સાબરકાંઠાના તલોદના અણિયોડ ગામના મુખ્ય ચોક ખાતે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ સ્વચ્છતા અભિયાનમાં સહભાગી બની ગ્રામજનોને સ્વચ્છતાનો સંદેશ આપ્યો.
આ પ્રસંગે રાજ્યપાલશ્રીએ સફાઈ કર્મીઓનું સન્માન કર્યું.
#AcharyaDevvratJi#SwachhBharat#SwachhtaAbhiyan
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ સાદગીનું અનોખું ઉદાહરણ પૂરું પાડતાં બોરીયા (જગાપુર) ગામે શ્રીમતી નંદાબેન રજનીભાઈ નાડિયાના ઘરે આત્મીય મુલાકાત લીધી અને પરિવાર સાથે સવારનો નાસ્તો કર્યો.
ગ્રામ્ય પરિવારો સાથે આત્મીયતા અને સહજતાનો સુંદર અનુભવ કર્યો.
🇮🇳 "હર ઘર તિરંગા, હર ગામ તિરંગા!" 🇮🇳
સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના બોરીયા બેચરાજી ગ્રામ સચિવાલય ખાતે સ્વતંત્રતા દિવસ નિમિત્તે રાષ્ટ્રધ્વજ લહેરાવીને દેશના અમૃત મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી.
જય હિંદ! 🇮🇳
@TPTalod#HarGharTiranga#IndependenceDay
બનાસકાંઠા જિલ્લાના નાળોદર ગામના તલાટી-કમ-મંત્રી સુશ્રી જેકી નાઈએ કુદરતી આફતના સમયે કપરા સંજોગોમાં કરેલ રાહત કામગીરી થકી સેવાભાવના સાથે ફરજનિષ્ઠાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
કોઈ પણ વિકટ પરિસ્થિતિમાં નાગરિકોની સહાય માટે પ્રતિબદ્ધ રહેતા કર્તવ્યનિષ્ઠ કર્મયોગીઓની સરાહનીય કામગીરીથી મળે છે આફતો અને પડકારોનો સામનો કરવા માટેની #પ્રેરણા_શક્તિ
“હર ઘર તિરંગા હર ઘર સ્વચ્છતા” કાર્યક્રમ અંતર્ગત તાલુકા કક્ષાની તિરંગા યાત્રામાં માં ધારાસભ્યશ્રી ગજેન્દ્રસિંહ પરમાર તથા તાલુકાના અધિકારીશ્રી તથા પદાધિકારીશ્રીઑ જોડાયા.અને ગામ ના ચોક માં સાફ સફાઈ અને વૃક્ષારોપણ નું આયોજન કરવામાં આવેલ હતું.
#harghartiranga@SBMTALOD@TPTalod
Gujarat@75ની થીમ પર લોગો ડિઝાઈનની સ્પર્ધામાં ભાગ લો અને ઈનામ જીતવાની તક મેળવો!
વર્ષ 2035માં ગુજરાત રાજ્યની સ્થાપનાને 75 વર્ષ પૂર્ણ થવાની ઊજવણીના ભાગરૂપે આયોજિત આ રાષ્ટ્રીય સ્પર્ધામાં ભાગ લો અને ₹3,00,000નું ઇનામ જીતવાની સુવર્ણ તક મેળવો!
આ સ્પર્ધામાં ભાગ લેવા માટે મુલાકાત લો.
સરકારની વહીવટી કામગીરીને વધુ અસરકારક બનાવવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો અનોખો અભિગમ.
હવે નાગરિકો GARC ની વેબસાઈટ - https://t.co/7cHgww3EJW પર જઈને સરકારની કામગીરીને વધુ ગતિશીલ બનાવવા આપી શકો છે પોતાના સૂચનો.
#GARCsuggestion#SK