આશાપુરા ચેરિટેબલ ટ્રસ્ટ છેલ્લા ડોઢ મહિનાથી નામના કે માત્ર દેખાવ માટે કચ્છમાં શિક્ષકની ભરતી માટે માંગ નથી કરી રહ્યું. અમે કચ્છના વિદ્યાર્થીઓને પૂરતા શિક્ષક મળે અને ભવિષ્યમાં બનવા માંગતા શિક્ષકને થતો અન્યાય બંદ નહીં થાય ત્યાં સુધી આ લડાઈ લડીશું.અમે તૈયાર છીએ.તમે તૈયાર છો!? @CMOGuj
પ્રતિભાશાળી અને કાબલિયત ધરાવતાં ઉમેદવારોને ટાટ 2025 ભરતીમાં તેમના સપનાને સાકાર કરવા માટે પૂરતા અવસર મળવા જોઈએ.
પરંતુ રાઉન્ડ નહીં મળતા અનેક ઉમેદવારોનો હક છીનવાયો છે અને શિક્ષક બનવાનો અવસર ગુમાવ્યો છે.
📢 #TATમાંજગ્યા_વધારાઓ
📢 #TatSecondRound#બીજો_રાઉન્ડ_પાડો
📢 #TATમાંજગ્યા_વધારાઓ
📢 #TatSecondRound#બીજો_રાઉન્ડ_પાડો
ધોરણ: 9થી12 શિક્ષણસહાયક ભરતી ગુજરાત સરકાર
ટાટ 1- 2 ઉમેદવારોની મુખ્ય માગણીઓ:
1.શિક્ષણસહાયક ની ભરતીમાં ખાલી પડેલી જગ્યાઓમાં સત્વરે બીજો રાઉન્ડ જાહેર કરી આપવા વિનંતી.
2. બીજા રાઉન્ડમાં પહેલા રાઉન્ડની જેમ ખાલી પડેલ જગ્યાઓમાં દરેક કેટેગરીના ઉમેદવારને મેરીટ પ્રમાણે જનરલ + કેટેગરીની સીટ પસંદ કરવા મળે.
3. ભરતી સમિતી દ્વારા ઉમેદવારોને બે શાળા ફાળવણીથી ખાલી પડેલ જગ્યાઓ હાયર સેકન્ડરી માં અંદાજિત 1500 અને માધ્યમિક વિભાગના અંદાજિત 1400 એમ કુલ મળીને 2900 થી વધારે ખાલી પડેલ જગ્યાઓનું શું ? આ ખાલી જગ્યાઓમાં સત્વરે બીજો રાઉન્ડ પાડી લાયક ઉમેદવારને ન્યાય આપવા વિનંતી.
4. જુના શિક્ષકોની બદલીથી /31- 05- 2025 નું રિટાયરમેન્ટ / આચાર્યની ખાલી જગ્યાઓ એમ આશરે કુલ મળીને 5000 થી વધારે ખાલી જગ્યાઓ બીજા રાઉન્ડમાં ઉમેરવી આપવા વિનંતી.
5. પ્રથમ રાઉન્ડના અંતે ઉમેદવારોનું ફાઇનલ ફાળવણી લીસ્ટ જાહેર કરો.
ફોર્મ ભરી આશા જગાવી,
રાતભર સ્વપ્નો ગૂંથી લાવી,
સવાર પડે સમાચાર તૂટે,
ભરતી મુલતવી
ક્યારે આવશે એ દિવસ મારો?
જેમાં માતા-પિતા ગર્વથી કહેશે—
"આ છે મારો સંતાન, નોકરીમાં છે!"
હાલ તો રાહની સજા સહું છું,
પણ વિશ્વાસે દીવો બળે છે,
કારણ કે સપના ક્યારેય મરે નહીં,
તેમનો સમય ફક્ત મોડો પડે છે.
વિભાગે જે એમને અન્યાય કર્યો પણ હવે તો સારું કરે ને.. બધી જ જગ્યા ભરવા માટે dv વાળા ઉમેદવાર જેને સિલેક્ટ કર્યું છે અને school મળી નથી એવા ઉમેદવાર નું PML 3 પાડી ને એમને બધા ને gov અને ગ્રાન્ટેડ અને જનરલ અને કેટેગરી ની સીટ સિલેક્ટ કરવા મળે.. અને વધી જ જગ્યા ભરે..m