માન.નિવાસી અધિક કલેક્ટર સાહેબના અધ્યક્ષ સ્થાને "મિશન શકિત" યોજના હેઠળ જિલ્લા દેખરેખ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવેલ જેમાં યોજનાકીય કામગીરીની સમીક્ષા કરી જરૂરી સૂચનાઓ આપવામાં આવી.
આંગણવાડી પ્રવેશોત્સવ ૨૦૨૬
શિક્ષણની શરૂઆત, આંગણવાડીની સાથે! ચાલો આપણા બાળકોના ઉજ્જવળ ભવિષ્યનો પાયો મજબૂત કરીએ.ચાલો, આપણે સૌ સાથે મળીને આ ઉત્સવને વધાવીએ અને ગામ તથા વિસ્તારના દરેક ૩ વર્ષ પૂર્ણ કરેલા બાળકને આંગણવાડીમાં પ્રવેશ અપાવીએ.
તા. ૨૩ થી ૨૫ જૂન,૨૦૨૬સ્થળ: આપની નજીકની આંગણવાડી.
આજ રોજ જિલ્લા મહિલા બાળ અધિકારી અને ઇ.ચા. પ્રોગ્રામ ઓફિસર ICDS ના અધ્યક્ષ સ્થાને શાળા પ્રવેશોત્સવ અંતર્ગત ૩ થી ૬ વર્ષના બાળકોના આંગણવાડી, બાલ વાટિકા તેમજ શાળા પ્રવેશ અને ડ્રોપ આઉટ થયેલી દીકરીઓના શાળા પુનઃપ્રવેશ માટે તમામ મુખ્ય સેવિકાઓ,
દેવભૂમિ દ્વારકા જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા "બેટી બચાવો બેટી પઢાવો" અંતર્ગત રંગોળી બનાવાઇ. ઉપરાંત જનરલ હોસ્પિટલ ખાતે આજે ધનતેરસનાં દિવસે જે પરિવારોમાં દીકરીઓનો જન્મ થયો હતો તે દીકરીઓને લક્ષ્મી સ્વરૂપે આવકારવા "દીકરી વધામણા કીટ" નું વિતરણ કરવામાં આવ્યું હતું.
તા. ૮ થી ૨૨ એપ્રિલ-૨૦૨૫ સુધી "પોષણ પખવાડિયા"ની ઉજવણી અંતર્ગત યોજાયેલ બેઠકમાં પોષણ શપથ લેવામાં આવ્યા. તેમજ પોષણ પખવાડિયાની ઉજવણી થીમ મુજબ થાય તેવી સુચના આપવામાં આવેલ.
#PoshanPakhwada2025
મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા "પોષણ ઉત્સવ ૨૦૨૪" કાર્યક્રમ અંતર્ગત ટેક હોમ રાશન અને મિલેટ (શ્રી અન્ન) તેમજ સરગવો જેવા પૌષ્ટિક ખાદ્યોની મદદથી ગુજરાત રાજ્યના તમામ જિલ્લામાં પોષણ ઉત્સવની શરૂઆત કરવામાં આવી. જે અંતર્ગત દેવભૂમિ દ્વારકા જિલ્લાના વિભિન્ન સેજામાં ઉજવણી કરવામાં આવે છે.
આજ રોજ "પ્રવાસન સાથે વિકાસ" ની થીમ પર દ્વારકા ખાતે યોજાયેલ જિલ્લા કક્ષાની ચિંતન શિબિરમાં હાજર રહેલ જેમાં દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલા વિવિધ પ્રવાસન સ્થળોના વિકાસ ને લગતા વિવિધ મુદ્દાઓ પર ગહન ચર્ચા કરી જરૂરી સૂચનો આપવામાં આવ્યા