેલ છે.
📌ભૂતકાળમાં પ્રિન્સિપાલ તથા શિક્ષકો પર હુમલાના બનાવો થયા છે, એટલે આજે પણ અમને વાસ્તવિક જીવન જોખમ છે.
👇🏻શિક્ષકોની માંગણીઓ
1. તાત્કાલિક પોલીસ રક્ષણ આપવામાં આવે.
2. સંડોવાયેલા નગરપાલિકા પ્રમુખ, ઉપપ્રમુખ, સભ્યો તથા આચાર્યશ્રી વિરુદ્ધ ભ્રષ્ટાચાર, ધમકી અને ષડયંત્રની તપાસ કરવામાં આવે.
3. ભવિષ્યમાં જો કોઈ શિક્ષક પર શારીરિક અથવા માનસિક હુમલો થાય તો તેની સંપૂર્ણ જવાબદારી ઉપરોક્ત અધિકારીઓની ગણાશે.
🛑“અમે 400–500 કિ.મી. દૂરથી આવી ઈમાનદારીપૂર્વક ફરજ બજાવી રહ્યા છીએ. લાંચખોરી અને દબાણની સામે હવે ચૂપ નહીં રહીશું.
સરકારશ્રી અને કાયદો અમલવહીવટ તંત્ર તાત્કાલિક પગલા ભરે – નહીંતર આ ભ્રષ્ટાચાર અને દાદાગીરીના કિસ્સાને અમે જાહેર મેદાને ખુલ્લો મુકશું.”
"📌શિક્ષણના ધામમાં લાંચની પાઠશાળા📌"
📢 શિક્ષણના નામે લૂંટ – છોટાઉદેપુર કૌભાંડ
(છોટા ઉદેપુરની સૌથી નામાંકિત એસ.એફ. (#શ્રી_ફતેહસિંહજી_હાઈસ્કૂલ)
👉🏻ગુજરાતની શિક્ષણ વ્યવસ્થા માટે શરમજનક એવી ઘટના છોટાઉદેપુરમાંથી સામે આવી છે.શાળા એ મંદિર હોવું જોઈએ, શિક્ષક એ ઉપાસક અને બાળકો એ દેવ. પરંતુ અહીં મંદિરને પણ બજારમાં ફેરવી દીધું છે અને શિક્ષકને પણ દુકાનદાર સમાન ગણાવી નાખ્યો છે!
🎭 કૌભાંડનું નાટક
શાળાના આચાર્યશ્રી “ફૂલ” કે “ફૂલની પાંખડી”ના નામે રૂપિયા માંગે છે.
નગરપાલિકા પ્રમુખ, ઉપપ્રમુખ, સભ્યો અને કોર્પોરેટર – બધા ભેગા મળી શિક્ષકોને મીટિંગમાં બોલાવે છે.
👇🏻મોબાઇલ જપ્ત કરીને અંદર ધકેલાઈ, પછી ધમકી :
“પૈસા આપશો તો જ નોકરી ટકશે.”
“રજા-ફાઇલ-કાયમી થવું – બધું રૂપિયા પર.”
“નહી આપશો તો ખોટા કેસ, સસ્પેન્શન અને જેલ.”
👇🏻આ છે આજનું શિક્ષણ જગતનું ચિત્ર!
શિક્ષણને બદલે લાંચની પાઠશાળા
જે સ્થાનેથી નૈતિકતા, ઈમાનદારી અને જ્ઞાન નીકળવું જોઈએ, ત્યાંથી આજે લાંચખોરી અને બ્લેકમેલના પાઠ ભણાવવામાં આવી રહ્યા છે.
બાળકોને અભ્યાસના પાઠ નહીં, પરંતુ શિક્ષકોને “લાંચ વિના જીવી શકાતું નથી” એવો કડવો પાઠ ભણાવવામાં આવે છે.
શિક્ષકોનો પરિશ્રમ, તેમનું જ્ઞાન, તેમનો ત્યાગ – બધું રૂપિયા સામે તુચ્છ ગણાયું છે.
🩸 ગળે તલવાર, મનમાં ભય👇🏻
👉🏻“તમે પૈસા નહીં આપો તો તમારું ભવિષ્ય બરબાદ કરી દઈશું.”
આવી ધમકીઓ આપી શિક્ષકોને ડરાવવામાં આવે છે.
🤐👉🏻ભૂતકાળના બનાવો યાદ અપાવવામાં આવે છે – પ્રિન્સિપાલ પર હુમલો, શિક્ષકને જાહેરમાં માર.
🙄👉🏻“છોકરીઓ દ્વારા ખોટા કેસમાં ફસાવી જેલમાં નાખી દઈશું.”
👆🏻આ છે અમારી શિક્ષણ વ્યવસ્થાનું કાળુ ચહેરું – જ્યાં ગુનાહિત ષડયંત્રોથી શિક્ષકોને ગૂંગળાવી નાખવામાં આવે છે.
⚖️ સવાલો સત્તાને
🤔શું નગરપાલિકા એ લૂંટ ચલાવવા માટે છે કે શાળાનું સંચાલન કરવા માટે?
🤔શું શિક્ષકોના પગાર અને નિમણૂક હવે નેતાઓની કચેરીમાંથી નક્કી થશે?
🤔શું શિક્ષકનો અર્થ હવે માત્ર “#ATM_મશીન” બની ગયો છે?
✊ શિક્ષકોનો દ્રઢ અવાજ 👇🏻
“અમે સરકારની પરીક્ષા પાસ કરીને આવ્યા છીએ,
લાંચ આપી નહીં – મહેનત કરી નોકરી મેળવી છે.
એક પણ રૂપિયો નહીં આપીએ.”
આ શબ્દો શિક્ષણ જગત માટે ગૌરવના છે.
પણ આ શબ્દોને ચૂપ કરાવવા માટે જે રીતે ભય, ધમકી અને બ્લેકમેલની રમત ચાલી રહી છે તે શિક્ષણ જગતની કલંકિત ઘટના છે.
@Bhupendrapbjp@kuberdindor@irushikeshpatel@prafulpbjp@GujaratPolice