😂 "સાહેબ, ઓપરેશન બરાબર થઈ જશે ને, વાંધો નહીં આવે ને ?"
"અરે હોય કંઈ, તમને વાંધો આવવા દેવાય, તમે તો મને "નીટ" નું પેપર લાવી દીધું હતું, બાકી આપણે _સર્જન_ ક્યાંથી થાત !" 🤣.
विराट exhibition by Virat Kohli !
Experience prevailed over youth !!
The old guard is not finished yet !!!
A vintage masterclass from @imVkohli — where timing, temperament, game awareness and experience outshone youthful aggression.
Kohli’s innings once again demonstrated that elite batting is not only about power; it is about understanding match situations, controlling pressure, pacing an innings and choosing the right moments to attack.
Years of handling high-pressure chases, knockout matches and international expectations have given him an instinct that cannot be learned overnight.
His knock carried a familiar message:
Class is Permanent
Experience is Invaluable….
@BCCI@JayShah@ShashiTharoor@sardesairajdeep
કહાં ગયે વો લોગ …
વડાપ્રધાન મોદીજીએ ઇંધણની બચત કરવા બિનજરૂરી પ્રવાસ ટાળવાની અને પબ્લિક ટ્રાન્સપોર્ટ સુવિધાનો વધારે ઉપયોગ કરવાની દેશવાસીઓને અપીલ કરી છે. આ અપીલના જવાબમાં મુ.મંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે માત્ર બે કારના કાફલા સાથે રાજુલા પહોંચ્યા. કેન્દ્રીય મંત્રી સી.આર પાટીલે એસ્કોર્ટ કે પાઇલોટ કારનો ઉપયોગ નહિ કરવાની જાહેરાત કરી છે. ગુજરાત સરકારના મંત્રી પ્રફુલ્લ પાનશેરીયા એ પણ પોતાનો કોનવે ઘટાડવાની સૂચના આપી. ગુજરાતના રાજ્યપાલશ્રીએ તો પોતાના પ્રવાસ માટે પ્લેન - હેલીકૉપટરના બદલે ટ્રેઈન કે એસ.ટી. બસનો ઉપયોગ કરવાનો નિર્ણય જાહેર કર્યોં.
એસટી બસની વાત આવી એટલે જુના સમયની યાદો તાજી થઇ જયારે કેટલાક ધારાસભ્યો એસ.ટી બસોમાં ગાંધીનગરની મુસાફરી કરતા હતા. અમરેલી જિલ્લાના ધારાસભ્યો - નરસિંહદાસ ગોંધીયા, ખોડીદાસભાઈ ઠક્કર આ યાદીમાં આવે. આ પ્રજાતિના છેલ્લા અવશેષ જૂનાગઢના ધારાસભ્ય મહેન્દ્ર મશરૂ હતા જેમણે તેમની પાંચ ટર્મ સુધી સતત એસ. ટી. બસમાં જૂનાગઢથી ગાંધીનગરની મુસાફરી કરી હતી.
એક ટર્મ પુરી કરે એટલે સ્કૂટીમાંથી SUV માં આવી જતા નવી પેઢીના લોકપ્રતિનિધિઓને માટે આ કલ્પના કરવી પણ મુશ્કેલ છે. હજુ નિયમ પ્રમાણે એસ.ટી. ની બસોમાં ધારાસભ્યો માટે સીટ અનામત રખાય છે પણ કોઈ રેકોર્ડ તપાસે તો ખ્યાલ આવે કે છેલ્લા કદાચ એક દાયકામાં એક પણ ધારાસભ્યે આ રિઝર્વ સીટ શોભાવી નહિ હોય.
@narendramodi@PMOIndia@AmitShah@Bhupendrapbjp@iJagdishBJP@CRPaatil@prafulpbjp@GovernorofGuj
બપોર હજુ પૂરી પણ થઈ નહોતી. ઘડિયાળ લગભગ અગિયાર બતાવતી હતી. હું બરાબર પોલીસ હેડક્વાર્ટરમાંથી ટેનીસ રમી પરત આવી રહ્યો હતો. આકાશમાંથી અગ્નિ વરસતો હતો. રસ્તા પરની ધૂળ પણ ધગધગતી હતી. થોડી ક્ષણ ઊભા રહેવું પણ મુશ્કેલ લાગતું હતું — તાપમાન કદાચ ૪૪ ડિગ્રીની આસપાસ હશે.
એવામાં રસ્તા બાંધકામની સાઇટની બાજુમાં જે દૃશ્ય દેખાયું તેણે મને હચમચાવી નાખ્યો. એક સફેદ દિવાલની આડમાં ચાર નાનાં બાળકો. ઉપર લોખંડના સ્ટેન્ડમાં બાંધેલું કાપડનું ઝૂલું. નીચે ઉકળતી ધરતી. બાજુમાં પાણીની બોટલ. અને થોડે અંતરે, લગભગ સો મીટર દૂર, તેમની માતા રસ્તાના બાંધકામમાં મજૂરી કરતી હતી.
આ તસવીરમાં ગરીબી માત્ર દેખાતી નથી — તે જોનારને પણ દઝાડતી અનુભવાતી હતી !
બાળપણ સામાન્ય રીતે રમકડાં, શાળા અને અકારણ હાસ્ય સાથે જોડાય છે. અહીં બાળપણ ગરમી સામેની લડાઈ બની ચુકયુ હતું
નાનકડાં હાથોમાં રમકડાં નથી;
ઝાડની છાંય પણ નથી,
માત્ર દિવાલની આડ છે.
માતા પાસે વિકલ્પ નથી,
સળગતા તાપમાં રોજની મજૂરી રોકાય તો
સાંજનો ચુલ્હો કેમ સળગાવવો ?
સૌથી વધુ સ્પર્શી જાય એવી વાત એ છે કે આ દૃશ્યમાં કરુણતા સાથે અદભૂત સહનશક્તિ પણ છે. ગરીબી વચ્ચે પણ માતાએ બાળકોને નજર સામે રાખવા માટે ઝૂલું બાંધ્યું છે. બાળકો એકબીજાની પાસે બેઠાં છે. જીવનની કઠોરતા વચ્ચે પણ સંબંધોની ઉષ્મા બચી છે.
આ તસ્વીર માત્ર અમરેલીની એક ઘટના જ નથી. આ દેશના લાખો અસંગઠિત મજૂર પરિવારોના અવિરત દારુણ સંઘર્ષ અને અસીમ વ્યથાનું મૌન ચિત્ર છે — જ્યાં ઉનાળો માત્ર ઋતુ નથી, પણ દરરોજની કઠોર પરીક્ષા છે.
જ્યારે શહેરોના એરકન્ડિશન્ડ ઓરડાઓમાં ગરમી અંગે ચર્ચાઓ ચાલે છે, ત્યારે કોઈ મા ધગધગતા રસ્તા પર પરસેવો વહાવી રહી હોય છે, જેથી તેના બાળકોને સાંજે બે વેળાનું ભોજન મળી શકે.
આ દૃશ્ય દયા માંગતું નથી.
આ દૃશ્ય આપણું ધ્યાન, સંવેદના અને જવાબદારી માંગે છે.
@narendramodi@PMOIndia@CRPaatil@Bhupendrapbjp@prafulpbjp@Dileep_Sanghani@mansukhmandviya@devanshijoshi71@tgbasiya@RonakABPAsmita@Rivaba4BJP
ઘણા બધા લોકોના મનમાં “સ્થાનિક સ્વરાજની સંસ્થા” નો અર્થ “ સ્થાનિક સંસ્થાના વહીવટમાં ગમે તેટલો ભ્રષ્ટાચાર કરવાનું સ્વરાજ” એવો છે.
પાલિકા, પંચાયત કે કોર્પોરેશનમાં ચૂંટાયા બાદ મોટા ભાગના પ્રતિનિધિઓ લોકોની શું તકલીફો છે અને તે દૂર કરવા શું કરવું જોઈએ તેની ચિંતા કરવાને બદલે પૈસા ક્યાંથી મળશે તેના પેતરા કરવામાં પડી જાય છે. ( ક્યાંક ક્યાંક અપવાદરૂપ પ્રામાણિક સભ્યો આવી સીસ્ટમ સામે લડે પણ છે. )
કામોની ગુણવત્તા કોઈ જોતું નથી. નબળા રોડ અને બાંધકામો એકાદ ચોમાસુ માંડ ટકે છે અને બીજા ચોમાસામાં તો લોકોના પરસેવાની કમાણીમાંથી આવેલ ટેક્ષના નાણાં વરસાદના પાણી સાથે તણાય જાય છે. આ વર્ણન ગુજરાતની 480 થી પણ વધુ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ પૈકી કોઈ એકલ દોકલ સંસ્થાના વહીવટનું નથી. આ કોરોના જેવી સામુહિક મહામારી છે જેમાંથી કદાચ એકાદ સંસ્થા બાકાત હોય તો જનતાનું સદ્દભાગ્ય !
અફસોસ એ વાતનો છે કે દિનપ્રતિદિન કેન્સરની માફક આ બીમારી વધતી જાય છે. આઝાદીના 8 દાયકા પછી પણ તેને કંટ્રોલ કરી શકાય તેવી કોઈ વ્યવસ્થા આપણે ઉભી કરી શક્યા નથી.
સમય પાકી ગયો છે ભ્રષ્ટાચાર સામેની આ લડાઈ લોકો જાતે લડે. જે પણ ખરડાયેલા લોકો ચૂંટણી લડી રહ્યા છે તેને ઘઉંમાંથી કાંકરા કાઢીએ તેમ જરા પણ દયા બતાવ્યા વગર વીણી વીણીને ઘર ભેગા કરી દઈએ. કોઈ પાર્ટીએ ભૂલથી એવા લોકોને ટિકિટ આપી હોય તો આપણે તેમની ભૂલ સુધારી આપીએ.
ભ્રષ્ટાચાર સામેની આ લડતમાં આપણે આપણો મતદાર તરીકેનો ધર્મ બજાવીએ. લોકતંત્રને મજબૂત કરવા જ્ઞાતિ - જાતિથી ઉપર ઉઠી લાયક લોકોના હાથમાં આપણા ગામ કે શહેરનું ભવિષ્ય સોંપીએ.
@narendramodi@Bhupendrapbjp@ajay_umat@RonakABPAsmita@devanshijoshi71@nirbhaynews1@tgbasiya@dave_janak@GujaratTak@Divya_Bhaskar@VtvGujarati@tv9gujarati@Zee24Kalak@News18Guj@gujratsamachar@sandeshnews
સિનિયર સિટીઝન માટેના ભાજપના નિર્ણય અંગે ….
——————————————————
60 વર્ષથી વધુ વયના કાર્યકરોને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઉમેદવાર નહીં બનાવવાનો ભારતીય જનતા પાર્ટીનો નિર્ણય વ્યાપક ચર્ચા માંગી લે છે.
જનતંત્રમાં વરિષ્ઠ નાગરિકોના મત જોઈએ છે,પણ પ્રતિનિધિત્વ આપવું નથી. આવો અન્યાય કેમ ચાલે ?
વળી એ નિર્ણય વરિષ્ઠ નાગરિકો જાણે શારીરિક અને માનસિક રીતે કોઈ જવાબદરી લેવા સમર્થ ના હોય તેવી છાપ ઉભી કરે છે અને તેમના મનોબળ અને આત્મવિશ્વાસ પર કારમો પ્રહાર કરનારો છે. ઘણા અસંસ્કારી પરિવારોમાં વડીલોની અવગણના થતી હોય છે. ભારતીય સંસ્કૃતિની ઉદ્દાત પરંપરાના ગુણગાન ગાતો પક્ષ આવા કૃતઘ્ની પરિવારોની હરોળમાં બેસવા માંગે છે ?
લોકશાહીના માપદંડો પ્રમાણે પણ આ નિર્ણય અલોકતાંત્રિક અને ગેરબંધારણીય છે.એટલું જ નહિ પરંતુ આવા ઉતાવળે લેવાયેલા નિર્ણયને કારણે ખુબ જ અનુભવી અને વ્યવહારકુશળ વર્ગના જ્ઞાન અને ડહાપણથી સમાજ વંચિત રહેશે.
સમાજમાં દુરોગામી અસરો ઉભી કરતા આ નિર્ણયની પાર્ટીમાં વ્યાપક ચર્ચા થવી જોઈએ.
@narendramodi@PMOIndia@AmitShah@Bhupendrapbjp@iJagdishBJP@CRPaatil@ratnakar273@PRupala@mansukhmandviya@bhikhubhaidbjp@Nitinbhai_Patel@imBhupendrasinh@gpzadafia@bharatpandyabjp@Dileep_Sanghani@devusinh@prafulpbjp@prafulkpatel@rcfalduofficial@rajuranamp
અમરેલીમાં લગભગ દર ત્રણમાંથી બે વ્યક્તિને નગરપાલિકાના પ્રમુખ કોણ છે તેની ખબર નહિ હોય. આ સ્થિત માત્ર અમરેલી શહેર પૂરતી જ મર્યાદિત નથી. અમરેલી જેવા તમામ નાના નગરોના પ્રમુખ વિષે મોટાભાગના લોકોને કશી માહિતી હોતી નથી.
કોર્પોરેશન વિસ્તારોમાં કદાચ પરિસ્થિતિ થોડી સારી હશે પણ તો પણ અડધાથી પણ વધુ નાગરિકોને મેયર કોણ છે તેની માહિતી નહિ હોય. વોર્ડના સદસ્ય કે કોર્પોરેટર કોણ છે તેની માહિતી પણ ઘણા બધા લોકોને હોતી નથી. મતદારો ચૂંટણી સમયે ઝાઝી છાનભીન કર્યા વિના યા તો પક્ષના આધારે યા તો જ્ઞાતિ - જાતિના આધારે મતદાન કરે છે.
મતદારોની આ ઉદાસીનતાનું મુખ્ય કારણ “કાગડા બધે કાળા “ની સ્થિતિનો તેમને વારંવાર થતો અનુભવ છે. ગુજરાતની 160 નગરપાલિકા અને 250 જેટલી તાલુકા પંચાયતોમાંથી એક પણ પાલિકા કે પંચાયત ભ્રષ્ટાચાર મુક્ત હશે તેવું સત્તા સ્થાને બેઠેલ કોઈ પણ રાજકીય પક્ષ છાતી ઠોકીને કહી શકે તેમ નથી. જી. પંચાયતો અને કોર્પોરેશનોમાં પણ આ જ સ્થિતિ છે.
ચૂંટાય ગયા પછી મોટાભાગની નગરપાલિકામાં નગરસેવકો “સ્વતંત્ર રાષ્ટ્રો” બની જાય છે જેના પર રાજકીય પાર્ટીઓનો કોઈ કંટ્રોલ રહેતો નથી. કોઈ પણ રાજકીય પક્ષ પાસે તેનું મોનીટરીંગ કરવાની કોઈ સીસ્ટમ નથી. સરવાળે 100 રૂપિયાના કામ પાછળ 50 રૂપિયા વપરાય છે અને ક્વોલિટી વગરના આવા કામો લાબું ટકતા નથી અને પ્રજાના તો પુરા 100 રૂપિયા પાણીમાં જાય છે.
કેન્દ્રમાં વડાપ્રધાન દેશની તિજોરી પર કડક ચોકીદારની ભૂમિકા સુપેરે બજાવી રહ્યા છે. રાજ્યના શાલીન મુ.મંત્રી તેમના દરેક વક્તવ્યમાં ક્વૉલિટીવાળા કામો કરવાની અપીલો કરતા રહે છે પણ નીચેની સિસ્ટમો પર કોઈ અંકુશ નહિ હોવાથી “ખાળે ડૂચા અને દરવાજા ઉઘાડા” જેવો ઘાટ થાય છે.
ઉમેદવારો પસંદ કરવાની કવાયત શરુ થઇ રહી છે, ત્યારે રીઢા અને છાપેલ કાટલાંઓથી પાર્ટી મુક્ત બને અને સ્વચ્છ અને પ્રામાણિક કાર્યકર્તાઓની પસંદગી થાય અને સત્તા મેળવ્યા બાદ લોકોને ભ્રષ્ટાચાર મુક્ત શાસન મળે તે માટે પાર્ટીઓનું ફુલપ્રુફ મોનીટરીંગ ગોઠવાય તેવી લોકોની અપેક્ષા છે.
@narendramodi@PMOIndia@AmitShah@Bhupendrapbjp@iJagdishBJP@CRPaatil@gpzadafia@PRupala@mansukhmandviya@ratnakar273