દાહોદ શિક્ષણ અધિકારી (#DPEO આરત ભાઈ બારૈયા તથા મનોજ લોબાણા) અને શિક્ષણ નિયામક શ્રી એમ. આઈ. જોષી(પ્રાથમિક શિક્ષણ))ની ઘોર બેદરકારી/લાપરવાહી અને અણઆવડતને કારણે આજે અનેક #આશાસ્પદ_ઉમેદવાર પોતાના વતનથી વંચિત રહી ગઈ..
📌કચ્છ જિલ્લા વિદ્યાસહાયક (ધો. 6 થી 8) ભરતી–2025 માટે લાયકાત ધરાવતા અને હકદાર હોવા છતાં દાહોદ #DPEO અને શિક્ષણ નિયામક દ્વારા ગેરમાર્ગે દોરવાના તથા એડમિનિસ્ટ્રેટિવ અસમર્થતાને કારણે સ્પેશિયલ કચ્છ શિક્ષક ભરતીથી વંચિત રાખેલ.
વાત જાણે એમ છે.
નામ : ..............બહેન
વતન: કચ્છ (અબડાસા)ની આપવીતી
📌20/11/2025 ના રોજ, દાહોદની ઉચ્ચતર પ્રાથમિક શાળામાં વિદ્યા સહાયક તરીકે પસંદ થયેલ.(શાળામાં હાજર થયેલ નહીં)
📌તે સમયે તમામ અસલ દસ્તાવેજો નિયમો મુજબ દાહોદ DPEO ને જમા કરવામાં આવેલ.
📌25 તારીખે કચ્છ જિલ્લા પસંદગી માટે કોલલેટર નિકળવાના શરુ થતા આ બહેનનો જનરલનો કોલલેટર નીકળ્યો.
બહેન તો વતન મળતું હતું એટલે હોશે હોશે ગાંધીનગર પહોંચ્યા.
📌કચ્છ જિલ્લા પસંદગી વખતે અસલ પ્રમાણપત્ર ફરજિયાત હોવાથી DPEO પાસે માંગણી કરવામાં આવી.
📌દાહોદ DPEO બારૈયા સાહેબ/મનોજ લોબાણ સાહેબની અણઆવડતને કારણે #ગેરમાર્ગે દોરવામાં આવ્યા.
📌દાહોદ શિક્ષણ અધિકારી શ્રી બારૈયા સાહેબ અને તેમના સ્ટાફ દ્વારા નીચે મુજબની લેખિત અને મૌખિક સૂચનાઓ અને આશ્વાસનો આપવામાં આવ્યા:
“એફિડેવિટ (#સોગંદનામું) કરી આપો, અમે તમારી ઓરિજનલ સર્ટિફિકેટ આપી દેશું.”
“કચ્છ જિલ્લામાં ભરતી મળે તો અહીં ફક્ત 7 દિવસનો પગાર જમા થશે, બીજું કોઈ પેનલ્ટી કે બોન્ડ લાગુ નહીં પડે.”
“કચ્છમાં પસંદગી ન થાય તો 10 દિવસમાં ફરી દસ્તાવેજો જમા કરી દેવાના.”
👆🏻કહેવાતા ઉંચ અને #કથિત સમજદાર અધિકારીના કહેવા પ્રમાણે ઉમેદવારે 26/11/2025એ તાત્કાલિક #સોગંદનામું કરાવી કાર્યવાહી પૂર્ણ કરી.(ફોટો 1)
📌બહેને તમામ કાર્યવાહી DPEOની સૂચના મુજબ કરી અને 27 તારીખે તમામ અસલ પ્રમાણપત્ર સાથે જિલ્લા પસંદગી માટે ભરતી બોર્ડ પહોંચ્યા. તો ભરતી સમિતિ કહે તમને નિમણુંક નહીં મળે, દાહોદથી તમે "ગઈકાલની તારીખ માં" રાજીનામાની નકલ અને "ગઈકાલની તારીખમાં" બોન્ડ ભરેલ રાશિદ આપો તો અમે તમને નિમણુંક આપીએ. બુદ્ધિના દેવાળું ફુકેલ આવા અધિકારીને કોણ સમજાવે આ શક્ય છે ખરી ❓🤔
📌બહેન કહે પણ દાહોદમાં મારી ફક્ત જિલ્લા અને શાળા પસંદગી જ થઈ છે સાત દિવસમાં હાજર થવાનું હોય પણ હું હાજર નોહતી થઈ, 20 થી 27 તારીખ સુધી મારે હાજર થવાનું હતું, આજે 27 તારીખ છે અને હજી સુધી હું હાજર થયેલ નથી, મારા જોડે આ રહ્યા ઓરિજનલ ડોક્યુમેન્ટ અને આ રહ્યું DPEO દ્વારા કરાવેલ સોગંદનામું, DPEO ની સૂચના પ્રમાણે મારે કોઈ બોન્ડ પણ ભરવાનો થતો નથી, જો મને કચ્છ માં મળી જાય છે તો બીજા ઉમેદવાર માટે હું દાહોદનો હક જતો પણ કરીશ.
📌તો પણ કોઈ અધિકારી કોઈ વાત સાંભળવા તૈયાર ન હતા,આ રીતે બહેનની કચ્છ જિલ્લા નિમણૂકની પ્રક્રિયા અટકી ગઈ, પછી તે જ દિવસે બોપરના સમયમાં શ્રી એમ. આઈ. જોષી શિક્ષણ નિયામક(પ્રાથમિક શિક્ષણ) નો સંપર્ક કરવામાં આવ્યો તેને બધી ઘટના રૂબરૂ કહેવામાં આવી.
🛑શિક્ષણ નિયામક M.I.JOSHI એ કહ્યું ચિંતા ન કરો હું કહું તે રીતે એક નવું #સોગંદનામું કરીને આપો, બહેન તો તાત્કાલિક હાઇકોર્ટ ગયા અને #સોગંદનામું કરીને આપ્યું ત્યાં તો....... શિક્ષણ નિયામકે જ હાથ અદ્ધર કરી લીધા. (ફોટો 2)
👆🏻વિચારો આ છે ભણેલ ગણેલ #હોનહાર અધિકારીઓ....આ બહેનનો 1 % પણ વાંક નહીં એને તો જેમ અધિકારીઓ કીધુ એમ કર્યું,
🚫બહેનની કોઇ ભૂલ નથી –
#એડમિનિસ્ટ્રેટિવ_અણઆવડતનો સીધો ભોગ બન્યા છે. દાહોદ #DPEOની ખોટી સલાહ તથા શિક્ષણ નિયામક શ્રી M.I.JOSHI ની અણઆવડતનું આ પરિણામ છે.
🚫એક વ્યક્તિ સંપૂર્ણ રીતે લાયક હોવા છતાં પોતાનું વાજબી નિમણુંકનો હક ગુમાવી રહી છે. જેને કારણે આવા અનેક લોકોને આ કે બીજી રીતે કારકિર્દી અને ભાવિ જીવન પર ગંભીર અસર પડતી હોય છે. લાયક, હકદાર અને તમામ માપદંડોમાં પસંદ થયેલી ઉમેદવાર આજે આવા અલ્પજ્ઞાની અધિકારીઓનો ભોગ બની રહ્યા છે.😢
🚫અને હા એવું પણ નથી કે આ બહેને જ ફક્ત આ હઠાગ્રહી અને અનુભવહીન અધિકારીઓને સમજાવ્યા..બાહોશ પત્રકારોએ, અમારા જેવા જાગૃત નાગરિકોએ, કચ્છના વર્તમાન સાંસદે.ધારાસભ્યે... બધાએ આ અધિકારીને કહ્યું કે બહેનનો સાચા છે તમારા અધિકારીની ભૂલ ના કારણે ઉમેદવાર શા માટે ભોગવે તો પણ આ ઘમંડી અધિકારીઓ કોઈની વાત ન સાંભળી😥
🚫અધિકારીઓ તો ફાઈલો ઉપર પોતાનો રેકોર્ડ સાફ રાખવા ફક્ત દેખાડા માટે તપાસ ના નામનું #તરકટ રચ્યું અને એમાં પણ પોતાના માનિતા અધિકારીઓને નોટિસ નોટિસ રમીને #છાવરી લીધા અને ભીનું સંકેલી હકદાર અને લાયક બહેન ને કચ્છની નોકરી થી હાથ ધોવાનો વારો લાવી દીધો.
👆🏻આ છે આપણી શિક્ષણ વ્યવસ્થા જ્યાં શિક્ષણ અધિકારીઓમાં જ શિક્ષણનો #અભાવ છે.👆🏻
🤔શું શિક્ષણમંત્રી આ ઉમેદવારને ન્યાય અપાવી શકશે ?
@Rivaba4BJP@drpradyumanvaja@jitu_vaghani
"संघ के बारे में बहुत सारी चर्चाएँ चलती हैं। ध्यान में आया कि जानकारी कम है। जो जानकारी है, वह ऑथेंटिक कम है। इसलिए अपनी तरफ से संघ की सत्य और सही जानकारी देना चाहिए। संघ पर जो भी चर्चा हो, वह परसेप्शन पर नहीं बल्कि फैक्ट्स पर हो। " - Dr. मोहनजी भागवत #संघयात्रा
સાચી માહિતી અને વાસ્તવિકતા એ પણ છે કે પાયા ના શિક્ષણ માં છેલ્લા 15 વર્ષ થી ઓછી ભરતી કરી એ.. ધોરણ 1 થી 5 માં 7889 જેટલા જ શિક્ષકો ની ભરતી કરેલ છે અને હાલ પણ 21354 જેટલા શિક્ષકો ની ઘટ હોવા છતાં ખાલી 5000 જેટલી ભરતી કેટલી યોગ્ય? ચાલુ ભરતી માં જગ્યાવધારોઆપો@kuberdindor@BJP4Gujarat
@prafulpbjp સાહેબ સાચી માહિતી અને વાસ્તવિકતા એ પણ છે કે પાયા ના શિક્ષણ માં છેલ્લા 15 વર્ષ થી ઓછી ભરતી કરી એ.. ધોરણ 1 થી 5 માં 7889 જેટલા જ શિક્ષકો ની ભરતી કરેલ છે અને હાલ પણ 21354 જેટલા શિક્ષકો ની ઘટ હોવા છતાં ખાલી 5000 જેટલી ભરતી કેટલી યોગ્ય? ચાલુ ભરતી માં જગ્યા વધારો આપો..@kuberdindor
આજ રોજ માન શિક્ષણમંત્રી @kuberdindor જીની ગાંધીનગર ખાતે ટેટ 1 વિધ્યાસહાયક ભરતીમાં જગ્યાઓ વધારવા માટે મુલાકાત લેવામાં આવી. ટેટ 1 પાસ ઉમેદવારોની લાગણી અને માંગણી સમજી ચાલુ વિધ્યાસહાયક ભરતીમાં જગ્યાઓ વધારવામાં આવે એવી @Bhupendrapbjp
જીની સરકાર પાસે આશા અને અપેક્ષા.@hdraval93
@SURESHS06959908@Raviraj506@TBChhangaBJP આ ચાલુ ભરતીમાં જ આ જગ્યા વધારો કરાવો.તો જ આ સમસ્યાનો અંત આવશે. બાકી નવી ભરતી કરશે તો 2 વર્ષે પણ પુરી નઈ થાય અને લાખો નાના બાળકોનું પાયાનું શિક્ષણ બગડશે.... સરકારને સમજાવો....@kuberdindor @
@SURESHS06959908@Raviraj506@TBChhangaBJP આ ચાલુ ભરતીમાં જ આ જગ્યા વધારો કરાવો.તો જ આ સમસ્યાનો અંત આવશે. બાકી નવી ભરતી કરશે તો 2 વર્ષે પણ પુરી નઈ થાય અને લાખો નાના બાળકોનું પાયાનું શિક્ષણ બગડશે.... સરકારને સમજાવો....@kuberdindor @
હાલ ૧-૪-૨૫ ની સ્થિતિ એ કચ્છ માં ધોરણ 1 થી 5 માં ૩૧૨૫ શિક્ષક ની ઘટ છે જે માંગણા પત્રક મંગાવ્યા તેમાં બતાવે છે.ત્રિકમભાઇ હાલ એપ્રિલ પણ ચાલુ થઈ ગયો છે શું કચ્છ ને ૯ જૂન નવા સત્ર ચાલુ થાય ત્યાં સુધીમાં શિક્ષકો મળી જશે..? ક્યારે ફોમ ભરવાનું ચાલુ કરશે કચ્છ માટે સાહેબ..? @TBChhangaBJP