પ્રભારી મંત્રીશ્રીની ઉપસ્થિતિમાં પ્રગતિપથ યાત્રા અંતર્ગત અંબાજી સાપ્તિ, જીએમડીસી કોપર પ્રોજેક્ટ, બનાસ સુઝુકી બાયોગેસ પ્લાન્ટ સહિતના વિવિધ વિકાસકાર્યોની મુલાકાત લેવામાં આવી.યાત્રા દરમિયાન કૃષિ, પશુપાલન, શિક્ષણ, પર્યાવરણ અને જનસુવિધાના ક્ષેત્રે થયેલા વિકાસકાર્યોને રજૂ કરવામાં આવ્યા
અંબાજી ખાતે યોજાયેલી જન કલ્યાણ શિબિરમાં પ્રભારી મંત્રીશ્રી કમલેશભાઈ પટેલના હસ્તે વિવિધ યોજનાઓના લાભાર્થીઓને સહાય અને પ્રમાણપત્રોનું વિતરણ કરવામાં આવ્યું. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નાગરિકોને એક જ સ્થળે વિવિધ સરકારી સેવાઓ અને યોજનાઓની માહિતી તથા લાભ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા.@CMOGuj
કલેક્ટરશ્રી મિહિર પટેલના અધ્યક્ષસ્થાને NEET(UG) પરીક્ષાના આયોજન તથા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી ના આયોજન સંદર્ભે જિલ્લાના અધિકારીશ્રીઓ સાથે બેઠક યોજી આવશ્યક સૂચનો કર્યા હતા. @CMOGuj@InfoGujarat
પાલનપુર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે માન. પ્રભારીમંત્રી શ્રી કમલેશભાઈ પટેલ અને માન. વનમંત્રીશ્રી પ્રવીણભાઈ માળીની ઉપસ્થિતિમાં 'એક પેડ મા કે નામ ૩.૦' અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો, જેમાં મહાનુભવોએ વૃક્ષો વાવી તેના જતન અને સંવર્ધન સાથે પર્યાવરણ સુરક્ષાનો સંદેશ આપ્યો. @CMOGuj
જિલ્લાના લોકોને કેન્દ્ર તથા રાજ્ય સરકારની યોજનાઓનો મહત્તમ લાભ મળે તે હેતુથી આજરોજ ચડોતર ખાતે યોજાયેલ જનકલ્યાણ શિબિરમાં કલેકટરશ્રી મિહિર પટેલએ ઉપસ્થિત રહી સબંધિત વિભાગના અધિકારીઓને માર્ગદર્શન પુરુ પાડ્યું હતું. @CMOGuj@revenuegujarat@InfoGujarat