અમૃતપાન અભિયાન
"૧ જુલાઈથી સ્વસ્થ ભવિષ્ય તરફ એક સંકલ્પ"
માતાનું દૂધ એ બાળક માટે શ્રેષ્ઠ પોષણ અને સુરક્ષાનું પ્રથમ કવચ છે.
✔️ જન્મના પ્રથમ ૧ કલાકમાં સ્તનપાનની શરૂઆત
✔️ પ્રથમ ૬ મહિના સુધી માત્ર માતાનું દૂધ
✔️ ૬ મહિના પછી પૂરક આહાર સાથે ૨ વર્ષ કે તેથી વધુ સમય સુધી સ્તનપાન
ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગની સૂચના અનુસાર, રાજ્યના તમામ આરોગ્ય મંદિરોમાં સ્વચ્છતા અને વ્યવસ્થાને વધુ સુદ્રઢ બનાવી આરોગ્ય સંભાળની ગુણવત્તામાં સુધારો કરવાના શુભ હેતુસર "નમો સ્વચ્છતા અભિયાન" સાપ્તાહિક કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.@cdhodahod@CMOGuj
આજર���જ સામુહિક આરોગ્યકેન્દ્ર ધાનપુર ખાતે આયુષ્યમાન ભવ કાર્યક્ર્મ હેઠળ આરોગ્ય મેળાનું આયોજન કરવામાં આવ્યું તેમાં ઝાયડસ મેડિકલ કોલેજ દાહોદ ના તજજ્ઞ ડોક્ટરો દ્વારા ૧૧૨ જેટલા દર્દીઓને સારવાર/માર્ગદર્શન આપવામાં આવ્યું.@cdhodahod @HealthDahod @CollectorDahod @HealthDeptGuj
ગુજરાતમાં હીટવેવ: સાવચેતી અને ઉપચાર (Prevention and Cure)
૧. બચાવના ઉપાયો (Prevention Tips)
હાઇડ્રેટેડ રહો: તરસ ન લાગી હોય તો પણ વારંવાર પાણી પીવો. છાસ, લીંબુ શરબત, નાળિયેર પાણી અને ઓ.આર.એસ. (ORS) નો ઉપયોગ વધારો.
પહેરવેશ: હળવા રંગના, ઢીલા અને સુતરાઉ કપડાં પહેરો.
@CollectorDahod
ગરમી વધે છે, સાવચેતી પણ વધારવી જરૂરી છે
હીટ સ્ટ્રોક એક ગંભીર સ્થિતિ છે પરંતુ યોગ્ય કાળજી અને સરળ આદતો દ્વારા તેને ટાળી શકાય છે. પૂરતું પાણી પીવો, બપોરના તાપથી બચો અને શરીરને ઠંડું રાખો.
ગરમીમાં સાવચેતી એ જ સુરક્ષા છે.
#sunstroke#sunstrokeawareness#sunstrokeprevention
ડાયાબિટીસ ટીબીનું જોખમ વધારે છે, તેથી સતર્ક રહો અને સુરક્ષિત રહો.
સમયસર નિદાન અને સારવારથી, ટીબી સંપૂર્ણપણે મટી શકે છે.
જો તમને ડાયાબિટીસ છે, તો વિલંબ ન કરો - આજે જ છાતીનો એક્સ-રે કરાવો.
ટીબી ��ુક્ત ભારત માટે તમારું એક પગલું મહત્વપૂર્ણ છે.
ટોલ-ફ્રી હેલ્પલાઇન: ૧૮૦૦-૧૧-૬૬૬૬
ડાયરિયાને હલકામાં લેવું જોખમી બની શકે છે, ખાસ કરીને નાનાં બાળકો માટે.
સમયસર ORS, સ્વચ્છ પાણી અને સ્વચ્છતા દ્વારા તેને સરળતાથી નિયંત્રિત કરી શકાય છે.
સાવધાન રહો — કારણ કે યોગ્ય સમયે લેવાયેલું એક નાનું પગલું પણ મોટી સુરક્ષા આપી શકે છે.
@CollectorDahod@DdoDahod@HealthDeptGuj
આજરોજ સામુહિક આરોગ્યકેન્દ્ર ધાનપુર ખાતે આયુષ્યમાન આરોગ્ય મેળાનું આયોજન કરવામાં આવ્યું તેમાં ઝાયડસ મેડિકલ કોલેજ, દાહોદ ના તજજ્ઞ ડોક્ટરો દ્વારા દર્દીઓને સારવાર/માર્ગદર્શન આપવામાં આવ્યું. @cdhodahod@HealthDahod@HealthDeptGuj@NHMGujarat
સંકલ્પ કેન્સર મુક્ત ગુજરાતનો!
છેલ્લા ૪ વર્ષમાં ગુજરાત સરકારે ૫.૪ કરોડથી વધુ કેન્સર સ્ક્રીનિંગ અને તપાસ દ્વારા નાગરિકોના સ્વાસ્થ્યની રક્ષા કરી છે.
તમાકુ-દારૂનો ત્યાગ કરો. ૩૦ વર્ષ પછી નિયમિત તપાસ કરાવો.
વધુ માહિતી માટે નજીકના સરકારી આરોગ્ય કેન્દ્ર અથવા ૧૦૪ હેલ્પલાઇનનો સંપર્ક કરો.
TB સારું થઈ શકે છે 🩺
જો તમને ખાંસી હોય તો તેને અવગણશો નહીં.
તમારી નજીકની સરકારી હોસ્પિટલમાં જાઓ – ત્યાં મફત તપાસ અને દવા મળે છે.
નિક્ષય પોષણ યોજના હેઠળ TB દર્દીઓને ખોરાક માટે દર મહિને ₹1,000 મળે છે.
@CMOGuj@CollectorDahod@DahodDdo@TbDivision@NtepGuj