Code On Wages Section 8 (4) & Minimum Wages Act 1948 Section 3(1) (b) મુજબ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે ખાનગી નોકરી કરતા કામદારો માટે પણ દર ૫ વર્ષે વેતન ના દરમાં ફરજિયાત સુધારો કરવો તેવું જણાવેલ છે જ્યારે ગુજરાત રાજ્યમાં સરકારી કર્મીઓને ૫-૫ વર્ષ ફિક્સ પગારમાં રાખવામાં આવે છે...
ગુજરાત સરકાર સ્વીકારે છે કે વિકાસ થયો છે, એટલે સ્ટેમ્પ ડ્યૂટીના ભાવ વધાર્યા, મોંઘવારી વધે છે તો કેન્દ્ર સરકાર મોંઘવારી ભથ્થું વધારે છે...તો પછી ગુજરાતના નવા યુવા કર્મચારીઓને શું આ મોંઘવારી નહિ નડતી હોય ? શા માટે તેમને ૦૫ વર્ષ ફિકસ પગારમાં રાખવામાં આવે છે ? @CMOGuj@sanghaviharsh